________________
સાધુજીવન માટે આચાર માર્ગદર્શક બની રહે એવું અજોડ છે. આ સમગ્ર સૂત્રનો મર્મ દર્શાવતી ખૂબ માર્મિક વાત પુણ્યવિજયજી મહારાજ પ્રસ્તાવનામાં રજૂ કરે છે;
ઉત્સર્ગ અપવાદની મર્યાદામાંથી જ્યારે પરિણામીપણું શુદ્ધવૃત્તિ પરવારી જાય છે, ત્યારે એ જ ઉત્સર્ગ અને અપવાદ ઉત્સર્ગ અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણો બની જાય છે. આ જ કારણથી ઉત્સર્ગ-અપવાદનું નિરૂપણ-નિર્માણ કરતા પહેલાં ભાષ્યકાર ભગવંતે પરિણામી, અપરિણામી શિષ્યો એટલે કે અનુયાયીઓનું નિરૂપણ કર્યું છે અને જણાવ્યું છે કે, યથાવ્યવસ્થિત વસ્તુને સમજનાર જ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગની આરાધના કરી શકે છે. તેમજ આવા જિનાજ્ઞાવશવર્તી મહાનુભાવ શિષ્યો-ત્યાગી-અનુયાયીઓ જ છેદ આગમજ્ઞાનના અધિકારી છે અને પોતાનું જીવન નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામીભાવ અદશ્ય થાય છે અને જીવનની શુદ્ધ સાત્ત્વિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વચ્છંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સર્ગ અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્રપાવન વીતરાગધર્મ આરાધના દૂરને દૂર જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે.'
તેમણે આ વિશાળ બૃહકલ્પસૂત્ર ઉપરાંત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત જીવકલ્પસૂત્રનું સંપાદન કર્યું, તેમ જ હાલમાં કલ્પસૂત્ર તરીકે વિશેષ પ્રસિદ્ધ પર્યુષણા કલ્પસૂત્ર'નું પણ નિર્યુક્તિ, ચૂર્ણી, ટિપ્પણ, ગુર્જરાનુવાદ સાથે સંપાદન કર્યું. તેમણે કલ્પસૂત્રમાં આવતાં સ્વપ્નાં હાલનાં વર્ણકોને સ્થાને પૂર્વે અન્ય વાર્ણકો ઉપલબ્ધ હશે એવું પ્રમાણને આધારે દર્શાવ્યું, તેમજ સ્થવિરાવલી પછીથી ઉમેરાયેલી હોવા છતાં નિષ્પમાણ નથી એમ સિદ્ધ કરી પોતાની નિષ્પક્ષપાતી સંશોધકવૃત્તિનાં દર્શન કરાવ્યાં છે.
આ સંપાદનો ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયની આગમ-પ્રકાશન યોજના “નંદીસુત્ત અણુઓગદ્દારાઇ ચ” (નંદૂસૂત્ર-અનુયોગોદ્ધાર) પન્નવણા સૂત્રના બે ભાગ, નંદીસૂત્ર-ચૂર્ણા સાથે, નંદીસૂત્ર વિવિધ વૃત્તિ સાથે, સૂત્રકૃતાંગ ચૂર્ણ, દસ-વૈકાલિક અગત્યચૂર્ણ સાથે સંપાદન કર્યું છે. દશવૈકાલિક અગત્યચૂર્ણના સંપાદનમાં તેમણે અગસ્તસિંહની શ્રમણ પરંપરા તેમજ આ ચૂર્ણનું મહત્ત્વ યથાયોગ્ય રીતે અંકિત કરી આપ્યું છે.
તેમના આગમવિષયક સંપાદનમાં એક મહત્વનું સંપાદન અંગવિજા' (પ્રકિર્ણક)નું સંપાદન છે. આ અંગવિજા પ્રકીર્ણક (અંગવિદ્યા પ્રકીર્ણક)માં મનુષ્યની હાલવા-ચાલવાની રીત-વર્તણૂંક પરથી તેનું ભવિષ્ય જાણવાની પદ્ધતિ દર્શાવી છે. તેમણે ખૂબ જહેમત લઈ અપ્રાપ્ય એવા આ ગ્રંથનું સંપાદન કર્યું છે. તેમણે પ્રસ્તુત સંપાદન તેમજ બૃહત્કલ્પસૂત્રના સંપાદનની પ્રસ્તાવના આગમગ્રંથોમાં આવતી વિગતોને આધારે તે સમયના મનુષ્યનાં વસ્ત્ર, ભોજન, રહેવાસ, નૃત્ય, રાજ્યકારભાર આદિની સાંસ્કૃતિક વિગતો પર સારો પ્રકાશ પાથર્યો છે. આ રીતે તેમણે સાંસ્કૃતિક અધ્યયનનો નવા દષ્ટિકોણનો પણ પરિચય કરાવ્યો છે. તેમણે આગમ સાહિત્યની સાથે જ પ્રાકૃત ભાષામાં રચાયેલા વિપુલકર્મ સંબંધિત સાહિત્યનું પણ વિશાળ
શી પુરાચરિત્રમ્
189
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org