________________
અનેક પાષાણશિલ્પો અને શિલાલેખોની ભાળ મેળવતા; ડો. પંડ્યા અભ્યાસગૃહના મુખ્ય નિયામક શ્રી દવે સાહેબને જણાવીને તે તે શિલ્પો ડો. પંડ્યા અભ્યાસગૃહના નાનકડા સંગ્રહાલયમાં મુકાવતા.
એકવખત પાટણ સુધરાઈ તરફથી વર્તમાન પાટણની બહાર શ્રી કાલિકામાતાના મંદિર પાસેની ખાઈમાં, જરા આગળ, જૂના પાટણના કિલ્લા આગળની ઊંચી ભૂમિમાંથી પથ્થરો કાઢીને, તેને ત્યાં ને ત્યાં જ તોડી સડક બનાવવા માટે નાના ટુકડા કરાવવામાં આવતા હતા. આવા ટુકડાનો ઢગલો મહારાજજીએ કણસડા દરવાજાના બહારના ભાગમાં જોયો. તેમાં સુંદર શિલ્પના ટુકડા જોવાથી, શ્રી દવે સાહેબને જણાવીને, તેમના દ્વારા તે વખતના પાટણ સુધરાઈના ચેરમેન શ્રી વસનજીભાઈ દ્વારા જેમાં શિલ્પકળા હોય તે પથ્થરો નહીં તોડવાનો અમલ કરાવ્યો હતો.
- રોજના ક્રમ મુજબ મહારાજજી એક વખત વર્તમાન પાટણથી આસરે એક માઈલ દૂર સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલ શેખ ફરીદના રોજામાં ગયા. આરોજામાં ઈતિહાસપ્રસિદ્ધ બહેરામખાનની પણ કબર છે. આ રોજાના મુખ્ય પીરસાહેબની કબરની બિલકુલ નજીકમાં એક કાળા પથ્થરની ઉપરથી ગોળ અને નીચેથી ચોરસ એવી લાંબી શિલાને પણ તેમણે જોઈ. ઉપાશ્રયે આવીને બપોરે મહારાજજીએ મને કહ્યું કે “શેખ ફરીદના રોજામાં મુખ્ય કબરની નજીક લાંબી મૂર્તિ ઊંધી પાડેલી હોય એવું લાગે છે. આ માટે હું પ્રયત્ન કરું છું. પણ તે પહેલાં તું ત્યાં જઈને જોઈ લે.” બે-ચાર દિવસ પછી મહારાજજીએ તે સમયના વહીવટદાર સાહેબ (મામલતદાર)ને સૂચના કરી. વહીવટદાર સાહેબે જણાવ્યું કે મુખ્ય કબરને કશું જ નુકસાન થાય તેમ ન હોય તો તે શિલા ઉપાડીને જોઈ શકાશે, અને તે જો મૂર્તિ હશે તો ત્યાંથી ખસેડી પણ શંકાશે. ત્યાર બાદ બીજે દિવસે મને વહીવટદાર સાહેબની સાથે મોકલ્યો. મહારાજજીએ સૂચવેલી કાળી શિલા ઉપાડી તો તે ખંડિત મસ્તકવાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી. આ મૂર્તિને તે વખતે વહીવટદાર સાહેબની કચેરી પાસે મુકાવી હતી.
૪. પાટણમાં શ્રી હૈમસારસ્વત સત્ર પ્રસંગે પૂ. પા. મહારાજજીએ માઈક આગળ બોલીને વ્યાખ્યાન આપેલું. ઉપાશ્રયે આવ્યા પછી મહારાજજીના ખાસ ઉપાસકપાટણના સ્થાનિક આગેવાન વયોવૃદ્ધ બે શ્રેષ્ઠીઓએ મહારાજજીને પૂછ્યું કે માઈક આગળ સાધુથી બોલી શકાય? આ સમયે મહારાજજી ધારત તો શાસ્ત્રની પરિભાષાથી, અપેક્ષાભેદે, પ્રસંગને ઘટાવી શકત. પણ મહારાજજીએ તો ઉત્તરમાં એટલું જ કહ્યું કે “મને મારા માટે ઉચિત લાગ્યું તેથી બોલ્યો છું. આમ છતાં આમાં શ્રીસંઘને હું દોષિત લાગતો હોઉં તો શ્રીસંઘ મને જે કંઈ દંડ ફરમાવશે, તે ભોગવવાની મારી આવશ્યકીય ફરજ ગણીશ.”
૫. એક નવા યુગના વિચારક ગણાતા ભાઈએ મહારાજજીને એક સુધારક મુનિસ્વરૂપે માનીને મહારાજજીને જણાવ્યું કે, “માકુભાઈ શેઠ-શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ-સંઘ કાઢીને પૈસાનો ખોટો ધુમાડો કર્યો, આ છે આપણા જૈન સમાજની સ્થિતિ!” આ સાંભળીને મહારાજજીએ ગંભીરતાથી જણાવ્યું કે “હું એમ પૂછું છું કે માકુભાઈ શેઠે સંઘ ન કાઢયો હોત અને નાચ-ગાન કે રંગ-રાગમાં લાખો રૂપિયા ઉડાવ્યા હોત તો તમે મને કહેવા આવત? અને આવી વિલાસી ઉડાઉગીરી મોટા જૈન ધનિકોમાં સર્વથા નથી એમ તમે 73
બી પુણસરિણમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org