________________
ઈન્કાર કર્યો હતો. છેવટે એ જ વર્ષમાં, મુંબઈમાં વરલીના જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે, પોતાના સંતોષ અને સંઘના આનંદ ખાતર, મહારાજશ્રીની જાણ બહાર, શ્રીસંધ સમક્ષ, તેઓને “શ્રુતશીલવારિધિ'ની પદવી આપીને તેઓનું બહુમાન કર્યું હતું.
મહારાજશ્રી જેમ જ્ઞાનની લાણી કરતા રહેતા, તેમ ધર્મની લાણી પણ તેઓ સતત કરતા રહેતા. ગમે તેવા ગંભીર કામો વચ્ચે પણ તેઓ બાળજીવોને ધર્મની વાત સમજાવવામાં ક્યારેય આનાકાની કે સમયનો લોભન કરતા. એમના અંતરમાં એ વાત બરાબર વસી ગઈ હતી કે જે વ્યક્તિ જે મેળવવા આપણી પાસે આવે તે તેને એની યોગ્યતા પ્રમાણે આપણે આપવી જ જોઈએ, કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં હતાં. એમને ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા કે દેરાસરમાં પ્રભુદર્શન-ચૈત્યવંદન કરતા જોવા એ એક લહાવો હતો. ત્યારે, લેશ પણ ઉતાવળ વગર, જાણે આત્મા અને પરમાત્મા વચ્ચે નિરાંતે વાતો થતી હોય એવી પ્રસન્નતા અને શાંતિ તેઓ અનુભવતા હોય, એમ જ આપણને લાગે.
તેઓનું અંતર ખૂબ કરુણાભીનું હતું. કોઈનું પણ દુઃખ જોઈને એ દ્રવવા લાગતું. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિઓ સહાય માટે આવતી; અને એમના બારણેથી ખાલી હાથે કોઈ પાછો ગયો જાણ્યો નથી. જો સગવડ હોય તો લાખ રૂપિયા પણ દીન જનોનાં દુઃખ દુર કરવા માટે થોડા સમયમાં વહેંચી નંખાવે એવો દયાળુ, ઉદાર અને પરગજુ એમનો સ્વભાવ હતો.
ગમે તેવી મૂંઝવણના સમયે કે સ્વજન-સાથીના વિયોગ વખતે પણ તેઓ સંસારના ભાવોને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકતા, તે એમણે સાધેલી સ્થિપ્રજ્ઞતાનું ફળ હતું. વિ. સં. ૨૦૨૫ના મેરુતેરશના પર્વદિને (તા. ૧૬-૧-૧૯૬૯ ના રોજ ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજ્યજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શક્યા, તે એમની જીવનસાધનાને બળે જ. એ વખતે તેઓએ તા. ૨૭-૧-૧૯૬૯ના રોજ લખેલ એક પત્રમાં લખ્યું હતું કે
શ્રી રમણીક એકાએક અણધારી રીતે વિદાય લઈ ગયા! ઘણાં વર્ષનો આત્મીય સંબંધ એટલે સહજ ભાવે અંતરને લાગે તો ખરું જ. તે છતાં હૃદયનું ગાંભીર્ય ખોયું નથી. સંસારમાં આપણે સંસારી જેવા રહ્યા એટલે અંતરને ઉણપ લાગે તો ખરી જ. આમ છતાં હું સર્વથા સમાધિ અને શાંતિમાં છું.”
સંયમ, ત્યાગ, વૈરાગ્યની નિર્મળ સાધના અને જીવનસ્પર્શ સાધુતાનાં દર્શન કરાવતા આ બોલ શ્રી પુણ્યવિજયજી મહારાજની જળકમળ જેવી સાધનાની સાક્ષી પૂરે છે. સ્વયં સમજપૂર્વક કડવાશનું પાન કરીને પોતાની સહનશીલતા, ગંભીરતા અને અનાસકિતને ચરિતાર્થ કર્યાના કંઈક પ્રસંગો મહારાજશ્રીના જીવનમાં સહજ રીતે વણાઈ ગયા હતા.
અને મહારાજશ્રીની નિર્મળતા તો એમની પોતાની જ હતી! પેલું સાગરમાં તરતું બોવું જોયું છે? પાણી ગમે તેટલું વધે છતાં એ તો જળની ઉપર ને ઉપર જ રહે છે. મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતો, કળામય સામગ્રી અને પુરાતત્ત્વની વસ્તુઓનો કેવો ઉત્તમ સંગહ હતો! છતાંએ ક્યારેય મોહમાયાને જગાવીને એમના અકિંચનભાવને ખંડિત કરી નહોતો શક્યો. તેઓએ પ્રતિષ્ઠા કરાવી હતી, દીક્ષાઓ આપી હતી, અવારનવાર જ્ઞાનના સાધનો
થી ૫ણ્યચારેગમ
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org