________________
બજાવી. હવે જૈન સમાજે તેની ભાવી સુરક્ષાનો પ્રશ્ન ઉકેલવાનો છે. આશા રાખીએ કે ટ્રસ્ટીઓમાં સબુદ્ધિ આવે. આવા મહત્ત્વપૂર્ણ ભંડારનો પૂરો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે, અન્યથા તે લોભિયાના ધનની જેમ નિરુપયોગી પડી રહેશે. જે આચાર્યે તે ભંડારની યોજના કરી હશે તેમનો આત્મા આ લોભિયાના ધનને જોઈને રાજી નહિ થતો હોય, તેમને મન તો તેનો સતત ઉપયોગ થાય એમાં જ એ ભંડારની મહત્તા છે. આજે એવી કોઈ વ્યવસ્થા ત્યાં નથી. તે થવી જરૂરી છે. તો જ પૂજ્ય મહારાજશ્રીએ કરેલ પ્રયત્ન વિશેષ સફળ થશે.
પૂ. મહારાજશ્રીએ સુસંપાદિત કરી અનેક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. અહીં દૂર મારી પાસે તેની સૂચી નથી. પણ જે અત્યન્ત મહત્ત્વનાં છે તેનો નિર્દેશ તો જરૂરી છે. પૂ. મહારાજશ્રીના નામની છાપ જે પુસ્તક ઉપર હોય તે લિજ્જગતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણા છે—એ હકીકત છે. વળી, તેમની તીણ દષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકે છે અને તેથી તેમણે જે કાંઈ સંપાદિત કર્યું છે તે મહત્ત્વનું હોય છે. બૃહત્કલ્પ ભાષ્ય જેવો મહાગ્રન્થ, જૈન આચાર્યો અને આગમધરોનો વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યો, તે એક સુધારક તરીકે નહીં પાગ તેમાં જે ભારતીય સંસ્કૃતિ માટેની સામગ્રી છે, તેથી વિદ્વાનોને શા માટે વંચિત રાખવા?-એ ભાવનાથી. અને એ ગ્રન્થનું મહત્ત્વ વિજગતમાં અંકાયું છે પણ ખરું, તેવો જ બીજો ગ્રન્થ છે વસુદેવહિાડી. તે જ્યારથી પ્રકાશિત થયો છે ત્યારથી આજ સુધી બરાબર વિદ્વાનો તે વિષે કાંઈને કાંઈ લખતા રહ્યા છે : ભાષાષ્ટિએ, કથાવસ્તુની દષ્ટિએ અને બીજી અનેક દષ્ટિએ એ ગ્રન્થનું મૂલ્ય વિદ્વાનોને મન બહુ મોટું છે. બૃહત્કથા, જે અત્યારે અનુપલબ્ધ છે, તેની સામગ્રીનો ઉપયોગ વસુદેવહિાડીમાં થયો હોઈ તેની વિશેષતા વિદ્વાનોને મન વસી છે તેથી તેની ચર્ચા અવારનવાર સંશોધનનાં માસિકોમાં અને પરિષદોમાં થતી જ રહે છે. અંગવિજા નામનો ગ્રન્થ આમ તો નિમિત્તશાસ્ત્રનો ગ્રન્થ છે, પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ વિષેની સામગ્રી ભરી પડી છે તે જ્યારે ડો. વાસુદેવશરણ અગ્રવાલે જોઈ
ત્યારે વગર માગ્યે તેની પ્રસ્તાવના તેમણે લખી. આવા તો અનેક ગ્રન્થો તેમણે સંપાદિત કર્યા છે. અને તેથી વિજગતમાં સુસંપાદક તરીકે તેમનું નામ ખ્યાત થયું છે.
પૂ. મહારાજશ્રી શતાયુ થાય અને સાહિત્યની અને સામાન્ય જનની પણ સેવા કરતા રહે એવી શુભાશા સેવું છું!
અનોખી વિભૂતિ
શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, અમદાવાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગુજરાતની અનોખી વિભૂતિ છે.
ન શ્રમણો કે સંન્યાસીઓ સંસારનો ત્યાગ કરે છે એનો અર્થ શો? ભૌતિક રીતે તો તેઓ જગતમાં રહે છે. વનમાં રહે તો પણ તેમનો નિર્વાહ તો લોકો જ કરે છે. હકીકતમાં કોઈ લોકોની બહાર રહી શકતું નથી, સંસાર તજી શકતું નથી. એક સ્થળ તજીને બીજે સ્થળે જાય એટલે જગત, લોક કે સંસારનો ત્યાગ થતો નથી. અર્થાત્ ત્યાગનો અર્થ બીજો કોઈ છે. એ જીવન જીવવાની રીતમાં છે. પોતાનું કે પોતાના કુટુંબનું કે નાતજાતનું કે પ્રદેશ કે 131
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org