________________
આવા ક્ષમાગુણના ભંડાર પુણ્યવિજયજી એકવાર સંશોધનના કાર્યમાં વ્યસ્ત હતા. તે સમયે તેમના પરિવારના એક મુનિએ ચોવિહાર માટે પીવા પાણી મૂક્યું. તેમણે કહ્યું; આ કાર્ય પૂર્ણ થતાં પાણી વાપરી લઈશ. પરંતુ પ્રફનું કાર્ય પૂર્ણ થવામાં થોડી વધુ વાર લાગી. આ બાજુ મુનિએ ઉતાવળમાં પાણી પરઠવી લીધું. કાર્ય પૂર્ણ થયે પાણી માંગ્યું, પરંતુ પાણી તો પરઠવાઈ ગયેલું. લક્ષ્મણભાઈ ભોજક આદિએ આજુબાજુમાં પ્રયત્ન કર્યો, પરંતુ ઊકાળેલું પાણી મળી શક્યું નહિ. આવા પ્રસંગે પણ મુનિ પુણ્યવિજર્યજીએ પરિવારના તે મુનિને ઠપકો દેતો એક અક્ષર પણ કહ્યો નહિ, આમ તેઓ જીવનમાં ક્ષમામૂર્તિ બની રહ્યા.
તેમની અપાર ઉદારતા અને વાત્સલ્યનો લાભ તેમના પરિચયમાં આવનાર નાના-મોટા સૌને થતો. ચતુર્વિધ જૈનસંઘ પરત્વે પણ તેમને અપાર લગાવ હતો. શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિરના સર્જન બાદ તેના એકાંત સ્વાધ્યાય ખંડમાં સ્થિરતા કરી સંશોધન કરવાની વિનંતી થઈ હતી, પરંતુ તેમણે લોકોની વચ્ચે સંઘ સાથે રહી પોતાનાં સંશોધન-સંપાદન આગળ વધારવાનું પસંદ કર્યું હતું.
શ્રમણીઓના જ્ઞાન-ધ્યાન-અભ્યાસમાં વૃદ્ધિ થાય, તે માટે તેઓ અપાર ખેવના ધરાવતા. પોતાની વૃદ્ધ સાધ્વી માતાની આંખોનાં તેજ ચાલ્યાં ગયાં હતાં, પરંતુ વૃદ્ધ માતાને સમાધિ રહે એ માટે એ પોતે અથવા પોતાના અંતેવાસી મુનિ શ્રી રમણીકવિજયજીને નંદીસૂત્ર આદિની ગાથાઓનો સ્વાધ્યાય સંભળાવવા મોકલતા. તેઓ મુનિઆચારનું પણ શક્ય એટલી શુદ્ધિપૂર્વક પાલન કરતા.
તેઓ દીક્ષાના ૬૦ વર્ષે પર્યાય પૂર્ણાહુતિના વડોદરા મહોત્સવ બાદ મુંબઈ પધાર્યા. મુંબઈમાં વાલકેશ્વર પર ચાતુર્માસ નિશ્ચિત થયું હતું. પરંતુ તે પૂર્વે જ જેઠ આઠમ, ૨૦૧૭ના દિવસે, ૧૪ જૂન ૧૯૭૧, રોગોની પીડા ઘેરી વળી, અને મુનિશ્રીએ બચાની હોસ્પિટલમાં આ નશ્વર દેહ છોડી પરલોકની યાત્રાએ પ્રયાણ કર્યું.
સમગ્ર જૈન સંઘ માટે આ દિન અત્યંત દુઃખદ બની રહ્યો. તેઓ ‘આગમપ્રભાકર” તેનાં શાસ્ત્રો પર પ્રકાશ પાથરનારો સૂર્ય જાણે આથમી ગયો. પુણ્યવિજયજીએ પોતાના જીવનમાં જ્ઞાનની અપૂર્વ ઊંચાઈ સાથે જ વિનય, નમ્રતા અને પરોપકારી વૃત્તિ જેવા ગુણોનો સુમેળ સાધ્યો હતો. એ વિરલ પુણ્યપુરુષને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજીએ કહ્યું છે તે યથાર્થ છે;
અજાતશત્રવે વિશ્વામિત્રાય સ્નેહમૂર્તિ
સર્વેષાં ચ હિત કર્યું તત્પરાય નિસર્ગત આ તેમના શોધકાર્યનો વારસો મુનિ જંબુવિજયજી જેવાઓએ આગળ ધપાવ્યો છે, આપણે આશા રાખીએ કે શ્રી જૈનસંઘને આવા જ્ઞાન પ્રત્યેની નિષ્ઠાવાળા વધુ સાધુઓ મળ્યા કરે.
સંદર્ભ : જ્ઞાનાંજલિ - પ્ર. શ્રી સાગરગચ્છ જૈન ઉપાશ્રય, વડોદરા.
શ્રી પુણ્યચરિત્રમ્
194
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org