________________
વિદ્યાની લગન-મહારાજશ્રી પાસે જઈએ ત્યારે તેમના એક ઊભા ઢીંચણ ઉપર હાથ-લખાણ રાખીને કંઈ ને કંઈ સંપાદનકાર્ય લઈને તેઓ બેઠેલા જ હોય એમ માલૂમ પડે. આપણા જવાનો કંઈ અવાજ ન થાય તો કેટલાય સમય સુધી ચુપચાપ એમની વિદ્યાદેવીની ઉપાસનાવિધિ જોવાનો લહાવો મળે. જ્યારે તેઓ પેન્સિલને બદલ ઈંડીપેન કે અક્ષર ભૂંસવા માટે રબર લેવા હાથ લાંબો કરતાં નજર ફેરવે ત્યારે જ સામે આવેલા જિજ્ઞાસુ ઉપર તેમની નજર પડે.
અને મહારાજશ્રી આગંતુકની યોગ્યતા સમજીને કાં તો હાથ ઉપરનું કામ નીચે મૂકી દે, અગર જણાવે છે, બે મિનિટમાં હું વાત કરું છું. એમની પાસે જનારને યોગ્યતા મુજબ આદરમાન મળે જ એ મારા અનુભવની વાત
આમ એમના વ્યવહારુ જીવનની ઊજળી બાજુ એમની વિદ્વતામાં સોનામાં સુગંધ જેવી લાગ્યા વિના ન જ રહે.
ગુણગ્રહિતા-તેઓ નાના કે સામાન્ય લાગતા માણસની વિશેષતાની પણ ખૂબ માનભેર કદર કરતા હોય એવું અનુભવાયું છે.
તેમના સંપાદનમાં લહિયાથી માંડીને મોટા વિદ્વાનો, જેમનો જેમનો સહકાર મળ્યો હોય, તેમનો તેઓ નિઃસંકોચ ભાવે આભાર માને છે.
પોતે જે વિષયમાં જાણતા ન હોય તે વિષય માટે તેઓ જિજ્ઞાસુ આગળ સ્પષ્ટ એકરાર કરતાં એ વિષયના જાણકારનું નામ અને સરનામું આપી એવા વિદ્વાનનું મૂલ્ય આંકી પરિચય કરાવે છે.
ઔદાર્ય-ગમે તેવા વિદ્વાનને જોઈતી હાથપ્રતો, છપાયેલા ગ્રંથો કે બીજી સામગ્રી તેઓ ઉદાર હાથે પૂરી પાડે છે. એમાં એમને વેઠવુંયે પડે છે છતાં તેઓ પોતાના આ પ્રકારના ઔદાર્યમાં લેશ પણ કચાશ નથી રાખતા. અરે! તેમના વિચારો વિશે વિરોધ દર્શાવનારા કેટલાક સાધુઓને પણ તેમણે બને તેટલી સવેળા સામગ્રી પૂરી પાડયાનાં અનેક ઉદાહરણો છે. તેમના આવા ઔદાર્યથી સંશોધક જગત્ સુપરિચિત છે. પરદેશી વિદ્વાનો પણ તેમના આ ઔદાર્યનો આસ્વાદ માણી રહ્યા છે અને તેમના પ્રત્યેનું ઋણ ખૂબ આદર સાથે તેઓ જાહેર કરે છે.
મહારાજશ્રી વિશે દાખલાઓપૂર્વક ખૂબ લખી શકાય, પણ અહીં તો મેં અનુભવેલી ઉપલક દષ્ટિએ મુદ્દાસરની આછીપાતળી નોંધ આપી છે.
મેં પણ તેમના બહુશ્રુત પાંડિત્ય અને ઔદાર્યનો આસ્વાદલીધો છે, લઈ રહ્યો છું. એ વિશે હું અહીં આદર સાથે મારી આભારની લાગણી વ્યક્ત કરું છું.
તેમની ઉપર્યુક્ત બહુમુખી પ્રતિભાને વંદનાભરી આ અંજલિ છે.
*
*
*
શ્રી પુણ્યચરિત્રમ્
170
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org