________________
પ્રતીક્ષા કરી રહ્યા. છેલ્લાં બે વર્ષ મુંબઈમાં
વડોદરાનો સમારોહ સુંદર રીતે પૂરો થયો એટલે શ્રી પોપટલાલ ભીખાચંદ, શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ અને શ્રી જયંતિલાલ મણિલાલ ઘડિયાળી-એ મુંબઈના ત્રણ આગેવાનો મહારાજશ્રીને વિનંતી કરવા તા. ૯૩-૬૯ના રોજ વડોદરા પહોંચ્યા. વચલા સમયમાં મહારાજશ્રીના મનમાં મુંબઈ જવું કે નહીં એનું મંથન ચાલતું હતું, અને સામાન્ય રીતે અમને એવા સંકેત મળતા હતા કે તેઓનું મન મુંબઈ તરફ વિહાર કરવાનું નથી. પણ ભાવીનો સંકેત કંઈક જુદો જ હતો. ભવિતવ્યતાના એ ભેદને પામવાનું આપણું ગજું શું? આમાં પણ એમ જ
મુંબઈના આગેવાનો વડોદરા આવ્યા તે દિવસે મહારાજશ્રીએ મને પણ વડોદરા બોલાવ્યો. તેઓએ હજુ કશો નિર્ણય કર્યો ન હતો અને તેઓનું મન ખુલ્લું હતું, એટલે મુંબઈ તરફ વિહાર કરવા સામે મારે જે કંઈ કહેવું હોય એ કહેવાની તક આપવા માટે મને વડોદરા બોલાવ્યો હશે, એમ માનું છું. મને તો સતત એક જ વિચાર સતાવતો હતો કે આગમ-સંશોધનનું કામ શરૂ કર્યો નવેક વર્ષ થઈ જવા છતાં એ કામની પ્રગતિ ઠીક ઠીક ધીમી હતી, અને મહારાજશ્રીના હાથે અને તેઓની દેખરેખ નીચે એ કાર્ય જેટલું સર્વાગ સંપૂર્ણ થઈ શકશે એટલું બીજાના હાથે નહીં જ થઈ શકે; આ કાર્ય માટે મહારાજશ્રી જેવી સજ્જતા, સૂઝ અને સમર્પણવૃત્તિ બીજા કોઈમાં હોય એમ મને લાગતું ન હતું. તેથી મારો મત તો સ્પષ્ટ હતો કે મહારાજશ્રીએ મુંબઈ તરફના વિહારનો વિચાર જતો કરીને બને તેટલાં વહેલાં અમદાવાદ પધારવું જોઈએ. મેં મારી વાત કંઈક આવેશ સાથે રજૂ કરી. આ બાબતમાં મને એક બીજા વિચારથી પણ બળ મળ્યું હતું : ત્રણ કે ચાર દિવસ પહેલાં મારે કોઈ કામસર શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પાસે જવાનું થયેલું ત્યારે મેં તેઓને વિનંતી કરી કે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર ન કરતાં અમદાવાદ પધારે એવી વિનંતી આપ પત્ર લખીને કરો. તેઓએ મારી વિનંતી માન્ય કરી અને બીજા દિવસે પત્ર પણ લખ્યો. હું વડોદરા રવિવારે ગયો હતો એટલે મને વિશ્વાસ હતો કે મારા વડોદરા પહોંચતા પહેલાં શનિવારે મહારાજશ્રીને શેઠશ્રીનો પત્ર મળી જ ગયો હશે, એટલે હું મારી વાત ભારપૂર્વક રજૂ કરી શકીશ. તેથી મેં વડોદરા પહોંચીને મહારાજશ્રીને પહેલું આ કાગળ બાબત પૂછ્યું. તેઓએ ના કહી. જવાબ સાંભળીને હું નિરાશ થયો. પાછળથી જાણવા મળ્યું કે, મને મારી વાત રજૂ કરવામાં સહાયક થઈ પડે એવો, શ્રીયુત્ત શ્રી ફૂલચંદભાઈ શામજીએ મુંબઈથી મહારાજશ્રીને લખેલો પત્ર પણ તેઓને શનિવારે મળી જવો જોઈતો હતો તે નહોતો મળ્યો. આ કાગળમાં તેઓએ મહારાજશ્રીને મુંબઈ પધારવાની આગ્રહભરી વિનંતી કરવાને બદલે આ બાબતમાં અનુકુળ લાગે એવો નિર્ણય સુખેથી લેવાનું લખ્યું હતું. પણ બનવાકાળ જ જુદો હતો એટલે આ બંને કાગળો મોડા પચા!
છતાં મેં મહારાજશ્રીને તથા મુંબઈના આગેવાનોને મારે જે કહેવું હતું તે સ્પષ્ટ રૂપે અને ભારપૂર્વક કહ્યું. મુંબઈના ભાઈઓ નારાજ થાય એવી કંઈક વાત પણ મારા મોંએથી નીકળી પડી ! મને તો એમ જ થતું હતું કે શાસનને નુકશાન પહોંચે એવી આ કેવી વાત આપણે કરી રહ્યા છીએ ! મુંબઈના ભાઈઓએ પોતાની વાત કરી. અમારી આ બધી વાત અમે મહારાજશ્રીની રૂબરૂ કરી અને અમારું કામ પૂરું થયું. મહારાજશ્રીએ પોતાનો નિર્ણય થી પુણ્યસ્ચરેસમ
52
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org