________________
આપ્યો મારા શાસ્ત્રવ્યાસંગે. કથારત્નકોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન મેં આ બીમારી દરમ્યાન જ કર્યું–જાણે હું મારું કામ કરતો રહ્યો અને દર્દ પોતાનું કામ કરતું રહ્યું ! મને તો આ બધું દાદાગુરુશ્રી અને ગુરુજીની જ કૃપાનું ફળ લાગે છે.
પોતાના ગુરુજી અને દાદાગુરુશ્રી ઉપરની શ્રધ્ધાને દર્શાવતાં મહારાજજીએ પોતે જ કહ્યું છે કે –
“જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે - છે જ, તો પૂજ્ય ગુરુદેવ સત્સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજ્જવલ બનાવવા યથાશક્ય અલ્પ-સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૮૯)
૩૦- આપે કોઈ શાસ્ત્રીય ગ્રંથ રચવાનો ક્યારેય પ્રયત્ન કરેલો?
જ૦-હા, લીંબડીના પહેલા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પૂજ્ય દાદાગુરુજી અને ગુરુશ્રી ત્યાંના ભંડારનો ઉદ્ધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિશેષણવતી ઉપર ટીકા રચવાનો વિચાર થઈ આવેલો. પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું.
સ૦-આપનામાં સત્યાગ્રાહી મધ્યસ્થભાવ કયાંથી આવ્યો? જ-સ્વાભાવિક રીતે તથા પૂજ્ય દાદાગુરુજીના સતત સમાગમથી.
આ રીતે દીક્ષા લીધા બાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતાની સ્વયં રણાથી, દાદાગુરુતથા ગુરુજીની વાત્સલ્યભરી કૃપાદૃષ્ટિથી અને જુદા જુદા વિદ્વાનોના સમાગમથી પોતાની જ્ઞાનસાધનાને સર્વગ્રાહી મર્મસ્પર્શી અને સત્યમૂલક બનાવી હતી અને જાણે ભવિષ્યના જ્ઞાનોદ્ધારના મહાન કાર્યને માટે પોતાની જાતને સુસ બનાવી લીધી હતી. જ્ઞાનોદ્ધારનું શકવર્તીકાર્ય
આમ તો મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા, અને પોતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સતત જાગૃતિ રાખતા; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને નિરંતર આગળ વધારતા રહેતા. આમ છતાં એમનું જીવનકાર્ય તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ હતુંએમનો અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે થયો હતો. અને, કહેવું જોઈએ કે, કુદરતે સોંપેલા એ જીવનકાર્યને તેઓ પોણોસો વર્ષ જેટલી વૃદ્ધ ઉંમર લગી એવી જ નિષ્ઠા, એવી જ ર્તિ અને એવી જ તત્પરતાથી કરતા રહ્યા-જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતા ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શરીરની શક્તિ-અશક્તિને પિછાનતા હતા. આ કાર્ય કરતાં કરતાં જાણે એમનામાં શક્તિનો અખૂટઝરો વહી નિકળતો હતો. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ, તો તેઓ આહાર, આરામ અને ઊંધને વિસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લ્યો! એમને આ રીતે જ્ઞાનોદ્ધારના કાર્યમાં નિરત જોવા એ પણ એક લહાવો હતો. જ્ઞાનોદ્ધારની તેઓશ્રીની આવી અસાધારણ અને શકવર્તી કહી શકાય એવી પ્રવૃત્તિઓની કેટલીક વિગતો જોઈએ.
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org