________________
કર્યું, તેમ જ ‘જેસલમેરની ચિત્રસમૃદ્ધિ’ જેવા ગ્રંથ દ્વારા જૈનોની કલાસમૃદ્ધિનો જગતને પરિચય કરાવ્યો.
તેમની પોતાની જેસલમેરની સંશોધન પછિત અંગે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને પત્રમાં કહે છે; ‘‘તમને પત્ર લખ્યા પછી ભંડાર તપાસવાનું અમારું કાર્ય આગળ ચાલ્યું છે. એક-એક પોથીમાં જે સંખ્યાબંધ પાનાઓ ભેગા ભળી ગયા છે એ બધાંના પૃથક્કરણ માટે અમે એ પાનાંઓનું અનેક દષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. એ અત્યારે જોવા જેવું છે. તમે ઘણાંય પ્રદર્શન જોયાં હશે, પરંતુ અમારું આ પ્રદર્શન આશ્ચર્યચકિત કરે તેવું છે... કોઈ ગ્રંથનાં એક બે પાનાં હોય, કોઈ ગ્રંથનાં પાનાંઓનાં ટુકડાઓ હોય એ બધાંયને જોઈ વિવિધ નિશાનીઓ અને શબ્દો ઉપરથી ગ્રંથનું નામ કેમ પકડી પાડવામાં આવે છે, તે તમે નજરે જુઓ તો તાજુબ જ થઈ જાઓ.''
અને જંબુવિજયજીનેકહે છે; ‘‘અત્યારે હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો
છું.''
આજ રીતે લીંબડી તેમજ ખંભાતનો શાન્તિનાથ દેરાસરનો તાડપત્રીય જ્ઞાનભંડાર ખાસી મહેનત કરી ગોઠવ્યો અને તેનાં સૂચિપત્રો પણ મુદ્રિત કર્યાં. તેઓની હસ્તપ્રત ઓળખવાની સૂઝ ગજબની હતી. તેઓ લખાણના વળાંક પરથી હસ્તપ્રત ક્યા સૈકાની છે તેનો ખૂબ જ સહેલાઈથી નિર્ણય કરી શકતા.
આ કાર્યોમાં તેમને દાદાગુરુ અને અન્ય સ્રોતોથી પ્રાપ્ત થયેલ પુષ્કળ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. આ સંગ્રહનું પણ તેમણે સૂચિપત્ર તૈયાર કર્યું; તેમ જ જૈનસંઘના ગૌરવવંતા દાનવીર કસ્તુરભાઈના પુરુષાર્થનો સમન્વય થતાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર'માં આ હસ્તપ્રતસંગ્રહ સચવાયો. સાથે જ પુણ્યવિજયજીના પ્રયત્નોથી ખેડાસંઘ, અન્ય મુનિઓના જ્ઞાનભંડાર પ્રાપ્ત થતાં શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રતસમૃદ્ધિ અપૂર્વ બની રહી. એ અને કોબાનો શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનભંડાર જૈનસંઘની અપૂર્વ સમૃદ્ધિ સમ છે. આ રક્ષણ, સંવર્ધન અને તેની હસ્તપ્રતોને આધારે થતાં સંશોધનોથી જ જૈન સાહિત્યની સમૃદ્ધિ વધુ
પ્રજા સુધી પહોંચી શકી છે. મુનિ શ્રી પુણ્યવિજયજીને કળાકારીગીરીની પણ ઊંડી સૂઝ હતી, આથી હસ્તપ્રતોમાંના કલાત્મક ચિત્રોની જાળવણી અને પ્રસિદ્ધિ પણ સમયે સમયે કરતા.
શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિર સાથે એક મ્યુઝિયમ સંકળાયેલું છે, તેના એક ભાગમાં પુણ્યવિજયજીના ઉપયોગની વસ્તુઓ સચવાઈ છે. પેન, પેન્સિલ, રજોહરણ, મુહપત્તી આદિઉપકરણો સાથે જ એક નાનકડી ડબ્બીમાં શત્રુંજય પરથી પ્રાપ્ત થયેલ સ્ફટિકના ચોખા અને થોડી ગિરિરાજની પવિત્રધૂળ સંગ્રહાયાં છે. આમાં પુણ્યવિજયજીના જીવનમાં વ્યાપક શ્રદ્ધાતત્ત્વનાં પણ દર્શન થાય છે. તર્કશુદ્ધ પ્રત્યેની પરમશ્રદ્ધા એમના જીવનમાં પૂર્ણપણે વ્યાપ્ત હતી, એનું ભાવભીનું દર્શન છે. આમ, પુણ્યવિજયજીના જીવનમાં તર્ક અને શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા બન્ને યુગપત્ રીતે વહેતાં રહ્યાં છે.
તેમને હસ્તપ્રત લેખનમાં પણ ઊંડી શ્રદ્ધા હતી. મુદ્રિત પુસ્તકોનું આયુષ્ય ઓછું હોવાથી ભવિષ્યમાં શ્રી પુણ્યચરિત્રમ્
192
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org