________________
‘‘પાટણ, માતર આદિમાં સાધ્વી, મહત્તરાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો એ જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈન વાડ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવન ચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.’’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૩૨)
વળી, આજ મુદ્દાને અનુલક્ષીને મહારાજશ્રીએ મુંબઈમાં, ભાયખલામાં, તા. ૨૨-૨-૧૯૭૧ના રોજ
કહેલું કે—
‘‘આચાર્ય ભગવાને (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ) એક કાળે, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધ્વીઓના વ્યાખ્યાનનો અને કલ્પસૂત્રના વાચનનો નિષેધ કર્યો હતો. અને પછી, બદલાયેલી પરિસ્થિતિનો અને લાભાલાભનો તેમજ સાધ્વીસમુદાયના વિકાસનો વિચાર કરીને, તેઓએ પોતે જ એની પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્ત્વ સૌ કોઈએ આ દૃષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી કે, જો એમને એમ લાગ્યું હોત કે, સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકશાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખમચાત નહીં. પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણા સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમજ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈન સંઘને લાભ જ થયો છે.’’ (‘બે મહત્ત્વનાં પ્રવચનો', પૃ. ૭)
ન
ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રીએ કહ્યું છે કે–
‘‘આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મપાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય, પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે, બાહ્ય ક્રિયાના વાધા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તો મરી જ જશે. આજની આપણા સૌની જીવનચર્ચાનો વિચાર કરવામાં આવે તો આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તો પણ, આપણા મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી, પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવના વિશાળ તત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે.’’
(જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૬) આવી ધાર્મિકતાનેસમજવા અને જીવનમા ઉતારવા માટે મહારાજશ્રી સદાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈપણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઊઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા : એવું અપ્રમત્ત એમનું જીવન હતું.
1
બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદષ્ટિ અને જીવનજાગૃતિનો એક પ્રસંગ જાણવા જેવો છે ઃ એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણો આકરો અને અસહ્ય બની જાય
ત્રી. પુષ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
48
www.jainelibrary.org