________________
છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ એમાં સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા.
જેસલમેરના ભંડારના ઉદ્ધારના અનુસંધાનમાં ત્રણ બાબતો વિશેષ નોંધપાત્ર બની તેનો નિર્દેશ અહીં કરવો પ્રસંગોચિત લેખાશેઃ
(૧) વિ. સં. ૨૦૬ના કારતક વદ સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યો. એ વખતે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તે જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયું હતું. ઉપરાંત, ક્યારેક તેઓને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું હતું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારોના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિ તથા જૈન સંસ્કૃતિના અધ્યયન માટે કંઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામે વિખ્યાત સંસ્થાની સ્થાપનારૂપે આવ્યું.
(૨) જેસલમેરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુંજથી તેઓએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યો. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને ન જોયું અને તેઓ ગરનાળાથી ૧૫-૧૭ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉંમરે સંઘરણી જેવા ભયંકર વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા ! આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં; અને તે પછી તો સાતેક માઈલ જેટલો લાંબો વિહાર કરીને તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ! રામનાં કેવાં અદ્ભૂત રખવાળાં ! મહારાજશ્રી કહેતા, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. ગૌતમસ્વામી ઉપર તેઓને ખૂબ આસ્થા હતી; અને કોઈ પણ કામની શરૂઆત તેઓ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને જ કરતા.
(૩) જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય પ્રતોની માઈક્રોફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રી ફતેહચંદ બેલાણીને અવારનવાર દિલ્લી જવાનું થતું. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદજીનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પૈગંબર ભગવાન મહાવીરની ધર્મવાણી જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે ‘પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટી'' નામની, પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં રચાયેલ સાહિત્યનું પ્રકાશન કરવાના ધ્યેયને વરેલી સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થાએ અર્ધમાગધી ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથો પ્રકાશિત કરીને દેશ-વિદેશના વિદ્વાનોમાં સારી નામના મેળવી છે.
પ્રાચીન ગ્રંથો અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણાત હતા, એટલે એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થવા પામ્યો તે ચિરકાળ માટે સુરક્ષિત બની ગયા. વળી, આવા ભંડારનો વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જ્યાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નહીં : આ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી.
જ્ઞાનમંદિરની સ્થાપના – દાદાગુરુ અને ગુરુજીના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણીમાં
શ્રી ખુબ
Jain Education International
For Private & Personal Use Only
32
www.jainelibrary.org