________________
તો છે નહીં, દર્શન તો થયાં જ છે, હવે મહારાજજીના મહત્ત્વના કાર્યમાં અંતરાય શા માટે આપવો ?' બસ, આટલું વિચારીને હું ત્યાંથી મારા ઠેકાણે ગયેલો.”
૯. રોજના નિયમ પ્રમાણે મહારાજજીને વંદન કરીને કામ કરવા બેસતો. તે મુજબ એક દિવસ (પ્રાયઃ વિ. સં. ૧૯૯૩-૯૪)માં વંદન કરવા ગયો ત્યારે મહારાજજી જાપાનની બનાવટની દંતમંજનની લાકડાની ડબી તોડીને તેના ભાગો તપાસી રહ્યા હતા. મેં વંદન કરીને પૂછ્યું કે “મહારાજજી ! આપ શું તપાસો છો?' મહારાજજીએ જણાવ્યું કે “આ ડબી પાવડર સાથે એક આનાની આવે છે. બે પૈસાનો પાવડર ગણીએ તો ખાલી ડબી બે પૈસાની ગણાય. મારે એ જાણવું હતું કે આ ડબીનું ઢાંકણું ઊઘડવાના બદલે ધક્કો લગાવવાથી અંદર શી રીતે જાય છે? હવે તેની રીત સમજાઈ એટલે બે પૈસામાં આટલું જાણ્યું.'
આ પ્રસંગ પછી આશરે ૧૫-૧૭ વર્ષ પછી એક દિવસ મહારાજજી વિનોદમાં બેઠા હતા ત્યારે તેમાગે મને પૂછ્યું કે “અમૃત ! મેં દીક્ષા ન લીધી હોત તો હું શું થયો હોત?'' આ સાંભળી પ્રથમ તો મારાથી હસી જવાયું. છતાં મારી દષ્ટિએ મારા પાસે જવાબ હતો તેથી મેં કહ્યું કે “આપ યંત્રો બનાવવા જેવો કોઈક ઉદ્યોગ કરતા હોત.” તરત જ મહારાજજીએ કહ્યું કે “શાથી કહે છે?”ઉપર જણાવેલા ડબી તોડવાના પ્રસંગની યાદ આપી. મહારાજજી પણ હસ્યા અને બોલ્યા કે “બહુ જૂની વાત યાદ કરી !”
૧૦. સાગરના ઉપાશ્રય (પાટણ)માં હું મહારાજજીની સાથે સંશોધનકાર્યમાં બેઠો હતો ત્યારે બીજા ઉપાશ્રયેથી પધારેલા એક મુનિ મહારાજ (મને નામનું સ્મરણ નથી) આવ્યા અને મહારાજજીને વંદન કરવા લાગ્યા. આગંતુક મુનિશ્રીએ એક ખમાસણ દીધું, ત્યાં તો મહારાજજીએ જણાવ્યું કે, “આપ મને વંદન ન કરશો, હું આપની પાસે પાઠશાળામાં ભણેલો છું. આપ મારા ગુરુસ્થાનીય છો.” આટલું કહીને મહારાજાએ જણાવ્યું કે, “આપ પૂર્વાવસ્થામાં જસરાજભાઈ માસ્તર ખરા ને?'' (મને સ્મરણ છે ત્યાં સુધી માસ્તર સાહેબનું નામ જસરાજભાઈ કહેલું.) આવનાર મુનિશ્રીએ હા કહી અને આનંદિત થઈને જણાવ્યું કે “આપની બાલ્યાવસ્થાની સ્મૃતિ પણ કેવી યથાવત્ રહી છે!'' અહીં વિદ્યાદાતા પ્રત્યે મહારાજજીનો બહુમાનભાવ સ્પષ્ટ થાય છે.
૧૧. પાટણ-સાગરના ઉપાશ્રયમાં પંચ શ્રી ધર્મવિજયજી મહારાજ પણ હતા. પગે કંઈક ખામી હોવાથી ચાલતાં તેમનો પગ લંઘાતો. એક સાંજે હું કામ કરીને ઘેર જતાં પહેલાં મહારાજજી પાસે બેઠો હતો. તે વખતે શ્રી ધર્મવિજયજી મહારાજ પણ થોડી હળવી આનંદની વાતો કરીને ઊડ્યા, ચાલવા માંડ્યા, ત્યારે પગ લંઘાતો હતો. તે જોઈને મહારાજજી વિનોદમાં બોલ્યા કે “ધર્મસ્ય લંગડા ગતિઃ!” આ સાંભળી શ્રી ધર્મવિજયજી મહારાજ ખૂબ હસ્યા અને બોલ્યા કે “ના, ના સાહેબ, જુઓ ધર્મસ્ય ત્વરિતા ગતિઃ !” આમ કહીને ઉતાવળે ચાલી બતાવ્યું. આવો કોઈ કોઈ વિનોદનો પ્રસંગ પણ બનતો.
૧૨. બૃહત્કલ્પસૂત્રના મુદ્રણ સમયમાં જ્યારે મુંબઈથી પ્રફ આવે ત્યારે તેને હસ્તલિખિત પ્રતિઓ સાથે મેળવીને સુધારવા માટે પૂ. પા. ગુરુજી અને મહારાજની સાથે હું પણ બેસતો. એક એક હસ્તલિખિત પ્રતિ
15
શ્રી પુણ્યચરિત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org