________________
પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પાગ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના અકરૂપ બની જઈને સાધકને અવૈર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે.
પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્યશ્રી પાગ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી અને ઊર્ધ્વગામી જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી. અને તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર અને ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યો રે' એ યોગીરાજ આનંદધનની ઉકિતની યથાર્થતા સમજાવે એવો હતો. એમ કહેવું જોઈએ કે તેઓ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું અત્યંતર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનંદસ્ય બનાવી શક્યા હતા.
તીર્થકરોએ ધર્મતીર્થની સ્થાપના કરીને જૈન સંસ્કૃતિનો વિશ્વમૈત્રીનો પૈગામ ગાજતો કર્યો પૂર્વ ભારતની પુણ્ય ભૂમિમાંથી; પણ, સમયના વહેણ સાથે, એ સંસ્કૃતિના વહેણે પણ પોતાનો માર્ગ બદલ્યો અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. ગૂર્જરભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કાળા અને વૈરાગ્યની ભાવનાનો વારસો મળેલો જ હતો. એટલે ગુજરાતની ધરતીને પૂર્વ ભારતની મૈત્રી અને અવૈરની સંસ્કૃતિ ખૂબ રુચી ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતનો પ્રદેશ બહુ અનુકુળ આવી ગયો. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવનમાં વહેતી રાખનારા અનેક જીવનસાધક સંતો અને જ્યોતિર્ધરો સમયે સમયે ગુજરાતની ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની સરિતાને સદા વહેતી રાખતા રહ્યા. તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પોતાના જીવનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે.
મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવકધર્મપુરુષ હતા, અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવાના શકવર્તી કાર્ય તરીકે સદા સ્મરાગીય બની રહે એવું હતું. વતન, માતા-પિતા અને દીક્ષા
મહારાજશ્રીનું વતન ગુજરાતનું કપડવંજ શહેર, કપડવંજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર છે; ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણકણમાં પ્રસરેલી છે. ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાનો માર્ગ અપનાવ્યો છે, ત્યાં એકાદ જૈન ઘર પણ એવું ભાગ્યે જ હશે કે જ્યાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ત્યાગમાર્ગની પુણ્ય યાત્રિક ન બની હોય. કેટલાક દાખલા તો એવા પણ છે કે જ્યારે એક કુટુંબના બધા સભ્યોએ, વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને, સંયમનો સ્વીકાર કર્યો હોય ! વળી, શાસ્ત્રોદ્ધારના કાર્યમાં પણ કપડવંજનું અર્પણ વિશિષ્ટ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણાં પવિત્ર આગમસૂત્રોમાંના નવ અંગસૂત્રો ઉપર વિશદ ટીકા રચના આચાર્યપ્રવર શ્રી અભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે. એમની પવિત્ર
સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ થોડાં વર્ષો પહેલાં ત્યાં સ્થાપવામાં આવ્યું છે. વર્તમાન સમયનો વિચાર કરીએ તો, આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર, મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ થી પુણ્યર્ચારિત્રમ્
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org