________________
એ જ રીતે શ્રી ધૂમકેતુ લિખિત 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય' પુસ્તકને આવકારતાં તેઓએ મુકત મને કહ્યું છે કે : “આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે, જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિત ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા રહી જીવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૩)
મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણ કે સંપાદનોની વિદ્વાનોમાં જે ભારે પ્રતિષ્ઠા છે તે તેઓની આવી ગુણગ્રાહક, સત્યશોધક અને તટસ્થ દષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણતા હતા કે જો આપણે અન્ય ધર્મના મહાન પુરષોને માટે માનભર્યા શબ્દો વાપરીએ તો તેથી આપણું ચિત્ત કલુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજ્ય પુરુષો માટે બહુમાનભર્યા શબ્દોનો પ્રયોગ કરવા પ્રેરાય એવી એને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટું, જો આપણે બીજાને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોનો પ્રયોગ કરીએ તો એથી આપણાં વિચાર અને વાણી તો દૂષિત થાય જ છે; ઉપરાંત એથી સામી વ્યક્તિને આપણને માન્ય વ્યક્તિઓને માટે ખરાબ વાણીનો પ્રયોગ કરવાનો એક પ્રકારનો પરવાનો મળી જાય છે! ધનનો ખપી જેમ શોધી શોધીને ધનનો સંચય કરે, તેમ મહારાજશ્રી સત્યનો અને ગુણોનો શોધી શોધીને સંગ્રહ કરવાની દષ્ટિએ જ શાસ્ત્રોનું અવલોકન-અવગહન કરતા એમના શાસ્ત્રાભ્યાસની આ પણ એક વિરલ વિશેષતા હતી.
પ્રાચીન ગ્રંથોનું સંશોધન - પોતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનોની સળંગપરિપૂર્ણતા જોઈને પરદેશના વૈજ્ઞાનિક સંશોધક વિદ્વાનો પાણ ડોલી ઊઠે છે. તેઓશ્રીને હાથે આકરામાં આકરા ગ્રંથો પણ આણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથસંપાદનના કાર્યમાં તેઓશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે : તેઓ શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા ઈતર સાહિત્યના સંદર્ભોથી હંમેશા સુપરિચિત રહેતા; અને જે બાબત પોતાની સમજમાં ન આવતી તે બાબતનો, ગમે તે રીતે, ખુલાસો મેળવીને જ આગળ વધવાનો તેઓનો સ્વભાવ હતો; અક્ષરના વિવિધ મરોડો ધરાવતી જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા, અને, સૌથી આગળ વધીને, શાસ્ત્રોના (તેમ જ અન્ય ગ્રંથોના પણ) સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતી. આ કાર્ય કરતાં એમને ન તો ક્યારેય કંટાળો આવતો કે ન તો તેઓ ક્યારેય ઉતાવળ કરતા. કોઈ પણ પ્રશ્ન કે શંકાનું સંતોષકારક કે સાચું સમાધાન મળે નહીં ત્યાં સુધી તેઓ, યોગીના જેવી પૂર્ણ એકાગ્રતાથી, એની પાછળ લાગેલા જ રહેતા. નાના સરખા ઉંદરને શોધરા ડુંગર ખોદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કાણી મેળવવા ધૂળધોયાની જેમ ધૂળના ઢગલાને તપાસવો હોય તો પણ તેઓ હંમેશાં તૈયાર રહેતા અને ક્યારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તો પણ તેઓ નિરાશ ન થતા. સત્યની એકાદહીરાકણી મેળવવા માટે પણ તેઓ દિવસ-રાત મથામગ કર્યા જ કરતા. અને આટલું બધું કરવા છતાં, તેના ભારથી મુક્ત બનીને, સદા સુપ્રસન્ન રહી શકતા. સંશોધન-સંપાદનની દષ્ટિએ નમૂનારૂપ લેખી શકાય એવા એમના સંખ્યાબંધ ગ્રંથોના
શ્રી પુણ્યચરિત્રમ્ ..
30 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org