________________
સહભાગી બન્યા હતા એ જ વર્ષે, ત્રણેક માસ બાદ, વિ. સં. ૨૦૨૫ના માહવદિ પાંચમના રોજ, મહારાજશ્રીને દીક્ષા લીધાને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, એ નિમિત્તે વડોદરાના સંઘે મહારાજશ્રીનો દીક્ષાપર્યાય ષષ્ઠિપૂર્તિ-સમારોહ ઊજવવાનું નક્કી કર્યું હતું. એટલે તે પહેલાં મહારાજશ્રી અમદાવાદ પાછા આવે એ શક્ય ન હતું. આ સામે અમારાથી તો કંઈ બોલી કે ફરિયાદ કરી શકાય એમ હતું જ નહીં. અમને પણ એનો ઘણો આનંદ અને ઉલ્લાસ હતો.
વચલા સમયમાં મહારાજશ્રીએ ખંભાતનો શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડાર તપાસીને વ્યવસ્થિત કરવા ખંભાત જવાનું નક્કી કર્યું, અને વચમાં તેઓના વયોવૃદ્ધ શિષ્ય મુનિરાજ શ્રી જયભદ્રવિજયજીના વતન ગંભીરા ગામના દેરાસરને ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતાં, એ નિમિત્તે ત્યાં યોજવામાં આવેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું. એ કામ પતાવીને મહારાજશ્રી ખંભાત ગયા. ત્યાં ત્રણેક અઠવાડિયાં સ્થિરતા કરીને, ભંડારને સરખો કરવાનું કામ પતાવીને, તેઓએ વડોદરા તરફ વિહાર કર્યો. આ વખતે મહારાજશ્રીના ૬૦ વર્ષના દીક્ષા પર્યાયની સમાપ્તિ નિમિત્તે વડોદરામાં યોજાયેલ સમારોહ પ્રસંગે મહારાજશ્રીને અર્પણ કરવાના “જ્ઞાનાંજલિ” ગ્રંથનું મુદ્રણનું કામ ચાલુ હતું. આ ગ્રંથ માટે મારે મહારાજશ્રીનો કંઈક વિસ્તૃત પરિચય લખવાનો હતો. એટલે એ અંગેની વિશેષ માહિતી મેળવવા હું બે દિવસ માટે ખંભાત ગયો અને મહારાજશ્રી તેમ જ પંન્યાસ શ્રી રમણીકવિજયજી પાસેથી બની તેટલી માહિતી મેં નોંધી લીધી.
મહારાજશ્રીને માટે પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તો, કાયાની છાયાની જેમ, અભિન્ન હતા અને મહારાજશ્રીની સંભાળ રાખવાનું સંઘોપકારક કાર્ય તેઓ પૂરા આદર અને સ્નેહથી કરતા હતા. આ વિદ્યાવ્યાસંગી મુનિવર ખૂબ સરળ અને ઉદાર હતા. અમારા બે વચ્ચે ઠીક ઠીક ગાઢ ધર્મસ્નેહ રચાઈ ગયો હતો; મારા માટે તેઓ વાતના વિસામારૂપ હતા.
પંન્યાસ શ્રી રમણીકવિજ્યજીની તબિયત બરાબર રહેતી નહોતી. એમને કંઈક હદયની પણ તકલીફ હતી. ચોમાસું પૂરું થયું એ અરસામાં મુંબઈના કાર્યકરોએ શ્રી પુણ્યવિજયજી મહારાજને, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી કરવાની યોજનાને વેગ મળે એટલા માટે, મુંબઈ પધારવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હતું, અને એ માટે શરૂઆતમાં મહારાજશ્રીને કાગળો પણ લખ્યા હતા. આ રીતે મુંબઈ જવાનો એક નવો વિચાર શરૂ થયો એટલે પંન્યાસ શ્રી રમણીકવિજયજીને ક્યારેક થયું કે હૃદયની તકલીફના નિદાન અને ઉપચાર માટે મુંબઈ જવાનું થાય તો ઠીક. શ્રી પુણ્યવિજયજી મહારાજ તો, પોતાનાં અનેકવિધ સંશોધનકામોને લીધે, મુંબઈ જવાનો વિચાર સરખો કરે એમ ન હતા, પણ, પંન્યાસ શ્રી રમણીકવિજયજીની તબિયતની દષ્ટિએ, તેઓને પણ મુંબઈ જવાનો વિચાર ધ્યાન આપવા જેવો લાગ્યો. પણ એટલામાં ખંભાતથી પાછા ફરતાં, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં જ, છાણી મુકામે, મેરુ તેરશના પર્વદિને, પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા! પછી તો અમને તથા બીજાઓને પણ લાગ્યું કે હવે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર કરવાને બદલે અમદાવાદ તરફ જ વિહાર કરશે. વડોદરાના મહારાજશ્રીની દીક્ષાના સાઠ વર્ષનો સમારોહ કયારે પૂરો થાય અને મહારાજશ્રી ક્યારે અમદાવાદ તરફ વિહાર કરે એની જ અમે
5;
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org