________________
માનો છો? જો નથી માનતા તો, એવા જે કોઈ હોય તેમના રૂપિયાના ધુમાડાની વાત શા માટે થતી નથી ? મને તો એમ જણાય છે કે જ્યારે જ્યારે કોઈ ગૃહસ્થ ધાર્મિક કાર્યમાં દ્રવ્યવ્યય કરે છે ત્યારે જ નવયુગના કેટલાક ભાઈઓ તેમના તે દ્રવ્યવ્યયને નિરર્થક કહે છે.”
૬. એક વખતે સમાજના સક્રિય હિતચિંતક શેઠ શ્રી કાંતિલાલભાઈ ઈશ્વરલાલ પાટણમાં પૂ. પા. મહારાજજી પાસે આવેલા. તેમણે જણાવ્યું કે જૈન યુનિવર્સિટી કરવા માટે અમે મુંબઈમાં વિચારીએ છીએ, જેથી જૈન વિદ્યાર્થીઓને વર્તમાન રાજકીય-રાષ્ટ્રીય વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ સારી રીતે આપી શકાય; દેવપૂજા, પ્રતિક્રમણ, શકિત મુજબ તપસ્યા તેમજ કંદમૂળાદિ ભોજનનો અને રાત્રી ભોજનનો ત્યાગ વગેરે નિયમોનું દરેક વિદ્યાર્થીને ફરજિયાત નિયમથી પાલન કરાવી શકાય. આ જણાવ્યા પછી શ્રી કાંતિલાલભાઈએ મહારાજજીનો અભિપ્રાય પૂછ્યો, ત્યારે મહારાજજીએ જણાવ્યું કે “બહુ મોટું કામ છે, તે સંબંધમાં તમે વિચારીને યોગ્ય કરશો જ. પણ તમારી કોઈપણ સંસ્થામાં તમે કોઈ અમુક જ સાધુ મહારાજને મુખ્ય રાખશો નહિ. જો તમે અમને તેમાં લાવશો તો તે સંસ્થાની સ્થિરતા જોખમાશે. વિદ્યાર્થીઓના ધાર્મિક નિયમપાલનની વાત યોગ્ય છે. છતાં એટલું ચોક્કસ સમજજો કે ધાર્મિક આચાર પ્રત્યેના નિયમો વિદ્યાર્થીઓ કેવળ એક પ્રકારના બોજરૂપે ગણે તેવું ન બને તેનો ખ્યાલ રાખી તે પ્રત્યે તેમની અંતરની લાગણી દઢ થાય તેવો પ્રબંધ ખાસ કરજો. અહીં એક વાત જણાવી દઉં કે આગેવાન ગૃહસ્થો તેમના બાળકોને જો આ રીતે સંસ્કારો આપવામાં ઉદાસીન હશે અને તે વાત જો સમાજની સંસ્થાના વિદ્યાર્થીઓ જાણશે તો વિદ્યાર્થીઓ આગેવાનોને જુદી રીતે જોશે, એવો સંભવ ખરો.”
૭. એક વખત કામ કરીને મહારાજજી પાસે બેઠેલો ત્યારે તેમની દીક્ષાના પ્રારંભનાં વર્ષોની એક વાત મહારાજજીએ કહી : “પ્રકરણગ્રંથની પ્રત, દશવૈકાલિક સૂત્રની પ્રત, એક-બે ચરિત્રની પ્રત, આવા થોડા ગ્રંથો મારી પાસે રહેતા, તેને હું લાકડાના ડબામાં મૂકતો, અને જે કોઈ છાપાં આવતાં તેમાંથી ચિત્રો જુદાં કાઢીને હું મારા ડબામાં રાખતો.” કહ્યું: ‘આપની કલાસામગ્રીની પારખનું મૂળ આપની બચપણાની ચિત્રસંગ્રહની આવી લગન હોય એમ લાગે છે.” મહારાજજીએ કહ્યું: “એ તો એવું છે ભાઈ!”
૮. મહારાજજી જ્યારે પણ સંશોધનકાર્ય કરતા ત્યારે તેઓ મન-વચન-કાયાથી કાર્યમાં તલ્લીન થઈ જતા, આ હકીકત મેં પહેલાં જણાવી જ છે.આ અનુભવ મહારાજજી પાસે જનાર વ્યક્તિઓને પણ થયો હશે જ. અહીં આ સંબંધનો એક પ્રસંગ જણાવું છું. ગુજરાતના પ્રસિદ્ધ નટ પદ્મશ્રી જયશંકરભાઈ (સુંદરી) એક વાર પાટણ આવેલા. આ દિવસોમાં તેઓ અમદાવાદ રહેતા હતા અને પૂ. પા. મહારાજજી પણ અમદાવાદમાં હતા. આથી મેં સહજભાવે શ્રી જયશંકરભાઈને પૂછ્યું કે કોઈ વાર મહારાજજી પાસે જાઓ છો? શ્રી જયશંકરભાઈએ જણાવ્યું કે, “મહારાજજીનાં દર્શન કરવા જવા માટે ઘણી વાર મન થાય, પણ એક જ વાર હું વંદન કરવા ગયો. યોગાનુયોગ બીજા મુનિમહારાજ ક્યાંક ગયા હશે અને મહારાજી તેમના કાર્યમાં મગ્ન હતા. કાર્યરત મહારાજજીને જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. પાંચેક મિનિટ દૂર ઊભો રહ્યો અને મનમાં થયું કે, 'જયશંકર ! તારે કોઈ ખાસ કામ થી પુણ્યચરિત્રમ્
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org