________________
દેશનું હિત કે સ્વાર્થ સાધવામાં સંસારી માણસ રોકાયેલો રહે છે. સંસારત્યાગી સાધુ શેમાં રોકાયેલો રહે છે? એવા કોઈ કાર્યમાં એ રોકાયેલો રહે છે, જે આમાંના કશાથી મર્યાદિત નથી, છતાં આ બધાંને સમાવી લે છે. એને માટે આત્મહિત અને લોકહિત અવિરોધી હોય છે. એ નિઃસ્પૃહી બને છે એનો અર્થ એ કે પોતાની ભાવનામાં, વિચારમાં, આચરણમાં, પ્રવૃત્તિમાં એને સૌના હિતની સ્પૃહા રહે છે. આ અર્થમાં નિ:સ્પૃહી થવું કે સ્પૃહી થવું એ અંગત, કે કુટુંબાદિની મર્યાદામાં રહેનાર કે એનો ભાર વહનારને મોટે ભાગે દુર્ઘટ હોય છે. આથી આવી આકાંક્ષાવાળા, આત્માના અને સંસારના હિતાર્થે સંસારનો ત્યાગ કરે છે, એમ સમજવામાં ત્યાગનાં અર્થ અને કૃતાર્થતા છે. અર્થાત્ સંસારત્યાગીના ત્યાગની કૃતાર્થતા તેની પ્રવૃત્તિ લોકજીવના ક્યા ક્ષેત્રમાં કેવી અને કેટલી છે તેનાથી અંકાય છે.
આ દષ્ટિએ મુનિશ્રી પુણ્યવિજયજીના મુનિ તરીકેના જીવનનો વિચાર કરીએ તો ખ્યાલમાં આવશે કે એમની પ્રવૃત્તિ કેટલી બધી લોકોપકારક છે. એમના મુનિજીવનના યમ-નિયમ-સંયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેલી ઉદારતાનો લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યો છે તે અનોખો છે.
ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા આદિ પ્રદેશોમાં વિદ્યાસંરક્ષણ અને સંવર્ધનનું કામ જૈનમુનિઓ પરંપરાથી કરતા આવ્યા છે. એમનું આ કાર્ય જૈન સંપ્રદાયના સાહિત્યનું સંરક્ષણ કરવા કે તેનું સંવર્ધન કરવા પૂરતું. જ રહ્યું નથી. જૈન જ્ઞાનભંડારોમાં જૈન સંપ્રદાયના ગ્રંથોનો સંગ્રહ અને સાચવણી થયાં છે, તેની સાથે સાથે જ બીજા સંપ્રદાયોના ગ્રંથો અને કોઈપણ સંપ્રદાયના ન ગણાય અથવા સર્વ સંપ્રદાયના ગણાય, જેને આચાર્ય હેમચંદ્ર સર્વપાર્ષદવ' કહે છે, એવા વ્યાકરણ, કોશ, કાવ્ય, અલંકાર ઈત્યાદિનાં થયાં છે. પાટણના કે ખંભાતના કે અમદાવાદના જૈન ભંડારો તપાસવાથી આ આપોઆપ દેખાઈ આવે છે. આ પ્રવૃત્તિમાં જૂની પ્રતિઓ સાચવવાના કામ સાથે તેની નવી નકલો પણ કરાવાય છે, જે એક જાતની પ્રાચીન કાળની પ્રકાશન પ્રવૃત્તિ કહેવાય. ઘણો નષ્ટ થઈ જતો ભારતીય પ્રાચીન વિદ્યાનો વારસો આથી જ સચવાઈ રહ્યો છે.
આજના યુગમાં મુનિ શ્રી પુણ્યવિજયજીની આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ બહુમાન યોગ્ય થઈ છે તેમની ગુરુ પરંપરામાં પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી, મુનિ શ્રી ચતુરવિજયજીએ આ દિશામાં જે પ્રવૃત્તિ આદરી હતી તે મુનિ શ્રી પુણ્યવિજયજીએ યશસ્વી રીતે આગળ વધારી છે. લીંબડી, પાટણ, ખંભાત, છાણી આદિના ભંડારોની વ્યવસ્થિતતા એમને આભારી છે. આ ભંડારોનાં વર્ણનાત્મક કેટલોગ, જે એમને હાથે તૈયાર થઈ પ્રકાશિત થયાં છે કે થવાની તૈયારીમાં છે, એ એમની ભારતીય પ્રાચીન વિદ્યાની એક મોટી સેવા . * મુનિ શ્રી પુણ્યવિજયજીની આ પ્રવૃત્તિનું નવું ફળ તે અમદાવાદમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમના બીજા ભાઈઓની ઉદાર સખાવતથી સ્થપાયેલું અને ચાલતું શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે, જેમાં એમના પોતાના ગ્રંથભંડાર ઉપરાંત બીજા અનેક હસ્તલિખિત ગ્રંથો સંગ્રહીત થયા છે. ઉપરાંત, મહત્ત્વનો અને વિરલ ગણાય એવો પુરાવસ્તુસંગ્રહ પણ એમાં એમની દ્વારા થયો છે.
મુનિ શ્રી પુણ્યવિજયજીને હાથે આટલી એક સેવા પણ વિદ્યાક્ષેત્રે મોટી ગણાય. પરંતુ એથી પણ અદકી સેવા, એ જે રીતે પોતાની ઉદાર અને સૌજન્યભરી રીતે બીજા અભ્યાસીઓને અને સંશોધકોને આ બધી
શ્રી પુણ્યચચૂિત્રમ્
132
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org