________________
નિર્ભીક આલેખક- મહારાજશ્રીએ વિશાળકાય બૃહતકલ્પસૂત્ર'નાં અનેક પરિશિષ્ટો અને પ્રસ્તાવનાથી અલંકૃત કરેલા સંપાદન પછી નિયુક્તિઓના કર્તા ભદ્રબાહુસ્વામી પહેલાં કે બીજા એ વિષયનો એક લેખ તૈયાર કર્યો. તેમાગે નિર્યુક્તિઓના આંતરબાહ્ય પરીક્ષાગ પછી નિર્ણય કર્યો કે મળી આવતી કેટલીક નિર્યુક્તિઓ અવશ્ય ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામીની નહીં પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુસ્વામી-રચિત લાગે છે. આ એમનો નિર્ણય જૈન સાધુસમાજમાં ‘નિર્યુક્તિઓ બધી પહેલા ભદ્રબાહુસ્વામી રચિત છે.' એવી માન્યતા સામે ખળભળાટ મચાવે એવો હતો. તેમણે કેટલાંય પ્રમાણો આપીને પોતાના નિર્ણય વિષયક લેખ લખ્યો છે.
મને યાદ છે કે એક ન માસિક પત્રમાં પ્રગટ કરવાને તે લેખ આપવામાં આવ્યો. પગ માસિક પત્રના તંત્રીને આવા નિર્ણય સામે ડર લાગતાં તે લેખ મહારાજશ્રીને પરત કર્યો. છેવટે મહાવીર જૈન વિદ્યાલયના સિલ્વર જ્યુબિલી ગ્રંથમાં એ પ્રસિદ્ધ થયો, પરંતુ તેમની અકાચ દલીલો સામે કોઈ હજી સુધી જવાબ આપી શક્યું નથી.
મહારાજશ્રીએ ‘બૃહતુકલ્પસૂત્ર'ના પ્રાસ્તાવિક વક્તવ્યમાં આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરિજી સામે જે ભારે ધ્રુજારો કર્યા છે તે પણ એમની નિર્ભીકતાનું જ ઉદારણ છે.
જૈનોના સાધુસમેલન વખતે આગમો અને તેની પંચાંગીની વાત છેડાઈ. બધા સાધુઓ જુદી જુદી રીતે પંચાંગીની વાત કરતા હતા ત્યારે મહારાજશ્રીએ પંચાંગીના નિર્ણય વિશે નાનો પણ મુદ્દાસરનો લેખ લખી જૈન સાધુસમાજની માન્યતા સામે ઠપકાભરી ચીમકી આપી હતી.
સંપાદનની ચીવટ – મહારાજશ્રીની સંપાદન વિષયક ચિવટ તો આપાગને દંગ બનાવી મૂકે એવી છે, પાઠભેદ લેવાની એમની પદ્ધતિ, અન્ય ગ્રંથોના સમાંતર સંદર્ભો, શબ્દોની સૂચી, તેના પ્રકાર, પાઠભેદમાં સમાન કુલની પ્રતિઓનો વિભાગ કરી પહેલા કઈ લેવી ને પછી કઈ લેવી, કોને મહત્ત્વ આપવું અને કોને ગૌણ સમજવા એ વિશે તો જેઓ એમની પાસે બેસીને કામ કરે છે અગર જેમાગે કામ કર્યું છે તેમને જ વધુ ખબર છે. આમ છતાં તેમણે મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંપાદિત થતાં આગમગ્રંથોમાં સર્વપ્રથમ નંદિ-અનુયોગદ્વાર'માં જે સંપાદકીય વિસ્તૃત નિબંધ – નિબંધ શું? એક સંપાદનશાસ્ત્ર રચી કાઢ્યું છે એ દ્વારા વિદ્વાનો જાગી શકે કે મહારાજશ્રીની સંપાદન વિષયક સમજ અને ચીવટ કેટલી સૂક્ષ્મ અને ઊંડી છે?
બહુશ્રુત પાંડિત્ય- તેઓ આગમ, તત્ત્વજ્ઞાન, દર્શન, કાવ્ય, અલંકાર, છંદ, કોશ વગેરે વિવિધ વિષયના જાગકાર છે એ એમના સંપાદન-ગ્રંથો ઉપરથી જાણી શકાય છે. એ સિવાય શિલાલેખો, શિલ્પ-આકૃતિ-સ્થાપત્ય, ચિત્રકળા, ગ્રંથભંડારો વિશે એમની સમજ ખૂબ ઊંડી છે. તેઓ જે નિર્ણય આપે તે વૈજ્ઞાનિક રીતે પાગ બરાબર ખરો નીકળે. એમની પાસેથી તે તે વિષયનું જ્ઞાન મેળવતાં પ્રત્યેક વિષયને તેઓ પારદર્શી બનાવી જિજ્ઞાસુને સંતુષ્ટ કરી દે છે.
તેમની પાસે અનુભવની વાતોનો પાગ અમૂલ્ય ખજાનો કંઠસ્થ છે. ગમે તેવા કઠિન વિષયને અનુભવની મનોરંજક વાતો દ્વારા સહજ અને સરળ બનાવી દેતાં મેં સાંભળ્યા છે.
-
-
-
169
શ્રી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org