SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચવા માટે લેવા-આપવા, કે કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે જવાનું થતું ત્યારે તેઓ સદાકાળ કાર્યરત જ હોય. છતાં જે જે વિષય માટે પ્રશ્ન કરું, તેનો વિગતપૂર્ણ અહેવાલ આપી શંકાનું સમાધાન કરતા. આજે તો પાટણના મોટા ભાગના જ્ઞાનભંડારો એક જ જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રીતે લાવી, મોટા સ્ટીલના કબાટોમાં સુવ્યવસ્થિત રીતે રાખ્યા છે. આ મહાન લોકસેવાનું કાર્ય, ૫.પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજની પ્રેરણાથી થયું, અને તેમાં પ. પૂ. પુણ્યવિજયજી મહારાજનો ફાળો નાનોસૂનો નથી. આ ભંડારો માટે એક ભવ્ય ગ્રંથાગાર સ્વ. શેઠશ્રી હેમચંદ મોહનલાલ અને તેમના ભાઈઓએ તેમના પિતાશ્રીના સ્મારક તરીકે પ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજીના આદેશથી બંધાવેલ છે, જેનું નામ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર છે. આ બધાનું સાચું શ્રેય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. ચતુરવિજયજી અને પ્રશિષ્ય પ.પૂ. પુણ્યવિજયજી મહારાજને જ ઘટે છે. પહેલાંના વખતમાં પાટણના ભંડારો જોવા શ્રી ભાંડારકર, પીટર્સન, ફાર્બસ અને બીજા અનેક વિદ્વાનો પાટણ આવેલા, પણ તેમને બધા ભંડારો જોવાની સુવિધા મળી ન હતી, કારણ, ભંડારોના વ્યવસ્થાકોને શંકા હતી કે, આ અમલદારો કદાચ આપણા ગ્રંથો પાણીના મૂલે રાજસત્તાધીશોની મદદથી લઈ જશે. આથી તેઓ ભંડારનાં થોડાં પોટક બતાવતાં. વળી તે ધૂળ ખાતા પ્રાચીન ગ્રંથો વ્યવસ્થિત, અવ્યવસ્થિત સ્થિતિમાં જોઈ, લંડારો માટે તે અમલદારો પોતાના અનુભવ પ્રમાણે અભિપ્રાયો બાંધતા. સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ પાટણના ભંડારો જોવા ગાયકવાડ સરકાર તરફથી આવેલા. તેમને થોડાક ભંડારો જોવા મળેલા. છેલ્લે સ્વ. શ્રી ચીમનલાલ દલાલ ગાયકવાડ સરકાર તરફથી પુનઃ પાટણ આવેલા, તેમણે પ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજશ્રીની સહાયથી ઘણાખરા ભંડારો જોયા હતા. અને તેમાંના સારા ગ્રંથો અહીંથી લઈ જઈ, તેમાગે વડોદરાની પૌવંતગ્રંથમાળામાં પ્રસિધ્ધ કર્યા. ત્યાર બાદ પ્રવર્તકજીનું ધ્યાન આ ભંડારોના સમૃદ્ધાર તરફ ગયું અને તેમણે પોતાના શિષ્યમંડળની સહાય લઈ, બધા ભંડારોને વ્યવસ્થિત કર્યા, જેમાં પ. પૂ. પુણ્યવિજયજી મહારાજે અનન્ય ફાળો નોંધાવ્યો છે. આજે તો તેમની યોજના મુજબ આ બધા ભંડારો હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવી ગયા છે, જ્યારે કેટલાક હજુ જે તે મહોલ્લાઓમાં જ છે. આ જ્ઞાનમંદિરના ગ્રંથોની વિસ્તૃત યાદી, તેમ જ કેટલાકની ઐતિહાસિક દષ્ટિએ ઉપયુકત અંત્યપ્રશસ્તિઓ પણ પુસ્તકકારે બહાર મૂકવાની વ્યવસ્થા થઈ છે. આજ સુધીમાં ૧૪૦૦૦ ગ્રંથોની યાદી છપાઈ ગઈ છે, હજુ બાકીનું કામ આગળ ચાલી રહ્યું છે. આથી જે મહાન જ્ઞાનસમુદ્ર પાટણમાં પ્રછન્ન હતો, તે વિદ્રોગ્ય બનાવવા માટે, આ સંતપુરુષે, પોતાના જીવનનો મોટો ભાગ ખર્ચા, આજે સુલભ બનાવ્યો છે, જે સારસ્વત આરાધનાનો એક વિરલ પ્રયાસ ગણાવી શકાય. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજનું જીવન સદાકાળ વિદ્યાવ્યાસંગી અને એક મહાન સંતને અનુરૂપ ઋષિમુનિ જેવું ગણાવી શકાય તેમ છે. તેમની પાસેથી દેશપરદેશના અનેકાનેક વિદ્વાનોએ પ્રેરણા અને સૂચનાઓ મેળવી છે. કેટલાયે વિદ્વાનો તેમના અંતેવાસી બની, તેમના જ્ઞાનનો લાભ મેળવવા પાટણ આવી રહેતા હતા. તેમના અપૂર્વ જ્ઞાનપ્રભાવથી, શ્રી ડો. હર્મન યાકોબી જેવાં કેટલાયે પરદેશી વિદ્વાનો તેમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર સેવે છે. પ્રાચીન સંસ્કૃતિ અને ઈતિાસ તથા કલા પ્રત્યે વધુ પ્રેરણા અને તેમના દ્વારા જ મળી છે. કેટલાય ગ્રંથો વાંચવા-વિચારવા આપી મારી તે ભાવનાને ઉત્તેજિત બનાવવામાં તેમનો મોટો ફાળો છે તે કેમ ભૂલી 155 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy