________________
નામ લખાવી શકાય, પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસંશોધનનું જે મહાન કાર્ય હાથ ધર્યું હતું તેને તો એમના જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદરસો વર્ષ પહેલાં થઈ ગયેલા આગમગ્રંથોના મહાન સંરક્ષક અને પરમ પ્રભાવક શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમાણે કરેલ આગમસંકલન જેવું શકવર્તી અને સુદીર્ઘ કાળ સુધી ઉપકારક બની રહે એવું જ માનવું જોઈએ.
પ્રાચીન આગમગ્રંથો તથા અન્ય સાહિત્યના સંશોધનની મહારાજશ્રીની અસાધારણ નિપુણતા તથા સંશોધન માટેની અપાર ખંત, ધીરજ અને ચીવટનો લાભ અનેક ગ્રંથો કે ગ્રંથમાળાઓને મળતો રહ્યો હતો. ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાનાં પ્રકાશનો નમૂનેદાર ગણાયાં અને દેશ-વિદેશના વિદ્વાનોની પ્રશંસા મેળવી શક્યાં એમાં મહારાજશ્રી તથા એમના ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીનો ફાળો ઘણો જ આગળ પડતો છે. આ પ્રકાશનો તેમ જ પ્રાકૃત ટેક્સ સોસાયટી, અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રગટ થતી લા. દ. ગ્રંથમાળા તથા મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન આગમ ગ્રંથમાળાનાં સંખ્યાબંધ પ્રકાશનો મહારાજશ્રીની પ્રાચીન ગ્રંથોના સંશોધન માટેની નિપુણતા, નિષ્ઠા અને ભકિતની કીર્તિગાથા ચિરકાળ સુધી સંભળાવતાં રહેશે.
પ્રતિઓના નિષ્ણાત પારખુ અને ઉદ્ધારક -પ્રાચીન જીણશીર્ણ હસ્તપ્રતો તો જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પોતાની આપવીતી કહેવા લાગતી ! પ્રત નાની હોય કે મોટી, સુરક્ષિત હોય કે જીર્ણ, અધૂરી હોય કે પૂરી-દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા; અને, કોઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પારખ કરે એટલી ચીવટથી, એનું મૂલ્યાંકન કરતા. મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથોની સાચવણીની પ્રાચીન તેમજ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમજ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂર્ણ પરિચિત હોવાને કારણે ક્યા જીર્ણ ગ્રંથનાં પુનરુદ્ધાર માટે કેવી માવજત કરવાની જરૂર છે તે તેઓ બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથોના એકસરખા માપનાં સેળભેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે એવી હતી. ચોટીને રોટલો થઈ ગયેલી કંઈક પ્રતો એમના હાથે નવજીવન પામી હતી. પ્રતિઓના ઉદ્ધારના તેઓના કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો પણ સમાવેશ થતો. મતલબ કે જે રીતે બને તે રીતે તેઓ પ્રાચીન પ્રતોને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરતા જ રહેતા.
ગ્રંથભંડારોનો ઉદ્ધાર - મહારાજશ્રી તથા એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ જ્ઞાનભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તાર સૂચિઓને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી, ક્યાંક ક્યાંક તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતાં બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટસાધ્ય વિહારો કર્યા, તે બીના શ્રુતરક્ષાના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ-સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું, એનો ઈતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક
31
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org