________________
પ્રત્યે તેઓશ્રીના સમુદાયના મુનિમહારાજની કૃપાદૃષ્ટિ રહી છે. અને તેમના તરફથી પ્રસંગે પ્રસંગે કીમતી સહયોગ મળતો રહ્યો છે. પરંતુ તેમાંય ખાસ કરીને પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ., મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મ. અને આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ.ની અમીભરી દષ્ટિ તો સભા માટે સંજીવની નીવડી છે. આ સભાનો એક મુખ્ય હેતુ પૂર્વાચાકૃત જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારનો છે. તે કાર્યનો પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્ય ત્રિપુટીનો મુખ્ય પુરુષાર્થ છે.
પૂ. પ્રવર્તકશ્રીની પ્રેરણાથી આ સભાએ સૌ પ્રથમ પ. પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.ના હિંદીના લખેલા ગ્રંથ 'જૈન તત્ત્વાદર્શન’ના ગુજરાતી અનુવાદથી પુસ્તક-પ્રકાશનનો આરંભ વિ. સં. ૧૯૫૬માં કર્યો. પરંતુ આ કાર્યને વેગ તો ત્યારે જ મળ્યો કે જ્યારે તેમના શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજે વિ. સં. ૧૯૬૬માં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુયોગવિષયક ગ્રંથો મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને ‘શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા” એવું નામ આપીને તેને સફળ બનાવવાનો ભાર ઉપાડી લીધો. આ યોજના
જ્યારે ઘડાઈને અમલમાં મુકાતી હતી, ત્યારે શ્રી પુણ્યવિજયજી મ.ની ઉંમર માત્ર ચૌદ-પંદર વર્ષની હતી અને તેમણે તાજી જ દીક્ષા લીધી હતી. પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુરુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને વિ. સં. ૧૯૯૬માં ગુરુદેવના કાળધર્મ પામ્યા પછી આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી. આ સંબંધમાં તેઓ કહે છે કે, “આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસે આવતા અને આ સાહિત્યપ્રવૃત્તિ માટે ચર્ચાવિચારણા કરતા. હું બાળકની જેમ આ બધું સાંભળતો પણ સમજતો નહીં. એમ છતાં આછોપાતળો ખ્યાલ ખરો કે કાંઈક મહત્ત્વની વસ્તુ થાય છે. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે અને મારે આ જવાબદારી ઉપાડી લેવી પડશે.'
આ શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનાંમોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ તેમાં પ્રસિદ્ધ થયો છે એ તેની ખાસ વિશેષતા છે. આ પ્રકરાગો દ્વારા જૈન શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોના નામ મેળવવાં કે સાંભળવા પણ એકાએક મુશ્કેલ હતાં. એ પ્રકરણો તેમને હસ્તગત થઈ ગયાં છે. આગમિક, દાર્શનિક, ઐતિહાસિક, કાવ્યનાટકવિષયક વિધવિધ સાહિત્યના કુલ૯૨ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. તેમાંના ઘણા મોટા ભાગના ગ્રંથોના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી આ ગુરુ-શિષ્ય બેલડીને આભારી છે. બૃહત્કલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથો (બે ભાગમાં), ત્રિપષ્ટિશલાકા પુરુષચરિત્રમહાકાવ્ય (ચાર પર્વ, બે ભાગમાં), વસુદેવ હિંડી (બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથોનું તેમનું સંશોધન-સંપાદન સર્વાગવિશુદ્ધ અને શાસ્ત્રીય છે, અને તે ગ્રંથોની પ્રસ્તાવના તેમજ પરિશિષ્ટો અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધનકાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવાં છે. પૂર્વના તેમજ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે એ જ શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની બિરદાવલી છે.
શ્રી પુણ્યવિજયજી મહારાજના શ્રી જૈન આત્માનંદ સભાને હંમેશાં અમીભર્યા પ્રેમ અને આશીર્વાદ
શ્રી પુણ્યચરિત્રમ્
158
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org