________________
પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ
લેખક - શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આ સદીની એક અલૌકિક વ્યક્તિ હતા.
કોઈપણ જાતની મોટાઈના મોહથી દૂર રહીને તેઓએ એક સામાન્ય મુનિની જેમ જ જીવવામાં સંતોષ માન્યો હતો, અને સંયમની નિર્મળ આરાધના કરતાં કરતાં મહાન ગુણો મેળવ્યા હતા. તેમનું જીવન ઘણું જ સાદું અને નિર્ભેળ હતું. તેમને આચાર્યપદ આપવા સારુ બે-ત્રણ વખત પ્રયત્ન થયેલા, પણ તેમને કોઈ પણ પદવીની ઈચ્છા બિલકુલ ન હતી, એટલે અંતકાળ સુધી તેઓ એક મુનિ તરીકે જ રહ્યા. આવા અનેક ગુણોને લીધે એમનું જીવન એક આદર્શ શ્રમણભગવંતના જેવું ઊંચું બન્યું હતું. એમનામાં કેટલાક ગુણો તો એવા હતા કે જે અલૌકિક જ લાગે.
મને એમનો પચીસ કરતાં વધુ વર્ષોથી પરિચય હતો, અને એ વિશેષ આદરભર્યો અને ગાઢ બનતો ગયો હતો. લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની સ્થાપના પછી મારે તેઓની પાસે અવારનવાર જવાનું થતું. આ સંસ્થાની સ્થાપનામાં તેઓનો ફાળો અસાધારણ હતો. એમણે પોતાનો હસ્તલિખિત પ્રતો, છાપેલાં પુસ્તકો અને વિપુલ કળાસામગ્રીનો જેસંગ્રહ આ સંસ્થાને ભેટ આપ્યો છે એની કિંમત થઈ શકે એમ નથી. આમાં એમની સાધુ તરીકેની જે અનાસક્તિ અને લોકોપકારની ભાવના જોવા મળે છે, એનો જોટો મળવો મુશ્કેલ છે. વિદ્યામંદિરના વિકાસ માટે તેઓ સતત ચિંતા સેવતા હતા.
એમણે જે પદ્ધતિથી આગમોનું સંશોધન કાર્ય કર્યું છે તેવું બહુ થોડાએ જ કર્યું હશે. જ્યારે પણ તમે તેમની વિંદના અર્થે જાઓ ત્યારે તેઓ આગમસૂત્રો અથવા તો બીજા કોઈ ગ્રંથના સંશોધનમાં જ રોકાયેલા હોય. ક્યારેક તો તેઓ આ કાર્યમાં એવા એકાગ્ર થઈ જતા કે જેથી કોણ આવ્યું અને કોણ ગયું એનો એમને ખ્યાલ પણ આવતો નહીં. આ મારા જાતઅનુભવની વાત છે. જ્ઞાનની આવી ઉપાસના ભાગ્યે જ જોવા મળે છે.
સત્યને પામવાની તથા પમાડવાની તેઓની ઝંખના બહુ તીવ્ર હતી. અને તેથી જ તેઓએ શ્રુતભક્તિ, જ્ઞાનની પ્રભાવના અને જૂના ગ્રંથો અને ગ્રંથભંડારોની સાચવણી માટે જીવનભર ખૂબ જહેમત ઉઠાવી હતી; અને વિદ્વાનોને દરેક જાતની સહાયતા કરી હતી.
તેઓનું જ્ઞાન જીવન સાથે એકરૂપ થઈ ગયું હતું. અને તેથી નમ્રતા, સરળતા, સમતા, ઉદારતા, વિવેક, ગુણોને ગ્રહણ કરવાની દષ્ટિ, સહનશીલતા જેવા સાધુજીવનની શોભા જેવા અનેક ગુણો એમનામાં જોવા મળતા હતા. અભિમાન કે અહંકારનો એમનામાં અંશ પણ ન હતો એટલે જ્યાંથી જે કંઈ પણ ઉપયોગી વાત જાણી શકાય એમ હોય તે જાણવા તેઓ નમ્રતાથી હંમેશાં તત્પર રહેતા. સાચુ તે મારું” એ એમનું જીવનસૂત્ર હતું. મારે તેઓની સાથે આટલો નિકટનો પરિચય હતો, છતાં પોતાના અંગત કામ માટે તેઓએ મને ભાગ્યે જ વાત કરી હતી. તેઓ લોભ અને સ્વાર્થથી મુક્ત અને ઉચ્ચ કોટિના સાધુ હતા.
સંસાર છોડીને સાધુપણાનો સ્વીકાર કરવો અથવા સાધુવેશને ધારણ કરવો એ એક વાત છે, અને સંયમની
195
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org