________________
બની ગયું. અને આ રીતે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ-દાદાગુરુ, ગુરુ અને શિષ્ય-ની ત્રિપુટીએ, છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન, જ્ઞાનોદ્ધારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિ કરી બતાવી તે માટે કેવળ જૈન સંઘ જ નહીં પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ અને વિદ્વાનો પણ સદા માટે એમના ઓશિંગણ રહેશે.
αγ
જ
પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની જેમ શાંતમૂર્તિ મુનિપ્રવર શ્રી હંસવિજયજી મહારાજ પગ વડોદરાના જ વતની હતા. એમનું નામ છોટાલાલ હતું. છોટાલાલના અંતરમાં નાની ઉંમરથી જ વૈરાગ્યની ભાવના રમતી હતી. પરિણામે સંસારનો ત્યાગ કરવાની ભાવનાથી પ્રેરાઈને તેઓ ૨૧મે વર્ષે પોતાના મિત્ર છગનલાલ સાથે પંજાબ પહોંચી ગયા. બન્ને મિત્રોએ વિ. સં. ૧૯૩૫ના માહ વદિ અગિયારસે પૂ. આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજયજી રાખીને એમને મુનિ શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આયા. એમના મિત્ર છગનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ. શ્રી હંસવિજયજી મહારાજ શાણા, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરોવર જેવા સંત હતા. એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી. પોતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા. અનેક પ્રદેશોમાં વિચરી, અનેક આત્માઓને બોધ પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી અને પંચાવન વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસનો પણ લાભ મળ્યો હતો.
વળી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાનું જ રત્ન હતા. જૈન સમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક કેળવણી સાથે વ્યાવહારિક કેળવણીના પ્રસાર માટે સંખ્યાબંધ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની, ઉદ્યોગગૃહો શરૂકરવાની તેમજ બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રેરણા તેઓએ સમાજને આપી હતી. મહારાજશ્રીને એમના લોકોપકારક સંપર્કનો પણ લાભ મળ્યો હતો, એટલું જ નહીં, એમણે તેઓની પાસે (તે કાળે મુનિ શ્રી વલ્લભવિજયજી પાસે) અરધા અનુયોગદ્દાર સૂત્રનું અધ્યયન પણ કર્યું હતું.
દીક્ષાનું પહેલું જ ચોમાસું મહારાજશ્રીએ પોતાના વડીલો સાથે ડભોઈમાં કર્યું. ડભોઈ તો આપણા જ્ઞાનદિવાકર અને મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની નિર્વાણભૂમિ-સત્યલક્ષી, સર્વસ્પર્શી અને મર્મગ્રાહી વિદ્વત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષો અહીં જ ચિરવિશ્રામ લીધેલો! જોગાનુજોગ કહો કે કુદરતનો કોઈ અકળ સંકેત કહો, શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે ઊંડો અનુરાગ ધરાવતા હતા. તથા એમના જીવનસ્પર્શી અને વિશ્વતોમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત હતા. અને, જાગે ભક્તને પોતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિનો બદલો મળી રહેતો હોય એમ, શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેઓની પોતાની તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગતી જ રહી હતી. છેલ્લે છેલ્લે, છેક વિ. સં. ૨૦૨૫ની સાલમાં મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગચ્છના ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા ત્યારે પણ, પોથીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના
શ્રી પુણ્યચરિત્રમ્
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org