SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ બધીયે આ સંમિશ્રણમાંથી મળી આવી. આજ રીતે કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોને પણ મંગાવી; એમાં માત્ર ભેળસેળ થયેલ હસ્તપ્રતોને જુદી પાડી વ્યવસ્થિત કરી. તાડપત્ર કરતાં કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોની સંખ્યાનું પ્રમાણ લગભગ દરેક હજાર જેટલું હોઈ, પરંતુ સંમિશ્રણ ઓછું હોઈ, એ કામ વ્યવસ્થિત કરવામાં ધારવા કરતાં ઓછો સમય ગયો. તાડપત્રની પ્રતો ફરીથી આ રીતે મિશ્રિત ન થઈ જાય માટે પ્રત્યેક પ્રત દીઠ એક એક એલ્યુમિનિયમની તાડપત્રના માપની પેટીઓ તૈયાર કરાવી. તથા એ પેટીઓને રાખવા જોધપુરના એન્જિનિયર પાસે સેઈફ ડિપોઝીટ વોલ્ટના જેવું જ એક આખું વોલ્ટ તૈયાર કરાવડાવ્યું અને પ્રત્યેક પેટી એ વોલ્ટમાં રાખવામાં આવી નકામા જણાતા તાડપત્રોના અવશેષનું એક નાનકડા કાચથી મઢેલ ટેબલ ઉપર પ્રદર્શન પણ ગોઠવેલું. આમ આખોય ભંડાર શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત કરવામાં આવ્યો. એમની પાસે વૈજ્ઞાનિક દષ્ટિ પણ હોઈ આ બધી પ્રતોમાંથી એમને જરૂરી એવી તાડપત્રની પ્રતો તથા કાગળની હસ્તપ્રતોનું પણ દિલ્હી ખાતે પોતાના ખાસ અંગત સાથીદારો મોકલી કેન્દ્ર સરકારની સહાયથી માઈક્રોફિલ્મ કરાવ્યું અને આ રીતે જેસલમેરના આંટાફેરા વારંવાર ન કરવા પડે એ પણ થયું. અન્ય લિપિશાસ્ત્રીઓના જ્ઞાનથી એમના લિપિશાસ્ત્રના જ્ઞાનની વિશેષતા છે. તેઓ માત્ર લિપિઓ વાંચી હસ્તપ્રતનું લખ્યાનું વર્ષ એના મરોડના આધારે નક્કી કરી શકે છે એટલું જ નહીં, પરંતુ એમની આગવી વિશેષતા તો જુદી જ છે. તે એ છે કે તેઓ નાગરી લિપિના કોઈ પણ વર્ષના મરોડનો સતત અભ્યાસ કર્યા પછી એ મરોડને એટલો હસ્તગત કરી લે છે કે એ જ મરોડમાં તેઓ લખી પણ શકે છે. તાડપત્રની કેટલીએક પ્રતોનું સંશોધન તથા અન્ય હસ્તપ્રતોનું સંશોધન એમણે તે તે હસ્તપ્રતની પોતાની લિપિમાં જ એ જ મરોડથી કર્યું છે, જેથી વાચક, સંશોધક વિદ્વાનને મુશ્કેલી ન પડે. હસ્તપ્રતો કેમ વાંચવી અને જુદી જુદી હસ્તપ્રતોના જુદા જુદા વર્ષના મરોડ કેવા હોય છે, તેનું શિક્ષણ એમણે ઘણાને આપ્યું છે. પોતાની આગવી સૂઝથી પાટણમાં જ તેઓ સારા લહિયાઓનું સર્જન કરી શક્યા છે. અત્યારે તો નવી વૈજ્ઞાનિક પદ્ધતિ ચાલુ થઈ હોવાથી લહિયાઓની વિશેષ જરૂર નથી પડતી, કારણ કે નકલ કરવાનું કામ હવે ફોટોસ્ટેટ કે માઈક્રોફિલ્મ દ્વારા થઈ શકે છે. આમ છતાં પ્રાચીન લેખનકળાના એમના અત્યારે અપ્રાપ્ય એવા પુસ્તકને જોવાથી પણ લેખન-કળા વિશે એમનું જ્ઞાન કેટલું ગંભીર તથા વિશાળ છે, એનો ખ્યાલ આવ્યા વિના ન રહે. એ પુસ્તક છપાયા પછી અત્યાર સુધીમાં એમનને એમાં એટલો બધો વધારો કર્યો છે કે ફરીથી જ્યારે એનું પ્રકાશન થશે ત્યારે એથી દ્વિગુણીમાત્રામાં એ જોવા મળશે. એમની આ વિશેષતા ઉપર અને એમના જ્ઞાનથી મુગ્ધ થઈને જ અમદાવાદના દાનવીર શેઠ શ્રી કસ્તૂરભાઈલાલભાઈએ એક સારું સંશોધનમંદિર ઊભું કરવાનું એમને સોંપ્યું. હાલનું ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ એ એક રીતે આ વિનમ્ર વિદ્વાનનું સર્જન છે. એમાં આજે લગભગ ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) હસ્તપ્રતો ઉપરાંત મુદ્રિત પુસ્તકોનું પણ સારું એવું ગ્રન્થાલય છે. પોતે જીવનમાં સંગ્રહીત કરેલી હસ્તપ્રતો તથા અનેક અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ એમણે ખૂબ ઉદારતાથી આ સંશોધનમંદિરને, એનો વિદ્વાનો ઉપયોગ કરી શકે એ હેતુથી, ભેટ આપી દીધી છે. શી પુરા-ચરિત્રમ્ 140 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy