________________
એટલો વધારે હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠ્યા કે “ આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું! એ કેવું નબળું સમજવું!''
હું એ વખતે હાજર હતો. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શકિત-અશક્તિનો આટલો ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય? એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયો. અંગત પરિચયની થોડીક વાત
મહારાજશ્રીનાં દર્શન પહેલવહેલાં ક્યારે કર્યા એ તો સ્પષ્ટપણે સાંભરતું નથી; વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસંમેલન થયું તે વખતે, એમનાં દર્શન કરવાનો અવસર મળ્યો હોય. પણ એટલું બરાબર સાંભરે છે કે મુનિ સંમેલને જે પટ્ટક તૈયાર કર્યો હતો, એનું મૂળ લખાણ મહારાજશ્રીના હસ્તાક્ષરમાં લખાયું હતું. અને એના ઉપર જ આઠ આચાર્યો અને એક મુનિવર, એમ નવ શ્રમણભગવંતોની સહીઓ લેવામાં આવી હતી.
. આ સંમેલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપોનો પ્રતિકાર કરવા માટે “શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ” નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સમિતિ તરફથી “શ્રી જૈન સત્ય પ્રકાશ' નામે એક માસિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિપુટી મહારાજ તરીકે જૈન સંઘમાં વિખ્યાત બનેલા વિદ્વાન મુનિરાજ શ્રી દર્શનવિજયજી આદિની ભલામણથી હું સમિતિ સાથે જોડાયો અને એના માસિકના સંચાલન-સંપાદનનું કામ સંભાળવા લાગ્યો. મને લાગે છે કે, આ નવી કામગીરી સંભાળતાં સંભાળતાં પત્રવ્યવહાર દ્વારા મહારાજશ્રીના સંપર્કમાં આવવાનું બન્યું. આ પછી બે-ત્રણ વર્ષે મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ વગેરે પાટણ ગયા ત્યારે હું પણ પાટણ ગયેલો. મહારાજજીનો કંઈક નિકટથી પરિચય મેળવવાનો મારે માટે એ પહેલો જ અવસર હતો. પણ એ વખતે તેઓએ એવું હેત દાખવ્યું કે જાણે હું લાંબા વખતથી એમનો પરિચિત ન હોઉં. મહારાજશ્રીને મન ન કોઈ પોતાનો છે, ન કોઈ પરાયો છે, ન કોઈ અપરિચિતએમના અભંગ દ્વારે સૌને સદા વાત્સલ્ય અને ઉલ્લાસભર્યો સમાન આવકાર મળતો. મહારાજશ્રીએ કબાટો, પેટીઓ અને પોથીઓ ઉઘાડી ઉઘાડીને મને કંઈ કંઈ અવનવી વસ્તુઓ મમતાપૂર્વક બતાવેલી, એ આજે પણ સારી રીતે સાંભરે છે. પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પૂજ્ય ચતુરવિજયજી મહારાજની અમીદષ્ટિનો લાભ પણ આ વખતે જ મળેલો.
આ પછી મહારાજશ્રીનો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. વિ.સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર ગયા ત્યારે ત્યાંની કામગીરીની માહિતી આપતા પત્રો તેઓ અવારનવાર મને લખતા રહેતા. જેલમેરથી પાછા ફરતા સ્થાનકમાર્ગી ફિરકાના ઉદાર, સહૃદય, વિદ્વાન અને સ્વતંત્ર ચિંતક સંત ઉપાધ્યાય શ્રી અમરમુનિજી (કવિજી મહારાજ) તથા શ્રી મદનલાલજી મહારાજ સાથે મહારાજશ્રીને જે ધર્મ સ્નેહભર્યો હાર્દિક સંબંધ ગાઢ થયેલો એની વિગતો પાલનપુરમાં ખુદ શ્રી અમરમુનિજી તથા શ્રી મદનલાલજી મહારાજના મુખેથી સાંભળીને અંતર ગદ્ગદ્ થઈ ગયું અને લાગ્યું કે મહારાજશ્રીના હૃદયની વિશાળતા સાચે જ સાગર જેવી છે એ વર્ષનો સંકેત તો એવો હતો કે મહારાજશ્રી તથા આ મુનિવરો પાલનપુરમાં સાથે જ ચોમાસુ કરે અને આગમ-સંશોધન તથા બીજાં સાહિત્ય-કાર્યો અંગે વિચાર-વિનિમય કરે. પણ વચમાં કંઈક અણધાર્યો વિક્ષેપ એવો આવ્યો કે, આ શક્ય ન બન્યું. તેઓનું ચોમાસું પાલનપુરમાં થયું; મહારાજશ્રી અમદાવાદમાં ચોમાસું રહ્યા. વિ. સં. ૨૦૦૮ની આ વાત. આ પછી, વિ. સં. ૨૦૧૮નું ચોમાસુ મહારાજશ્રીએ પોતાના વતન કપડવંજમાં કર્યું એ એક વર્ષને બાદ કરતાં, છેક
શ્રી પુણ્યચરિત્રમ્
49
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org