________________
આ પછી તો પંડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિતજી પોતાના શાસ્ત્રસંશોધનના કામે પણ મહારાજશ્રી પાસે આવતા રહ્યા, ભાવનગરના બીજા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પંડિતજી સન્મતિતર્કના સંશોધનના કામે અને લીંબડીના ચોમાસામાં તત્ત્વાર્થસૂત્રના કામે મહારાજશ્રી પાસે ગયેલા. લીંબડીમાં પંડિતજીએ બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિત કર્યા. મહારાજશ્રીએ બૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી; એનો ઉપયોગ પંડિતજીને સન્મતિતર્કના સંપાદનમાં કરવાનો હતો. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયો. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે.
આ રીતે પંડિતજી અને મહારાજજી વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર વધુ ગાઢ થતો ગયો. પંડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુજીવન અને સત્યાગ્રાહી જ્ઞાનસાધના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની સત્યાગ્રાહી, અગાધ અને વ્યાપક વિદ્વત્તા અને અકિંચનભાવ પ્રત્યે એવો જ આદર ધરાવતા હતા. જ્યારે પણ આ બન્નેનું મિલન થતું, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહેતું. પંડિતજી પ્રત્યેની પોતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણી દર્શાવતાં, પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રીએ પંડિતજીના સન્માન પ્રસંગે કહેલું
શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું બે વ્યકિતઓને આપું છું. એમાં પ્રથમ સ્થાન પૂજ્ય પ્રવર, સતત જ્ઞાનોપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે. બીજું સ્થાન પંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે, મારા જીવનનો યોગ જ કોઈ એવો વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે અધ્યયન અતિ અલ્પ કરી શક્યો છું. તેમ છતાં મારા વિદ્યાગુરુઓનો એવો પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તો દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે. બે ગુરુઓમાંથી એક ગુરુશ્રી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તો આજે સ્વર્ગવાસી થઈ ચૂકયા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પોતાનું દરેક મહત્ત્વનું કાર્ય છોડીને પણ મારી સાથે અનાકુળપાણે પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને ફુરણાઓ જાગે છે.”
(જ્ઞાનાંજલિ, પૃ. ર૯૦) પૂ. પં. નેમવિજયજીના શિષ્ય સ્વ. મુનિ શ્રી લાવણ્યવિજ્યજી પાસે મહારાજશ્રીએ આવશ્યક હારિભદ્રી
થી પુણ્યાચરિત્રમ્
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org