________________
શકાય? દૂર દૂર રહ્યા છતાં પણ સદાકાળ તેઓ પોતાની અમીદષ્ટિ મારા ઉપર રાખે છે. તેમણે મારામાં રહેલા સંસ્કારો અને તેમની પ્રેરણાથી જ મને મારા લેખનકાર્યમાં કેટલુંક બળ મળ્યું છે, જે બદલ હું તેમનો આજન્મ ઋણી છું. તેઓ આ યુગના સાચા આર્ષદષ્ટા, મહાન સંતપુરુષ છે. ભર્તુહરિના શબ્દોમાં કહીએ તો
मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः ॥ परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यं निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ।।७५ ।।
- भृर्तृहरि-नीतिशतक જેઓ મન, વચન અને કાયાના પુયરૂપી અમૃતથી પૂર્ણ છે, જેઓ ત્રણે ભુવનને ઉપકારોની હારમાળાથી પ્રસન્ન કરે છે, કાયમ બીજાના પરમાણુ જેવડા ગુણોને પર્વત સમાન ગણીને પોતાના હૃદયમાં પ્રફુદ્ધ થાય છે, એવા સંતો વીરલ જ હોય છે.
આગમપ્રભાકર પ.પૂ. પુણ્યવિજયજી મહારાજમાં આ બધા ગુણો અધિષ્ઠાન પામ્યા છે, અને તેથી જ તેઓ, સારસ્વત ઉપાસનાને પરમજ્ઞાનઉપાસના દ્વારા, પોતાનું આત્મકલ્યાણ સાધી રહ્યા છે. હમણાં તો તેમણે સૌથી વિકટ અને મહાન કાર્ય આગમોના સંપાદનનું ઉપાડ્યું છે. ભાંડારકર ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ અને વડોદરા ઓરિયેન્ટલ ઈસ્ટિટયૂટ જેવી સંસ્થાઓએ, મહાભારત અને રામાયણની શુદ્ધ વાચનાઓ તૈયાર કરી જેમ બહાર મૂકી છે, તે જ પદ્ધતિ અને કાર્ય પ્રમાણે, ૪૫ આગમોની શુદ્ધ વાચનાનું ભગીરથ કાર્ય તેમણે સ્વીકાર્યું છે. આવું ભગીરથ કાર્ય તેમણે જ્યાં હોય ત્યાં પૂર્ણ ખંત અને ચીવટથી રાતદિવસ કરી, પોતાનું જીવન આ મહાન પરમ ધાર્મિક કાર્યમાં યોજ્યું છે. પ્રભુ તેમને દીર્ધાયુષ્ય બક્ષી, તેમણે સ્વીકારેલ કાર્ય પરિપૂર્ણ કરાવે, એ જ અંતરની અનન્ય શુભેચ્છા સાથે, તેમને વંદન કરી મારી આ વાકપુષ્પાંજલિ અર્પણ કરતાં વિરમીશ.
પ. પૂ. આ. પ્ર. શ્રી મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ
અને શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર)
શ્રી ખીમચંદ ચાંપશી શાહ, ભાવનગર પરમ પૂજ્ય ગુરુદેવ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનો દીક્ષા પર્યાય સાઠ વર્ષનો પૂરો થતાં તેમને અભિનંદન આપવાના આ શુભ પ્રસંગે તેઓશ્રીને અર્થ આપતાં હું આનંદ અને ગૌરવની લાગણીઓ અનુભવું છું. પ્રાચીન જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ છે. જૈન પૂર્વાચાર્યો, વિદ્વાનો અને સાહિત્યકારોએ
શ્રી પુણ્યચરિત્રમ્
156
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org