________________
ભાવપૂર્વક તેમનામાં છે, તે અન્યમાં વિરલ હોય છે, તેથી એનું મૂલ્ય વિશેષ છે.
કામની તલ્લીનતા તેમનામાં જોવી એ પ્રેરક બને છે. ઘણીવાર જોયું છે કે એક ઢીંચણ ઊંચે રાખી કાંઈક લખતા હોય અને કોઈ આવી ચડે તો તેમનું ધ્યાન તે તરફ દોરવામાં આવે તો જ જાય છે. આવી એકાગ્રતા લાધી છે, છતાં આગંતુક સાથે તે છોડી તરત જ વાત કરવા લાગી જવામાં પોતાના કાર્યની હાનિનું દુઃખ તેમણે અનુભવ્યું નથી, આનંદ જ અનુભવ્યો છે. આ તેમની મોટાઈ છે, જે તેમને અત્યંત નમ્ર બનાવે છે, અહંકારની છાંટને અવકાશ નથી દેતી, અને સમભાવની વૃદ્ધિ કરે છે. શેઠ કે દરિદ્ર આગંતુક તેમને મન સમાન મહત્ત્વ ધરાવે છે. શ્રી કસ્તૂરભાઈ સાથે વાત કરવામાં જેટલો સમય તેઓ લે તે આપવામાં તેમને જેમ સંકોચ નથી, તેમ સાવ દરિદ્ર આવી પોતાનું દુઃખ ગાય તો તે સાંભળવામાં પણ તેમને સમયનો સંકોચ નથી; બન્નેની વાત આદરભાવે જ સાંભળે છે. દરિદ્રને પણ ‘હવે બંધ કરો, મારે કામ છે’– એવું કદીય તેમણે કહ્યું હોય એ જાણમાં નથી, આમ સર્વ સાથે સમાન વર્તન તેમના કામમાં અમને તો બાધક જણાય છે, પણ તેમને મન એ પણ એક કામ જ છે; તેથી મહત્ત્વ ઓછું નથી. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે.
આધુનિક કાળે ‘જૈન ભંડારોના ઉદ્ધારક' એવું બિરુદ તેમને આપીએ તો અનુચિત નહિ ગણાય. લીંબડી, પાટણ, ખંભાત, જેસલમેરના ભંડારનો તેમણે કરેલો ઉદ્ધાર તો સર્વવિદિત છે. પણ ઘણા અનામી ભંડારો તેમણે જોયા છે અને તેની સુવ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો છે. અને તેમના ઉદ્ધારનું એ સુલક્ષણ છે કે તેમાંની સામગ્રીનું એક પણ પાનું આડુઅવળું ન થાય તેની તકેદારી રાખે છે તેમાંથી બીજાની જેમ ચોરી કરવી તે તેમનું કામ નથી. આથી તેમની પ્રતિષ્ઠા એવી જામી છે કે સૌ કોઈ પોતાના ભંડારો ઉઘાડીને તેમને નિઃસંકોચભાવે સોંપી દે છે.
ભંડારની ચકાસણી એ તો ધૂળધોયાનું કામ છે. કચરા તરીકે કોથળામાં ભરી દીધેલાં પાનાંમાંથી મહત્ત્વની પ્રતો તેમણે તૈયાર કરીને ભંડારમાં મૂકી છે. આચાર્ય હરિભદ્રનો અપૂર્વ ગ્રન્ત તાડપત્રના ટૂકડાથી ભરેલા ટ્રંકમાંથી તૈયાર કરીને વિદ્યામંદિરને છાપવા આપ્યો ત્યારે ખબર પડી કે કેટલું અપાર ધૈર્ય તેમનામાં છે.
અનેક ભંડારોનું નિરીક્ષણ કરતા હોઈ કઈ પ્રતિ ક્યાં છે તે તો તેમની સ્મૃતિમાં જ રહે છે. પણ તેવા નિરીક્ષણની સાથે સાથે ગ્રન્થ-સંશોધનનું કામ પણ તેઓ કરતા રહે છે. કોઈ ગ્રન્થની ઉત્તમ પ્રતિ નજરે ચડે કે તરત જ તેને આધારે મુદ્રિત પુસ્તકમાં સંશોધન અને પાઠાંતરોની નોંધ તત્કાળ કરી-કરાવી લે છે. સેંકડો તેવા ગ્રન્થો તેમણે સંશોધિત કર્યા છે અને તે તેમના પુસ્તકાલયમાં છે. જ્યારે પણ કોઈને એ સંશોધિત પુસ્તકની જરૂર હોય ત્યારે તેઓ તે સહર્ષ આપી દે છે. નાલંદા મહાવિહારના અધ્યક્ષ સાતકોડી મુખર્જીએ તત્ત્વસંગ્રહનું મુદ્રિત પુસ્તક, જે તેમણે જેસલમેરની પ્રતને આધારે શુદ્ધ કર્યું હતું, અને તેમાં ખૂટતાં પાનાંની પૂર્તિ પણ કરી હતી, તે જેસલમેરની પ્રતના ફોટો સાથે મોકલી આપ્યું હતું તેનો હું સાક્ષી છું.
છેલ્લાં ૩૫ થી ૪૦ વર્ષથી તેઓ આગમના સંશોધનના કાર્યમાં રત છે. જે પણ ભંડારમાં આગમની વિશુદ્ધ પ્રત જુએ છે તેનાં પાઠાંતરો છાપેલ પુસ્તકમાં લેતા રહે છે. માત્ર મૂળના જ નહિ પણ નિર્યુક્તિ આદિ બધી ટીકાઓના પણ; ટીકામાં આવેલાં મૂળનાં ઉદ્ધરણોનો ઉપયોગ પણ મૂળ સૂત્રના શુધ્ધિકરણમાં કરે છે— આમ આગમોને શક્ય એટલી બધી રીતે વિશુદ્ધ કરી પ્રકાશિત કરવાનું તેમનું સ્વપ્ન બહુ જુનું છે. તેના પ્રકાશનની
ની પુણ્યચરિત્રમ્
129
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org