________________
જેસલમેરના જર્જરિત ભંડારો અને વેરવિખેર થઈ ગયેલી પોથીઓના ઢગલા–કોઠીઓમાં ભરેલી– જેણે જોયા હોય એમને જ પૂ. પુણ્યવિજયજી મહારાજના આ મહાભારત કામનો અંદાજ આવી શકે. વિલાયતથી આવીને હું જેસલમેર ગયો હતો; એ વખતે પૂ. મહારાજજી જે ઉતારામાં હતા એ કદાચ કોઈ ધર્મશાળા જેવું મકાન હશે; સેંકડો પાનાંઓ પાથરીને ક્યા ગ્રન્થનાં ક્યાં પાનાં ક્યાં છે એ શોધવાનું અને ગોઠવવાનું ચાલતું હતું. નજીકમાં નજીક રેલવે સ્ટેશનથી સાઠ માઈલ દૂર, ખાવાની કશી વ્યવસ્થા નહીં, વીજળીનો અભાવ, (હું તો થોડા દિવસમાં જ પાછો આવ્યો!) ભંડારોના જડ રખેવાળો—આવી અનેક અગવડો છતાં પૂ. મહારાજશ્રી અને એમના સહાયકોએ ખૂબ પરિશ્રમ કરીને આ ભંડારોને વ્યવસ્થિત કર્યા છે, અને હવે તો એ હસ્તપ્રતોની સંકલિત યાદી પણ આપણા હાથમાં પહોંચી છે.
સતત સંપાદનકાર્યમાં પ્રવૃત્ત રહેતા પૂ. મહારાજજીએ લહિયાઓની આદતો અને એમની લેખણની ખામી—ખૂબીઓનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને એના પરિપાકરૂપે એક અભ્યાસગ્રન્થ લખ્યો છે. મધ્યકાળની હાથની લખાવટના અભ્યાસ માટે આ પુસ્તક મહત્ત્વનું છે. પોથીની લખાવટને તપાસીને પૂ. મહારાજજી એ પોથીના લેખનો કાળ ચોકસાઈથી નક્કી કરી શકે છે. પ્રાચીન અને અર્વાચીન ભાષાના વિદ્યાર્થીઓએ આ વિદ્યા એમની પાસેથી શીખવી જોઈએ અને આ પરંપરા ચાલુ રાખવી જોઈએ. ગુજરાતમાં ગ્રંથસંપાદનકળાનો સારો વિકાસ થયો છે તેમાં પૂ. મહારાજજીનો મોટો ફાળો છે.
પૂ. પુણ્યવિજયજી મહારાજની વિદ્યાસાધનાનો લાભ ગુજરાતનાં વિદ્યામંડળોને મળતો રહે એ આ શુભ પ્રસંગે પ્રાર્થના.
સદ્ધર્મપરાયણ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને વંદના
શ્રી રવિશંકર મ. રાવળ, અમદાવાદ
પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી આ યુગના પ્રાચીન ગ્રંથ - સાહિત્યના પ્રખર સમુદ્ધારક છે એવી છાપ મારા મન પર જ્યારે અમદાવાદમાં ભગુભાઈના વંડામાં જૈન સાહિત્ય ભંડારોનું એક વિરાટ પ્રદર્શન પ્રથમવાર થયું ત્યારથી પડી ગઈ હતી. તે પ્રદર્શન બતાવવા સારાભાઈ નવાબ મારા સાથી બન્યા હતા. તેમને મેં તે જ સમયે જણાવ્યું હતું કે જૈન ગ્રંથોમાં વિપુલ ચિત્રસામગ્રી ભરી છે તે પ્રકાશિત થાય તો જૈન સંપ્રદાયે ગુજરાતમાં કલાને કેવો સમાશ્રમ આપ્યો છે તેનું પ્રજાસમસ્તને ભાન થાય.
સારાભાઈએ એ વાત ઉપાડી લીધી અને કાપડની દુકાનમાંથી સમય મેળવી જૈન ભંડારોમાંના ચિત્રગ્રંથો માગી લાવી તેના ગુણોનું મૂલ્યાંકન મારી પાસે કરાવતા તે વખતે એકાદ વાર મને મુનિ શ્રી પુણ્યવિજયજી પાસે લઈ ગયેલા એવું યાદ છે. તેમના કામમાં મુનિશ્રી ઘણી પ્રેરણા અને સહાયતા કરી તેથી જ જૈન ગ્રંથોમાંના ચિત્રોનાં પ્રકાશનો તે કરી શક્યા હતા એમ સારું માનવું છે.
શ્રી કનૈયાલાલ મુનશીએ પાટણમાં હેમસત્ર ઊજવવા પરિષદને માટે આમંત્રણ મેળવ્યું ત્યારે સંગ્રહોના
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
142
www.jainelibrary.org