________________
વિ. સં. ૨૦૨૩ સુધીનાં બધાં ચોમાસાં મહારાજશ્રીએ અમદાવાદમાં કર્યા, એટલે એમની વધુ નિકટમાં આવવાનો વિશેષ લાભ મળતો રહ્યો.
વિ. સં. ૨૦૧૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે, મહારાજશ્રીના માર્ગદર્શન નીચે, મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના શરૂ કરી અને હું, એની વ્યવસ્થા સંભાળવા, સહમંત્રી તરીકે વિદ્યાલયમાં જોડાયો. આથી વિ. સં. ૨૦૧૭થી ૨૦૧૭ સુધી મહારાજશ્રીને બહુ જ નિકટથી જોવા-જાણવાનો, એમના વાત્સલ્યના મહેરામણ સમા અંતરને અનુભવવાનો અને એમની વિદ્વતાથી સુરભિત સાધુતા અને સાધુતાથી શોભતી વિદ્વત્તાનાં દર્શન કરવાનો જે અવસર મળ્યો તે ખરેખર અપૂર્વ અને જિંદગીના અમૂલ્ય લહાવારૂપ છે. મોટે ભાગે તો ‘ડુંગરા દૂરથી રળિયામણા' એ કહેવતની જેમ, સમાજમાં, ધર્મમાં કે દેશમાં મોટી ગણાતી વ્યક્તિઓમાં પણ મોટા ભાગની એવી હોય છે કે જેમ જેમ એમનો નિકટનો પરિચય થતો જાય તેમ તેમ એમની મોટાઈ અંગેની આપણી માન્યતા નકામી સાબિત થતી જાય છે અને તેઓ ખરે વખતે ફટકિયા મોતી જેવા પુરવાર થતા લાગે છે, એટલું જ નહીં, એમની કંઈ કંઈ ક્ષતિઓ આપણી આગળ છતી થતી જાય છે. પણ મહારાજશ્રીની બાબતમાં મારો તેમજ એમના પરિચયમાં આવનાર સૌ કોઈનો પણ અનુભવ આથી સાવ જુદો છે. જેમ જેમ એમનો વધુને વધુ નિકટનો પરિચય થતો ગયો, તેમ તેમ એમના વધુને વધુ ગુણોની છાપ અંતર પર પડતી ગઈ. એમની નિખાલસતા તો એમની જ હતી ! ઘણીવાર તો એમની રહેણીકરણી જોઈને એ જ સવાલ થઈ આવતો કે મહારાજશ્રીની સાધુતા વધે કે વિદ્વતા! સાચે જ, ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ સુગંધ પ્રસરાવે, એવું ભવ્ય અને દિવ્ય તેઓશ્રીનું જીવન હતું.
કોઈને પણ ના પાડવાનો કે કોઈના નાના-મોટા ગમે તેવા કામ માટે પણ સમયની કૃપણતા કરવાનો મહારાજશ્રીનો સ્વભાવ જ ન હતો. આથી આગમ-સંશોધનના કામમાં વિક્ષેપ આવી જતો જોઈને હું અકળાઈ જતો, અને રૂબરૂમાં કે તેઓ બહારગામ હોય તો પત્ર લખીને, અવારનવાર ફરિયાદ કરતો જ રહેતો. પણ સંતપુરુષ પોતાને આંગણેથી કોને જાકારો આપે, ભલા-જગતના સર્વ જીવોને પોતાના મિત્ર માનવાનું એમનું જીવનવ્રત હતું જે? એટલે મારી ફરિયાદને ભાગ્યે જ દાદ મળતી. છતાં ઘણીવાર મહારાજશ્રી આત્મવિશ્વાસપૂર્વક એવું આશ્વાન આપતા કે આ બાબતમાં તું નકામી ચિંતા કરે છે. હું ચોર્યાશી વર્ષ જીવવાનો છું અને આગમસંશોધનનું કામ મારે હાથે જરૂર પૂરું થવાનું છે! એ શબ્દો ખાલી શબ્દો જ રહ્યા અને મહારાજશ્રી ૭૬ વર્ષની ઉમેર જ સ્વર્ગવાસી થયા, એ વાતના વિચારથી હજી પણ જ્યારે મન ઉદાસ બની જાય છે, ત્યારે એને એક જે વિચારથી આશ્વાસન મળે છે કે આવા મહાન, વિદ્વાન અને પવિત્ર સંત પુરુષનો આટલો સત્સંગ થયો, એ કંઈ
ઓછા સદ્ભાગ્યની વાત છે ! બાકી તો, સંસારમાં કોનું ધાર્યું થયું છે અને કોની ઈચ્છાઓ પૂરી થઈ છે? સંસારનું નામ જ અસ્થિરતા ! ખંભાતનો વિહાર, પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ
વિ.સં. ૨૦૨૪નું ચોમાસું પૂરું થયું એટલે આગમ-સંશોધનના કાર્યને વેગ આપવા મહારાજશ્રી અમદાવાદ પાછા ક્યારે ફરે એની અમે સૌ કાગના ડોળે રાહ જોતા હતા. પણ અમારી ભાવના સફળ ન થઈ શકે એવો આદરસ્નેહભર્યો અને અમને પણ ગમી જાય એવો મીઠો અવરોધ વડોદરાના સંઘે ઊભો કર્યો એના અમે પણ ઉલ્લાસથી શ્રી પુયર્ચારિત્રમ્
50;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org