________________
પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઈચ્છું છું કે, તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરીશું.”
અત્યારે દલસુખભાઈ વગેરે અહીંછે નહિ. તે બધા સહકાર્યકરોનો આ કાર્યમાં સહકાર છે, આત્મીયભાવે પોતાનું જીવન એ ઓતપ્રોત કરીને રહેલ છે. એવા કાર્યકરો ન હોય તો આ કામ ન થાય.'
પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યું પણ લખ્યું છે કે, ટીકાઓ રચતાં પહેલાં દરેક આગમોની શુદ્ધ પ્રતો તૈયાર થતી; અનેક જાતના પાઠાંતરો જોઈ જવાતા. એવા પાઠાંતરો કે જેના પાઠભેદો મૂંઝવી નાંખે કે સેંકડો કૃતિઓના પાઠભેદોમાંથી ક્યો પાઠ સ્વીકારવો અને કયો જતો કરવો? શ્રી અભયદેવાચાર્યને તેથી જ લખવું પડયું
વાચનાનામતૈકવાત, પુસ્તકાનામશુદ્ધિતઃ
સૂત્રાણામતિગાલ્મીયંત, મતભેદાચ્ચ કુન્નચિતા “દરેક ગ્રંથમાં ક્યાંક થોડા ને ક્યાંક વધતા, ક્યાંક નાના ને ક્યાંક મોટા, ક્યાંક શુદ્ધ અને ક્યાંક અશુદ્ધ પાઠભેદો આવે છે.”
સેંકડો વર્ષથી લિપિના વિકારોથી, લહિયાઓ લિપિ સમજતા નહિ તેથી તેમજ વિદ્વાનો ભાષાન જાણે તેથી પાઠભેદો વધતા રહ્યા છે. બધાનો વિચાર કરવો દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે તેનો આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિદ્વાનો ત્રુટિઓ માટે ક્ષમા કરે.”
(જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૫-૨૯૬; શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો પ૩મો વાર્ષિક રિપોર્ટ) મહારાજશ્રીના આ ટૂંકા છતા મુદ્દાસરના પ્રવચનમાં આગમ-સંશોધનની મુશ્કેલ પ્રક્રિયા કે પદ્ધતિનું નિરૂપણ તો જોવા મળે જ છે; ઉપરાંત, એમાં પોતાની ખામી બતાવનાર કોઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કોઈ ખામી બતાવે તો તેથી દુઃખ લગાડવાને બદલે ઊલટું રાજી થવું, અને જાણેલી ખામીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી– આવી ઉન્નત ભૂમિકા તો કોઈ ઉચ્ચાશયી, સત્યધર્મ-નિષ્ઠ અને યોગસિદ્ધ આત્માને જ સંભવી શકે. એમ લાગે છે કે મહારાજશ્રીને એવી ભૂમિકા સાવ સહજપણે સિધ્ધ થઈ હતી.
વિદ્યાવાન કે કળાવાન વ્યક્તિ ગૃહસ્થ હોય તો પણ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એવી ઉદાર અને ગુણગ્રાહી મહારાજશ્રીની દષ્ટિ હતી. આ વાત જાણીતા ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાએ દોરેલ ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રોના સંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્ગારોથી પણ જાણી શકાય છે. તેઓશ્રીએ લાગણીપૂર્વક, મુક્ત મને, લખ્યું છે કે
ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાગ શ્રમ સેવી આપણને ક્ષમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.”
(જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭)
થી પુણ્યર્ચા૨મમ્
36)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org