________________
સામગ્રી સુલભ કરી આપે છે અને એમાં માર્ગદર્શન આપે છે એ છે.
આ એમનું સંરક્ષણકાર્ય થયું. એમનું સંવર્ધનકાર્ય પણ એટલું જ ઉજ્જવલ છે. પ્રાચીનશૈલીના અભ્યાસમાં નિષ્ણાત હોઈ પોતે આધુનિક સંશોધન અને વિવેચનની પદ્ધતિમાં પણ નિપુણ છે. એમનાથી થયેલાં પ્રાકૃત, સંસ્કૃત ગ્રંથોના સંપાદનોનો, તેમાંના વિવિધ પ્રકારના શબ્દાનુક્રમોનો અને સંશોધનદષ્ટિથી તટસ્થભાવે લખાયેલા વિદ્વત્તાપૂર્ણ ઉપોદ્ઘાતોનો જે કોઈ લાભ ઉઠાવે છે, તેનું માથું સહજ રીતે તેમના તરફ નમી પડે છે.
આવી વિરલ વિભૂતિની દૃષ્ટિનો લાભ વિદ્યાક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યા કરે એ જ આ પ્રસંગે પ્રાર્થના હોય. અને સાથે સાથે એ પ્રાર્થના પણ હોય, કે એમની પરંપરા સાચવે એવા બીજા મુનિઓ પોતે તૈયાર કરતા રહે!
તસ્મૈ શ્રીગુરવે નમઃ।
ડો. ભોગીલાલ જ. સાંડેસરા, વડોદરા
પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું પ્રથમ દર્શન સને ૧૯૩૦માં મને થયું હતું. એ વર્ષે વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ પાટણમાં મળી હતી. એ નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતો, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાંથી આવેલા પં. લાલચંદ ગાંધીની સાથે, ગોઠવતા મેં તેમને જોયા હતા. પાટણના માર્ગો ઉપરથી પસાર થતા તેઓને અનેકવાર અહોભાવપૂર્વક હું જોતો. પણ તેમનો પ્રત્યક્ષ પરિચય તો ૧૯૩૧ના મે માસમાં થયો. નવી શરૂ થનાર સિંધી જૈન સિરીઝના કામ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવા સારુ પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી પાટણ આવ્યા હતા. ભારે સંકોચપૂર્વક હું તેમની પાસે ગયો અને મારા અલ્પ વાચનમાંથી ઉપસ્થિત થયેલા, ગુજરાતના ઈતિહાસ અને સાહિત્ય વિષેના કેટલાક પ્રશ્નોની તેમની સાથે ચર્ચા કરી. જિનવિજયજીને મારામાં રસ પડ્યો; બીજે દિવસે પુણ્યવિજયજી પાસે તેઓ મને લઈ ગયા, મારો પરિચય કરાવ્યો અને એક વિદ્યાર્થી તરીકે સ્નેહપૂર્વક તેમને મારી સોંપણી કરી. કેમ જાણે જન્માન્તરનો ન હોય એવો પ્રગાઢ અને ઊંડો અમારો સંબંધ તે સમયથી શરૂ થયો - આ વસ્તુ આવા જ શબ્દોમાં પૂ. મહારાજશ્રીએ પણ અંગત વાતચીતમાં અનેકવાર ભાવપૂર્વક કહી છે એ નોંધતાં હું ધન્યતા અનુભવું છું. મહામાત્ય વસ્તુપાલના સાહિત્યમંડળના એક સદસ્ય અમરચંદ્રે પોતાના માર્ગદર્શક અને અરિસિંહ માટે પ્રયોજેલો શબ્દ વાપરીને કહું તો, એ ‘કલાગુરુ’ની આંગળી પકડીને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રશિષ્ટ (‘કલાસિકલ’) સાહિત્યના ભરચક, સુવિશ્રુત અને સપાટ રાજમાર્ગોની બંને બાજુએ દૂર સુધી ખીલેલાં, પ્રમાણમાં અલ્પપરિચિત અડાબીડ રમણીય વનોમાં, લીલી વનરાઈઓમાં અને શીતળ નિકુંજોમાં તથા અજાણ્યા ડુંગરોમાં એ પછી હું વિહરવા લાગ્યો અને સંશોધનની કેડીએ એક લાંબી મજલ શરૂ થઈ.
એનાં યાદ આવે એટલાં સંસ્મરણો અને અનુભવો નોંધવા બેસું તો એક પુસ્તક ભરાય. કદાચ એ લખવાનો સમય મેળવી શકાય તો પણ એ માટેનું આ સ્થાન નથી. અહીં તો આ મહાન મનીષી અને વિરલ મહાપુરુષ
સાથેના મારા સંપર્કની થોડીક વાતો જ કરીશ.
133
દાદાગુરુ સદ્ગત પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના વાર્ધક્યને કારણે મહારાજશ્રી એમના ગુરુ
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org