________________
એ કાર્યમાં સૌએ યથાશક્તિ સહકાર આપવો જરૂરી છે.
જૈન નગરી અમદાવાદમાં આવેલી શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનો અત્રે ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણા અને સહકારથી તેમજ દાનવીર, વિદ્યાપ્રેમી કસ્તુરભાઈની ઉદારતા અને સાહિત્યભિરુચિથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા આ બન્ને વ્યક્તિઓમાં રહેલી દીર્ધદષ્ટિ અને વિચક્ષણતાનું દર્શન કરાવે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પોતાના ગ્રન્થોનો આખો સંગ્રહ આ સંસ્થાને ભેટ આપી પોતાની અનન્ય ઉદારતા અને વિશાળતા દર્શાવ્યાં છે. આ સંસ્થાને પુણ્યયોગે એવી જ એક બીજી વ્યક્તિનો સંપૂર્ણ સહકાર સાંપડવ્યો છે; એ છે વિદ્વત્ન પંડિત શ્રી દલસુખભાઈ માલવાણીયા, પં. શ્રી દલસુખભાઈ જેવા પ્રખર અભ્યાસી અને ઉપાસક સંચાલક આ સંસ્થાને મળ્યા એ સંસ્થાનું ઉજ્જવળ ભાવિ સૂચવે છે.
આવી ઉત્તમ શક્તિ અને અનેકવિધ ક્ષેત્રમાં કેટલું અનન્ય કાર્ય છતાં પૂજ્ય પુણ્યવિજયજીના સ્વભાવમાં કદી આડંબર કે અહંકાર પ્રવેશી શક્યા નથી. તેઓ સ્વભાવે શાન્ત, સરળ અને જીવનમાં સાદા જરહીને જીવનના અંત સુધી જ્ઞાનની ઉપાસનાનું કાર્ય કરતા જ રહ્યા.
આવી ઉત્તમ વિભૂતિની ચિરવિદાયથી ખરેખર આપણને કદી ન પુરાય એવી ખોટ પડી છે.
ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારનો પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ ઉદ્ધાર
શ્રી નર્મદાશંકર ચંબકરામ ભટ્ટ
નવસંસ્કાર' સાપ્તાહિક, ખંભાત, તા. ૨૪-૬-૭૧ પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારક, આર્ય સંસ્કૃતિના પ્રેમી, પાટણ, જેસલમેર, લીંમડી, અમદાવાદ, કચ્છ વગેરે અનેક સ્થળોનાં જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક આગમપ્રભાકર પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ સને ૧૯૫૩માં ખંભાત પધાર્યા. તેમનું ચોમાસુ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં થયું. તેમણે શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારનાં એકએક પુસ્તકો હાથ પર લીધાં. અસ્તવ્યસ્ત દશામાં, વેરવિખેર હાલતમાં પડેલા ગ્રંથોનાં પાને પાનાં મેળવ્યાં. દરેક ગ્રંથ કેટલાં પાનાંનો છે, દરેકમાં કેટલી લીટી છે, કઈ ભાષાનો છે, ક્યાં વિષયનો છે, તે ગ્રંથનું માપ કેટલું છે, તેમાં ચિત્રો છે કે કેમ, તેનો લેખક કોણ છે, કોણે લખાવ્યો છે, લખ્યા મિતિઓ કઈ છે, તે વખતે રાજા કોણ હતો, તેની નકલ કોણે કરી છે વગેરે અનેક વિષયોનું સૂક્ષ્મ અવલોકન કરી તેમણે એક ગ્રંથસૂચી તૈયારી કરી. પુસ્તકોનું રક્ષણ થાય તે માટે નવાં કપડાંથી તેને બાંધવામાં આવ્યાં. તેમાં જંતુ પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. એલ્યુમિનિયમની પેટીઓ-પુસ્તકના આકારની લાંબી-તથા લાકડાની કરાવીને તેમાં તેને મૂકવામાં
થી પુણ્યચરિત્રમ્
212
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org