Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002064/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ & U6[ JesúúÂÙ શ્રી રત્નમંડણ ગણિ વિરચિત પેથડકુમાર ચરિત્ર D800990DqB0% 100 Om B J | \_usai. . . . \\ ધર્મવીર કર્મવીર દાનવી મહામાત્ય પેથડકુમા Page #2 -------------------------------------------------------------------------- ________________ (1) શ્રી રત્નમંડનગણિ કૃત પેથડકુમાર ચરિત્ર (મહામાત્ય પેથડકુમાર તથા ઝાંઝણકુમારનાં સુકૃતોને વર્ણવતા સંસ્કૃત કાવ્યનું ભાષાંતર) -: સંપાદક :પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજ સાહેબ -: પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ-૧૪. પેઙકુમાર ચરિત્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ પેથડકુમાર ચરિત્ર પુનર્મુદ્રણ : સંવત ૨૦૬૪ : ૧,૦૦૦ લાગત કિંમત : રૂા. ૪૭=૦૦ વેચાણ કિંમત : રૂા. ૨૦=૦૦ નકલ - શ્રુતલાભ :શ્રીમતી હસુમતીબહેન શાન્તિલાલ શાહ હ. નીલકમલભાઈ, ઈલાબહેન રજનિભાઈ નીતાબહેન સિહોરવાળા - હાલ શાંતાક્રુઝ-મુંબઈ -: પ્રાપ્તિસ્થાન :શ્રી જિતેન્દ્રભાઈ કાપડિયા શ્રી વિજયભાઈ દોશી-મહુવાવાળા અજંતા પ્રિન્ટર્સ, લાભ ચેમ્બર્સ, સી-૬૦૨, દત્તાણીનગર, ૧૨, સત્તર તાલુકા સોસાયટી, બિલ્ડીંગ નં. ૩, એસ.વી, રોડ, પો. નવજીવન, અમદાવાદ-૧૪. બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. મો. : ૯૮૨૪૦ ૮૦૩૦૮ મો. : ૯૩૨૦૪ ૭પરરર શ્રી શરદભાઈ શાહ ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર. (સૌરાષ્ટ્ર) ફોન : ૦૨૭૮-૩૨૯૬૭૯૭ મુદ્રક : ગિરીશ આર્ટ પ્રિન્ટરી ૨૨૩, ભવાનપુરા પીઠ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૨૨. પેથડકુમાર ચરિત્ર (2) Page #4 -------------------------------------------------------------------------- ________________ રોજ એક વખત સવારે સવારે હૃદયથી ભાવવાની ભાવના કલ્યાણ થાઓ વિશ્વનું અનુકૂલ વૃષ્ટિ હો સદા ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા રોગો ગુના અપરાધ ને હિંસાદિ પાપો દૂર હો સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ ધર્મનો જયકાર હો. ધર્મનો જયકાર હો. - ૨ - જગમાં જે જે દુર્જન જન છે તે સઘળા સજજન થાઓ સજ્જન જનને મનસુખદાયી શાન્તિનો અનુભવ થાઓ શાન્ત જીવો આધિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત બનો મુક્ત બનેલા પુરુષોત્તમ આ સકલ વિશ્વને મુક્ત કરો. - 'મારા મનની વાત છેલ્લા ઘણા સમયથી જોનારને ખ્યાલ આવે તેમ છે કે મીડીયામાધ્યમના કારણે ગણો કે અમેરિકાના વાયરસના કારણે ગણો, બધા ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. તેવા વાવાઝોડામાં આરતિ ઉતારવાની છે. એટલે કે વર્તમાન કાળમાં ધર્મતત્ત્વને વળગી રહેવાનું છે. સત્તત્ત્વ સાથે અનુસંધાન સાધી રાખવાનું છે. (3) પેથડકુમાર ચરિત્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ તે માટે મને તુર્ત સૂઝે છે તે એ છે કે ઉત્તમ પુરુષનાં ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે. તો પોતાની જાતને બદલવા માટે રોલ મોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર રસાળ અને પ્રસંગોથી અસરકારક હોવું જોઈએ. તેવાં ત્રણ ચરિત્રો (ઘણાં ચરિત્રો છે તેમાંથી) તો પ્રત્યેક શ્રાવકના ઘેર હોવાં જ જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર. કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ ચરિત્રોમાંથી થાય છે. એ ત્રણ પૈકીનું એક શ્રી પેથડકુમાર ચરિત્ર અહીં સહેજ મોટા અક્ષરમાં આપવામાં આવે છે. તમામ જૈનોના ઘેર આ પુસ્તક હોવું જોઈએ. ખરીદવાની શક્તિ ન હોય તેઓને અન્ય રસિક સંપન્ન આત્માઓ ભેટ આપે પણ આવાં ચરિત્રોનું વારંવારનું વાંચન જે આજે ઉત્તમ આલંબન બનશે. તેથી આ ચરિત્રનું વાંચન ઘરના બધા સભ્યોને એક સાથે બેસાડીને પણ કરી શકાય અને તે ઉપાય શ્રેષ્ઠ છે. વળી ચોક્કસ કારગત નીવડે તેવો છે. ભણેલા જાતે વાંચે. ઘરમાં વંચાવે. આવનાર મહેમાનને ભેટ આપે. પુસ્તકની કિંમત પણ બધાને પરવડે તેવી છે. તો જરૂર આનો લાભ ઉઠાવજો. અંધેરી પૂર્વ અષાઢ સુદિ - ૩ વિ.સં. ૨૦૬ ૪ પેથડકુમાર ચરિત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ હંકારી જાત ચરિત્રમાંથી નીપજતો હોય લાખથી ઐતિહાસિક કથાઓમાં આ ચરિત્રમાં વર્ણવવામાં આવેલ દેદાશા, પેથડશા અને ઝાંઝણશાની ત્રિપુટીએ જે ધર્મસંઘનાં કાર્યો કર્યા તે અદ્ભુત છે. શ્રી દેદાશાહ કે પેથડકુમારના જીવનનું ઉત્થાન શ્રી નાગાર્જુનથી આ. શ્રી ધર્મઘોષસૂરિજીથી જ થયું છે તે આ ચરિત્રમાં આવે છે. કર્મના ઉદયના કારણે પેથડ અને પ્રથમિણી જીવનના પ્રારંભના જ તબક્કામાં અકિંચન બની ગયા છતાં સત્ત્વ કેટલું દૃઢ છે કે કોઈ પણ પાઈની મદદ પણ સ્વીકારતા નથી. વિમલશ્રી-જેઓ પેથડકુમારનાં માતા હતાં તેઓ રોજ સવારે દેરાસર પ્રભુનાં દર્શન કરી ગુરુ મુખે પચ્ચકખાણ લઈ ઘેર આવે ત્યાં સુધીમાં સવાશેર સોનાના સિક્કા આપતાં હતાં. તેથી એ નિત્યદાનથી સમૃદ્ધ થયેલા ઘણા આત્માઓ રાત્રે એ સોનામહોર આપવા આવતા પણ કોઈનું કશું સ્વીકારતાં નહીં. ઔચિત્યના સંસ્કાર કેવા પ્રબળ હશે કે માંડવગઢમાં પ્રવેશ કરતી વખતે કાળો નાગ અને કાળી ચકલી જોઈને પગ માંડતાં ખચકાયાં તો એક રાજસ્થાનવાસી ભાઈએ કહ્યું કે તુર્ત પ્રવેશ કરો, રાજા તો નહીં હવે મંત્રી બનશો. આવું શુભ કહેનારને કાંઈક આપવું જોઈએ માટે ઉપરણાના ગજવામાં ખાંખાખોળા કરીને એક સોપારી આપે છે. આપવા માટે મનુષ્યનો અવતાર છે. આવી ઘણી બોધદાયક વાતો આ ચરિત્રમાં છે. તેને વાગોળવાથી આપણા જીવનમાં તે ગુણ દાખલ થાય છે. (5) પેથડકુમાર ચરિત્ર Page #7 -------------------------------------------------------------------------- ________________ શાસનસમર્પિત પુણ્યાત્મા પેથડશા પૂજ્ય ગુરુમહારાજના સમાગમ પછી, તેઓના વચન ઉપર અનન્ય શ્રદ્ધા રાખવાથી અને તેઓના ઉપદેશ મુજબ વર્તન કરવાથી મનુષ્ય કેટલે સુધીની પ્રગતિ સાધી શકે છે તેમજ આદર્શ જીવનનાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે, તેનો આબેહૂબ ચિતાર એટલે ‘સુકૃતસાગર’ કાવ્ય. શ્રી રત્નમંડન ગણિ મહારાજે રચેલા આ ગ્રન્થનું નામ જ એવું છે કે, એ સાંભળતાં આપણને એ સમજતાં સહેજ પણ વાર નથી લાગતી કે, સાગરરૂપ આ ચરિત્રમાં કેટકેટલીયે સુકૃત સરિતાઓનો અપૂર્વ સંગમ થયો હશે. ઘણું જ ઉદાત્ત અને આદર્શરૂપ છે આ ચરિત્ર. એમાં વર્ણવાયેલા એકેએક પ્રસંગો એવા ચોટદાર છે કે, એ વાંચતાં-સાંભળતાં શ્રી દેદાશા, પેથડશા અને ઝાંઝણશા-એ ધર્માત્મા ત્રિપુટીમાં રહેલા ઉદારતા, શાસનભક્તિ, ધર્મનિષ્ઠા અને અપૂર્વ સમયસૂચકતા વગેરે મહાન ગુણોની ઝાંખી થાય છે. આ ગ્રન્થમાં રત્નત્રયીસમા પિતા, પુત્ર અને પૌત્ર એ ત્રણે નરરત્નોના જીવનપ્રસંગોનું વર્ણન આપવામાં આવેલું હોવા છતાં, મુખ્યપણે, પુણ્યાત્મા પેથડશાનું જીવનચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એટલે આ સુકૃતસાગરને ‘પેથડકુમાર ચરિત્ર’ના નામે પણ ઓળખવામાં આવે છે. પેથડકુમાર ચરિત્ર (6) Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજની હીરાપારખુ દૃષ્ટિએ ચીંથરેહાલ પેથડમાં કેવું યે નૂર નિહાળ્યું હશે કે માત્ર વીશ રૂપિયા જેવી રકમનુ પરિગ્રહપરિમાણવ્રત લેવા તૈયાર થયેલા એ પુરુષને લાખ સુધીની મર્યાદા રાખવાનું સૂચન કર્યું. તે સમયે પેથડને એવી કલ્પના પણ કયાંથી હોય કે ધર્મપસાયે લક્ષ્મીની અપૂર્વ મહેર પોતાની ઉપર ઊતરવાની છે ! ભીમ શ્રાવકે સ્વીકારેલ બ્રહ્મચર્યવ્રતની ખુશાલી નિમિત્તે પેથડશાને પહેરામણીરૂપે મોકલેલ મડી (પૂજાની જોડ)ને પહેરવાને બદલે ચંદનના છાંટા નાંખી તેની પૂજા કરતાં જોઈ તેમનાં ધર્મપત્ની પ્રથમણીએ જ્યારે એમને એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેના જવાબમાં પોતે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર નથી કર્યો એ કારણ જણાવ્યું. એ વખતે પ્રથમિણીએ કરેલા આહ્વાનને સહેજ પણ ખચકાટ કે વિલંબ વગર સ્વીકારી, બત્રીશ વર્ષની ભરયુવાન વયે, ઉમંગભેર, બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરનાર એ નરવીરમાં સાચે જ અપૂર્વ વિષયવિરાગ, દૃઢ મનોબળ, ધર્મનિષ્ઠા અને બીજાને અનુકૂળ થઈને કાર્ય કરવાની વૃત્તિનાં આપણને આહ્લાદકારી દર્શન થાય છે. આ પુસ્તકને બે ઘડી મોજ માટે કે ઊંઘ લાવવા માટે વંચાતી કે સંભળાવાતી કથારૂપે વાંચવાથી ખાસ લાભ થવા સંભવ નથી. પણ ‘આના વાચન-શ્રવણથી મને મારા જીવનમાં ઉપયોગી થાય એવી ઘણી વાતો જાણવા મળે તેમ છે'–એવી ગુણગ્રાહક દૃષ્ટિથી એને સમજી પેથડકુમાર ચરિત્ર (7) Page #9 -------------------------------------------------------------------------- ________________ વાંચવા-વિચારવા અને શક્યપણે જીવનમાં ઉતારવા ભલામણ છે. આ પુસ્તકમાં આવતાં પાત્રોમાંથી જેને જે પસંદ પડે તે પાત્રને નજર સમક્ષ રાખી વાંચકો પોતાના જીવનને તે રીતે ઘડવા તૈયાર થશે તો લેખક, સંપાદક અને સહાયક -એ સૌનો શ્રમ સાર્થક થયો ગણાશે. સંપાદક મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ આપણા ગ્રન્થભંડારોમાં છુપાયેલાં આવાં બીજાં પણ ચરિત્રરત્નોને બહાર કાઢી, બુદ્ધિની સરાણે ચડાવી સુંદર પહેલ પાડી વિશ્વના અલંકારરૂપ બનાવે એ જ આશા સાથે. દશા પોરવાડ સોસાયટી, –વિજય હેમચન્દ્રસૂરિ પાલડી, અમદાવાદ -૩. ચૈત્ર સુદ-૯ પેથડકુમાર ચરિત્ર (8) Page #10 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री शंखेश्वर पार्थनाथाय नमः ॥ सदा स्तुवे श्रीगुरुनेमिसूरि सूरि तथा श्रीविजयामृताह्वम् । પ્રસ્તાવના (બીજી આવૃત્તિ પ્રસંગે) ચરિત્રવાચનનો લાભ માનવના જીવનમાં રહેલી અનેક સુષુપ્ત શક્તિઓને જાગૃત કરનારાં અને એ શક્તિને અવળે માર્ગે વપરાતી અટકાવીને સવળે માર્ગે દોરનારાં જે અનેક સાધનો છે, તેમાં આદર્શ પુરુષોનાં જીવનચરિત્રો અથવા જીવનપ્રસંગોનું પણ એક આગવું સ્થાન છે. તેથી જ લોકોત્તર શ્રી જિનશાસનમાં ગુણની પૂજાનો ઘણો મહિમા ગવાયો છે; તે ગાનને ગુણિયલ બનવાનો માર્ગ કહેવામાં આવ્યો છે. ગુણપ્રાપ્તિમાં અવરોધક જે માત્સર્ય છે, તે ગુણાનુરાગ પ્રકટતાં દૂર થાય છે અને જે ગુણનું કીર્તન વારંવાર કરીએ તે ગુણ પોતામાં પ્રગટે છે. સ્વયં તીર્થંકર પરમાત્માએ પણ શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘમાં જે જે ગુણવંત વ્યક્તિ હોય તેના ગુણની ઉપબૃહણાઅનુમોદના કરી છે અને એમ કરીને અન્ય જીવોને તે ગુણ પ્રત્યે બહુમાન જન્માવ્યું છે. વળી આરાધનાના પાયામાં જે ત્રણ વસ્તુઓ જ્ઞાની પુરુષોએ (9) પેથડકુમાર ચરિત્ર • • • • • • • • • • Page #11 -------------------------------------------------------------------------- ________________ બતાવી છે તેમાં સુકૃત અનુમોદનાનો સમાવેશ ખાસ કર્યો છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિમાં અલ્પ પણ ગુણનું દર્શન થાય ત્યારે હૈયે પ્રમોદ ભાવ પ્રગટાવવાનુ કહ્યુ છે અને જ્યાં ગુણ સાંભળવા મળે ત્યાં એ સાંભળીને રાજી થવાનું કહેવામાં આવે છે. ૧ ગુણવાનોનાં ચરિત્રો ઇતિહાસ-પ્રસિદ્ધ જે જે મહાન વ્યક્તિઓએ લોકોપકારક અને શાસનપ્રભાવક કાર્યો કર્યાં અને પોતાના જીવન દ્વારા તે કાળના જનસમુદાયમાં એક ઉત્તમ જીવનનો ઉચ્ચ આદર્શ રજૂ કર્યો, તે તે વ્યક્તિઓનાં જીવનપ્રસંગો અથવા જીવનચરિત્રોના આધારે સમયે સમયે ઘણાં કાવ્યો, નાટકો, કથાગ્રંથો રચાયેલાં મળે છે. અને આવા તે પ્રસંગો ઔપદેશિક ગ્રંથોમાં પણ દષ્ટાંતરૂપે સચવાયેલા મળે છે. જેન ન શ્રમણ પરંપરામાં કથાસાહિત્યનો પ્રકાર વિપુલ પ્રમાણમાં ખેડાયેલો છે; તેમાં પણ ચરિત્રગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. મૂળ આગમમાં સાતમા અંગસૂત્ર ઉપાસક દશાંગમાં પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના આનંદ-કામદેવ વગેરે દશ શ્રાવકોનાં જીવનની ઘટનાનું ધર્મપ્રેરક નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પછીનાં ઉપાંગ સૂત્રોમાં પણ શંખ, શતક વગેરે શ્રાવકોનું અને જયંતી, સુલસા વગેરે ૧. (૧) ધાર્યો રાનો મુળનવેપિ અધ્યાત્મસાર, પ્ર૦ ૭, અ૦ ૨૦. (૨) ઘોડલો ગુણ પણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે. —અમૃતવેલી સજ્ઝાય. (10) પેથડકુ માર ચરિત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકાઓનું વર્ણન આવે છે. બારમા સૈકાથી તો પરમાતું રાજા કુમારપાળ વગેરે નામાંકિત રાજવીઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓનાં જીવનચરિત્રો, જીવનપ્રસંગો અનેક ગ્રંથોમાં દૃષ્ટાંતરૂપે સચવાયેલા અથવા સ્વતંત્ર ચરિત્રરૂપે રચાયેલાં પણ મળે છે. વળી આ જ વિષયમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં રચાયેલાં પ્રબંધ, રાસા અને ઢાળિયાં પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ઓપદેશિક ગ્રંથોમાં પેથડકુમાર પ્રસ્તુત મહામાત્ય પેથડકુમાર, એમના પિતા દેદાશાહ અને સુપુત્ર ઝાંઝણકુમારના જીવનપ્રસંગો અનેક ઔપદે શિક ગ્રંથોમાં સંક્ષેપ કે વિસ્તારથી મળે છે. તેમાં મુખ્યત્વે ઉપદેશતરંગિણી, ઉપદેશસપ્તતિ, અને ઉપદેશસારમાં જે પ્રસંગો લખાયેલા છે તેનો આધાર આ સુકૃતસાગર' કાવ્ય છે. આ સુકૃતસાગરને મંત્રીશ્વર પેથડકુમારનું જીવનચરિત્ર કહેવું જોઈએ. જોકે પેથડકુમારના પિતા દેદાશાહનું જીવન પણ આમાં આવે છે, પણ તે તો દેદાશાહના ઉત્તર જીવનના-સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ, કુંકુમલોલશાળાનું નિર્માણ, સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ વગેરે-પ્રસંગોના વર્ણન પૂરતું જ છે. વળી આમાં શ્રી ઝાંઝણકુમારના સત્કાર્યનું જે વર્ણન મળે છે તે પણ એમના સિદ્ધગિરિજીના મહાન્ યાત્રાસંઘ, ગુજરાતરાજ્યવાત્સલ્ય વગેરે પ્રસંગોને જ આવરી લે છે. મતલબ કે દેદાશાહના ઉત્તર જીવન અને ઝાંઝણકુમારના પૂર્વ જીવનના કેટલાક પ્રસંગો પણ આ કાવ્યમાં (11) પેથડકુમાર ચરિત્ર Vain Education International Page #13 -------------------------------------------------------------------------- ________________ નોંધવામાં આવ્યા છે. જ્યારે પેથડકુમારના જન્મથી લઈને એમના સ્વર્ગવાસ પર્યન્તના સંપૂર્ણ જીવનનું વર્ણન આમાં મળે છે. એટલું ખરું કે આ ‘સુકતસાગર' છે તેથી આમાં મુખ્યત્વે એમનાં શાસનધર્મ-પ્રભાવક સુકૃત્યોની નોંધ મળે છે અને એ સ્વાભાવિક છે. આ ચરિત્રના રચયિતા શ્રી રત્નમંડન ગણિના મનમાં પેથડકુમારે કરેલાં સુકૃત્યોની આદરભરી ઊંડી છાપ પડી છે તે ચરિત્ર વાંચતાં જણાઈ આવે છે. એને લીધે આ ચરિત્રનું નિરૂપણ પ્રાસાદિક, રોચક અને જીવંત થયું છે એ વાતની પ્રતીતિ તો આજે પણ તે વાંચનારને થયા વિના રહેતી નથી. વળી ચરિત્રકાર એક અચ્છા ઉપદેશકાર હોય તેમ લાગે છે. તેઓએ રચેલ ઉપદેશતરંગિણી' જોઈએ તો આપણને એમ લાગે છે કે તેઓની પાસે દૃષ્ટાંતોનો ભંડાર છે. રજૂઆતની શબ્દલાઘવી-કળા પણ તેમને હસ્તગત છે. આ ચરિત્ર આઠ તરંગોમાં વહેચાયેલું છે. સુકૃતસાગર : ઇતિહાસના અજવાળે મંત્રીશ્વર પેથડકુમાર ઐતિહાસિક વ્યક્તિ છે, તેથી વાચકોને તેમના સત્તા-સમય વગેરેની જિજ્ઞાસા થવાની જ ૧. પેથડકુમાર ક્યારે થયા ? ૨. ધર્મઘોષસૂરિજીનો સત્તાસમય કયો ? ૩. દેવગિરિ (દૌલતાબાદ)નું ભવ્ય જિનાલય ક્યારે બંધાયું? • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર (12) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪. ચરિત્રકાર શ્રી રત્નમંડન ગણિએ આ ગ્રંથની રચના ક્યારે કરી ? ૫. દેવગિરિ (દોલતાબાદ)ના દેરાસરનું રૂપાંતર ક્યારે થયું? – આવા પ્રકારના પ્રશ્નો ઊપજે તે સ્વાભાવિક છે. તે પ્રશ્નોના ઉત્તર મેળવવા જે થોડી શોધખોળ થઈ શકી તેનું તારણ આ પ્રમાણે છે : ૧. વિ. સં. ૧૨૮૦ આસપાસ પેથડકુમારનો જન્મ અને વિ. સં. ૧૩૩૫ પછી અને વિ. સં. ૧૩૪૦ પહેલાં એમનો સ્વર્ગવાસ ઘટે છે. ૨. વિ. સં. ૧૩૫૭માં આચાર્ય ધર્મઘોષસૂરિજીનો સ્વર્ગવાસ. એટલે પેથડકુમાર અને ઝાંઝણકુમાર એ બન્નેને આ સૂરિજીની નિશ્રાનો લાભ મળ્યો હતો. ૩. દેવગિરિનું દેરાસર વિ. સં. ૧૩૩૫માં બંધાયું. ૪. ચરિત્રકાર શ્રી રત્નમંડન ગણિએ આ ચરિત્રને અંતે આપેલી પ્રશસ્તિમાં એના રચનાસંવતનો ઉલ્લેખ કર્યો નથી. પણ ઉપદે શતરંગિણીનો રચના સંવત ૧૫૧૭ મળે છે તેથી તે અરસામાં આ ગ્રંથ રચાયો હોય તેમ અનુમાન થઈ શકે છે. પ. દેવગિરિના દેરાસરના રૂપાંતરની વિગત માટે આ પુસ્તકની પુરવણી ૪ જોવી. પેથડકુમાર ચરિત્ર • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • (13) Page #15 -------------------------------------------------------------------------- ________________ કાવ્યના કર્તા શ્રી રત્નમંડન ગણિ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદરસૂરિના પટધર રત્નશખરસૂરિના શિષ્ય નંદિરત્નના શિષ્ય પં. શ્રી રત્નમંડન ગણિએ (જે ઓ આગળ જતાં આચાર્ય શ્રી રત્નમંડનસૂરિજીના નામે પ્રસિદ્ધ થયા એમણે) સંસ્કૃત ભાષામાં ઘણા ગ્રંથો રચ્યા છે. આ “સુકૃતસાગરના સંબંધમાં એક વિચાર એ આવે છે કે, આ કાવ્યની રચના થઈ અને પેથડ-ઝાંઝણનો સ્વર્ગવાસ થયો તે પછીના વચગાળાના સમયમાં પેથડ-ઝાંઝણના પ્રસંગો વર્ણવતી નાની-મોટી કોઈક પણ કૃતિ રચાઈ હોવી જોઈએ કે જેના આધારે આ “સુકૃતસાગર'ની રચના થઈ હોય એવો સંભવ છે. જોકે આ વિચારનો કોઈ આધાર નથી–આ તો માત્ર કલ્પના જ છે અને એનું કારણ એ છે કે અનેક ઘટનાથી સભર એવા જીવનની સળંગ-રે માહિતી માત્ર જનતાની દંતબત્રીશીએ સવાસોથી વધુ વર્ષ સુધી કેવી રીતે અને કેવા રૂપમાં જળવાઈ શકે ? આ ચરિત્રમાં પેથડકુમારના જીવનની વ્યવસ્થિત અને સળંગ માહિતી મળે છે તેથી આવું અનુમાન કરવાનું મન થાય છે. બીજી વાત એ પણ છે કે, સુકૃતસાગરની રચના પહેલાંની ઔપદે શિક રચનાઓમાં પેથડના પ્રસંગો જોવા નથી મળતા. આ ચરિત્રમાં દેદાશાહ, પેથડકુમાર અને ઝાંઝણકુમારના સદ્ ભાવપ્રેરક પ્રસંગો વર્ણવાયા છે. પેથડકુમાર ચરિત્ર (14) Page #16 -------------------------------------------------------------------------- ________________ પરિમાર્જન વિ. સં. ૨૦૩૩માં આ ‘સુકૃતસાગર' (ગુજરાતી) પ્રકાશિત થયું ત્યારે તેની પ્રસ્તાવનામાં મંત્રીશ્વર પેથડે આબૂ ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખ્યું હતું અને તે હકીકતના સમર્થનમાં એક શિલાલેખનો શ્લોક પણ આપ્યો હતો; અને પંદરમા શતકની શરૂઆતમાં પેથડરાસની-પેથડના જીવનપ્રસંગો વર્ણવતી ગુજરાતી રાસકૃ તિ રચાયાની વાત પણ લખી હતી. પણ આ આવૃત્તિ તૈયાર કરતી વખતે ઐતિહાસિક સાધનોનું ઝીણવટથી અવલોકન કરતાં જણાયું કે, આબૂ ઉપર જીર્ણોદ્ધાર કરાવનાર અને પેથડરાસમાં જેનાં સુકૃતોનું વર્ણન કરવામાં આવ્યું છે તે પેથડ આ દેદાશાહના પુત્ર પેથડકુમારથી જુદા છે. એકસરખા નામની-પેથડ નામધારી-વ્યક્તિ ચૌદમા-પંદરમા સૈકામાં ત્રણથી વધારે નોંધાઈ છે. પુનઃપ્રકાશનનું સંસ્કરણ આ “સુકૃતસાગર’ મૂળ સંસ્કૃત ચરિત્ર વિ. સં. ૧૯૭૧માં ભાવનગરની શ્રી જેન આત્માનંદ સભાએ પ્રકાશિત કર્યું હતું, જેનું સંપાદન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજે કર્યું હતું. તે પ્રત જીર્ણ થઈ જતાં અને તેની પ્રાપ્તિ મુશ્કેલ બની ગઈ તેથી તે મૂળ ચરિત્રનું પ્રકાશન ઉપયોગી પરિશિષ્ટો આપવા સાથે સંપાદિત કરી વિ. સં. ૨૦૩૨માં અંધેરી ગુજરાતી જૈન સંઘ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર પણ જેન આત્માનંદ સભા પેથડકુ માર ચરિત્ર (15) Page #17 -------------------------------------------------------------------------- ________________ દ્વારા જ વિ. સં. ૧૯૮૬માં પ્રકાશિત થયું હતું. ઘણાં વર્ષોથી તે આવૃત્તિ સુલભ ન હતી અને અનેક સુજ્ઞ વાંચકો દ્વારા તેની વારંવાર માંગણી થતી હતી, તેથી તેમાં સામાન્ય ભાષાકીય સુધારો કરીને તેનું પ્રકાશન વિ. સં. ૨૦૩૩માં થયું હતું. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ “સુકૃતસાગર'ના ગુજરાતી ભાષાંતરની આવૃત્તિ ખપી ગઈ અને છતાં તેની માંગ થતી રહી. એટલે શ્રી પેથડકુમારના જીવનચરિત્રની અનેક વિશેષતાઓના કારણે વાચકોને તે વારંવાર વાંચવું ગમે તેવું હોવાથી તેની બીજી આવૃત્તિ કરવાનું હાથ ધર્યું વાચકોના હાથમાં ઉચ્ચ વાચન જ્યારે વાચકોની વાચનભૂખ દિવસે દિવસે ઊઘડતી જાય છે ત્યારે વાચકોના હાથમાં આવું જીવનના ઉમદા આદર્શો રજૂ કરતું સુવાચ્ય વાચન આપવામાં આવે તે આનંદદાયક બીના ગણાવી જોઈએ; અને ઉચ્ચ આદર્શલક્ષી એ વાચનસચિને વખાણવી જોઈએ અને વધાવવી જોઈએ. ' આ વખતે પરિશિષ્ટમાં પેથડનિર્મિત દૌલતાબાદના મંદિરના ઇતિહાસની સારી સામગ્રી આપવામાં આવી છે, જેથી એ દેરાસરના ઇતિહાસ ઉપર સારો પ્રકાશ પડે છે. આ પ્રકાશનમાં સહૃદય સજ્જન શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈનો સારો સાથ-સહકાર મળ્યો છે અને તેઓની સંપાદન-મુદ્રણ અંગેની પેથડકુમાર ચરિત્ર (16) • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-સમજનો પણ લાભ આ પ્રકાશનને મળ્યો છે. વિ. સં. ૨૦૩૩માં જે આવૃત્તિ પ્રકાશિત કરી હતી તેમાં જે પ્રસ્તાવના લખી હતી તેની ઉપયોગી વિગતો આ પ્રસ્તાવનામાં આવી જતી હોવાથી એ પ્રસ્તાવના આ આવૃત્તિમાં નથી આપી. આ ચરિત્રના વાચનથી અનેક જીવો પોતાના જીવનને અનેક સુકૃતોથી ભર્યું ભર્યું બનાવો એવી શુભ અભિલાષા સાથે— ફાગણ સુદિ તેરસ, વિ. સં. ૨૦૩૬ જૈન ઉપાશ્રય, ઓપેરા સોસાયટી, પાલડી, અમદાવાદ– ૭. (17) પૂજ્યપાદ આચાર્યપ્રવરશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પાદપદ્મરેણુ મુનિ પ્રદ્યુમ્નવિજય ગણિ પેથડકુમાર ચરિત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ રિસાદ . E છે. કાર પરમપૂજ્ય મુનિરાજ (પિતા મુનિશ્રી) શ્રી હીરવિજયજી મહારાજ Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૧ મંગલ ઉપક્રમ ૨ શ્રેષ્ઠી દેદાશાહનો વંશ અને પેથડનો જન્મ ૩ કનકગિરિ દે પ્રબંધ ૪ દેદાશાહે નિર્માણ કરેલી કુંકુમલોલશાળા ૫ વિમલશ્રી સુપ્રભાતમ્ અનુક્રમણિકા વિષય પહેલો તરંગ ૧ લાવણિકનો વેપાર ૨ ચિત્રાવેલીની પ્રાપ્તિ ૩ ઘીનો વેપારી પેથડ ૧ ઝાંઝણનો જન્મ ૨ વિમલશ્રીનો સ્વર્ગવાસ ૩ દેદાશાહનો સ્વર્ગવાસ ૪ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ ૫ ચણોઠી અને સુવર્ણનો સંવાદ ૬ પેથડનો પરિગ્રહ-પરિમાણવ્રત-સ્વીકાર ૭ પેથડનો માંડવગઢમાં પ્રવેશ (19) બીજો તરંગ ત્રીજો તરંગ પૃષ્ઠ ૧-૨૮ ૧ ૪ ८ ૧૭ ૨૩ ૨૯-૪૮ ૨૯ ૩૧ 33 ૩૫ ૩૯ ४० ૪૫ ૪૯-૭૧ ૪૯ ૪૯ ૫૦ પેથડકુમાર ચરિત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય ૪ પેથડની પ્રજોપકારિતા પ પેથડના સમકિત મોદકો ૬ પેથડના ભાગ્યની પરીક્ષા ૭ પેથડનો સુવર્ણ સિદ્ધિ-પ્રયોગ ચોથો તરંગ ૭૨-૯૯ ૧ ચોરાશી ચૈત્યોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર ર આ. શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશોત્સવ ૩ માંડવગઢમાં શત્રુંજયાવતાર અને બીજાં વ્યાશી જૈનમંદિરોનું નિર્માણ ૪ દેવગિરિમાં જિનપ્રાસાદનું નિર્માણ ૫ પેથડની નિરહંકારિતા ૬ ઘોડાની ખરીદી ૭ દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય પાંચમો તરંગ ૧૦૦-૧૨૪ ૧ બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર અને રાણી લીલાવતીનો નવકારજાપ ર ભીમ શ્રેષ્ઠીએ મોકલેલી મડી ૧૦૦ ૩ મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર ૧૦૩ ૪ રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ ૧૦૭ પ લીલાવતી રાણીનો આપઘાતનો પ્રયત્ન ૧૧૧ પેથડકુમાર ચરિત્ર ૧OO (20) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ક્રમાંક વિષય પૃષ્ઠ ૬ રાણી લીલાવતીનો નવકાર-જાપ અને તેનું ફળ ૧૧૨ ( ૭ રાજહસ્તીનો ઉન્માદ ૧૧૩ ૮ રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન ૧૧૯ છઠ્ઠો તરંગ ૧ ૨૫-૧૪૧ ૧ રાજ્યમાં સપ્તવ્યસન-નિવારણની ઉદ્ઘોષણા ૧૨૫ ૨ ઠગની ધૂર્તતા ૩ ચોરને પકડવાનો પ્રયત્ન ૧૩૪ સાતમો તરંગ ૧૪૨-૧૫૯ ૧ ગિરનારની તીર્થમાળ અને આગમનું શ્રવણ-લેખન આદિ ૧૪૨ ૨ બે તીર્થોની યાત્રાનું ફળ ૧૪ર ૩ શ્વેતાંબર સંઘપતિનો વિજય ૧૪૫ ૪ પેથડ મંત્રીની પુસ્તક-પૂજા ૧૫) ૫ પેથડ મંત્રીની દેવપૂજા ૧૫ર ૬ પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટેની પદ્ધતિ ૧૫૭ ૭ પેથડ મંત્રીની સાધર્મિક ભક્તિ ૧૫૯ આઠમો તરંગ ૧૬૦-૧૯૪ ૧ ઝાંઝણ મંત્રીની વીરતા અને અભુત શાસન પ્રભાવના ૧૬૦ ૨ ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ ૧૬૩ ૩ બને તીર્થોમાં એક ધ્વજાનું દાન ૧૭૪ ૪ ઝાંઝણ મંત્રીએ કરેલું કપૂરનું અર્પણ (21) પેથડકુમાર ચરિત્ર ૧૮૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૃષ્ઠ ૫ ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ ૧૮૨ ૬ ઝાંઝણ મંત્રીએ કેદમાંથી છોડાવેલા છ— રાજાઓ ૧૮૩ ૭ રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય ૧૮૭ ૮ ઝાંઝણ મંત્રીએ સંઘ સાથે ગુજરાતના સમગ્ર લોકોને આપેલું ભોજન માટેનું નિમંત્રણ ૧૯૦ ૯ ઝાંઝણ મંત્રીની તીર્થયાત્રા અને તેની સમાપ્તિ પુરવણી-૧ ૪ શ્રી સોમધર્મ ગણિકૃત (સં. ૧૫0૩) “ઉપદેશ સપ્તતિકા નો સંદર્ભ ૧૯૨ ૧૯૫ પુરવણી-૨ ૪ પેથડકુમારે બંધાવેલાં મંદિરોની નામાવલિ ૨૦૦ પુરવણી-૩ $ “સુકૃતસાગર’માં આવતા પ્રાસંગિક સુભાષિત શ્લોકો ૨૦૨ પુરવણી-૪ દેવગિરિના જિનપ્રાસાદના અવશેષો ૨૧૩ પેથડકુમાર ચરિત્ર (22) Page #26 -------------------------------------------------------------------------- ________________ ༤ ༤༤ મંત્રીશ્વર પેથડકુમાર તથા ઝાંઝણકુમારનું ર્યાત્ર • Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ પહેલો તરંગ મંગલ ઉપક્રમ પલ્લવ (નવાંકુર), કેસર, પાંદડાં અને ભમરાઓ વડે દેખાતાં કલ્પવૃક્ષોની જેમ પાંચ પરમેષ્ઠીઓ તમારું ઈચ્છિત કરો ! હું ધારું છું કે પોતાને નમસ્કાર કરતા મનુષ્યોને વિદ્યાનાં બીજ આપવા માટે તૈયાર થયેલી જે સરસ્વતી દેવી પોતાના હાથમાં અક્ષમાળા(નવકારવાળી)ના બહાનાથી વિદ્યાનાં બીજને જ ધારણ કરે છે, તે સરસ્વતી દેવી અમારું રક્ષણ કરો ! શ્રી સોમસુંદરસૂરિ નામના આચાર્યની પાટરૂપી ઉદયાચળ પર્વત ઉપર સૂર્યના જેવા તેજસ્વી શ્રી રત્નશેખરસૂરિ નામના આચાર્ય જયવંતા વર્તે છે -શોભે છે. - શિષ્યોના હૃદયરૂપી સુંદર પેટીઓને ઉઘાડવાની નિપુણતાને ધારણ કરનારી શ્રી નંદિરત્ન નામના ગુરુની વાણી સરલ કુંચીની જેવી શોભે છે તે આશ્ચર્ય છે. ૧. જેમ કલ્પવૃક્ષ-પુષ્પાદિક પાંચ અવયવ વડે શોભે છે, તેમ અહીં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચ અવયવ વડે પરમેષ્ઠીપદ શોભે છે એમ જાણવું. ૨. વાંકી કૂંચીથી જ પેટી વગેરે ઊઘડી શકે છે, છતાં અહીં ગુરુની વાણી સરલ હોવાથી કૂંચીને સરળ કહી છે તે આશ્ચર્ય છે. ૧ મંગલ ઉપક્રમ Page #29 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યોનો અલંકાર લક્ષ્મી છે, અને લક્ષ્મીનો અલંકાર દાન છે. તે દાન જો પાત્રને અપાયું હોય તો તે અનંત ફળને આપનારું થાય છે. તે વિષે કહ્યું છે કે – “મૂઢ માણસ પોતાના શરીરના ઉપભોગમાં ધનનો વ્યય કરે છે અને ચતુર પુરુષ પાત્ર માટે ધનનો વ્યય કરે છે. શરીર વડે જેનો ઉપભોગ કરવામાં ન આવે અને પાત્રને જેનું દાન દેવામાં ન આવે, તેવું જડ પુરુષનું ધન ખાતર વડે જાય છે -ચોર વગેરે લૂંટી જાય છે.” (૧) * પાત્રના ગુણોથી રહિત એવી ગણિકા પણ નામમાત્રથી પાત્ર કહેવાય છે, પરંતુ જે નામ પ્રમાણે ગુણવાન હોય તેને જ સત્પરુષોએ પાત્ર કહ્યું છે. પાત્ર શબ્દનો અર્થ આ પ્રમાણે કહેલો છે : “પા” એવા અક્ષરથી પાપ અને ‘ત્ર' અક્ષરથી ત્રાણ એટલે રક્ષણને કરનાર કહેવાય છે. આ (પા+ત્ર) બે અક્ષર ભેગા થવાથી પાત્ર શબ્દ બને છે એમ પંડિતો કહે છે. (પાપથી જે રક્ષણ કરે તે “પાત્ર” કહેવાય છે. (૨) પંડિત પુરુષો પાત્રના બે પ્રકાર કહે છે : સ્થાવર પાત્ર અને જંગમ પાત્ર. તેમાં પુરયને માટે જે પ્રાસાદ -ચૈત્ય અને પ્રતિમા વગેરે આ રીતે અંકવાળા પેરા આ ચરિત્રમાં આવતાં સુભાષિતોનું ભાષાંતર છે. તેના મૂળ લોકો પાછળ પરિશિષ્ટમાં ક્રમશઃ આપેલ છે. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ . કરાવવું તે સ્થાવર પાત્ર કહેવાય છે, અને જે અધિક જ્ઞાનવાન હોય, તપ વડે કૃશ થયેલ હોય, મમતા રહિત હોય, અહંકાર રહિત હોય તથા સ્વાધ્યાય અને બ્રહ્મચર્ય વગેરેથી યુક્ત હોય, તે જંગમ પાત્ર કહેવાય છે. સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન છે લક્ષ્મી અરિહંત વગેરે પાત્ર માટે કૃતાર્થ કરવામાં ન આવે-વાપરવામાં ન આવે-તે લક્ષ્મીને અલક્ષ્મી (અળસ) જ માનવામાં આવી છે. કહ્યું છે કે – ‘‘જેમ સર્વ પ્રકારના મેઘનું જળ ધાન્યરૂપ સંપત્તિને કરનારું થાય છે, તેમ સર્વ પ્રકારનું દાન ભોગરૂપ લક્ષ્મીને આપનારું થાય છે; પરંતુ સ્વાતિ નક્ષત્રનું જળ જેમ મૌક્તિક (મોતી) રૂપ બને છે, તેમ સત્પાત્રમાં આપેલું દાન મૌક્તિકને (મોક્ષને) આપનારું થાય છે.” (૩) સાત ક્ષેત્રમાં ધનરૂપી બીજને વાવી શ્રદ્ધારૂપી જળ વડે તેને વૃદ્ધિ પમાડી નિયાણાદિકરૂપ ઈતિભયથી રહિત કરવામાં આવે તો તે ધનરૂપી બીજ શસ્યફળને આપે છે; તેથી અનેક રાજાઓનાં ચરિત્રોરૂપી ઉજજવળ મોતીવાળા અને સારા ક્ષેત્રમાં ધનની વૃષ્ટિ કરવાના કારણરૂપ સુકૃતસાગર નામનો ગ્રંથ હું રચું છું. ૧. ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ. ૨. ધાનરૂપી ફળને તથા વખાણવા લાયક મોક્ષરૂપ ફળને. 3. પુણ્યરૂપી સમુદ્ર. મંગલ ઉપક્રમ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી દેદાશાહનો વંશ અને પેથડનો જન્મ માળવા દેશના એક વિભાગમાં નમ્રાટ (નિમાડ) નામે દેશ છે. તે સ્વર્ગની રમણીયતાના આડંબરને જીતનાર છે, તથા તેમાં વસતા લોકો અખંડ સુખને ભોગવે છે. તે દેશમાં જેને શત્રુ-રાજાઓ ન જોઈ શકે તેવી નાંદુરી નામની નગરી છે. તે નગરીની ચારે તરફ ફરતો કિલ્લો લક્ષ્મીના નિધાનની રક્ષા કરવામાં સર્પ જેવો શોભે છે. ત્યાં નમ્રાટ નામનો દેશ, નાંદુરી નગરી, નેમિનાથનું ચૈત્ય, નારાયણ નામનો મંત્રી, નાગિણી નામની ગણિકા, નાગ નામનો શ્રેષ્ઠી, નાગાર્જુન નામનો યોગી વગેરે ઘણા નકારો છતાં પણ ત્યાંના લોકોના મુખમાં કદાપિ દાન દેવા નકાર જણાતો નહોતો. નગરીમાં ઉકેશ નામના વંશમાં મોતી સમાન શ્રીપા નામના શ્રેષ્ઠીના કુળમાં ઉત્પન્ન થયેલો દેદ નામનો વણિક હતો, પરંતુ તે દારિદ્રયનું ઘર હતો. કહ્યું છે કે “દુષ્ટ વિધાતાએ ચંદ્રમાં લાંછન કર્યું છે, લક્ષ્મીમાં ચપળતા મૂકી છે, સમુદ્રનું પાણી ખારું બનાવ્યું છે, ચંદનનાં વૃક્ષો ઉપર સર્પો રાખ્યા છે, પ્રેમી જનોમાં વિયોગ સર્યો છે, નરરત્નોમાં વૃદ્ધાવસ્થા દીધી છે, દેવોનું પણ પતન-ચ્યવન કર્યું છે અને વિદ્વાનોમાં દારિદ્રય મૂક્યું છે. આ રીતે બધી ઉત્તમ વસ્તુને દૂષણના સ્થાનરૂપ બનાવી છે.” (૪) પેથડકુમાર ચરિત્ર Page #32 -------------------------------------------------------------------------- ________________ તે દેદ વણિક વ્યાજે ધન લઈને પાછું આપવાની શક્તિ નહીં હોવાથી, લેણદારોના ભયને કારણે, એકદા જંગલમાં ગયો. કહ્યું છે કે – યક્ષાદિકના ચૈત્યમાં શયન કરવું, અવસર વિના ભોજન કરવું, ખોટું બોલવું- કહેવું, પોતે છુપાઈ જવું, રાત્રિમાં ગમન કરવું, ભાટચારણોનાં વચન સાંભળી સંતાપ-ખેદ પામવા, સંકટમાં પડવું, ખુશામતનાં વચન બોલવાં અને પોતાના માહાભ્યને (માનને) દૂર દેશ કાઢી મૂકવું : જો દુઃખના કારણરૂપ કરજને કાઢવાની ઇચ્છા હોય તો તારે આ સર્વ પાઠને પ્રથમથી જ ભણવાના છે.” (૫) એકદા ભોજ રાજાએ નવા ખોદાવેલા સરોવરમાં આભૂષણોથી અલંકૃત એક મસ્તક પ્રગટ થયું. તેણે “કોણ જીવે છે ? (કોને જીવતો કહેવો ?)” એમ ત્રણ વાર પૂછયું, ત્યારે ધનપાલ કવિએ જવાબ આપતાં કહ્યું: “હે જળચર ! જેને ઘેર પાંચમે કે છઠે દિવસે શાક રંધાતું હોય તથા જે પુરુષ દેવાદાર ન હોય અને પ્રવાસી ન હોય, તે પુરુષ જ જીવે છે. (તેવા પુરુષને જ જીવતો જાણવો.)” તે દેદ વણિકે તે વનમાં નાગાર્જુન નામના યોગીને જોયો. યોગી ઉત્તમ વર્ણવાળા સુવર્ણ અને રૂપાને બનાવવામાં સમર્થ હતો તેમજ આકર્ષણ, વશીકરણ અને કામણ વગેરે વિદ્યાનું ઘર હતો. તે પદ્માસને બેઠેલો હતો. તેણે સ્ફટિક મણિનાં કુંડલ પહેર્યા હતાં. તેની પાસે સુવર્ણનો દંડ હતો અને તેણે આખા શરીરે ભસ્મ ચોળી હતી. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • વંશ અને જન્મ Page #33 -------------------------------------------------------------------------- ________________ આવા વિદ્યાસિદ્ધ પુરુષને જોઈને તે દેદ વણિકે પોતાનું દારિદ્રય નષ્ટ થયું માન્યું અને મેઘને જોઈને મયૂર આનંદ પામે તેમ તે આનંદથી પ્રફુલ્લિત બની ગયો. કહ્યુ છે કે “દેવોનું વરદાન, સિદ્ધ પુરુષોનું દર્શન, ગુરુજન અને રાજાનું સન્માન તથા નષ્ટ થયેલા ધનની પ્રાપ્તિ ઃ આ સર્વ વસ્તુ પુણ્ય વિના મળી શકતી નથી.'' (૬) લેણદારોના ભયથી તે દેદ નગરીમાં ગયો નહીં, તેથી ભોજન કર્યા વિના જ તેણે યોગીંદ્રની સેવા કરતાં ત્રણ દિવસ વીતાવ્યા. તે વખતે તે દેદાશાએ આહારનો ત્યાગ કરી થોડી પણ પ્રશસ્ત સેવા કરી, તેથી તે યોગીંદ્રનું મન તેના પર પ્રસન્ન થયું, કહ્યું છે કે— નેત્ર, ગાય, સારા ખેતરની ધરતી અને શુક્તિ (છીપ) જેવા મનુષ્યો કૃતજ્ઞ એટલે કરેલા ગુણને જાણનારા હોય છે; તથા પર્વત, શરીર, ઊખર ભૂમિ અને સર્પના જેવા મનુષ્યો કૃતઘ્ની એટલે કરેલા ગુણનો ઘાત (વિનાશ) કરનારા હોય છે.'' (૭) તે દેદને કૃપાપાત્ર જાણીને યોગદ્રે કહ્યું, “હે વત્સ ! તું કે મ ભોજન કરતો નથી ?’’ દેદાશાએ પોતાનું સત્ય કારણ તેને જણાવ્યું, કેમ કે આવા યોગી પાસે અસત્ય બોલવું ઠીક નથી. કહ્યું છે કે ‘મિત્રની પાસે સત્ય બોલવું જોઈએ, સ્ત્રીઓની પાસે પ્રિય વચન બોલવું જોઈએ, શત્રુની પાસે જૂઠ્ઠું બોલવું યોગ્ય છે તથા સ્વામીની પાસે સત્ય, પ્રિય અને હિતકારક વચન બોલવું યોગ્ય છે.'' (૮) પેથડકુમાર ચરિત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ તે સાંભળી શક્તિમાન યોગીએ તત્કાળ હુંકાર શબ્દ કરીને ખૂબ ખાંડ અને ઘી સહિતના ખીરનો ભરેલો એક થાળ આકાશ માર્ગે મંગાવ્યો. કહ્યું છે કે - “હે કમલાલી ! ભૂખે પીડાતા મનુષ્યની પાંચ વસ્તુઓ નાશ પામે છે તેમાં શંકા નથી : તેનું તેજ હણાય છે, લજજા ચાલી જાય છે, બુદ્ધિ નાશ પામે છે, સ્વમાન દેશવટો લે છે ને મદન-કામેચ્છા ઢીલી પડી જાય છે.' યોગીએ કહ્યું: “તું આ ભોજન કર.” ત્યારે નિષ્કપટી વણિકે કહ્યું : “તમે મંગાવેલાં અજાણ્યા ઘરના આહારને હું નહીં કરું, કેમ કે સત્પરુષો મોટા સંકટમાં પડ્યા હોય તો પણ તે પોતાના આચારનો ત્યાગ કરતા નથી. છેદ અને ઘસાવાનું કષ્ટ પામ્યા છતાં પણ ચંદન સુંદર સુગંધ જ આપે છે.” તે સાંભળી ‘કોના ઘરેથી આ ખીર લાવ્યો છે ?” – એમ તે યોગીએ પૂછતાં તેના સેવકે અમુક ઘરેથી લાવ્યાનું જણાવ્યું, એટલે તે યોગીએ તે વણિકને કહ્યું : “આ ખીર નાંદુરી નગરીમાં નિવાસ કરતા નાગ નામના શ્રેષ્ઠીની ગોત્રદેવી પાસે ધરેલી હતી તે લાવ્યો છું, તેથી તું ખા.” તે સાંભળી વણિક તે ભોજન કરી તૃપ્ત થયો. પછી કુળ અને આચાર વગેરે ગુણોવાળા તે દેદને સુવર્ણસિદ્ધિનો આમ્નાય આપવાની યોગીને ઇચ્છા થઈ કહ્યું છે કે – જેમ કાચા માટીના ઘડામાં નાંખેલું પાણી તે ઘડાનો વિનાશ વશ અને જન્મ Page #35 -------------------------------------------------------------------------- ________________ કરે છે, તે જ પ્રમાણે અલ્પ આધારમાં એટલે અયોગ્ય પાત્રમાં નાંખેલું સિદ્ધાંતનું રહસ્ય તેનો નાશ કરે છે.” (૯) “મહાપુરુષોને સર્વત્ર ઉપકાર કરવાની ઇચ્છા હોય છે, પરંતુ તે ઇચ્છા પાત્ર માટે કરવી યોગ્ય છે. મેઘ પણ મભૂમિમાં વૃષ્ટિ તો કરે છે, પણ તેમાં તેનો શિથિલ આદર હોય છે - થોડો વરસે છે.” (૧૦) કનકગિરિ દેદ પ્રબન્ધ તે પછી દયાના સાગર એવા યોગી દેદને કહ્યું : “જો તું મારું કહેવું કરે તો હું તારા ઉપર એક ઉપકાર કરું.” ત્યારે વણિકે નમન કરી કહ્યું : ““હે પૂજ્ય ! આવું વચન તમે કેમ બોલો છો ? ઇંદ્ર પણ તમારા વચનને ઉલ્લંઘન કરવાને શક્તિમાન નથી, તો મારા જેવો મનુષ્ય કઈ ગણતરીમાં છે ? પુણ્યથી પામી શકાય એવા તમારા વચનને હું મારા અંતઃકરણરૂપી ઘરમાં રાખીને ઇષ્ટ વસ્તુને આપનાર ચિંતામણિ રત્નની જેમ તેનું નિરંતર આરાધન કરીશ.” યોગીએ કહ્યું: “તું પાત્ર હોવાથી તેને હું સુવર્ણસિદ્ધિ આપવા ઇચ્છું છું. તે પામ્યા પછી તારે કોઈ પણ યાચકને નકાર ભણવા નહીં–ના કહેવી નહીં, કેમ કે વણિક જાતિ હંમેશાં લોભી હોય છે, ૧. મારવાડની ભૂમિ. પેથડકુમાર ચરિત્ર Page #36 -------------------------------------------------------------------------- ________________ તેથી તે કોઈને એક કોડી પણ આપતો નથી. તેવા કંજૂસને સુવર્ણસિદ્ધિ આપ્યાનું શું ફળ ?” કહ્યું છે કે “દેશનો સ્વામી જેના પર પ્રસન્ન થાય તેને એક ખેતર આપે છે; ખેતરનો સ્વામી ખુશ થાય તો એક પ્રસ્થ પ્રમાણ અનાજ આપે છે; અને વણિક તુષ્ટમાન થાય તો માત્ર હાથતાળી જ આપે છે (કાંઈ પણ આપતો નથી).” (૧૧) પછી તેનું વચન તે વણિકે અંગીકાર કર્યું ત્યારે દારિદ્રયરૂપી લતામંડપને ભાંગવામાં મોટા હાથી સમાન તે યોગીએ વનમાં રહેલી દંતી વગેરે ઔષધીઓ તેને સ્પષ્ટ રીતે ઓળખાવી. તે ઔષધીઓનો રસ કઢાવી તેમાં અર્ધ પ્રમાણ પારો મેળવ્યો. તેને લોઢાનાં પતરાં પર લેપ કરાવી તે પતરાં અગ્નિમાં નંખાવ્યાં. તે વખતે તે સાડાસોળ વલું સુવર્ણ બની ગયું. પછી તેની ખાતરીને માટે યોગીએ તેની જ પાસે ફરીથી એક વાર સુવર્ણ બનાવરાવ્યું. તે વખતે તે તાપમાં નાખવાથી રક્ત, છેદ કરે તો ઉજજવળ અને કસોટી પર ચડાવે તો ચંપક જેવું મનોહર એવું તે સુવર્ણ કોમળ, વજનમાં ભારે અને સ્નેહવાળું-ચકચકિત એવાં સર્વ લક્ષણોથી યુક્ત બન્યું. તેમજ તે વણિકના પુણ્યને લીધે તેની સુવર્ણસિદ્ધિ અધિક સ્કુરાયમાન થઈ. દેવની અનુકૂળતા હોય તો શું શું સિદ્ધ ન થાય ? પછી આનંદથી પુષ્ટ થયેલા તે દેદને યોગીએ રજા આપી, એટલે તે પોતાના ઘર તરફ જતાં જતાં માર્ગમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો : “આવા કનકગિરિ દેદ પ્રબન્ધ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #37 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો પણ પૃથ્વી પર દેખાય છે, તેથી લોકમાં કહેવાય છે કે ‘બહુરત્ના વસુધરા-પૃથ્વી પર ઘણાં રત્નો છે.’ તે વાત સત્ય ઠરે છે.'' વળી, ‘‘તૃણ દાંતની વચ્ચે નાંખવાથી દાંતની શુદ્ધિ કરે છે; ગાય વગેરેના પેટમાં જવાથી તે દૂધરૂપ થઈને જગતનાં પ્રાણીઓને આનંદ પમાડે છે; પશુઓની ભૂખ ભાંગે છે; ટાઢને ઓગાળી નાખે છે; અને મુખમાં લેતાં શત્રુઓથી પ્રાણોનું રક્ષણ કરે છે. આ પ્રમાણે જો તૃણ પરોપકાર કરવામાં તત્પર છે, તો આવો ઉત્તમ પુરુષ પરોપકારમાં તત્પર હોય તેમાં શું કહેવું ?'' (૧૨) ખરેખર, વિધાતાએ કૃપા, ઉપકાર અને શીલ વગેરે ગુણોરૂપી ખીલેલી પાંદડીવાળી ભદ્રિકતા નામની લતા આ યોગીસ્વરૂપ યોગ્ય પાત્રમાં સ્થાપન કરી છે. કહ્યું છે કે “આ ભરતક્ષેત્રમાં કોઈક જીવો મિથ્યાદષ્ટિ હોય છતાં ભદ્રિકપણાને લીધે મર્યા પછી મનુષ્ય થઈને નવમે વર્ષે કેવળી થવાના. (એટલે કે આઠમે વર્ષે દીક્ષા લઈ નવમે વર્ષે કેવલજ્ઞાન પામવાના છે.)'' (૧૩) હે સભાજનો ! આ એક કૌતુકની વાત સાંભળો કે, ગંભીર અને ધીરબુદ્ધિવાળા આ દેદ વણિકે સુવર્ણ-સોનું કરવા છતાં દારિદ્રયની સાથે સ્વર્ણ (પોતાનું દેવું) છેદી નાંખ્યું. જેમ સુગંધથી કસ્તૂરી જાણવામાં આવે, તેમ તે દેદનો લક્ષ્મીનો વિલાસ-વૈભવ જાણવામાં પેથઙકુમાર ચરિત્ર ૧૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ આવતાં લોકો કહેવા લાગ્યા : “ખરેખર, આને કોઈ પણ ઠેકાણેથી મોટું નિધાન પ્રાપ્ત થયું લાગે છે.” આ વાત ખોટી હોવા છતાં કોઈ માણસે રાજાને જણાવી, કેમ કે દુનિયામાં જિનેશ્વરના પણ દ્વેષી હોય છે, તો પછી બીજા સામાન્ય મનુષ્યોના વેષી કેમ ન હોય ? તે સાંભળી બીજાનું ધન ગ્રહણ કરવામાં ચતુર એવા રાજાએ પોતાના ચાર સેવકોને, “દેદ નામના વણિકને જલદીથી શોધી લાવો’ એમ કહીને મોકલ્યા. અહીં દેદ પોતાને ઘેર જમવા બેસતો હતો, તેટલામાં તે ચારે રાજ સેવકો આવ્યા ને ભોજન કરવા દીધા વિના જ તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું : “હે દેદ ! લોકો કહે છે કે તને નિધાન પ્રાપ્ત થયું છે તે વાત સાચી છે કે ખોટી ?' દેદ બોલ્યો : “હે સ્વામી ! સાંભળેલી વાતને જ સત્ય ન માનો. મનમાં વિચાર કરો. મારું એવું ભાગ્ય ક્યાંથી હોય કે જેથી નિધાન પ્રાપ્ત થાય ?' કહ્યું છે કે – ““સાંભળવા માત્રથી જ સત્ય માનવું નહીં; દૃષ્ટિને જે પ્રત્યક્ષ ન હોય તેના ઉપર વિશ્વાસ રાખવો નહીં; પ્રત્યક્ષ જોયું હોય તો પણ યુક્ત અને અયુક્તનો વિચાર કરવો જોઈએ.” (૧૪) તે સાંભળી રાજાએ કહ્યું : ““હે માયાવી ! કપટ છોડીને સાચી વાત કહે. હું વણિકનાં બધાં ચરિત્રો જાણું છું.” તે આ પ્રમાણે– “માયા-કપટમાં હોંશિયાર એવો વણિક કોઈનું દુર્વચન સાંભળીને ઊંચે સ્વરે હસે છે; પોતાના માપથી લોકને લૂંટે છે; લેવાની કનકગિરિ દેદ પ્રબન્ધ ૧ ૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ પૂરેપૂરી લે છે; આપતી વખતે “ઘણી આપું છું,' એમ કહીને અર્ધી વસ્તુ જ આપે છે; પોતાનો અન્યાય હોય તો પણ પહેલો રાજદ્વારમાં ફરિયાદ કરવા જાય છે; ચોપડામાં ખોટાં નામાં લખે છે; હૃદયમાં સિંહના જેવો પ્રતાપી હોય છે, અને બહારથી મૃગની જેવું ગરીબડું મુખ દેખાડતો હોય છે.” (૧૫) તથા– “વણિકને વસ્તુ પ્રત્યક્ષ આપી હોય તો પણ તેમાં સંશય કરે છે; ગુપ્ત રીતે આપી હોય તો અવશ્ય ઓળવે જ છે; તેને કોઈએ લાભ, ઘર કે કોઈ વસ્તુના હોવાપણા વગેરેમાં વારંવાર પૂછયું હોય તો પણ તેને તે જવાબ આપતો નથી; તે લોભી હોવાથી પોતાના પેટને પણ ઠગે છે, તે પોતાના થોડા ખર્ચને પણ ઘણો ખર્ચ કહે છે; તથા અત્યંત ભીરુ મનુષ્યોમાં તે પ્રથમ જ હોય છે–વણિક આવા હોય છે.” (૧૬) તે સાંભળીને દેદ બોલ્યો : “બૃહસ્પતિના મિત્ર એવા તમને કયા વિષયનું જ્ઞાન નથી ? (તમે સર્વ જાણો જ છો.) પરંતુ હું સત્ય જ કહું છું જો મને નિધાન પ્રાપ્ત થયું હોય તો હું તમારા ચરણનો સ્પર્શ કરીને કહું છું. (તમારા ચરણનો સ્પર્શ કરીને હું કહું છું કે મને નિધાન પ્રાપ્ત થયું નથી.) પરંતુ મેં તો વેપાર વગેરે વડે ધન ઉપાર્જન કર્યું છે, તેથી બીજા લોકો મારા ઉપર ઈર્ષ્યા કરવા લાગ્યા છે.” આ પ્રમાણે તેના સોગંદથી પણ રાજાને તેના પર વિશ્વાસ ન આવ્યો, ત્યારે દંડ કરવાની ઇચ્છાવાળા રાજાને જાણી તે પેથડકુમાર ચરિત્ર ૧૨ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #40 -------------------------------------------------------------------------- ________________ દેદ ક્રોધથી બોલ્યો : “હે રાજા ! હું ધારું છું કે, નિધાનની પ્રાપ્તિના બહાનાથી તમે મારી લક્ષ્મી લઈ લેવા ઇચ્છો છો, પરંતુ આ પ્રમાણે તો હું એક કાણી કોડી પણ આપીશ નહીં. પણ તમે સ્વામી છો તેથી તમારી ઇચ્છામાં આવે તેમ કરો.” આ પ્રમાણે દૃઢ હઠવાળા દેદે કહ્યું, ત્યારે રાજા ક્રોધથી લાલ-પીળો થયો. તે વખતે દેદ વણિકની ચતુર ભાર્યાએ દેદને ભોજન માટે બોલાવવા પોતાના ઘરના માણસને (સેવકને) મોકલ્યો. તે સેવક સાહસિક એવા દેદ વણિકની પાસે આવ્યો, અને તેને જમવા માટે જણાવ્યું, ત્યારે તે ધૂર્ત વણિકે કહ્યું : “તું ઘેર જઈને કહેજે કે આજે મારા મસ્તકમાં ઘણી પીડા થાય છે, તેથી આજે મારા ભોજનમાં સંશય છે (આજે હું જમી શકીશ કે નહીં તેની શંકા છે). પરંતુ તારે શીધ્રપણે નસ્ય કરવોનાસી જવું.” આમ પ્રાકૃત ભાષાના શ્લિષ્ટ અર્થવાળા વચનથી તેણે કહ્યું. તેને (તેના અર્થને) રાજા વગેરે કોઈ પણ જાણી શક્યા નહીં. મૂર્ખ માણસ પણ ધનવાન થઈ શકે છે, પરંતુ જ્ઞાનવાન થવું અત્યંત દુર્લભ છે, કેમ કે ધર્મરાજાની સભામાં ગુરુ મહારાજ બપ્પભટ્ટિસૂરિએ આમરાજાનું આગમન શ્લેષ અર્થથી કહ્યું હતું, તેનો અર્થ ધર્મરાજા સમજી શક્યો નહોતો. પછી તે માણસે ઘેર જઈને તે દેદે કહેલું વચન કહ્યું, ત્યારે તે સાંભળી તેની ચતુર ભાયએ જાણ્યું : મારા પતિ દેદને રાજાએ સંયો છે.” આથી તેણે કિંમતી બધી વસ્તુઓ કાઢી તેની પોટલી બાંધી હાથમાં લઈ ચપળતાથી તે ત્યાંથી નાસી ગઈ. કનકગિરિ દેદ પ્રબન્ધ ૧૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ અહીં રાજા તે દેદ ઉપર અત્યંત કોપાન્વિત થયો. તેથી તેણે ખડખડના શબ્દ વડે જાણે કે તે દેદને હઠથી વારતા હોય (હઠ કરવાની ના પાડતા હોય) એવાં લોઢાનાં બંધનો વડે તે દેદને કંઠ સુધી બાંધી દઈ કેદખાનામાં નાંખ્યો. પછી રાજાએ ક્રોધથી પોતાના કઠોર સેવકોને તેનું ઘર લૂંટવા મોકલ્યા. તેઓ તેને ઘેર ગયા, તે વખતે જાણે કે દારિદ્રયનું મૂર્તિમાન શરીર હોય અથવા તેનું ક્રીડાંગણ હોય એવુ લક્ષ્મી વિનાનું ઘર જોયું. તેથી ઉપયોગમાં આવે તેવું ધન પ્રાપ્ત ન થવાથી નિરાશ થયેલા સેવકો તેના ઘરને સીલ કરી રાજા પાસે ગયા અને તેને તે વૃત્તાન્ત કહ્યો. કેદખાનામાં રહેલા દેદે વિચાર કર્યો : ‘‘મારા પર રાજા એટલો બધો ગુસ્સે થયો છે કે જેથી તે મારી પાંચે અંગની (પ્રકારની) સંપદા-લક્ષ્મી લઈ લેશે.'' સંપદાના પ્રકાર આ પ્રમાણે કહ્યા છે. ધનિક જનોને ત્યાં ધન, ધાન્ય, સુવર્ણ, પરિવાર અને શરીરરૂપ પાંચ પ્રકારની લક્ષ્મી હોય છે; તથા હાથી અને પૃથ્વી સાથે ઉપર્યુક્ત પાંચે મળીને રાજાની લક્ષ્મી સાત પ્રકારની હોય છે. (૧૭) ,, “તેથી આ ભવ અને પરભવમાં મોક્ષના કારણભૂત શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્વામીનું હું શરણ સ્વીકારું છું.'' આ પ્રમાણે ધ્યાન કરીને તે દેદ મંદ સ્વરે કહેવા લાગ્યો : ‘પાર્શ્વ પ્રભુ ! તમારું નામ, પ્રતિમાનો પથ્થર, સ્નાત્રનું જળ અને પૂજાનાં પુષ્પો વગેરે સર્વ વસ્તુઓ તમને પામીને વાંછિત આપનારી થાય છે, તો તમારા મહિમાની હું શી પેથડકુમાર ચરિત્ર ૧૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ કરું ? હે પ્રભુ ! મેં જે આ હઠ આરંભી છે, તે તમારા જ બળથી કરી છે, કેમ કે દૂધ પીવાથી જ પાડો મદોન્મત્ત થાય છે. તેથી પીડા પામતા પ્રાણીઓને ભોગ અને મુક્તિને આપનારા એવા છે સ્તંભન તીર્થના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! જો તમારી કૃપા વડે, પૈસા ખરચ્યા વિના, હું આ વિકટ સંકટથી છૂટીશ, તો તમારાં બધાં અંગની સુવર્ણના આભૂષણોથી પૂજા કરીશ.' આ પ્રમાણે શ્રી સ્તંભન પાર્શ્વનાથની માનતા માનીને તે ઉપસર્ગહર સ્તોત્રનું ધ્યાન કરતો રાત્રે સૂતો. તેણે તે વખતે મન, વચન અને કાયાની એકાગ્રતાથી જિનેશ્વરનું જ ધ્યાન કર્યું, તે ધ્યાન જો આ ભવની સુખની ઇચ્છા-આશંસા રહિત કર્યું હોત તો તે મુક્તિને જ પામત. પછી રાત્રિના છેલ્લા પહોરે, ઘણું અંધારું હતું ત્યારે, તે દેદ નિદ્રા રહિત થયો. તે વખતે તેણે અકસ્માત પોતાની પાસે એક સુભટને ઊભેલો જોયો. તેણે રાતા રત્નનો મુગટ પહેર્યો હતો, તેથી તેના તેજથી તે સ્પષ્ટ દેખાતો હતો. તેની છાતી વિશાળ હતી, વૃષભ જેવો કંધ હતો, ભુજાઓ ઢીંચણ સુધી લાંબી હતી, આખા શરીરે શ્યામ બખ્તર ધારણ કર્યું હતું, છતાં તે જગતના તેજનું ઘર તથા તે સુવર્ણના અલંકારોથી શણગારેલા ઉજ્જવળ અશ્વ ઉપર આરૂઢ થયેલો હતો. આવા સુભટને જોઈને તે દેદ આશ્ચર્ય પામ્યો. તેણે દેદને કહ્યું : તું ઊભો થા અને મારી પાછળ અશ્વ પર બેસી જા.” “હું લોઢાના બંધનથી બંધાયેલો છું, તેથી હું કાંઈ પણ કરવાને શક્તિમાન નથી.” ૧૫ કનકગિરિ દેદ પ્રબન્ધ Page #43 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ફરીથી તે સુભટ બોલ્યો : “તું શું કરવાનો હતો ? ઊભો થા ને.’' તે સાંભળી જયાં તે ઊભો થયો ત્યાં તેનાં લોઢાનાં બંધનો નીચે પડચાં. પછી તે દેદને અશ્વ પર બેસાડી સુભટ અસ્ખલિત ગતિએ ત્યાંથી ચાલ્યો, અને ક્ષણવારમાં જ્યાં તેની પત્ની વિમલશ્રી હતી, ત્યાં તેને મૂકીને સુભટ અદશ્ય થયો. પછી પ્રાતઃકાળે તેની ભાર્યાએ તેને જોઈને પૂછ્યું : “તમે અહીં શી રીતે આવ્યા ?’’ ત્યારે તેણે ‘‘શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રસાદથી હું અહીં આવ્યો'' એમ કહી સર્વ વૃત્તાંત કહ્યો. જે ગામમાં તે બન્ને મળ્યાં હતાં, તે ગામ નમ્યાટ દેશનું જ હતું, તેથી તે બન્ને તે ગામનો પણ ત્યાગ કરી તત્કાળ વિદ્યાપુર નામના નગરમાં ગયાં. પછી સુવર્ણનાં દેદીપ્યમાન ઘરેણાંનો સમૂહ ઘડાવીને સ્તંભનપુરમાં જઈને દેદ વણિકે શ્રી પાર્શ્વનાથસ્વામીની પૂજા કરી. તે વખતે પાપરૂપી ચંડાળનો તત્કાળ નાશ થવાથી દેદના શરીરરૂપી મંદિ૨માં તે અરિહતે અલંકારની કાંતિના બહાનાથી સોનાવાણીના છાંટા નાખ્યા. પછી તે દેદ યોગીંદ્રની વાણીનું સ્મરણ કરી, લક્ષ્મીને દુ:ખનું સ્થાન માની તથા લોભનો ત્યાગ કરી, અર્ધીઓને પુષ્કળ દાન દેવા લાગ્યો. તેનું મુખ દશ ‘ન’ (નકાર) વડે વ્યાપ્ત હતું, તો માગણના સમૂહને જોઈને દાનમાં રસવાળા તે દેદે એક પણ નકાર ભણ્યો નહીં. કહ્યું છે કે ૧. દશ નકાર છતાં એક પણ નકાર કર્યો નહીં એ અર્થમાં વિરોધ આવ્યો. તેને દૂર કરવા માટે ‘“તેનું મુખ દશન એટલે દાંત વડે વ્યાપ્ત હતું’ એવો અર્થ કરવો. પેથડકુમાર ચરિત્ર ૧૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ ‘“ભૃકુટિ ચડાવવી, અર્ધ નેત્ર ઉઘાડવાં, ઊંચી દૃષ્ટિ કરવી, અવળું મુખ કરવું, મૌન રહેવુ અને કાળનો વિલંબ કરવો : આ છ પ્રકારનો નકાર હોય છે-દાન નહીં દેવાના આ છ પ્રકારો છે.'' (૧૮) સુવર્ણના સમૂહનું દાન દેવાથી યાચકજનોએ તે દેદની ઘણી પ્રશંસા કરી, તેથી લોકમાં તે ‘કનકગિરિ’ એવા વ્યાપક બિરુદને પામ્યો. દેદાશાહે નિમાર્ણ કરેલી કુંકુમલોલશાળા એકદા' સન્માર્ગમાં પ્રવાસશીલ, ભાગ્યશાળી અને ધનવાનના સમૂહમાં માન પામેલો દેદ કાંઈક કાર્ય માટે દેવગિરિ નામની નગરીમાં ગયો. ત્યાં ઉપાશ્રયમાં ગુરુ મહારાજને ભાવથી નમવા ગયો. ત્યાં મળથી મલિન દેખાતા સર્વ સાધુઓને તેણે ઘણા હર્ષથી વાંઘા. ત્યાં એક સ્થાનકે બેસીને ધર્મશાળા (ઉપાશ્રય) બનાવવા માટે વિચાર કરતા શ્રાવકોને જોઈ તેમને પણ તેણે પ્રણામ કર્યા. તેમના વિચારને સાંભળી તેણે મનમાં વિચાર કર્યો : “પૌષધશાળા બનાવવામાં ખરેખર, પૂરેપૂરું પુણ્ય થાય છે, કેમકે ઉપાશ્રય એ સાધુઓની દુકાન છે; ત્યાં ગ્રાહક લોકો આવીને અનુક્રમે અનંત લાભને આપનારા વ્રતાદિક કરિયાણાને ખરીદ કરે છે. તે ઉપાશ્રયમાં ધર્મશ્રવણ (વ્યાખ્યાનનું શ્રવણ), પ્રતિક્રમણ અને સાધુઓનો નિવાસ વગેરે જે જે ક્રિયાઓ દેદાશાહે નિર્માણ કરેલી કુંકુમલોલશાળા : ૧૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા પુણ્યનો પાર જ નથી, તેથી હું જ અહીં એક મોટી ધર્મશાળા કરાવીને આ દુસ્તર સંસારરૂપી સમુદ્રથી શીધ્રપણે મારા આત્માને તારું'- આ પ્રમાણે વિચાર કરીને સ્થિર વચનવાળા તેણે શ્રીસંઘની પાસે નિશ્ચલ યાચના કરી, અને તે આ પ્રમાણે યુક્તિયુક્ત વચન બોલ્યો : “મારા પર શ્રીસંઘ કૃપા કરો, હું જ આ પૌષધશાળા કરાવું, કેમ કે હું શ્રીસંઘનો કિંકર છું. એક તો હું તમારો અભ્યાગત (પરોણો-મહેમાન) છું અને વળી તમારો સાધર્મિક છું, તેથી 'કુમારકેદારપુત્ર'ના ન્યાય વડે હું તમને માનવા લાયક છું.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તે સર્વમાં મુખ્ય શ્રાવકે કહ્યું : “તમે જે કહ્યું તે યોગ્ય છે, પરંતુ પૌષધશાળા તો સકળ સંઘની હોય તે જ સારી; કોઈ એકની કરાવેલી ઠીક ન ગણાય, કેમ કે જો કોઈ એક જ કરાવે તો તે શય્યાતર કહેવાય છે. તેથી તેના ઘેરથી સાધુઓ અન્નાદિક કાંઈ પણ લેતા નથી. જેના ઘરમાંથી સાધુઓ હંમેશાં અાદિક લેતા ન હોય અને વર્ષે વર્ષે વસ્ત્રાદિક લેતા ન હોય, તેવું ઘર તે શું ઘર કહેવાય ? (ન જ કહેવાય.) તેવું ઘર તો સાધુઓને નહીં જવા લાયક હોવાથી સમુદ્રમાં રહેલા ઘર જેવું જ છે અને જો શ્રીસંઘે પૌષધશાળા કરાવી હોય તો તેમાં રહેલા સાધુઓ હંમેશાં અનુક્રમે એક એક ઘરને જ શય્યાતર કરે છે, તેથી તેમ જ કરવું યોગ્ય છે.” આ પ્રમાણે યુક્તિયુક્ત સત્ય વચનો વડે તેને બોધ પમાડચો, તોપણ તે દેદે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે કોઈ બીજા શ્રાવકે ગુસ્સે થઈને કહ્યું : “જો અહીં કોઈ પેથડકુમાર ચરિત્ર ૧૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ પણ પૌષધશાળા કરાવનાર ન હોય, અથવા તે પૌષધશાળા સુવર્ણમય કરાવવાની ઇચ્છા હોય, તો તમારે આટલો બધો આગ્રહ કરવો યોગ્ય છે. આ નગરીમાં ઈટની પૌષધશાળા કરાવનાર તો ઘણા છે, અને સોનાની તો તમે પણ કરવાના નથી.” આ પ્રમાણે તેનું વચન સાંભળી પોતાના વચનને હાથીના દાંત જેવું કરવાને ઇચ્છતા દેદે સુવર્ણની પણ ધર્મશાળા કરાવવાનું સ્વીકાર્યું કહ્યું છે કે “ઉત્તમ પુરુષોની વાણી હાથીના દાંતની જેમ બહાર નીકળ્યા પછી અંદર પેસતી નથી, અને નીચ મનુષ્યોની વાણી કાચબાની ડોક જેમ બહાર નીકળીને પણ ફરીથી અંદર પેસી જાય છે.” (૧૯) આ વાતની ગુરુને ખબર થતાં ગુરુએ યાચકોરૂપી ચક્રવાક પક્ષીને આનંદ આપવામાં સૂર્ય સમાન એવા તે દેદને બોલાવીને કહ્યું : “હે સજજન ! આ કાળમાં સુવર્ણની શાળા શી રીતે થઈ શકે ?-તે તું જ કહે. આ સમયમાં તેવા પ્રકારનું ધન ક્યાં છે ? તથા રાજાઓની અનુકૂળતા પણ ક્યાં છે ? અથવા તેવું સ્થાન કરાવ્યું હોય તો પણ આજના મનુષ્યોની દૃષ્ટિની આગળ તે શી રીતે ટકી શકે ? સાંતુ નામના રાજાએ ચોરાશી હજાર ટંક (રૂપિયા)નો ખર્ચ કરીને જે ચિત્રશાળા બનાવી, તેને ધર્મશાળા તરીકે જાહેર કરી હતી, તે પણ સુવર્ણની નહોતી. આવા કળિકાળમાં જન્મ ધારણ કરીને કૃતયુગ (સત્યયુગ)માં કરવા લાયક કાર્યને જે કરે છે, તેને પીડા કરનારું વિશ્વ પ્રાપ્ત થાય છે.” આવું ગુરુનું વચન સાંભળી દેદે દેદાશાહે નિર્માણ કરેલી કુંકુમલોલશાળા ૧૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ કહ્યું : ““હે પૂજ્ય ! આપે કહ્યું તે સત્ય છે, પરંતુ ઈટનું જ મકાન ચણાવીને તેને ચોતરફથી સુવર્ણનાં પતરાં વડે જડી દઈશ.” ત્યારે ગુરુએ કહ્યું : “હે આર્ય ! આવા અયોગ્ય આગ્રહને મૂકી દે. આવા કળિયુગમાં તેવી ધર્મશાળા પણ શું ઘણાં કષ્ટવાળી ન થાય ?” આ પ્રમાણે તેને ગુરુએ વાર્યો તોપણ તે કુશળ એવા દેદે સંઘની અનુમતિ લઈ પૌષધ કરાવવા માંડી. આ અવસરે તે નગરીમાં દશ હજાર વૃષભો સહિત ત્રણસો ને સાઠ જાતનાં કરિયાણાથી ભરેલો એક સાથે આવ્યો. તથા દક્ષિણ દેશ ભોગવાળો અને લક્ષ્મીવાળો છે, એમ ધારીને તેની સાથે ઊંચા કેશરની પચાસ પોઠો પણ ત્યાં આવી. તેનાં સર્વ પ્રકારનાં કરિયાણા તો વેચાઈ ગયાં, માત્ર એક કેશર જ એમનું એમ (વેચાયા વિના) રહ્યું, તેનું કારણ છે સભાજનો ! સાંભળો : તે કેશર મોઘા મૂલ્યનું હોવાથી એક-બે રૂપિયાનું લેનારા ઘણા લોકો હતા, પરંતુ જથ્થાબંધ લેનાર કોઈ નહોતો અને તેવું પરચૂરણ વેચવાથી તો કદાચ એક પોઠિયો ખાલી થાય અથવા ન પણ થાય. તેથી તેના વેપારીઓ તેને વેચતા નહોતા. તે કારણથી તે કેશર એમનું એમ જ રહ્યું હતું. છેવટે તે નહીં વેચાવાથી નિરાશ થયેલા તેના વેપારીઓ ત્યાંથી જવા માટે એક રોજ નગરીની બહાર નીકળ્યા, અને પોતાનું પ્રયોજન સિદ્ધ ન થવાથી તે નગરીની નિંદા કરતાં આ પ્રમાણે બોલવા લાગ્યા: “આ નગરીમાં જેટલું કરિયાણું આવે છે, તે સર્વ સમુદ્રમાં સૌથવાની એક મૂઠી નાંખ્યા જેટલું થાય છે, એવી આ નગરીની પ્રસિદ્ધિ કહેવાય છે તે ખોટા પેથડકુમાર ચરિત્ર - ( Page #48 -------------------------------------------------------------------------- ________________ કંકણના અવાજ જેવી છે.'' કહ્યું છે કે કેટલાએક એમ ને એમ જ (કારણ વિના જ) પ્રસિદ્ધિને પામેલા હોય છે. તેમાં લોકોના મુખને કોણ રોકે છે ? (લોકોને બોલતાં કોણ અટકાવે ?) જેમ કે સર્પો જન્મથી જ વાયુનો ઉપભોગ કરનારા અને કાન વિનાના જ હોય છે, છતાં લોકો તેમને ભોગી (ભોગવાળા) અને કુંડળી (કુંડળના અલંકારવાળા) કહે છે.” અથવા તો આ નગરીમાં પહેલાં કોઈ વખત મોંઘા મૂલ્યનું કોઈક ઘણું કરિયાણું લાવ્યું હશે, તેને કોઈએ ખરીદ કરી લીધું હશે, ત્યારથી આ નગરીની આવી પ્રસિદ્ધિ થઈ હશે.” કહ્યું છે કે “જે સારી પ્રવૃત્તિ (પ્રસિદ્ધિ) પ્રથમ પ્રવર્તેલી હોય, તે પછીના પાપથી નષ્ટ થતી નથી. જેમ કે ગંગા નદી મડદાં અને હાડકાંના સમૂહ વડે અત્યંત ભરેલી છે તો પણ તે લોકમાં અત્યંત પવિત્ર (તીર્થરૂપ) ગણાય છે.” (૨૦) નગરીની આવા પ્રકારની નિંદાને નગરીમાં પ્રવેશ કરતાં તે દેદ વણિકે સાંભળી, તેથી તેનું હૃદય દુભાયું. એટલે તેણે તેઓને કહ્યું : “હે વેપારીઓ ! સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ એવી આ નગરીને તમે દૂષણ આપો છો, તો શું અમાન-અપાર લક્ષ્મીથી ભરેલી આ નગરીમાં તમારું કરિયાણું વેચાયું નથી ? હે ભદ્રો ! સમુદ્રમાં ગયેલી નદીની જે મ અને મોક્ષમાં ગયેલા જીવની જેમ આ નગરીમાં આવેલું કરિયાણું અત્યાર સુધી કોઈ વાર પાછું ફર્યું નથી.” તે સાંભળી તેઓ ૨૧ દેદાશાહ નિર્માણ કરેલી કુંકુમલોલશાળા Page #49 -------------------------------------------------------------------------- ________________ બોલ્યા : “તમે સત્ય કહ્યું. તે પ્રમાણે હશે પણ ખરું, પરંતુ અહીં લાવેલું અમારું કેશર વેચાયું નથી. તેથી તે પાછું જાય છે, તમે ગ્રહણ કરો.” ત્યારે દેદે તેમને યોગ્ય ધન આપીને પચાસે પચાસ પોઠો લઈ લીધી. તેમાંથી ઓગણપચાસ પોઠોનું કેશર ચૂનામાં નાંખી તે ચૂનો પૌષધશાળાના મકાનમાં વાપર્યો. આવું તેનું ઉદારપણું સજજનોના ચિત્તને આશ્ચર્યદાયક થયું. રાજાએ પણ તે વાત સાંભળી. દેદને બોલાવી સર્વ હકીકત પૂછી. તે સાંભળીને પોતાની નગરીનો મહિમા વધારવાથી પ્રસન્ન થયેલા રાજાએ તેને વસ્ત્ર અને દ્રવ્ય વગેરે આપી તેનો સત્કાર કર્યો. કહ્યું છે કે – અપકીર્તિને આપનારા પુત્ર, સેવક અને શિષ્યાદિક દુનિયામાં ઘણાયે હોય છે, પરંતુ જે ઓ પિતા, સ્વામી અને ગુરુ વગેરેની કીર્તિને કરનારા થાય છે, તેવા પુત્રાદિક તો દુર્લભ જ છે.” (૨૧) પછી તો દેદે છ માસમાં તે પૌષધશાળા તૈયાર કરાવી. તે શાળા તાંબા જેવી પાકી ઈટો વડે ઉત્કૃષ્ટ (મજબૂત) હતી, લાકડાની અંદરની કોતરણી વડે તે મનોહર દેખાતી હતી. તેની અંદરની અને બહારની ભીંતો સુવર્ણનાં કિરણો જેવા કે શરથી મિશ્રિત હતી, તથા તેની અંદર શ્રીસંઘના એકસો ને એક શ્રાવકોનો પા પા રૂપિયો નાંખ્ય હતો (વાપર્યો હતો). કિરણોના સમૂહવાળી કેશરની ભીંતોમાં આવેલા માણસોનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી જાણે કે નિરંતર મુક્તિરૂપી કન્યાના વિવાહનો ઉત્સવ થતો ન હોય, તેવું દેખાતું હતું. તેના ચોકનું પેથડકુમાર ચરિત્ર Page #50 -------------------------------------------------------------------------- ________________ નિર્મળપણું એટલું બધું અદ્ ભુત હતું કે તેમાં પ્રાતઃકાળે આવેલી ધનવાન લોકોની સ્ત્રીઓ તેમાં પડેલા પ્રતિબિંબના બહાનાથી પાતાલકન્યાઓ જેવી દેખાતી હતી. તે શાળામાં જડવા માટે સુવર્ણનાં પતરાં કરાવવામાં જેટલું દ્રવ્ય લાગે તેટલા દ્રવ્યનો ખર્ચ તેણે તે શાળામાં કર્યો હતો. અહો ! કેવી તેની ઉદારતા! તે દેદે તે શાળા મૂલ્યથી, વર્ણથી અને નામથી પણ સુવર્ણની બનાવી, પોતાનું વચન પ્રમાણરૂપ કરી પુરુષોને આશ્ચર્યચકિત કર્યા. એક પોઠિયાનું ઉત્તમ સુગંધી કેશર રાખ્યું હતું, તે જિનપ્રતિમાની પૂજાને માટે તીર્થોમાં મોકલી પછી દેદ પોતાને ઘેર ગયો. વિમલશ્રી સુપ્રભાતમ્ તે દેદને વિમલશ્રી નામની નિર્મળ-પવિત્ર પત્ની હતી. તે વય, લાવણ્ય અને પુણ્યાદિક ગુણો વડે પોતાના સરખી હતી. તે બન્નેને પરસ્પર અધિક પ્રેમ હોવાથી તેમનાં મન, વચન અને ક્રિયા એકસરખાં જ હતાં, પરંતુ વિધાતાએ શરીર વડે જ તેમની ભિન્નતા કરી હતી (માત્ર શરીરથી જ તે જુદાં હતાં). તે વિમલશ્રી પ્રાત:કાળે ઊઠીને હંમેશાં જિનેશ્વરના ચૈત્યમાં અને પૌષધશાળામાં જઈને પછી પોતાને ઘરે આવતી હતી. તેટલા વખત સુધીમાં હર્ષપૂર્વક તે મેઘની લીલા વડે પોતાના શરીરની કાંતિના બહાનાથી જાણે જળબિંદુની વૃષ્ટિ ન કરતી હોય તેમ હંમેશાં સવાશેર ગદિયાણાદિક સુવર્ણની વૃષ્ટિ કરતી વિમલશ્રી સુપ્રભાતમ્ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૨ ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ હતી. તેથી હજુ સુધી આ બંદીજનો (ભાટ-ચારણો) પ્રાતઃકાળે સભાજનોને આશીર્વાદ આપતી વખતે વિમલશ્રીનાં સુપ્રભાતિયાં બોલે છે. કહ્યું છે કે --- ‘“ધન, શરીર, પરિવાર વગેરે સર્વ નાશ પામે છે, પરંતુ દાન વડે લોકમાં ઉત્પન્ન થયેલી એક કીર્તિ જ સ્થિર રહે છે.'' (૨૨) પુત્રની પ્રાપ્તિ : આ પ્રમાણે દાનમાં જ આસક્ત થયેલા તે દંપતીના કેટલાક દિવસો વ્યતીત થયા, પરંતુ તેમને એક પણ પુત્ર થયો નહીં, તેથી ચિતાની જેવી તેમને ચિંતા થઈ. એ માટે લોકમાં કહેવાય છે કે ‘“વંશની વૃદ્ધિને કરનારી તે અટવી પણ ધન્ય છે, બાળકોના સ્પર્શવાળી તે વનની ભૂમિ પણ પ્રશંસાનું સ્થાન છે, પુષ્પોને પ્રસવનારી તે વેલડી પણ પ્રિય છે, અંદરની સુગંધ વડે શોભતા મધ્યભાગ વડે મનોહર એવી તે કેતકી ક્યાં પામી શકાય ? અર્થાત્ તેવી કેતકી પણ વખાણવા લાયક છે, પરંતુ સમગ્ર પ્રકારના અપત્ય (સંતાન) રહિત એક માત્ર સ્ત્રીને જ ધિક્કાર છે.'' (૨૩) ‘‘જો કદાચ સ્ત્રી પોતે ગુણ રહિત હોય તોપણ તેને જો એક જ ઉત્તમ પુત્ર હોય તો તે સુગંધથી ગંધની ધૂળ (રજ)ની જેમ અમાપ મહિમાને પામે છે.'' (૨૪) એક વેળા રાત્રે તે વિમલશ્રી ગંગા નદીની રેત જેવી કોમળ ૧. કુળ અને વાંસ. પેથડકુમાર ચરિત્ર ૨૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ તળાઈવાળા પલંગમાં સુખે સૂતી હતી, તેવામાં રાત્રિના ચોથા પહોરમાં તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું : તેણીએ જાણ્યું કે મેં એક દીવો પ્રગટ કર્યો, તે પ્રથમ અલ્પ કાંતિવાળો થઈને બીજાને ઘેર ગયો. પછી અનુક્રમે સમુદ્રના સીમાડા સુધી પહોંચે તેવી દેદીપ્યમાન કાંતિવાળો થયો. આવું સ્વપ્ન જોઈ, “આ મારું શુભ સ્વપ્ન નિષ્ફળ ન થાઓ” એમ ધારી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેણીએ શેષ રાત્રિ ઊંધ્યા વિના પસાર કરી. પછી પ્રાત:કાળે તેણીએ સ્વપ્નનો વૃત્તાંત મધુર વાણીથી પતિ આગળ કહ્યો. ત્યારે તેણે કહ્યું : “આ સ્વપ્નથી તને પુત્ર ઉત્પન્ન થશે.” આવું પ્રિય વચન સાંભળીને હર્ષથી રોમાંચિત થઈ, “તમારું વચન સાચું થાઓ” એમ કહી તેણીએ શકુનની ગાંઠ બાંધી. ફરીથી પતિએ કહ્યું: હે પ્રિયા ! સંપત્તિરૂપી પુષ્પવાળું થયેલું આપણું ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષ પુત્રરૂપી ફળને આપનારું થાય, એવું આપણું ભાગ્ય ક્યાં છે ? વળી, દીર્ઘ નેત્રવાળી તું હંમેશા સાયંકાળે ઘરમાં દીવો કરે છે, તે તને સ્વપ્નમાં યાદ આવ્યો હોય તો તે અનુભવેલું સ્વપ્ન આવ્યું કહેવાય અને તે અનુભવેલું સ્વપ્ન નિષ્ફળ હોય છે.” તે વિશે કહ્યું છે કે અનુભવેલું, જોયેલું, ચિંતવેલું, સાંભળેલું, પ્રકૃતિ (શરીર)ના વિકારવાળું અને દેવતાનું આપેલું-આટલી જાતનાં સ્વપ્નનાં નિમિત્તો શુભ-અશુભ ફળને આપનારાં થતાં નથી.” (૨૫) તે પછી દેદીપ્યમાન નેત્રવાળી તેણીએ શંકા થવાથી તે • • • • • • • • • • • • • • • વિમલશ્રી સુપ્રભાતમ્ ૨૫. Page #53 -------------------------------------------------------------------------- ________________ બાબત પણ કોઈ સારા સ્વપ્નપાઠકને પૂછી, ત્યારે તેણે વિચાર કરીને કહ્યું : “તમને આ સારું સ્વપ્ન આવ્યું છે, તેનું ફળ એ છે કે, માતા ! તમને પુત્ર અવશ્ય થશે, પરંતુ તે પુત્ર પ્રથમ દીવાની જેમ તેજ રહિત હશે, અને પછી દેશાંતરમાં જઈ મોટો વૈભવ પ્રાપ્ત કરી પુણ્યકર્મથી ઉત્પન્ન થયેલા યશ વડે પૃથ્વીને પ્રકાશિત કરશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી, “અદરિદ્ર કે દરિદ્ર એવા પણ પુત્રને હું મારી દૃષ્ટિએ જોઈશ” એમ જાણી તે હૃદયમાં હર્ષ પામી, અને સરળ હૃદયવાળી તેણીએ તેને ઘણું ધન આપી રજા આપી. તે વાત સાંભળી દેદ પણ વધારે ને વધારે દેવપૂજા વગેરે કરવા લાગ્યો. જેમ પૃથ્વી સુવર્ણના નિધાનને ધારણ કરે, ખીજડાનું ઝાડ અગ્નિને ધારણ કરે, તેમ તે વિમલશ્રીએ અનુક્રમે રામના જેવો સુંદર ગર્ભ ધારણ કર્યો. તે ગર્ભથી તેણીનું મુખ પાંડુર (શ્વેત) વર્ણવાળું થયું. તેમાં શું આશ્ચર્ય છે ? કેમ કે તે ગર્ભ તો ભવિષ્યમાં સુશોભિત યશ વડે દશે દિશાઓને ઉજજવળ કરવાવાળો છે. સારા કંઠવાળી અને શઠતા રહિત તે વિમલશ્રીએ તે વખતે શ્રી દેવ, ગુરુ અને સંઘની પૂજા તેમ જ દાન વગેરેમાં અનેક પ્રકારની મોટી મોટી ઇચ્છા કરી. સ્ત્રીઓને ઉત્તમ ગર્ભના પ્રભાવથી ઉત્તમ ઇચ્છાઓ જ થાય છે અને ઉત્તમ ગર્ભ ન હોય ત્યારે તેઓ શું માટી અને રાષ્ટ્રની અભિલાષા કરતી નથી ? (થાય જ છે.) અનુક્રમે નવ માસ પૂર્ણ થતાં શુભ દિવસે તેણે પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેના પિતા દેદે લોકને વિસ્મય ઉત્પન્ન કરે તેવો તેનો જન્મોત્સવ કર્યો. પછી બારમે દિવસે સજજનોને પેથડકુમાર ચરિત્ર Page #54 -------------------------------------------------------------------------- ________________ સન્માન, ભોજન અને દાન વગેરે આપવાપૂર્વક તેનાં માતા-પિતાએ તેનું પેથડ એવું નામ પાડ્યું. આ નામમાં ૫ વર્ગ ત વર્ગ અને ટ વર્ગ,-એ ત્રણ વર્ગનો એ કે ક અક્ષર આવેલો છે, તે ત્રણ વર્ષના ત્રણ અક્ષરો એવું સૂચવે છે કે – “આ પેથડ ભવિષ્યકાળમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગમાં તત્પર રહેશે. જે કારણે જગતના આંગણામાં રહેલા સર્વ પદાર્થો ત્રણ ત્રણ પ્રકારના હોય છે, તેથી તે લોકો ! પુરુષાર્થ પણ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે હોય છે, એમ જાણે કહેવાને ઇચ્છતો હોય તેમ તે પુણ્યના આધારભૂત પેથડકુમારે ઉપરના ત્રણ વર્ગમાંના અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા અક્ષર (૫-થ-ડ) ની રચના વડે મનોહર એવું પોતાનું નામ ધારણ કર્યું જણાય છે. ત્રણે પુરુષાર્થમાં ધર્મ નામનો પહેલો પુરુષાર્થ તેને વૃદ્ધિ પમાડનારો થશે, એવું સૂચન કરવા માટે જ ત્રણ અક્ષરમાંનો પહેલો પ્રકાર એક માત્ર વડે અધિક (૫) છે.” હંમેશાં માતા-પિતા આનંદ સહિત તેનો નવો નવો મહોત્સવ કરતાં હતાં. તે રીતે તે પેથડ શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. પિતા (દેદ) કદાચ મારો ત્યાગ કરશે એવા ભયથી સુવર્ણ જાણે કે તેના પુત્ર પેથડના ગળામાં કંઠીરૂપે, પગમાં કિંકિણી (ઘૂઘરી) રૂપે અને હાથમાં વીંટીરૂપે વળગી ગયું ન હોય તેમ દેખાતું હતું. ‘હું પુણ્ય વડે સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મીને મારા હાથમાં • • • • • • • • • • • • • • • • • • • • વિમલશ્રી સુપ્રભાતમ્ Page #55 -------------------------------------------------------------------------- ________________ રાખીશ,'' એમ જણાવવા માટે જ તે બાળકે જાણે મૂઠી ન વાળી હોય, એમ હું માનું છુ. તે બાળક ફક્ત તે જ વખતે (બાલ્યવયમાં) પ્રિયપાલન થયો એમ નથી, પરંતુ તે આગળ ઉપર પણ દીન જનોના પાલનમાં પ્રીતિવાળો થશે. પોતાની કુળલક્ષ્મીના અલંકારરૂપ તે બાળકનું ચિત્ત જન્મથી જિનેશ્વર અને મુનિઓની સેવામાં તત્પર હતું. અનુક્રમે તે આઠ વર્ષનો થયો, ત્યારે તેના પિતા દેદે તેને લેખશાળામાં-નિશાળે મહોત્સવપૂર્વક મોકલ્યો. ૧. પ્રિય છે પાલન-પારણું જેને એવો. બીજા પક્ષમાં પ્રિય છે પાલન ક૨વાને લાયક માણસો જેને એટલે જેને દીન જનોનું રક્ષણ પ્રિય છે તેવો. પેથડકુમાર ચરિત્ર ૨૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ બીજો રંગ ઝાંઝણનો જન્મ પછી ગુરુ (ઉપાધ્યાય) રૂપી નાવિકે બુદ્ધિરૂપી વહાણ વડે તે પેથડને વ્યાકરણ, ગણિત વગેરે શાસ્ત્રરૂપી સમુદ્રનો પારગામી કર્યો. તે પછી અનુક્રમે તેનાં માતા-પિતાએ તેને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ સમાન શ્રેષ્ઠીની પુત્રી પ્રથમણી નામની કન્યા સાથે પરણાવ્યો. તે વિવેકમાં નિપુણ હતી, ચિત્તને ચોરનારી હતી, શિયળ વડે શોભતી હતી, વિનયવાળી, પુણ્યક્રિયા કરવામાં પ્રવીણ અને પતિ ઉપર ભક્તિવાળી હતી, તેમ જ તેણીએ મસ્તકનો સથો જાણે નદીનો પ્રવાહ હોય તેવો કર્યો હતો, શરીરની કાંતિ જળરૂપ કરી હતી અને મુખને સરોવરરૂપ કર્યું હતું. તથા સ્વર્ગને જીતવાની ઇચ્છા વડે તેણીએ ભૂકુટિરૂપી દોરી સાથે કરેલા કપાળરૂપી ધનુષ ઉપર નાસિકારૂપી બાણ સ્થાપન કરેલું (ચડાવેલું) હતું. તેણીના મુખરૂપી ઘરમાં સરસ્વતી નિવાસ કરી રહી હતી. તેણીનાં નેત્રો લક્ષ્મીને જોવા માટે બારીઓ જેવાં હતાં. તેણીના જ્ઞાનરૂપી જળથી ભરેલા હૃદયરૂપી સમુદ્રમાંથી દાંતરૂપી મોતી નીકળ્યાં હતાં. દેદીપ્યમાન કાંતિવાળા શરીરરૂપી ઉદ્યાનમાં ચપળ શ્રોત્રરૂપી બે હીંચકામાં કુંડળના બહાનાથી ચંદ્ર અને સૂર્ય હીંચકા ખાવાની ક્રીડા કરતા હતા. માતાપિતારૂપી એક જ કલ્પવૃક્ષથી સમગ્ર ઇચ્છાઓ પૂર્ણ થતી હોવાથી તે પેથડ દશ કલ્પવૃક્ષથી ૨૯ ઝાંઝણનો જન્મ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટ વસ્તુને મેળવનારા યુગલિયાથી પણ વધારે સુખી હતો. નિરંતર ભોગના વિસ્તારરૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલા તે બન્ને દંપતીને કેટલેક કાળે સૌભાગ્ય અને ભાગ્યના સ્થાનરૂપ ઝાંઝણ નામનો પુત્ર થયો. ગૌર અંગવાળા, સુંદર આકારવાળા તથા લાલ ચરણ અને ઓઠવાળા હંસ જેવા તે બાળકને કમળની જેમ ધનવંતો પોતાના ખોળામાં સ્થાપન કરતા હતા. બાળક ક્ષીરકંઠ હતો, તો પણ તેની ધારણા શક્તિવાળી મોટી (સૂક્ષ્મ) બુદ્ધિ જોઈને તેના પિતામહ દેદને તેની બાલ્યાવસ્થામાં જ ભણાવવાની ઉત્કંઠા થઈ. કહ્યું છે કે “પુત્રની ઉત્પત્તિ જ ન થાય, ઉત્પન્ન થઈને તરત મરી જાય, તથા જીવતો રહીને મૂર્ખ થાય : આ ત્રણ પ્રકારના પુત્રમાંથી મરી જાય અથવા ઉત્પન્ન જ ન થાય એવા બે પ્રકારના પુત્રો સારા, કેમ કે તેઓ અલ્પ દુઃખદાયી છે. પરંતુ જીવતો રહીને પૂર્ણ થાય તેવો પુત્ર તો જિંદગીપર્યંત દાહ ઉપજાવે છે.' (૨૬) “રૂપ અને યુવાવસ્થા હોય, તથા ઊંચા કુળમાં ઉત્પન્ન થયા હોય તેવા મહાપુરુષો પણ જો વિદ્યાહીન હોય તો તે સુગંધરહિત કેસૂડાનાં પુષ્પોની જેમ શોભતાં નથી.' (૨૭) આ પ્રમાણે વિચારીને દેદ વણિકે તે ઝાંઝણને વિદ્યાકર નામના ઉપાધ્યાયની પાસે ભણવા મોકલ્યો. તે થોડા દિવસમાં જ શાસ્ત્રરૂપી સમુદ્રનો પારગામી થયો. ૧. જેના કંઠમાં માત્ર દૂધ જ હોય એટલે કે હજુ ખાવા શીખ્યો ન હોય તેવો. પેથડકુમાર ચરિત્ર ૩૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ વિમલશ્રીનો સ્વર્ગવાસ એક દિવસ દેદની સ્ત્રી વિમલશ્રી પાંચમના ઉપવાસને પારણે અમૃતના રસ જેવું ખીરનું ભોજન કરવા બેઠી. તેની ગતિ ઉજવળ થવાની હોવાથી પાંચમ પણ ઉજ્વળ, દોષરહિત હોવાથી તપ પણ ઉજ્જવળ અને ખીરનું ભોજન હોવાથી અન્ન પણ ઉજવળ હતું. કહ્યું છે કે જે તપમાં ઇન્દ્રિય અને કષાયનો વિજય થાય, દેવપૂજા, ઉપવાસ અને શીલ પાળવામાં આવે તેવો તપ કર્મના ક્ષયને માટે જ કરવો, પણ અન્ય એટલે ધન, પુત્રાદિકને માટે કરવો નહીં.” (૨૮) “કીર્તિ મેળવવાની ઇચ્છાથી, મત્સર વડે પૂજાવાની ઇચ્છાથી, સત્કાર-સન્માનની ઇચ્છાથી અને ધન મેળવવાની ઇચ્છાથી ઘણા તપનું આચરણ કર્યું હોય તો પણ તે દુર્ગતિમાં લઈ જાય છે.” (૨૯) તે વખતે તેણીને ઘેર એક માલણ પુષ્પ આપવા માટે આવી. તેણીએ તે ખીરનું ભોજન જોયું કે તરત જ તે મનોહર ખીરમાં તેણીની ઉત્કટ નજર પડી. આવા કારણથી જ બુદ્ધિમાન જનો જમતી વખતે પ્રથમ તે અન્નને સૂવે છે. હિતની ઇચ્છાવાળા પુરુષે જમતી વખતે પ્રથમ દુષ્ટ દૃષ્ટિ વગેરેના દોષના નિવારણ માટે પંચ નમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. શ્રી નેમિનાથ અને રાજિમતી પૂર્વ ભવમાં જ્યારે • • • • • • • • • • • • • વિમલશ્રીનો સ્વર્ગવાસ ૩૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ભિલ્લ દંપતી હતાં, ત્યારે તેમની પાસે કેવળજ્ઞાની મુનિએ આ પ્રમાણે કહ્યું હતું કે ભોજનને સમયે, સૂતી વેળાએ, જાગતી વેળાએ, પરદેશ જતી વખતે, ભય અને કષ્ટ આવી પડે ત્યારે સર્વ કાળે પંચ નમસ્કારનું સ્મરણ કરવું.” (૩૦) તે માલણની કુદૃષ્ટિથી દૂષિત થયેલી ખીર ખાવાથી તે વિમલશ્રીને વિશુચિકા (કોલેરા)નો વ્યાધિ થયો અને થોડા કાળમાં જ તે મરણ પામી. જન્મ લેનારને મરણ પણ સુલભ જ છે. કહ્યું છે કે – “જીવ શૂળ, વિષ, સર્પ, વિશૂચિકા, જળ, શસ્ત્ર, અગ્નિ અને સંભ્રમ–આટલાં કારણોથી એક મુહૂર્તમાં જ બીજા શરીરમાં સંક્રમ કરે છે એટલે મરીને બીજું શરીર ધારણ કરે છે.' પછી ઘણા શોકને પામેલો દેદ તેણીના શરીરને અગ્નિસંસ્કાર કરી ઘેર આવ્યો, ત્યાં જ તેને પણ સખત તાવ આવ્યો. કુશળતાનો નાશ કરે એવા પ્રેમને-મોહને ધિક્કાર છે. કહ્યું છે કે – “પોતાના કંદનું ખોદવું, પોતાના દેશનો ત્યાગ કરી પરદેશમાં જવું, કુટાવું અને ઊકળવું વગેરે કયા દુઃખને મજીઠ પામતી નથી ? (સર્વ દુઃખને પામે છે, અતિ રાગી દુ:ખને જ પામે છે.)” (૩૧) પ્રિયજનનો સંગમ થવાથી અંતે વિરહ થાય છે, વિરહ થવાથી • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર ૩૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ દુઃખ થાય છે, દુઃખથી જીવનો અંત (મરણ) થાય છે. મરણથી સંસાર પ્રાપ્ત થાય છે અને સંસારથી દુર્ગતિમાં પતન થાય છે.” દેદાશાહનો સ્વર્ગવાસ પછી બુદ્ધિમાન તે દેદે દુષ્ટ ચેષ્ટાથી મૃત્યુ નજીક આવ્યું જાણી પેથડને એકાંતમાં બોલાવી તેને સુવર્ણસિદ્ધિનો ઉપાય બતાવ્યો. તે પછી વિનયી એવા આ પથડને આ ઉપાયથી ઘણું સુવર્ણ પ્રાપ્ત થશે.” એમ ધારીને દેદે સાત ક્ષેત્રમાં સર્વ ધન વાપરી દીધું. પછી દેદે અંતિમ સમયની બધી શુભ ક્રિયાઓ કરી અને યાચકો માટે કલ્પવૃક્ષ સમાન દેદ મૃત્યુ પામી સ્વર્ગે ગયો. પછી વેપાર વગેરે દ્રવ્ય મેળવવાના ઉપાયમાં વિમુખ એવા પેથડે કેવળ ધાતુવાદમાં જ પ્રયાસ કરવા માંડ્યો; પરંતુ તે સુવર્ણસિદ્ધિનો આમ્નાય બરાબર હોવા છતાં અને તેમાં ઉદ્યમી હોવા છતાં, તેને લાભનંતરાયના ઉદયને કારણે, એક ચણોઠી જેટલું પણ સુવર્ણ પ્રાપ્ત ન થયું; કેમ કે કામઘટ, ચિંતામણિ, દક્ષિણાવર્ત શંખ અને કલ્પલતા વગેરે સર્વે દિવ્ય પદાર્થો કર્મની અનુકૂળતાએ અનુકૂળ થાય છે, અને કર્મની પ્રતિકૂળતાએ પ્રતિકૂળ થાય છે. લોઢું અને ઔષધિ વગેરે સર્વ સામગ્રી મેળવવામાં અને અગ્નિ ધમવાના કાર્યમાં • • • • • • • • • • ૩ ૩ દેદાશાહનો સ્વર્ગવાસ Page #61 -------------------------------------------------------------------------- ________________ ખૂબ ખર્ચ થવાથી તેને દારિદ્રય પ્રાપ્ત થયું, કેમ કે ધાતુવાદીને દારિદ્રય સુલભ જ હોય છે. એકદા લક્ષ્મી અને દારિદ્રયને સંવાદ થયો. તે વખતે લક્ષ્મીએ વિષ્ણુ પાસે વર માંગ્યા, ત્યારે દારિદ્રયે પણ વિષ્ણુ પાસે આ પ્રમાણે માંગણી કરી : “જે માણસ જુગારી, પોતાની જાતનો દ્વેષી, ધાતુવાદી, સદા આળસુ હોય અને આવક-જાવકનો વિચાર કરતો ન હોય, તેને ઘર હું વસું છું.” તે પછી તે પેથડ ધાન્યના પોટલા વેચીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. દારિદ્રય હોય ત્યારે વાણિયાઓની અનિંદ્ય વૃત્તિ આવી જ હોય છે. કહ્યું છે કે - “રાજપુત્ર દરિદ્ર થાય ત્યારે તે અધિકારનું અથવા ચોરીનું કામ કરે છે; વાણિયો ધાન્યના પોટલાની ફેરી કરે છે; બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરે છે; શૂદ્ર બીજાને ઘેર ચાકરી કરે છે; પૈસાદાર આભૂષણ અને ધાતુઓનાં વાસણો વગેરે વેચવાનો ધંધો કરે છે; નીચ જાતિના માણસ પોતે ભિક્ષાવૃત્તિ કરે છે; ખેડૂત પોતાની અને બીજાની ખેતી કરે છે; તથા દુર્બળ માણસ કપાસ ફોલવાનું કરે છે.” (૩૨) તે પછી કાપાલિકનું કર્મ કરીને મનમાં દીનતા લાવ્યા વિના નિર્વાહને કરતા એવા તે પેથડે કેટલોક કાળ નિર્ગમન કર્યો. કહ્યું છે કે – ‘‘બીજાને સંતાપ ઉપજાવ્યા વિના, નીચ માણસ પાસે નમ્રતા પેથડકુમાર ચરિત્ર ૬૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યા વિના અને પુરુષના માર્ગનો ત્યાગ કર્યા વિના જે કાંઈ થોડું પણ કર્યું હોય તે ઘણું જ છે.” (૩૩) જો બહુ દૂધથી ઊજળી અને સફેદ ચોખાથી યુક્ત ખીર ઊછળે છે, ઊકળે છે તો, લોટવાળી રાબડી પણ શું સામાન્ય રીતે નથી ઊછળતી ? અર્થાત્ ઊકળે છે, ઊછળે છે. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ આ અવસરે શ્રી તપાગચ્છમાં જિતેંદ્રિય ગુરુ શ્રી ધર્મઘોષ નામના આચાર્ય વિજયવંત હતા. એકદા કોઈ દુષ્ટ સ્ત્રીએ સાધુઓને વડાં વહોરાવ્યાં. તે જોઈ તે વડાં કામણવાળાં છે એમ જાણીને સૂરિ મહારાજે તે વડાનો ત્યાગ કરાવ્યો. તે વખતે તે વડાં પથ્થરરૂપ થઈ ગયાં હતાં. પછી પ્રાત:કાળે સૂરિએ એક પાટલો મંતરીને તે દુષ્ટ સ્ત્રીને આપ્યો, તે તેણીના બન્ને કુલામાં સજજડ ચોંટી ગયો. પછી તેણીની વિનંતીથી ગુરુએ કૃપા કરી તે પાટલો દૂર કર્યો. કોઈ નગરમાં શાકિનીઓના ભયથી રાત્રિએ નગરના દરવાજા બંધ કરવામાં આવતા હતા, તેથી સૂરિએ તેને મંતરી લીધી હતી. પરંતુ એક દિવસ ગુરુ તેનો મંત્ર ગણવો ભૂલી ગયા, તેથી તે શાકિનીઓએ રાત્રિમાં ગુરુને પાટ સાથે ઉપાડીને ચૌટામાં મૂકવા. તે જોઈ ગુરુએ તેમને સોયો વડે ખંભિત કરી દીધી; છેવટે તેમનું વચન લઈને તેમને છોડી દીધી. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ ઉ૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ તે પંડિત ગુરુએ એક રાત્રિમાં અરિહંતોની આઠ યમકવાળી મનોહર સ્તુતિઓ બનાવીને ગુજરાતના રાજાના મંત્રીશ્વરને તત્કાળ પ્રતિબોધ પમાડ્યો હતો. એકદા શિષ્યની પ્રાર્થનાથી મંત્રનું સ્મરણ અને સ્તુતિ વડે વશ કરેલા સમુદ્ર પોતાના તરંગ દ્વારા તે સૂરિને રત્નોનું ભેટયું કર્યું હતું. દેવપત્તન નામના નગરમાં કપર્દી નામના યક્ષને ધ્યાનથી પ્રત્યક્ષ કરી તેને પ્રતિબોધ પમાડી તે ગુરુએ તેને જિનબિંબનો અધિષ્ઠાયક બનાવ્યો હતો. કોઈ શ્રાવક દુષ્ટ ચેટકને પ્રસન્ન કરવા માટે વિષ્ટાનું ભોજન કરતો હતો અને સ્ત્રી વગેરેના આકર્ષણનો મંત્ર સાધતો હતો, તેને ગુરુ મહારાજે તે મંત્ર ભુલાવી દીધો. ગિરનાર પર્વત ઉપર વાંસની ઝાડીમાં મોહવલ્લી નામની વેલડી છે, એમ જાણીને તેની પરીક્ષા કરવા માટે ગુરુએ પોતાના એક નાના સાધુને તે ઝાડીમાં મોકલ્યો હતો. તે સાધુ તે વેલડીની ચોતરફ મોહથી ભમવા લાગ્યો અને જરા પણ ઊભો રહેતો નહીં, ત્યારે ગુરુ પોતે ત્યાં ગયા ને તેને બોલાવી લાવ્યા. ઉજયિની નગરીમાં એક યોગદ્ર હતો, તે ચેટકને સાધીને આકર્ષણ, ઉચ્ચાટન અને વશીકરણ વગેરે મલિન વિદ્યામાં નિપુણ થયો હતો. તે યોગીએ તે નગરીમાં સાધુઓનો પ્રવેશ બંધ કરાવ્યો હતો, તેથી ગુરુ પરિવાર સહિત તે નગરીમાં ગયા. ત્યાં તે યોગી એક ઉંદર અને કૂતરા વગેરે વિદુર્વાને પોતાના સાધુઓને ભય પમાડવા લાગ્યો. તે જોઈ ગુરુ તેને જ મંત્રશક્તિથી બાંધીને પોતાની પાસે લાવ્યા; પછી તેની નમ્રતાથી તેને મુક્ત કર્યો. એકદા તે ગુરુને જ દુષ્ટ સર્પે દંશ દીધો; તેનું વિષ વ્યાપવાથી તે મૂર્ણિત થયા. તે પેથડકુમાર ચરિત્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ વખતે શ્રીસંઘે ઘણા ઘણા ઉપાયો કર્યા, પણ તે વ્યર્થ થયા, ત્યારે ગુરુએ શ્રીસંઘને કહ્યું : “પ્રાત:કાળે એક માણસ સાથે કાષ્ટનો ભારો લઈને આવશે, તે ભારાને હરણઝેર કરનારી વેલડી બાંધેલી હશે; તે વેલડીને ઘસીને મારા સર્પs ખ ઉપર લગાડજો.” પછી પ્રાતઃકાળે તે જ પ્રમાણે શ્રીસંઘે કર્યું એટલે ગુરુ મહારાજ સાજા થયા. પછી ગુરુને તીવ્ર વૈરાગ્ય આવવાથી તેમણે સર્વ વિગઈઓનો ત્યાગ કરી જિનશાસનની ઉન્નતિ કરી. આવા પ્રભાવક તે શ્રી ધર્મઘોષસૂરિ કે જેના હસ્તમાં જ મોક્ષલક્ષ્મી રહેલી હતી તે આચાર્ય મહારાજ એકદા વિહાર કરતા કરતા વિદ્યાપુર નગરમાં આવી ચાતુર્માસ રહ્યા. તે સૂરિ મહારાજે સભામાં પરિગ્રહની ઇચ્છાના પરિમાણ ઉપર કર્ણપ્રિય લાગે એવી રત્નસારની કથા વ્યાખ્યાનમાં કહી. તે સાંભળી કેટલાક ધનવાન પુરુષોએ સર્વ વ્રતોના સ્વરૂપ સમું પરિગ્રહની ઇચ્છાનું પરિમાણ એ નામનું અણુવ્રત ગ્રહણ કરવાનું શરૂ કર્યું. ધર્મનું શ્રવણ કરી તેનો વિચાર કરી જે માણસ વિરતિને અંગીકાર કરે છે, તે જ શ્રાવક છે. વિરતિ થોડી પણ લીધી હોય તો તે ભવ્ય પ્રાણીને હિતકારક થાય છે. કહ્યું છે કે– “શુભ ભાવવાળા જે ભવ્ય પ્રાણીઓએ થોડી પણ વિરતિ ગ્રહણ કરી હોય, તેની દેવતાઓ, પોતે તે વિરતિ કરવાને અસમર્થ હોવાથી, પ્રશંસા કરે છે. (તેવા થવાની ઇચ્છા કરે છે.)” “એકેન્દ્રિય જીવો કવળઆહારને કરતા નથી, તો પણ તેઓ જે ઉપવાસનું ફળ પામતા નથી, તે તેમની અવિરતિનું જ ફળ છે.” ૩૭ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ Page #65 -------------------------------------------------------------------------- ________________ “એકેન્દ્રિય પ્રાણીઓ મન, વચન અને કાયા વડે પાપકર્મ કરતા નથી, તો પણ તેઓ અવિરતિને લીધે અનંત કાળ સુધી એકેન્દ્રિય જ રહે છે.'' ‘તિર્યંચ પ્રાણીઓ જો પૂર્વ ભવમાં નિયમિત વિરતિવાળાં રહ્યાં હોત, તો તેઓ આ તિર્યંચના ભવમાં સેંકડો ચાબૂક, અંકુશ અને આરના પ્રહારને તથા વધ, બંધન અને મારણને પામત નહીં.'' આ પ્રમાણે જાણીને તે ધનિકો પરિગ્રહ પરિમાણનો સ્વીકાર કરતા હતા, તે વખતે બાલ્યાવસ્થાથી જ દેવ અને ગુરુની અજોડ ભક્તિ કરનાર પેથડ ત્યાં ગુરુને વાંદવા આવ્યો, તે વખતે ફાટેલા વસ્ત્રવાળા, પરસેવાથી રેબઝેબ મેલવાળા અને જાણે કે મૂર્તિમાન દારિદ્રય હોય તેવા તેને જોઈને સર્વ વેપારીઓ હસવા લાગ્યા, અને તેઓએ કહ્યું : “હે પૂજ્ય ગુરુ ! આ પેથડ લાખ વર્ષે લક્ષેશ્વર અને કોટિધ્વજ થવાનો છે, તેથી તેને કેમ આ વ્રત ન આપવું ?’' તેમનું આવું વચન સાંભળીને શ્રી ગુરુ મહારાજે તેમને કહ્યું : ‘હે ભાગ્યવંતો ! કોઈએ લક્ષ્મીનો ગર્વ કરવો યોગ્ય નથી, કારણકે લક્ષ્મી મનુષ્યને ઊંચે સ્થાને આરોપણ કરીને તત્કાલ નાસી જાય છે, એટલે દારિદ્રય તેને અવલંબન આપે છે, તેનાથી તે નીચે ઊતરે છે. અંદરથી અથવા બહારથી જે મદ કરવો તે હાથીઓનું જ ભૂષણ છે; પુરુષને તો આઠમાંથી કોઈ પણ મદ કરવો તે તેના હિતનો નાશ કરનાર છે.'' કહ્યુ છે કે - પેથડકુમાર ચરિત્ર ૩૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ “જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુત : આ આઠમાંથી કોઈ એક પણ વડે મદ કરનાર મનુષ્ય ફરીથી-પરભવમાં તે તે વસ્તુને હીન, હીનતર પામે છે.” આ પ્રમાણે તેઓને કહીને પછી ગુરુ મહારાજે પેથડને ધર્મલાભનો આશીર્વાદ આપવાપૂર્વક કહ્યું : “હે ભદ્ર ! તું પણ આ ભવ અને પરભવમાં સુખ આપનાર પાંચમું અણુવ્રત ગ્રહણ કર.” ત્યારે તેણે કહ્યું : “જેઓ ઘણા પરિગ્રહ(ધન)વાળા હોય તેઓએ જ આ વ્રત લેવું યોગ્ય છે. પાણી વિના પાળ બાંધવાની જેમ મારે તે વ્રત લેવું કેમ યોગ્ય હોય? તેથી જો આ ધનિકોની સાથે હું પહેલું વ્રત ગ્રહણ કરું; તો સુવર્ણની સાથે ત્રાજવામાં આરોહણ કરનાર ચણોઠીની જેમ હું મુખની શ્યામતાને જ પામું. તે આ પ્રમાણે– ચણોઠી અને સુવર્ણનો સંવાદ પ્રથમ સુવર્ણ કહે છે : “મને ટાંકણાથી જે છેદવામાં આવે છે તેમાં મને કાંઈ દુઃખ નથી; અગ્નિમાં નાંખીને દાહ આપે છે તેમાં પણ મને દુ:ખ નથી; તથા કસોટીના પથ્થર પર ઘસે છે તેમાં પણ મને દુ:ખ નથી, પરંતુ મને જે ચણોઠીની સાથે જોખવામાં આવે ચણોઠી અને સુવર્ણનો સંવાદ ૩૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ છે, તે જ મોટું દુઃખ છે.” ત્યારે ચણોઠી કહે છે : “હું સોનીને પ્રિય છું, હું શ્રેષ્ઠ વર્ણ(રંગ)થી શોભું છું અને મારું 'વૃત્ત ઉત્તમ છે, છતાં હું જે નિષ્ક(સુવર્ણ)ની સાથે જોખાઉં છું, તેથી જ હું લજા પામું છું.” ત્યારે સુવર્ણ કહે છે : “હે ચણોઠી ! હું તારી સાથે તોળાઉં છું એવો તું ફોગટ ગર્વ ન કર. જો અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળાય, તો ઉત્તમતા અને અધમતાનું પ્રમાણ જણાય.” તે સાંભળીને ચણોઠી અગ્નિમાં પેઠી તેથી મુખે દાઝી છે અથવા તો લોકોના ધિક્કારથી અને હક્કારથી શ્યામ થઈ છે, એમ હું માનું છું.” પેથડનો પરિગ્રહ પરિમાણવ્રત-સ્વીકાર આ પ્રમાણે પેથડનું વચન સાંભળીને ગુરુ મહારાજે કહ્યું : હે ભદ્ર ! તેં આ યુક્તિયુક્ત વચન કહ્યું નથી. કેમ કે સર્વ કોઈ માણસ પોતાના ધનને અનુસાર પરિગ્રહ-પરિમાણનું વ્રત ગ્રહણ કરે તો તે ધન્ય જ છે. તેથી બીજા બધા વિચાર છોડી દઈ પોતાના હિત માટે વ્રતને અંગીકાર કર.” આ પ્રમાણે કહી ગુરુએ તેનો હાથ ઝાલી તેને પ્રથમ સમકિત વ્રત આપ્યું. કહ્યું છે કે “દુ શક્ય એવા (બાર પ્રકારના શ્રાવક) ધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ સમકિત કહ્યું છે.” (૩૪) ૧. ગોળાકાર. પેથડકુમાર ચરિત્ર ૪૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ જેમ અંધકારને ભેદનાર સૂર્યની બાર રાશિઓ તેના વિસ્તારને માટે છે, તેમ પાપરૂપી અંધકારને ભેદનાર સમકિતના વિસ્તારને માટે શ્રાવકનાં બાર વ્રતો છે. વેપારીઓને જેમ હાથમાં રહેલી કોથળી (પૈસાની) કાર્ય સાધનારી છે, જેમ રાજધાની રાજાઓના કાર્યને સાધનારી છે, જેમ સમુદ્રપ્રવાસીઓને પાટિયું કાર્ય સાધનાર છે, તેમ ભવ્ય જીવોને સમકિત કાર્ય સાધનાર છે. વળી સમકિત મુક્તિરૂપી કન્યાનું વરણ છે, મોક્ષલક્ષ્મીનો સત્યકાર છે, અને સંસારરૂપી દર્ભના મસ્તક પર રહેલો બંધ છે, એમ પંડિતો કહે છે. સમકિત વિનાનું ધ્યાન ધરવું તે દુ:ખનું નિધાન જ છે; તપ કરવાનું ફળ પણ માત્ર સંતાપ જ છે; કુબુદ્ધિવાળા એવા તેમના સ્વાધ્યાય પણ નિષ્ફળ છે; અભિગ્રહો પણ કદાગ્રહરૂપ જ છે; દાન અને શીલનું આચરણ પણ વખાણવા લાયક નથી; તીર્થયાત્રાદિક પણ વૃથા છે; તથા બીજુ જે કાંઈ ધર્મકાર્ય કરવું તે બધું નિષ્ફળ છે.” આ પ્રમાણે કહીને ગુરુએ તેને સુખને માટે ક્ષેત્ર વગેરે પરિગ્રહનું ઇચ્છાનુસાર પરિમાણ સ્વીકાર કરાવવાનો આરંભ કર્યો. કહ્યું છે કે – પરિગ્રહ એ શ્રેષનું સ્થાન છે, વૈર્યનો વિનાશ કરનાર છે, ક્ષમાનો પ્રતિકૂળ વિધિ છે, વ્યાકુળતાનો મિત્ર છે, ગર્વનું ઘર છે, ધ્યાનનો દુ:ખદાયી શત્રુ છે, દુ:ખને ઉત્પન્ન કરનાર છે, સુખનો નાશ કરનાર છે, અને પાપનો પોતાનો જ આવાસ-પાપને વસવાનું સ્થાન ૧. પરણવું તે. ૨. કોલ-કરાર. ૩. મસ્તક પર દર્ભનો બંધન થવાથી તે દર્ભ વધતો નથી, તેમ સમકિતરૂપ બંધ થવાથી ભવ વધતો નથી. • • • • • • • • • • • • • • • • • • • • • • • ૪૧ પેથડનો પરિગ્રહ પરિમાણવ્રત-સ્વીકાર Page #69 -------------------------------------------------------------------------- ________________ છે. આવો પરિગ્રહ પંડિતને પણ ગ્રહની જેમ ક્લેશને માટે અને નાશને માટે થાય છે.” (૩૫) હે ભદ્ર ! અંકુશની જેમ ગ્રહણ કરેલા આ વ્રત વડે ધનિક અને દરિદ્રી બન્નેનો લોભરૂપી ઉદ્ધત હાથી વશ થાય છે. મર્યાદા વિનાનો લોભરૂપી સમુદ્ર સર્વનો અવશ્ય નાશ કરે છે. તે લોભને વશ થવાથી શૃંગદત્ત મૃત્યુને પામ્યો હતો, તેનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. અદત્તાદાનનો નિયમ કરનાર શ્રેષ્ઠીની જેમ દરિદ્ર માણસ પણ સંતોષ કરવાથી કદાચ ધનને પામી શકે છે. કહ્યું છે કે – “નિઃસ્પૃહ મનુષ્યની પાસે પૃથ્વી પોતાની અંદર રહેલાં ગુપ્ત નિધાનોને પ્રગટ કરે છે. કેમ કે બાળકો (કામના નિઃસ્પૃહ છે તેથી તેમની) પાસે સ્ત્રી પોતાનાં અંગોપાંગને ગોપવતી નથી-ઢાંકતી નથી.” (૩૬) પછી ધનનું પરિમાણ કરવામાં (જાણવામાં) સાત-આઠ ધનિકોની સ્પર્ધા કરનારા તે પેથડના હાથમાં ગુરુએ સર્વ શુભ રેખાઓ જોઈ. તે આ પ્રમાણે—જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર, તોમર (ભાલું), દંડ, ખ ગ, ધનુષ, ચક્ર અને ગદા જેવી રેખાઓ દેખાતી હોય, તે પુરુષ રાજા થાય છે. જેના હાથ-પગના તળિયે ધ્વજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને પમ (કમળ) વગેરેના આકારવાળી રેખા દેખાતી હોય, તે પુરુષ લક્ષ્મીનો સ્વામી થાય છે. જેને સ્વસ્તિક(સાથિયા)ની રેખા હોય તે લોકમાં સૌભાગ્ય પામે છે. મસ્ય(માછલા)ની રેખા પેથડકુમાર ચરિત્ર ૪૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ હોય તે લોકમાં પૂજા પામે છે. શ્રીવત્સની રેખા હોય, તે ઇચ્છિત લક્ષ્મીને પામે છે. માળાના આકારે રેખા હોય તે ઘણી ગાયો વગેરે પશુઓનો સ્વામી થાય છે. જેના હાથમાં અંગુઠાના પર્વોમાં જ બની રેખા હોય તે ભાગ્યવાન થાય છે. અંગુઠાના મૂળમાં જવ હોય તો તે વિદ્યાવાન થાય છે. હાથનાં તળિયે ઊર્ધ્વરેખા હોય તો તે મોટી લક્ષ્મી આપનાર થાય છે. આ પ્રમાણે વિશાળ સંપત્તિને આપનારી અનેક રેખાઓવાળો તેનો હાથ જોઈ ગુરુએ જાણ્યું કે આને ધન અને વૈભવ ઘણો પ્રાપ્ત થશે. તે વખતે તે પેથડ ગુરુના કહેવાથી વીશ રૂપિયાનું પરિમાણ કરવા લાગ્યો; તેની ગુરુએ ના કહી, ત્યારે સો રૂપિયાનું પરિમાણ કરવા લાગ્યો; તેની પણ ના કહી, ત્યારે હજારનું પરિમાણ કરવા લાગ્યો; તેની પણ ના કહીને, છેવટે ગુરુએ પાંચ લાખનું પરિમાણ કરાવ્યું. અહો ! દરિદ્રી ઉપર પણ ગુરુની વત્સલતા ! અહો ! ભવિષ્યનું જાણવાની કુશળતા ! તથા અહો ! અતિશય જ્ઞાન છતાં પણ ગંભીરતા ! આ ત્રણ બાબત તે ગુરુ મહારાજ માં સર્વોત્તમ હતી. પછી પેથડે લજજા પામીને કહ્યું : “ ભગવાન્ ! મને લાખ રૂપિયા લખતાં કે ગણતાં પણ આવડતું નથી, તો તેટલા રૂપિયા ઉપાર્જન કરવાને તો હું કેમ શક્તિમાન થઉં ?' ગુરુએ કહ્યું : “હે ભદ્ર ! તારું વચન યુક્ત છે, પરંતુ લક્ષ્મી એક ક્ષણવારમાં જ પત્તિને પતિ બનાવવામાં અને પતિને પત્તિ બનાવવામાં સમર્થ છે, તેથી ભાગ્યશાળી પુરુષોને ધનનો નિયમ મોકળો (વિશાળ) ૧. સિપાઈ-ગરીબ. ૨. સ્વામી-ધનવાન. પેથડનો પરિગ્રહ પરિમાણવ્રત-સ્વીકાર ૪૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ રાખવો સારો છે. તેમ કરવાથી કદાચ ધનની અધિકતા થાય તો પણ મન ડોળાય નહીં, ચલાયમાન થાય નહીં.” ત્યારે તેણે ગુરુનું વચન શ્રદ્ધાથી અંગીકાર કર્યું. પછી તે પેથડે કષ્ટથી આજીવિકા કરતાં કેટલોક કાળ નિર્ગમન કર્યો. એકદા પ્રવાસીને યમ સમાન, દુ:ખે કરીને વારી શકાય એવા મેઘની વૃષ્ટિ કરનાર અને ધાન્યાદિકની ઉત્પત્તિ વડે સારભૂત-શ્રેષ્ઠ એવો વર્ષાકાળ પ્રાપ્ત થયો. તે વર્ષાઋતુમાં કાળાં વાદળના ગાઢ અંધકારના સમૂહ વડે મલિન થયેલા આકાશના આંગણારૂપી કાળી પૃથ્વીમાં વિધાતાએ પતંગિયાના બાળકોરૂપી મેઘ નાશ કરેલા સૂર્યના સમગ્ર તેજનાં બીજ વાવ્યાં હોય એમ જણાતું હતું, કેમ કે જો તેમ ન હોય તો શરદ ઋતુમાં તે સૂર્યનું તેજ અત્યંત કેમ થાય ? આવા વર્ષાઋતુને સમયે પેથડ પરગામથી આવતો હતો, તેને માર્ગમાં વરસતા મેઘે રોક્યો, તેથી રાત પડી ત્યારે પોતાના ગામની સમીપે તે આવ્યો. તે વખતે તેણે કેટલાએક નિર્ભય બાળકોને અન્યનાં ખેતરોમાંથી પાછા વળેલા જળ વડે અમુકના ખેતરના ક્યારામાં પાણી ભરતાં જોયાં. તે જોઈ મનમાં આશ્ચર્ય પામી તેણે વિચાર્યું : “આવી ભયંકર રાત્રિએ શ્યામ વર્ણવાળા આ બાળકો નગરની બહાર રહીને આવું કામ કરે છે તે કોણ હશે ?” આ પ્રમાણે વિચારી તેણે તેઓને પૂછયું, ત્યારે તેમણે કહ્યું : “અમે પુણ્યને વશ થવાવાળા છીએ, આ નગરમાં જ રહીએ છીએ અને આ નગરમાં રહેનારા કામ નામના શ્રેષ્ઠીના નોકરો છીએ-કામ કરનારા છીએ.” તે સાંભળી પેથડે તેમને પૂછયું : “હે પેથડકુમાર ચરિત્ર ४४ Page #72 -------------------------------------------------------------------------- ________________ બાળકો ! તમે કહો, કે મારા માટે કોઈ પણ ઠેકાણે કામ છે ?” ત્યારે તેમણે કહ્યું : “હા, તમારાં કામો માલવે દેશમાં છે.” તે સાંભળીને હર્ષથી ભરપૂર બનેલો તે પેથડ પ્રાત:કાળે ઘેર આવ્યો, અને તરત જ એક પેટીમાં ઘરનું સર્વસ્વ નાંખી માલવ દેશ તરફ ચાલ્યો. કહ્યું છે કે પેથડનો માંડવગઢમાં પ્રવેશ “સેકડો નગરોમાં જવું, સેંકડો કળાઓ શીખવી, અને સેકડો રાજાઓની સેવા કરવી, કેમ કે મનુષ્યનાં ભાગ્ય સ્થાનનાં આંતરાવાળાં હોય છે એટલે અમુક સ્થાને જ ભાગ્ય ઊઘડે છે.” (૩૭) તે પેથડ, પ્રિયા પ્રથમિણી અને પુત્ર ઝાંઝણ સહિત, કેટલેક દિવસે અતિ શોભાયમાન માંડવગઢ (મંડપદુર્ગ)ના દરવાજે પહોંચ્યો. તે દરવાજો મનોહર પૂતળીઓ અને ઊંચાં તોરણોનાં કિરણો વડે વ્યાપ્ત હતો, તેથી તે લંકા નગરીના સુવર્ણમય દરવાજાથી પણ અધિક શોભાને પામતો હતો. આવા શ્રેષ્ઠ નગરમાં તે પેથડ જ્યારે પ્રવેશ કરતો હતો, ત્યારે જ તેણે ડાબી બાજુ એ એક સર્પની ફણા ઉપર શબ્દ કરતી અને નૃત્ય સાથે ક્રીડા કરતી એક દુર્ગા જોઈ. તે વખતે તેણે વિચાર ૧. કાળી દેવચકલી. * પથાનો માંડવગઢમાં પ્રવેશ પેથડના માંડવગઢ માં પ્રવેશ Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્યો : “પ્રવેશ કરતી વખતે જો ડાબી બાજુ એ શબ્દ કરતી દુર્ગા જોવામાં આવે તો તે કલ્યાણકારક નથી, તો પછી કાળા સપની ફણા ઉપર રહેલી તે દુર્ગા કલ્યાણકારક ક્યાંથી જ હોય ?' આ પ્રમાણે જાણી તેને અપશુકન માની તેના નિવારણ માટે નવકાર મંત્રનું સ્મરણ કરતો તે પેથડ પ્રવેશ કરવામાં કંઈક વિલંબ કરવા લાગ્યો. તેટલામાં ત્યાં મારવાડનો કોઈક જોશી આવ્યો. સૂક્ષ્મ બુદ્ધિવાળા તે જોશીએ તે અતિ શ્રેષ્ઠ શુકનને તથા પેથડને રાહ જોતો જોઈ તેને રાહ જોવાનું કારણ પૂછ્યું, ત્યારે પેથડે કહ્યું: “નગરમાં પ્રવેશ કરતાં મને શુભ શુકનની અનુકૂળતા થઈ નથી, તેથી મેં પ્રવેશ કરવામાં વિલંબ કર્યો છે.” કહ્યું છે કે જ્યોતિષીના દ્વેષીને ક્ષેમ-કુશળ થતું નથી; વૈદ્યના કેબીને આયુષ્ય હોતું નથી; નીતિના દ્વેષીને લક્ષ્મી રહેતી નથી; અને ધર્મના દ્વેષીને તે ત્રણે હોતાં નથી.” (૩૮) આ સાંભળી તે જોશીએ હસીને કહ્યું : “તમારી પંડિતાઈને ધિક્કાર છે, કે જેથી તમે ચિંતામણિ રત્નને પથ્થરરૂપે માન્યું છે. જો કદાચ આ ઉત્તમ શુકનનો આદર કરીને તમે નગરમાં પ્રવેશ કર્યો હોત તો તમે આ આખા માલવ દેશના છત્રધારી રાજા જ થાત. કેમકે આ દુર્ગા અમુક સ્થાનમાં અશુભ છે પણ તે સર્પરૂપી કાળને પોતાના પગની નીચે નાંખીને નૃત્ય કરે છે, તેથી આવી શુભ ચેષ્ટા વડે તે રાજ્યને આપનારી છે.” કહ્યું છે કે – પેથડકુમાર ચરિત્ર ४६ Page #74 -------------------------------------------------------------------------- ________________ અપમ “કાળ, દિશા, સ્થાન અને ચેષ્ટાના વિશેષને પામીને પક્ષીના શબ્દો વગેરે શુકનો અશુભ છતાં પણ શુભ થાય છે, અને શુભ છતાં પણ અશુભ થાય છે.” (૩૯). તમે ક્ષણવાર વિલંબ કર્યો, તેથી આ ઉત્તમ શુકનનું તમે અપમાન કર્યું, તેથી તે સંપૂર્ણ ફળને આપશે નહીં. તોપણ તેનું જે ફળ થશે તે તમે સાંભળો : તમે આ સમગ્ર માલવ દેશના કરોડો ધનવાન પુરુષોથી પૂજાશો, મોટા ધનવાન થશો, અને આ દેશનો રાજા તો માત્ર બિંબરૂપે જ હશે (નામનો જ રાજા હશે).” આ પ્રમાણે તેનું વચન સાંભળી દેદના પુત્રે ખેદ પામીને વિચાર કર્યો : અહો ! જુઓ, આ મારું અજ્ઞાનપણું આજે દુર્લભ રાજયલક્ષ્મીને આવતી અટકાવવાથી મારા શત્રુરૂપ થયું છે.” કહ્યું છે કે – મૂર્ખતા જ મૃત્યુ છે, અને વિદ્વતા જ જીવન છે.આ બન્નેનું આંતરું (તફાવત) જાણીને જે ઇષ્ટ લાગે, તે ગ્રહણ કરો.” (૪૦) જો કદાચ સંસારરૂપી અસાર ભોજનની અંદર ઘી સમાન રાજ્ય મને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય, તો હું આખી પૃથ્વીને જિનેશ્વરનાં ચૈત્યોથી શોભિત કરું, અથવા તો આ જોશીનું વચન સત્ય થશે તો હજુ પણ કાંઈ બગડી ગયું નથી. વળી આ જોશીએ જે કહ્યું છે તે અવશ્ય થશે જ. વળી જેમ વીંધેલો કાન ભૂષણને પામે છે, છેદે લો નખ લાખના રસને પામે છે, તીણ સોયથી ભદેલો ૧. સોયથી ખોદીને ત્રાજવાં પાડે છે તેવો હાથ. - પેથડનો માંડવગઢમાં પ્રવેશ Page #75 -------------------------------------------------------------------------- ________________ હાથ શોભાને પામે છે, લગ્ન વખતે મલિન વસ્ત્રવાળી કન્યા ઘરેણાંઓને પામે છે – પહેરે છે, તાપ વગેરેને પામેલું વસ્ત્ર સારા રંગને પામે છે, અર્થાત્ આ સર્વે જેમ દુ:ખ સહન કરવાથી શોભા વગેરે ગુણને પામે છે, તેમ દરિદ્ર એવો હું પણ કેમ ધનને નહીં પામું ? આ કળિયુગમાં શુકન જ વસ્તુને પ્રકાશ કરવામાં દીપક સમાન છે, કેમ કે તે શુકનના બળથી જ મારવાડના જોશીએ મૂઠીમાં મોતી છે એમ કહ્યું હતું.' આ પ્રમાણે મનમાં વિચાર કરી તે જોશીની વાણી ઉપર અત્યંત શ્રદ્ધા રાખતાં તે સરળહૃદયી પેથડે સોપારી વગેરે આપી તેનો સત્કાર કર્યો તે પછી તેણે એ મોટા નગરમાં પ્રવેશ કર્યો. તે નગર પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળમાં રહેલા અલંકારની જેમ શોભતું હતું, તથા તેના કિલ્લા ઉપર રહેલા કાંગરાની શ્રેણિ ઉપર મોતીઓ લટકાવેલાં હતાં તેથી તે કિલ્લો તેના ગોળ તિલક (ચાંદલા) જેવો શોભતો હતો. પરિગ્રહપરિમાણ તથા મંડપદુર્ગ નગરમાં જવું-એ બે બાબતને કહેનારો આ બીજો તરંગ સમાપ્ત થયો. :::::::::::::::: પેથડકુમાર ચરિત્ર ૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો તરંગ લાવણિકનો વેપાર તે વખતે મંડપદુર્ગ નગરમાં પરમાર વંશમાં ઉત્પન્ન થયેલો, લક્ષ્મી વડે દેવ જેવો શ્રી જયસિંહદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. તે પેથડે શુભ મુહૂર્તે તે રાજાના મહેલરૂપી પર્વત પાસે તળેટીની જેમ દુકાન માંડી. તેમાં જુવાર વગેરે ધાન્ય, તેલ, મીઠું, મગ, હીંગ અને ઘી વગેરે સર્વ પ્રકારની મોદીખાનાની વસ્તુઓ થોડી થોડી લઈને બેઠો અને મોટે ભાગે તે લવણ(મીઠા)નો જ વેપાર કરતો હતો, તેથી સમગ્ર લોકમાં તેનું નામ ‘લાવણિક’ તરીકે પ્રસિદ્ધ થયું. ૪૯ ૧ ચિત્રાવેલીની પ્રાપ્તિ એકદા કોઈક ભરવાડણ કામળ ઓઢીને મસ્તક પર લતાની ઈંઢોણી ઉપર ઘીનો ઘડો મૂકી તેની દુકાને આવી. તેણીએ તે ઘડો ઈંઢોણી સાથે ઉતારીને નીચે મૂક્યો. તેમાંથી તે પેથડ ઉત્તમ સુગંધી ઘીને માપ વડે કાઢવા લાગ્યો. તેમાંથી ઘણું ઘી કાઢવા છતાં પણ જ્યારે તે ઘડાનું ઘી ઓછું થયું નહીં, ત્યારે ઈંઢોણીની અંદર ચિત્રકવેલડી હોવી જોઈએ એમ તેણે ધાર્યું. તેથી તે ભરવાડણને લાવણિકનો વેપાર ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઘણા પૈસા આપી ઈંઢોણી સાથે તે ઘીનો કુંભ તેણે વેચાતો લઈ લીધો. તેથી તે ઘડામાં અખૂટ ઘી થયું. અહો ! ભાગ્યની જાગૃતિ કે વી છે ! ઘીનો વેપારી પેથડ હવે તે નગરનો રાજા જયસિંહ જ્યારે જમવા બેસતો હતો, ત્યારે તેની એક દાસી વાટકો લઈને તે પેથડની દુકાને ઘી લેવા માટે હંમેશા આવતી હતી. તેણીને તે મૂલ્ય લઈને ખૂબ સુગંધીવાળું ઘી આપતો હતો, અને તે રાજા હંમેશાં ઘી ખાતો હતો. આ પ્રમાણે કેટલોક કાળ ગયો, તેવામાં એકદા પેથડ ઘેર જમવા ગયો હતો અને તેનો પુત્ર ઝાંઝણ દુકાને બેઠો હતો. તે વખતે તે દાસી ઘી લેવા આવી. તેણીએ ઘી માંગ્યું, ત્યારે અતિ ચતુર એવા ઝાંઝણે વિચાર્યું : “રાજા હંમેશાં વેચાતું લઈને ઘી ખાય તે ખોટી રીત છે, તેથી આપત્તિને લાવવામાં દૂતી સમાન આ તેની કુટેવને હું આજે દૂર કરું. ગુણ કરનારા રાજા પાછળથી મારા પર ભલે કોધ કરે કે ખુશી થાય.' કહ્યું છે કે : નિગુડીએ' વિચાર કર્યો : મારે છાયા નથી, પુષ્પો આવે છે ખરાં, પણ નકામાં છે, શાખાની શોભા પણ તેવા પ્રકારની ઊંચી ૧. નગોડ નામની ઔષધિ. પેથડકુમાર ચરિત્ર - ૫) Page #78 -------------------------------------------------------------------------- ________________ (સારી) નથી, અને ફળોના સમૂહ વડે મારી શોભા તો દૂર રહી અર્થાત્ ફળ તો આવતાં જ નથી. આ પ્રમાણે વિચાર કરીને તે નિગુડી વિદનને હણવા માટે આદરથી અગ્નિમાં પેસે છે (નગોડિયું તેલ કરવામાં તેનો ઉપયોગ થાય છે). તેથી પંડિત પુરુષે પોતાના દેહને બાળીને પણ પરોપકાર કરવો જોઈએ.” (૪૧) આમ વિચારીને ઝાંઝણે કહ્યું: ““જા, રાજાને કહે : ઘી નથી.” તે બોલી : “રાજા જમવા બેઠા છે તેથી થોડું પણ આપ.” ઝાંઝણે કહ્યું : ““હે મુગ્ધા ! વારંવાર શું બોલ્યાં કરે છે ? એક છાંટો પણ ઘી નથી. તને ગમે તે કર.” તે સાંભળી શ્યામ મુખવાળી થયેલી તે દાસીએ રાજા પાસે જઈ, સામંત વગેરેના સાંભળતાં, ઘીનો અભાવ કહ્યો. તે સાંભળી રાજા લજજા પામ્યો અને ક્રોધથી તેણે પેથડને બોલાવવા માટે તત્કાળ પોતાનો સેવક મોકલ્યો, તથા પોતે ભોજન કરીને ઊભો થયો. તે રાજ પુરુષે રાજાના કોપનું કારણ જણાવવાપૂર્વક પેથડને બોલાવ્યો, ત્યારે તેણે અત્યંત ભયભીત બની વિચાર્યું : “મારા જેવા ગરીબ ઉપર આજે રાજાનો કારણ વિનાનો કોપ કેમ થયો હશે ? અથવા તો છઠ્ઠો માસ આવે ત્યારે વાણિયાઓ માંચી સેવનારા થાય છે (છ માસે વાણિયાને આપત્તિ આવે જ છે). મારું કષ્ટથી મેળવેલું ધન જરૂર આજે રાજા લઈ લેશે. શું કીડીઓનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જતા નથી ?' આ પ્રમાણે તેનું ચિત્ત ચિંતારૂપી ચિતાથી વ્યાપ્ત થયું. તે જમીને ઊઠયો કે તરત ૧. તેલના મેલ વગેરે દોષને. ઘીનો વેપારી પેથડ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૫૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ જ તે પુરુષ તેને તેની દુકાને પણ નહીં જવા દેતાં રાજા પાસે લઈ ગયો. રાજાએ તેને પૂછયું : “અરે ! આજે તે ઘી કેમ ન આપ્યું ?” પેથડે કહ્યું : “હે દેવ ! તે વખતે હું દુકાને નહોતો, પરંતુ મારો પુત્ર હતો. તેણે કેમ ન આપ્યું તે હું જાણતો નથી.” તે સાંભળી રાજાએ સેવકને મોકલી તેના પુત્રને પણ બોલાવ્યો. તે વખતે પેથડ વિચાર કરવા લાગ્યો : ‘અહો આજે મેં પુત્રને શા માટે દુકાને રાખ્યો ? અથવા તો શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન થાય ?' - “સુવર્ણ જેવા પીળા શરીરવાળો મૃગ કોઈએ દુનિયામાં ક્યાંય પણ જોયો નથી અને સાંભળ્યો પણ નથી. તોપણ સીતાએ તેની ચામડીની કાંચળી કરવાની ઇચ્છા કરી, તેથી જણાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય જ છે.” (૪૨) આ પ્રમાણે પેથડ વિચાર કરે છે તેટલામાં સિંહના બાળક જેવો નિર્ભય ઝાંઝણ રાજા પાસે આવ્યો. તેને પણ રાજાએ પૂછયું ત્યારે તેણે સ્પષ્ટ રીતે કહ્યું: “હે સ્વામી ! આજે મારા પિતા દુકાને નહોતા, હું જ હતો. મેં આજે ઘી ન આપ્યું તેનું કારણ સાંભળો . ઘી આપવા માટે હું ઊઠીને દુકાનની અંદર ગયો, તે જ વખતે સામે તત્કાળ ત્રાટુ શબ્દ કરતી (મોટી) છીંક થઈ. તે વખતે મને શંકા થઈ કે આ ઘીમાં ગરોળી વગેરેની ગરલ તો નહીં પડી હોય ને ? કેમ કે પ્રાયે કરીને અમારાં ઘી વગેરેનાં પાત્રો વ્યાકુળતાને પેથડકુમાર ચરિત્ર પર Page #80 -------------------------------------------------------------------------- ________________ કારણે ઉઘાડાં પણ રહી જાય છે. કદાચ તેમાં ગરલ ન પડી હોય અથવા શત્રુની લાલચથી પ્રેરાઈને કોઈ માણસે વિષાદિક નાખ્યું હોય તો શું કરવું ? કારણકે શાલિ (ચોખા) ખાવામાં લુબ્ધ થયેલા પોપટ, દૂધ પીવામાં લુબ્ધ થયેલો બિલાડો અને ઘનમાં લુબ્ધ થયેલા પુરુષો અનુક્રમે પથ્થરને, લાકડીને અને અનર્થની પરંપરાને જોતા નથી. આવાં કારણોને લીધે જ રાજાઓના પાણીના ઘડાઓને પણ શત્રુના એ વિષરૂપે કરેલા કષ્ટથી બચવા માટે તાળાં દેવામાં આવે છે. “શત્રુ ઉપર વિશ્વાસ રાખવો નહીં, અને મિત્ર ઉપર પણ વિશ્વાસ રાખવો નહીં.” આવું નીતિનું રહસ્ય આપ જાણો જ છો, તેથી આપ પ્રમાદી ન થાઓ. પ્રમાદરૂપી શત્રુ પ્રાણીઓના શરીરમાં જ રહેલો હોવાથી જેમ પોતાના વસ્ત્રમાં જ સર્પ પેઠેલો હોય તેની માફક કેટલું કુશળ ગણાય ? (ન જ ગણાય.) અથવા તો હે દેવ ! આપ એમ માનતા હો કે જેણે (જે પુયે) આવું મોટું સ્વામીપણું આપ્યું છે, તે જ કષ્ટને રોકવામાં અર્ગલારૂપ થશે; તોપણ અવંતીના સ્વામી હંમેશાં વેચાતું ઘી લઈને નિર્વાહ કરે છે, એવી આપની અપકીર્તિ ખાસ કરીને ચારે દિશામાં ફેલાશે.” કહ્યું છે કે – “નિર્મળમાં જે મલિનતા હોય તે જ અપકીર્તિનું કારણ છે, પણ મલિનને વિષે મલિનતા હોય તે કાંઈ અપકીર્તિનું કારણ નથી. જેમ કે ઉજ્જવળ ચંદ્ર અ૫ મલિનતાને લીધે જ કલંકી કહેવાય છે, પણ કેવળ મલિન એવો અંજનગિરિ કલંકી કહેવાતો નથી.” ૫૩ ઘીનો વેપારી પેથડ Jain Education Internatjonal Page #81 -------------------------------------------------------------------------- ________________ “અમારા જેવાને ઘેર પણ બે-ત્રણ દિવસ ચાલે તેટલું તો ઘી હોય છે, તો આવા મોટા દેશાધિપતિને ઘેર એક દિવસ ચાલે તેટલું પણ ઘી ન હોય, તે કેવું આશ્ચર્ય ? કદાચ કોઈ શત્રુએ કરીને કિલ્લો સંધ્યો હોય તો ઘી વગેરેનો સંગ્રહ ન હોય રે ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા' જેવો ન્યાય જ આપને લાગુ પડે છે. વળી આપના જે મંત્રીઓ છે તે બધાને હું શિયાળાની ટાઢ ઉડાડવા માટે ધન આપનારા મંત્રીની જેમ કપટી માનું છું.' કહ્યું છે કે “સર્પ કોઈને હસે છે, ત્યારે તેનું લોહી સપના મુખમાં આવતું નથી, તેમ જ ડસાયેલાના શરીરમાં પણ રહેતું નથી, તે જ પ્રમાણે દુષ્ટ અધિકારી હોય ત્યારે દેશનું ધન પ્રજામાં રહેતું નથી, અને રાજા પાસે પણ રહેતું નથી.” (૪૩) જે પ્રધાન રાજાનું હિત કરે છે, અને અહિતને નિવારે છે, તેમ જ રાજાના, પોતાના અને સર્વ પ્રજાના અર્થને સાધે છે, તે જ ઉત્તમ પ્રધાન છે.” કહ્યું છે કે “કેટલાએક મંત્રીઓ પડઘા જેવા હોય છે (રાજા જેમ બોલે તેમ જ પોતે પણ બોલે તેવા હાજીહા કરનારા હોય છે), કેટલાક અરીસા જેવા (પ્રતિબિંબ-છાયારૂપે) હોય છે અને કેટલાક દીવાની જેમ માત્ર માર્ગને દેખાડનાર હોય છે, પરંતુ અંકુશની જેમ રાજાને વશ કરનાર મંત્રી તો કોઈક જ હોય છે.'' વળી હે સ્વામી ! આપના પ્રસાદથી મારે ઘીની જરા પણ પેથડકુમાર ચરિત્ર ૫૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ ન્યૂનતા નથી, જો કાર્ય હોય તો થીની નીક ચલાવવા પણ હું શક્તિમાન છું, તેથી હે રાજા ! બાળકથી પણ હિત ગ્રહણ કરવું એમ જાણીને આવી પ્રથા ન પડી જાય-આવો રિવાજ બંધ થાય-તેમ કરો.’’ આ પ્રમાણે જાંગુલી વિદ્યાના જેવી તેની ઉદાર વાણી સાંભળીને રાજા ક્રોધરૂપી વિષથી મુક્ત થઈ ચિત્તમાં વિચાર કરવા લાગ્યો : ‘અહો ! આની દીર્ઘદૃષ્ટિ ! અહો ! આનુ ધૃષ્ટપણું (નીડરપણું) ! અહો ! આની વાણીની મોટાઈ ! અને ચોથુ એ કે અહો ! આના વચનની ચતુરાઈ ! આ સર્વ કોને આશ્ચર્યકારક નથી ? આ તો બાળક છે તોપણ બાળ એવા સિંહ, કલ્પવૃક્ષ અને સૂર્યની જેમ ચેષ્ટા વડે તો અબાળ જેવો છે. તેથી આ તેના પિતાની સાથોસાથ મારા પ્રધાનપદને લાયક છે.’ આ પ્રમાણે વિચારીને હર્ષના અતિશયથી મનમાં પ્રફુલ્લિત થયેલા રાજાએ તે પિતા-પુત્રને પાંચે અંગનાં સુંદર વસ્ત્રો આપી સર્વ મુદ્રાના અધિકારી બનાવ્યા. પીળી કાંતિવાળું, સુવર્ણની મુદ્રાથી યુક્ત તેમનું હાથરૂપી રાતું કમળ દેદીપ્યમાન તેમની મૂર્તિમાન લક્ષ્મી વડે જાણે આશ્રય કરાયું હોય તેમ શોભતું હતું. તે વખતે અલ્પ કાંતિવાળા શ્રાવકોરૂપી તારાઓવાળુ જિનશાસનરૂપી આકાશ શત્રુરૂપી અંધકારને હરણ કરનાર તે બંને વડે સૂર્યોદયવાળું થયું. કહ્યું છે કે જિનેશ્વર દેવ, જિનેશ્વરના ભક્ત રાજા, મંત્રી કે બળવાન શ્રાવક તથા અતિશયવાળા આચાર્ય : આ પાંચ શાસનના ઉદ્યોતકારક છે.’’ (૪૪) ૧૫ ઘીનો વેપારી પેથડ Page #83 -------------------------------------------------------------------------- ________________ રાજાએ તેમના સુખપૂર્વક નિર્વાહ માટે દર વરસે દરેક ગામમાંથી તેમના પૂર્વના પુણ્યરૂપી વૃક્ષના પુષ્પ સમાન એકેક સોનામહોરનો લાગો કરી આપ્યો. તે પછી હર્ષ પામેલા રાજાએ તે બંનેને સવારી માટે ઘોડા આપી ઘેર જવાની રજા આપી, ત્યારે તે બંને રાજાને પ્રણામ કરી અશ્વ પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. તેમની આગળ વાગતાં વાજિંત્રોના શબ્દથી આકાશતળ ભરાઈ ગયું હતું. તેમની આગળ ચાલતા મંત્રીઓ, સામંતો, અમાત્યો અને લાખો અગ્રેસર મનુષ્યોના ચાલવાથી પૃથ્વીમંડળ જાણે નમી જતું હતું. આ રીતે તે બંને પુત્ર-પિતા શોભાવાળા જયસિંહ નામના સચિવને ઘેર, જાણે કે ઇંદ્રપુત્ર અને ઇંદ્ર ઉત્તમ વિમાનમાં જતા હોય તેમ, ગયા. ત્યાં જયસિંહ પાસેથી આઠ હજાર રૂપિયા ગ્રહણ કરી બધાને સન્માન આપી, સંતોષ પમાડી, ઝાંઝણે સર્વને રજા આપી. આ પ્રમાણે વચનની ચતુરાઈથી પેથડ અને ઝાંઝણ તત્કાળ પ્રભુતાને પામ્યા. અથવા તો વાણીની કળા કદાપિ નિષ્ફળ થતી નથી. કહ્યું છે કે – ““વપુ (શરીર), વચન, વસ્ત્ર, વિદ્યા અને વૈભવ- આ પાંચ વકારથી હીન મનુષ્ય હોય તો તે ગૌરવને લાયક થતો નથી.” (૪૫) વાણી જ અપરિમિત-મોટા મહિમાનું ઘર છે, પણ લક્ષ્મી મહિમાનું ઘર નથી. જેમ કે પોપટ સારી વાણીવાળો હોય તો તે સુવર્ણના ઘરમાં (પાંજરામાં) રહે છે, અને હાથી લક્ષ્મીનું ઘર છે, પેથડકુમાર ચરિત્ર ૧૬ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #84 -------------------------------------------------------------------------- ________________ તોપણ તે વાહન બને છે. બુદ્ધિમાન રાજાને સેવવા લાયક અપાર વ્યાપારરૂપી સમુદ્રમાં નવા આવાસમાં રહેલા પેથડે મેરુ પર્વતની ઉપમા ધારણ કરી. સુવર્ણનું દાન કરનારા પેથડે પોતે અનેક લોકોને કર રહિત કર્યા. કેમ કે પોતે સુખકારક હોય તો શેષ (બાકીના બધા) સુખકારક જ થાય છે. જેમ કે મેઘ સમગ્ર નદીઓના જળને સમુદ્રમાં લઈ જાય છે, તેમ તે પેથડે સર્વ પ્રકારના અધિકારમાં પ્રાપ્ત થયેલું ધન રાજાને પમાડવું. તે પેથડે સીમાડાના ઉદ્ધત રાજાઓને પોતાની બુદ્ધિથી જ વશ કર્યા. જે બાબત યુદ્ધમાં અસાધ્ય હોય તે દેદીપ્યમાન બુદ્ધિથી જ સાધી શકાય છે. તે પછી પેથડે ઝાંઝણને વાણીથી ન કહી શકાય તેવા ઉત્સવોપૂર્વક ઢિલ્લી નગરના રહીશ ભીમ નામના શેઠની સોભાગ્યદેવી નામની કન્યા પરણાવી. એકદા મોટી કીર્તિવાળા કાન્યકુ ન્જ દેશના રાજાએ કમળના જેવા મુખવાળી પોતાની કન્યાને માલવ દેશના રાજા સાથે પરણાવવા પોતાના મંત્રીઓની સાથે મોકલી. તેથી તે મંત્રીઓ કન્યાને લઈ માલવ દેશના રાજા પાસે આવ્યા, અને ઉત્સાહપૂર્વક તેમણે કન્યાના વિવાહાદિકનો વૃત્તાંત તે રાજાને કહ્યો. પછી રાજાએ આપેલા ઉતારામાં તેઓ સુખે રહ્યા. તેવામાં એકદા તેઓએ સ્નાનના સમયે માલવપતિની ક્રીડા જોઈ. તે વખતે તે રાજાને જેમ સુખ ઊપજે તેમ શરીરે અત્યંગમાલિશ કરાતું હતું, ત્યારે એક તેલનું બિંદુ નીચે પૃથ્વી પર પડયું, તે રાજાએ જોયું, એટલે તે બિંદુને આંગળી વડે લઈ રાજાએ પોતાના પગ પર લગાડયું તે જોઈ પ્રધાનો ખેદ પામીને વિચારવા લાગ્યા : • • • • • • • • • • • • ઘીનો વેપારી પેથડ ૫૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ‘આવા બદ્ધપુષ્ટિ (લોભી)ને જમાઈ કરવાથી કન્યાને, પુત્રને તથા અમારા જેવા સેવકોને શો લાભ છે ? કન્યા તો ઉદારતાને લીધે કલ્પવલ્લી જેવી છે, અને આ રાજાનું હૃદય તો કૃપણતાથી ભરેલું છે, તો પછી આ બન્નેનાં લગ્ન કેવાં બને ? શું કદાપિ સાકર અને કાંકરાનો, કલ્પલતા અને કેરડાનો તથા હંસી અને કાગડાનો સંબંધ યોગ્યતાને પામે ખરો ?” આ પ્રમાણે વિચારીને તે મંત્રીઓ કન્યા દેવામાં ઉત્સાહ રહિત થયા. તેમને જોઈ, તેનું કારણ જાણી, રાજાએ એક ચતુરાઈ આ પ્રમાણે કરી. તેણે પૃથ્વીધર (પેથડ) મંત્રીને કહ્યું : “આજે મને સ્વપ્ન આવ્યું, તેમાં શ્રેષ્ઠ અથોને ખરજના વ્યાધિથી જર્જરિત જોયા અને પછી તેમને ઘીનું સ્નાન કરાવવાથી ફાયદો થયેલો જોયો. પછી મેં સ્વપ્ન પાઠકને પૂછયું ત્યારે તેણે કહ્યું : “તમારા મુખ્ય અશ્વોના શરીરમાં ખરજનો વ્યાધિ થશે, તેથી પ્રથમથી જ ઘીના સ્નાનનો ઉપાય કરવો યોગ્ય છે, તેમાં રાજા ! રવિવારનો દિવસ આવે ત્યારે એક રવિવારે સાત સાત અશ્વોને ઘીમાં સ્નાન કરાવવું અને પછી તે ઘી બ્રાહ્મણોને આપી દેવું. આ પ્રમાણે કરવાથી બ્રાહ્મણોને ઘીનું દાન કરવા વગેરેના પ્રભાવથી તે અશ્વોને આવતી ખરજ પણ ઉત્પન્ન થશે જ નહીં.” આ પ્રમાણે સ્વપ્નપાઠકે કહ્યું છે તેથી હે મંત્રી ! પથ્થરની સાંધોમાં સીસું પૂરીને એક કુંડ કરાવો, અને તેને ઘીથી ભરાવી દો. તે ઘી નગરના લોકો પાસેથી મંગાવવું.” તે સાંભળીને પ્રધાને, રાજાની આજ્ઞાથી, ઘડેલા પથ્થરનો એક કુંડ કરાવ્યો, અને પોતાના ઘરથી કુંડ સુધી પથ્થરની પેથડકુમાર ચરિત્ર ૫૮ For Privatė & Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નીક કરાવી. પછી તે મંત્રીએ વિચાર કર્યો : “ભરત રાજાએ નગરના લોકો પાસે ચૈત્ય કરાવવા માટે એકેક ઈટ ઉપડાવી તેમને દુઃખી કર્યા હતા, તેમ ઘણા કાળથી પ્રસન્ન રાખેલા આ નગરના લોકો ઘી લાવવાથી દુ:ખી થશે. આટલા કાળ સુધી તેમના ઉપર મોટો ઉપકાર કર્યો છે, અને હવે એક થોડા કારણને માટે નગરજનોને પીડા કરવાથી મારી પણ શી શોભા ?' કહ્યું છે : કવિજનો ઉલ્વેક્ષા કરે છે કે –- પાપડ ! સૂર્યના પ્રચંડ કિરણોનો મોટ તાપ તે ખૂબ સહન કર્યો છે, અંગારા ઉપર તને શક્યો તથા કડાઈમાં રહેલા ગરમ તેલમાં તને તળ્યો, તે સર્વ તાપ તેં બીજાને માટે સહન કર્યો છે. હવે અત્યારે તું તારી કુશળતાને પ્રગટ કરી દાંતની અંદર ભરાઈ રહ્યો છે, તેથી તને ધિક્કાર છે. આવા તારા કાર્યથી અમે લજા પામ્યા છીએ.” પેથડની પ્રજોપકારિતા આ પ્રમાણે વિચાર કરી પેથડ મંત્રીએ ચિત્રકલતાની ઈઢોણી ઉપર રહેલા ઘડામાંથી એક નીક દ્વારા ઘી લઈ જઈને તે કુંડ સંપૂર્ણ ભરી દીધો. ત્યાર પછી રાજાની આજ્ઞા વડે રાજસેવકોએ અશ્વોને તે ઘીમાં સ્નાન કરાવ્યું, તેથી તે અશ્વો શરીર વડે જ સ્નિગ્ધ (ચિકાશવાળા) થયા એટલું જ નહીં, પણ હૃદય વડે પણ તે રાજા પ૯ * પેથડની પ્રજોપકારિતા Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપર સ્નિગ્ધ (સ્નેહવાળા) થયા. પછી સુગંધી પિષ્ટના ચૂર્ણ વડે તે અશ્વોને ઉદ્વર્તન કરી તથા ઊના જળ વડે ધોઈ સાફ કરી અશ્વશાળામાં બાંધ્યા તથા તે ઘી બ્રાહ્મણોને આપી દીધું. આ સર્વ બનાવ પ્રથમથી જ જોઈને કાન્યકુ ન્જ (કનોજ)ના રાજાના પ્રધાનો આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા : “અહો નીક દ્વારા કુંડ ભરી અશ્વોને સ્નાન કરાવવાથી આ રાજાએ ઘી અને પાણી સરખાં ગણ્યાં, એ મોટું આશ્ચર્ય છે. તેથી રાજાનું કાંઈ પણ સ્વરૂપ સારી રીતે જાણી શકાય તેવું નથી.” આ પ્રમાણે મનમાં વિચાર કરતાં તે પ્રધાનોને રાજાએ કહ્યું : “હે મંત્રીઓ ! અમે તેલના એક બિંદુને પણ નકામું જવા દેતા નથી, અને કાર્ય પ્રસંગે સેકડો મણ ઘીનો વ્યય પણ કરીએ છીએ. તેલ અને ઘીની જેમ દ્રવ્યમાં વિના પ્રયોજને એક પાઈનો પણ ખર્ચ કરતા નથી, અને કાર્ય પ્રસંગે કોટી ધન પણ તૃણ સરખું ગણીએ છીએ.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે પ્રધાનો તેના ઔદાર્ય, ચાતુર્ય વગેરે અનેક ગુણોથી રંજિત થયા, તેથી તેમણે મોટા પ્રશસ્ત ઉત્સવોપૂર્વક રાજા સાથે તે રાજ કન્યા પરણાવી. પછી રાજાએ તે પ્રધાનોને રજા આપી એટલે તેઓ પોતાના દેશમાં ગયા. પછી રાજાએ સાંભળ્યું કે પેથડે નગરના લોકો પાસેથી ઘી ઉઘરાવ્યું નથી, તે જાણી ઝાંઝણે પહેલાં ઘીની નીક ચલાવવાનું જે કહ્યું હતું, તે સત્ય માન્યું. રાજાનું કાર્ય, પોતાનું કાર્ય અને લોકોનું કાર્ય કરનાર હોવાથી રાજાએ તે પૃથ્વીધર (પેથડ)નું પ્રધાનપણું સભામાં વખાણ્યું. ઉત્તમ જન્મવાળા અને સર્વનો ગુણ (ઉપકાર) કરનારા તે પેથડે પોતાના પેથડકુમાર ચરિત્ર Page #88 -------------------------------------------------------------------------- ________________ યશના સમૂહરૂપી કપૂરની સુગંધ વડે પ્રજાને સુંદર મુખવાળી કરી. કહ્યું છે કે – “જેમાં પાપરૂપી કલુણતા પ્રાપ્ત થતી હોય તેવો વ્યાપાર કાદવ જેવો છે, અને તે વ્યાપારમાં જો પ્રજાને રંજન કરવાથી યશ પ્રાપ્ત થાય તો તે કમળના જેવો મનોહર છે.” (૪૬) પેથડના સમકિત મોદકો પલ્ય વગેરેના સ્પષ્ટ દૃષ્ટાંત વડે ભવ્ય પ્રાણી મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરીને આ સંસાર-સાગરમાં ચિંતામણિ રત્ન જેવા સમકિતને પ્રાપ્ત કરે છે. ક્રિયારૂપી લોટ વડે વ્યાપ્ત, ભાવરૂપી ઘીથી દઢ રીતે બંધાયેલું અને મોટા ઉજમણારૂપી ખાંડથી યુક્ત એવું આ સમકિત કેટલાક પ્રાણીઓને લાડુ જેવું થાય છે. ઉદાર અને બુદ્ધિમાન પુરુષ પણ સાધર્મિક બંધુઓના ઘરમાં નવી-તાજી ફળીની ઉપમાવાળા આ સમકિતને પ્રાપ્ત કરાવવા શક્તિમાન નથી જ, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલા સમકિતના પરિણામની યોગ્યતાને ધારણ કરતા આ ઉપર કહેલા મોદકો(લાડુ)ને જ પમાડી શકે છે. ૧. પલ્ય એટલે પાલો. તેમાં થોડું ધાન્ય નાખે અને ઘણું કાઢે; તેમ કરવાથી પાલો અમુક કાળે ખાલી થઈ જાય, તેમ થોડાં કર્મ બાંધે અને ઘણાં કર્મ ખપાવે, તેમ કરવાથી લઘુકર્મી થઈ સમકિત પામે છે. પેથડના સમકિત મોદ કો ૬ ૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે : “રણસંગ્રામને વખતે કાળાં છત્ર વગેરે હોય છે, લગ્નઉત્સવમાં કંકુ, કેશર વગેરે હોય છે અને દીક્ષા વખતે પરમાન્ન (ખીર) વગેરે હોય છે. અર્થાત્ પરિણામને અનુસારે જ ક્રિયા હોય છે. યુદ્ધમાં નિર્દય પરિણામ હોય છે, વિવાહમાં રાગનો પરિણામ હોય છે અને દીક્ષામાં ઉજ્જવળ પરિણામ હોય છે. માટે તે તે પરિણામને યોગ્ય જ ક્રિયા હોય.)” આ પ્રમાણે ગુરુના મુખથી વાણી સાંભળીને પછી તે પેથડે સમકિતના મોદકની લહાણી કરીને પોતાના અક્ષીણ ઘીનો લાભ લેવાનો પ્રારંભ કર્યો. તેથી તેણે પ્રથમ માતાના હૃદય જેવો સ્નિગ્ધ,' સાધુના હૃદય જેવો ઉજ્જવળ અને જિનેશ્વરના વચન જેવો સ્વાદિષ્ટ દળ તૈયાર કરાવ્યો. તેમાં ઉજજવળ કાગળમાં જેમ બત્રીસ વર્ણ (અક્ષર)નો શ્લોક સ્થાપન કરવામાં આવે, તેમ બત્રીસ વાન સહિત ઉત્તમ આટો સ્થાપન કરવામાં આવ્યો. પછી એકેક સોનામહોર સહિત તે દળથી ભરેલા એકે ક ઘડાને જિનેશ્વરના દરેક ચૈત્યમાં તેણે દૃઢ આદરપૂર્વક મૂક્યા. પછી તે મંત્રીએ, જાણે મૂર્તિમાન ધર્મથી ભરેલા હોય તેવા, દળના ભરેલા ઘડાઓ એકેક રૂપિયા સહિત સાધર્મિકોનાં ઘરોમાં મોકલ્યા. આ પ્રમાણે વિવેકી અને ભાગ્યવંત એવા તે પેથડ મંત્રીએ, સવા લાખ ઘડાના પ્રમાણવાળા સમકિતના મોદકો આપ્યા. ૧. સ્નેહયુક્ત; પક્ષે ઘી યુક્ત. ૨. ઘી, ખાંડ, બદામ કોપરું, ચારોળી, પિસ્તા વગેરે ઉત્તમ બત્રીશ ચીજો. • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ હવે આ રાજાને શાકંભરી નગરીનો સ્વામી ચાહમાન કુળમાં ઉત્પન્ન થયેલો ગોગાદે નામનો મોટો માંડલિક રાજા જૂનો પ્રધાન હતો. તે રાજાએ વર્ણવેલા પેથડના ગુણોની સ્તુતિ સાંભળી તે અત્યંત પીડા પામ્યો, કારણકે મેઘની ગર્જનાથી જવાસો' શું સુકાઈ જતો નથી? તેથી એકદા એકાંતમાં તેણે રાજાને કહ્યું: “હે દેવ ! દેદના પુત્ર પેથડે ઘણું ઘી પૂરું કર્યું છે, તેનો વૃત્તાંત આપ સાંભળો. તે પેથડના ઘરમાં કામકુંભ અથવા કૃષ્ણચિત્રલતા છે, એમ સાંભળવામાં આવ્યું છે. તેના પ્રભાવથી તેને ઘી વગેરેની અખૂટ પ્રાપ્તિ થાય છે. આપે તો બન્ને વસ્તુઓ માત્ર સાંભળી જ હશે, પણ નજરે જોઈ નહીં હોય; તેથી આ બે વસ્તુમાંથી જે કોઈ વસ્તુ હોય, તે આપને ઘેર જ લાયક છે. જો કામકું જ હોય તો તેથી ઇચ્છા પ્રમાણે અશ્વો, હાથીઓ વગેરે થાય છે, અને જો કૃષ્ણચિત્રલતા હોય તો તેથી ખજાનામાં અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તે રાજા ! કૃષ્ણચિત્રવેલ, સ્પર્શપાષાણ, ચિંતામણિ રત્ન, સુવર્ણ પુરુષ, કુત્રિકાપણ, કામઘટ, કલ્પવૃક્ષ, કામ ધા ગાય, જળકાંતામણિ, મોતીનું સ્ત્રીપુરુષ યુગલ, અંભસ્તર, વજનો ધ્વનિ, વેધકારી રસ (રસવેધ) અને દેવતાઈ (દક્ષિણાવર્તી શંખ વગેરે આ સર્વ વસ્તુઓ અતિ દુર્લભ છે. તેથી તમારે તેની પાસેથી તે વસ્તુ ગ્રહણ કરવી યોગ્ય છે, કેમ કે પૃથ્વી ૧. વર્ષાઋતુમાં જવાનો સુકાઈ જાય છે તેવો તેનો સ્વભાવ જ છે. ૨. કુત્રિકાની દુકાન, જેમાં ત્રણ લોકોની સર્વ વસ્તુઓ હોય છે તે. ૩. પાણીમાં તારે તેવું રત્ન. પેથડના સમકિત મોદકો Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપર જે કાંઈ ઉત્તમ રત્ન (ઉત્તમ વસ્તુ) હોય તે રાજાને જ હોય છે. કદાચ આપને ગ્રહણ કરવાની ઇચ્છા ન હોય તો તે વસ્તુ જોવામાં શો દોષ છે ? (મંગાવીને જુઓ તો ખરા.)” આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા કે જે પ્રથમથી લોભી તો હતો જ, તે આના વચનથી અત્યંત લોભી થયો. અગ્નિ એકલો તો બાળનાર હોય છે જ, તેને પવનની સહાય તેમાં હોય તો તેમાં કહેવું શું ? કહ્યું છે : અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, પેટ અને ઘરઆ સાતને નિરંતર પૂર્યા કરીએ તોપણ તે પૂર્ણ થતાં નથી.” (૪૭) ત્યાર પછી રાજાએ પેથડને બોલાવીને પૂછ્યું : “કેટલાક લોકો આવી આવી વાતો કરે છે, તે શું સત્ય છે કે અસત્ય છે ?” ત્યારે દેદ પુત્રે કહ્યું : “હે સ્વામી ! કામઘટકની જે વાત કરનાર હોય તો તે અસત્ય છે, પરંતુ ઘીના ઘડાની નીચે જે ઈંઢોણી છે, તેમાં કૃષ્ણચિત્રક લતા હોય એમ સંભવે છે.” ત્યાર પછી રાજાની આજ્ઞાથી તેણે તે ઘીનો ઘડો મંગાવી તેને તે દેખાડયો. તે વખતે રાજાએ તે ઈઢોણીને ઘડાથી જુ દી રાખીને તેની પરીક્ષા કરી. ત્યારે તે ઈઢોણીનો જ પ્રભાવ છે એમ જાણી રાજાએ તેના તે સત્યવાદીપણાથી ખુશ થઈ પોતાનું મસ્તક ધુણાવ્યું, કારણ કે વાણિયો ધન મેળવવાનો ઉપાય, પ્રાપ્ત થતો તે લાભ, ધનનો સંચય, તેનો ન્યાસ (થાપણ) અને તેનો નાશ–આ સર્વ બાબતમાં સત્ય બોલતો નથી. સત્ય વાણી જ તાંબૂલ વિનાનું મુખનું ભૂષણ છે, મંત્ર અને પેથડકુમાર ચરિત્ર Page #92 -------------------------------------------------------------------------- ________________ મૂળ (ઔષધ) વિનાનું વશીકરણ છે, અને જળ વિના જ અગ્નિ વગેરેને શીતળ કરવાનું કારણ છે. તે વખતે બુદ્ધિમાન પેથડે રાજાની આદરવાળી દૃષ્ટિ વગેરેની ચેષ્ટા જોઈ. તેથી રાજાનું મન ગ્રહણ કરવાનું છે એમ, અયકાંત મણિ (લોહચુંબક) જેમ લોઢાને ગ્રહણ કરે છે તેમ, તેણે રાજાનું મન જાણ્યું. કહ્યું છે કે “કહેલો અર્થ પશુ પણ ગ્રહણ કરે છે, પ્રેરણા કરવાથી ઘોડાઓ અને હાથીઓ પણ વહન કરે છે, પરંતુ જે પંડિતજન હોય તે કહ્યા વિના જ તર્કથી જાણી લે છે, કેમ કે બીજાની ચેષ્ટા જાણવી એ જ બુદ્ધિનું ફળ છે.” (૪૮). તે પછી “આને આપના ખજાનામાં સ્થાપન કરો.” એમ કહીને તેણે તે કૃષ્ણચિત્રક લતા રાજાને આપી. મોટાઓને માગ્યા પછી આપવું તે કરતાં માગ્યા વિના પહેલેથી જ આપી દેવું સારું છે. “જો અરિહંતનો ધર્મ મારી પાસે છે, તો આવી ચીજનું મારે શું કામ છે ?'—એ પ્રમાણે પારમાર્થિક બુદ્ધિવાળો પેથડ તે વસ્તુ ગયા છતાં લેશમાત્ર પણ ખેદ પામ્યો નહીં. પછી રાજાએ તેને પાંચે અંગનાં દિવ્ય વસ્ત્રો અને દશ અમૂલ્ય મુદ્રિકાઓ પહેરામણીમાં આપી, તેનો અત્યંત સત્કાર કર્યો એટલે તે પોતાને ઘેર ગયો. એકદા રાજા લતાના વિસ્તારના સમૂહમાં કૃષ્ણચિત્રક ૧. ઈઢોણીમાં ઘણી જાતની લતાના તાંતણા હતા. તેથી આમાં ચિત્રવેલી કઈ હશે ? તેની ખાતરી નદીમાં મૂકવાથી થાય છે, એટલે કે તે ચિત્રવેલી હોય તો તે સામે પ્રવાહે ચાલે છે, તે તેની પરીક્ષા છે. ૬ ૫ પેથડના સમકિત મોદકો Page #93 -------------------------------------------------------------------------- ________________ લતાની સામે પ્રવાહે તરવા વડે પરીક્ષા કરવા માટે નદીએ ગયો. ત્યાં ઈઢોણીને છોડીને તેમાંથી એક એક લતાના તંતુને તેણે નદીના પ્રવાહમાં મૂકવા માંડયા. જ્યારે તે ચિત્રાવલીનો તંતુ નદીમાં મૂકવામાં આવ્યો ત્યારે તે તંતુ સામે પ્રવાહે ચાલ્યો અને તે સર્પરૂપ થઈ ગયો. તેના મોટા ફૂંફાડા વડે જળના તરંગો ઊછળવા લાગ્યા. તે વખતે યમુના નદીમાં રહેલા કાલિયા નાગની જેમ તે નાગે કયા કયા લોકને ભયભીત નહિ કર્યા હોય ? (સર્વને ભયવાળા કર્યા.) રાજાએ તેને ગ્રહણ કરવા માટે ઘણું ધન આપવાની લાલચ આપી, તો પણ કોઈ પણ તારુ-લોક, મૃત્યુના ભયના લીધે, તેને પકડવા શક્તિમાન થયા નહીં, ત્યારે રાજાએ પોતાના બાહુએ અંગદ બાંધેલું હતું તેમાં ફણિજિત નામનો મણિ જડેલો હતો, તે અંગદ પોતાના એક સુભટને આપ્યું, તેને તે પોતાના હાથે બાંધીને સર્પ પાસે ગયો, એટલે તરત જ તે સર્પ અદશ્ય થઈ ગયો (ચિત્રવેલીરૂપ સર્પ અદશ્ય થયો). કલ્યાણલક્ષ્મીના કારણ-૩૫ નરભવ જેવી દુર્લભ તે લતાને પામ્યા છતાં પણ પ્રમાદીના જેવા રાજાએ તે લતા વૃથા ગુમાવી દીધી. દેવ (નસીબ) ક્રોધ પામે છે, ત્યારે તે કાંઈ ચપેટા (લાત) વડે કોઈ પણ પ્રાણીને મારતો નથી, પરંતુ તે પ્રાણીને એવી દુર્મતિ-કુબુદ્ધિ આપે છે કે જેથી તેનું કાર્ય વિનાશ પામે છે. તેથી આ જગતમાં જે ભાગ્યવાન પુરુષ હોય તે જ પ્રશંસાપાત્ર છે; શૂરવીર કે પંડિતજન વખાણવા લાયક નથી. શું પાંડવો વીર ૧. સને જીતનાર. ૨. દેવ ન મારે ડાંગ દેવ કુબુદ્ધિ આપે. પેથડકુમાર ચરિત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ અને વિદ્વાન હોવા છતાં પણ વનમાં ન ભમ્યા ? પેથડના ભાગ્યની પરીક્ષા રાજાએ પેથડનું અદ્ભુત ભાગ્ય જાણી તેની ચાડી સાંભળવાનો જાવજીવ નિયમ લીધો. પોતાના અખંડિત ભાગ્યને લીધે પેથડ અને ઝાંઝણને તે રાજા એવો વશ થયો કે બીજા મૂળ અને મંત્ર વગેરેના વશીકરણથી પણ તેવો વશ થાય નહીં. એકદા પેથડને રાજાએ કહ્યું: “હે મંત્રી ! તું છત્રને લાયક છે, પરંતુ એક રાજ્યમાં બે છત્ર હોઈ શકે નહીં, તેથી તારે હવે પછી શ્રીકરી વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તે પેથડ પોતાના મસ્તક પર મોરના પીંછાંનું છત્ર ધારણ કરવા લાગ્યો, તે જોઈ ભાટ, ચારણ વગેરે બંદીજનો તેને “શ્રીકરી વડે ગાઢ અંધકારવાળો' કહેવા લાગ્યા-એવા શબ્દથી તેની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીકરી ઉપર રહેલા સુવર્ણના કળશની અને તેના લાંબા દાંડાની કાંતિ પડતી હોવાથી, જાણે કે વીજળી સહિત મેઘ, સમુદ્રની જેવી મુદ્રા સહિત એવા તે પેથડને આશ્રય કરીને રહ્યો હોય તેમ દેખાતું હતું. મોટી રાજ લક્ષ્મી પોતાને સ્વાધીન રાખનાર, શ્રેષ્ઠ છત્ર-ચામરને ધારણ કરનાર તથા મસ્તક ઉપર શ્રીકરીને ધારણ કરનાર તે પેથડ પર્ણના ૧. મોરના પીંછાનું છત્ર. પેથડના ભાગ્યની પરીક્ષા Page #95 -------------------------------------------------------------------------- ________________ આંતરાવાળો સાક્ષાત્ રાજા જ થયો (રાજા તો માત્ર નામનો જ હતો). એકદા બ્રાહ્મ મુહૂર્ત (પરોઢિયે) ઊઠીને મોટી સંપદાને પામેલા તે પેથડ મંત્રીને પોતાની પૂર્વ નિર્ધન અવસ્થા યાદ આવી. તે વખતે પોતાના આત્માને ઉદ્દેશીને બોધ આપવા માટે તે આ પ્રમાણે બોલવા લાગ્યા: “હે જીવ ! આવી લક્ષ્મીને પામીને આજે તું ગર્વ ન કર, કારણ કે પ્રાણીને સંપત્તિ અને વિપત્તિ દડાના ઉત્પાત અને અધઃપાતની જેમ પ્રાપ્ત થાય છે. તેમાં પૂર્વના પુણ્યથી સંપત્તિ અને પૂર્વના પાપથી વિપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી કરીને મોટા રાજાને પરણીને મોટા સત્કારને પામેલી ચિતારાની પુત્રીની જેમ તું હંમેશાં ગર્વના આગમનમાં અર્ગલારૂપી તે પૂર્વની દશાનું સ્મરણ કરજે, કે જેથી ગર્વને આવવાનો અવકાશ રહે નહીં.' આ પ્રમાણે પોતાના આત્માને બોધ આપીને ફરીથી તેણે વિચાર્યું : ‘મને આવી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, તેથી જણાય છે કે હમણાં મારા પૂર્વના પુણ્યનો ઉદય વર્તે છે.” કહ્યું છે કે જેમ માટીની ગંધ વરસાદને સૂચવે છે, પૈડાનો શબ્દ ગાડાને સૂચવે છે, પક્ષીનો સમૂહ નિર્જનપણાને સૂચવે છે, વીજળીના વિલાસો ઉન્નત મેઘને સૂચવે છે, દીવાની જ્યોતની અકંપતા વાયુના અભાવને (સ્થિરતાને) સૂચવે છે અને ધુમાડો અગ્નિને સૂચવે છે, તેમ વિસ્તારવાળો વૈભવ પૂર્વના પુણ્યનો ઉદય સૂચવે છે -અનુમાનથી જણાઈ આવે છે.” પેથડકુમાર ચરિત્ર ६८ Page #96 -------------------------------------------------------------------------- ________________ પેથડનો સુવર્ણસિદ્ધિ-પ્રયોગ ભા I ‘તેથી હવે હું જોઉં છું કે આટલા દિવસ સુધી ઉદ્યમ કરવા છતાં પણ સુવર્ણસિદ્ધિ મને ફુરાયમાન થઈ નહીં તે શું મારા અભાગ્યને લીધે કે કાંઈક વિસ્મરણને લીધે ? તેની ખાતરી કરવા માટે ઉત્તમ મેઘ જેવા, ઓષધિઓની ખાણરૂપ આબુ પર્વત ઉપર જાઉં, કેમ કે ઇચ્છિત ઓષધિઓ મોટા પર્વત સિવાય અન્ય સ્થળે મળી શકતી નથી.”—આ પ્રમાણે વિચાર કરીને તેણે પ્રાતઃકાળે રાજાને કહ્યું : “હે દેવ ! પહેલાં ઘી નહીં આપવાથી આપ ક્રોધે ભરાયા હતા. તે વખતે મેં કલ્યાણની ઇચ્છાથી યાત્રા માની હતી. તે વખતે મારું વિદન જતું રહ્યું હતું; ઊલટી આપની પ્રસન્નતા થઈ હતી. તેથી જીરાપલ્લી નગરીમાં રહેલા શ્રી પાર્શ્વનાથ મહારાજને નમસ્કાર કરવાની મારી ઇચ્છા છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું: “સત્ય વચનના ક્ષીરસાગરરૂપ આ મંત્રીએ જ કહ્યું તે ખોટું નથી, કેમ કે પીડા પામેલા પ્રાણીઓ સર્વ કરે છે તથા તે શ્રી પાર્શ્વનાથ અઈનું પણ ઇચ્છાને પૂર્ણ કરનાર તીર્થ છે.’-એમ વિચારી રાજાએ તેને જવાની રજા આપી. ત્યારે રાજાની આજ્ઞા પામીને તે પેથડ પરિવાર સહિત ચાલ્યો, અને જીરાપલ્લીમાં જઈ જિનેશ્વરને નમસ્કાર કરી તે આબુ પર્વત ઉપર ચઢયો. ત્યાં પણ દેવોને વંદના કરી, પર્વત પર ચોતરફ ફરી ફરીને પુષ્પાદિક વડે ઓળખાતી ઔષધિઓને તેણે એકઠી કરી. તેના રસ પેથડનો સુવર્ણસિદ્ધિ-પ્રયોગ ૬૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ વડે પોતાની પાસે એક છરી હતી તેના પર લેપ કરી તેને અગ્નિમાં નાંખી તેને સુવર્ણરૂપ કરી દીધી. “મેઘના યોગથી સર્વ ધાન્યાદિક થાય છે.' અગ્નિની શીતળતા, પથ્થરનું સુવર્ણપણું અને પાણીનું ઊંચે ચઢવું વગેરે, ધન-ધાન્ય વગેરે તથા ધર્મ અને સ્વર્ગ વગેરે બધું યોગથી જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે મંત્રીએ પોતાના અભાગ્યરૂપી લોઢાની અર્ગલા ભાંગી ગઈ એમ નિર્ણય કરી બીજુ સુવર્ણ બનાવવા માટે પોતાના સેવકને માંડવગઢ મોકલી ઘણું લોઢું મંગાવ્યું. તે સેવકના કહેવાથી ભય રહિત ઝાંઝણે ઊંટડીઓ ભરીને ઘણું લોઢું મોકલ્યું. તે જોઈ લોકોએ તર્ક કર્યો : ‘રાજાને માટે શસ્ત્રો ઘડવાના હશે તેથી આટલું લોઢું મોકલે છે.” તે લોઢું લઈ બુદ્ધિમાનોમાં ઇંદ્ર સમાન તે પેથડ મંત્રી, પોતાના સાત-આઠ વિશ્વાસુ પુરુષોને સાથે રાખી, ક્યાંક દૂરના સ્થાને ગયો. ત્યાં ઔષધિઓના રસને મેળવી તે રસનો લોઢા પર લેપ કરી અગ્નિમાં નાંખી નિદ્રા રહિત થયેલા તેણે સાત રાત્રિ-દિવસમાં તે સર્વ સુવર્ણ કર્યું. પછી તે બધું સુવર્ણ ઊંટડીઓ પર ભરીને, વેગથી ચલાવી અને તેની પાછળ રક્ષણ માટે ઘોડેસ્વારો અને સૈનિકોને ચલાવ્યા. પછી શ્રી આદિનાથને વંદન કરવા માટે ચૈત્યમાં આવી તેણે આ પ્રમાણે વિચાર કર્યો : “સુવર્ણના લોભથી ઘણા છક્કાય જીવોનો ઘાત કરનારા મને ધિક્કાર છે. ત્યાગ કરવા લાયક દરેક બાબત જવી અશક્ય હોય તોપણ ઉત્તમ પુરુષો અતિ સાવઘને તો સહેલાઈથી અવશ્ય ત્યજે છે; તેવું અતિ સાવદ્ય-સ્વરૂપ કાર્ય મેં કર્યું છે, તેથી નરકમાં પણ મારું સ્થાન નથી. સારા શ્રદ્ધાળુને પેથડકુમાર ચરિત્ર • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #98 -------------------------------------------------------------------------- ________________ પણ જો સવાવસો ધર્મ કહ્યો છે, તો આવુ કર્મ કરનારા મારા જેવાને તો સ્વપ્નમાં પણ તે સવાવસો ધર્મ છે જ નહીં. હવે તો જે થવાનુ હતું તે થયું, પરંતુ હવે પછી આ કર્મ હું નહીં કરું, અને જેટલું સુવર્ણ બનાવ્યું છે, તે સર્વનો તીર્થમાં જ વ્યય કરીશ.’-આ પ્રમાણે વિચારીને તેણે પાપના ભયને લીધે કોઈને સુવર્ણસિદ્ધિ બતાવવી નહીં અને પોતે પણ હવે નવું સુવર્ણ બનાવવું નહીં, એ પ્રમાણે જિનેશ્વરની પાસે યાવત્ જીવનનો નિયમ કર્યો. આ પેથડ મંત્રીએ આવી સુવર્ણસિદ્ધિનો પણ તે અતિ સાવઘ હોવાથી, ત્યાગ કર્યો. તે સાંભળીને બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવા સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો યોગ્ય છે. તલ, મધ અને લાખ વગેરેનો વેપાર કરનારા મનુષ્યો આ ભવમાં પંક્તિ રહિત થઈને પરભવમાં નારકની પંક્તિમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બે નાનાં તીર્થોની યાત્રા કરીને પુણ્યવંત પુરુષોના અલંકારરૂપ તે પેથડ મંત્રીએ માંડવગઢમાં આવી તે સઘળા સુવર્ણ ઉપર તીર્થનુ નામ લખી તેને અતિ ગુપ્ત સ્થાનમાં સ્થાપન કર્યું. ૭૧ ચિત્રવેલી-પ્રાપ્તિ અને સુવર્ણસિદ્ધિ વગેરે અંગેનો આ ત્રીજો તરંગ સમાપ્ત થયો. ૧. ઉત્તમ વેપારીની પંક્તિથી બહાર થઈને. પેથડનો સુવર્ણસિદ્ધિ-પ્રયોગ Page #99 -------------------------------------------------------------------------- ________________ ચોથો તરંગ ચોરાશી ચૈત્યોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર પેથડ મંત્રીને વેપાર કરવાથી તથા તત્કાળ પ્રાપ્ત થયેલી સુવર્ણસિદ્ધિથી પાંચ લાખથી વધારે લક્ષ્મી થઈ. “મંત્રી વગેરે સ્થાનની પ્રાપ્તિ થાય, કુસંગ પ્રાપ્ત થાય તથા પ્રથમની સુખસામગ્રીનો નાશ થાય ત્યારે; કોઈક વિરલા પુરુષો જ ધર્મકાર્યમાં તત્પર રહી શકે છે. તેથી તેના વ્રતનો ભંગ ન થાઓ.”-એમ ધારી શ્રી ધર્મઘોષ નામના સૂરિ મહારાજ પેથડનો ઘણો વૈભવ સાંભળી અવંતી દેશમાં આવ્યા. જે પુરુષો શ્રી ગુરુ મહારાજના હૃદયરૂપી દર્પણની અંદર પ્રતિબિંબરૂપ છે, તે પુરુષો ધન્ય મનુષ્યોમાં મુગટ સમાન અને કલ્યાણલક્ષ્મીના સ્થાનરૂપ છે. તે આચાર્ય મહારાજ અનુક્રમે વિહાર કરતા સાંજના સમયે એક ગામમાં ગયા. આ. શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશોત્સવ ત્યાં અત્યંત વાચાળ માધવ નામનો એક બંદી' રહેતો હતો. ગુરુ મહારાજ તે રાત્રિએ તે ગામમાં રહ્યા. તે વખતે માધવે લોકોના ૧. ભાટ-ચારણ. પેથડક માર ચરિત્ર છે રે Page #100 -------------------------------------------------------------------------- ________________ મુખથી સાંભળ્યું : “આ ગુરુ મહારાજ પેથડમંત્રીના માંડવગઢમાં જાય છે.” તે સાંભળી તેણે વિચાર કર્યો: “જો હું ગુરુના આગમનની વધામણી મંત્રીને આપું તો મને ઘણું ધન મળે.'- આ પ્રમાણે વિચારીને તે લોભથી ચાલ્યો. એક રાત્રિ અને એક દિવસ પગે ચાલી સોળ યોજનને ઓળંગી તે માંડવગઢમાં આવ્યો, અને પેથડને તેણે આ પ્રમાણે કહ્યું : “અગુરુ એવા કાષ્ઠને પણ અગ્નિ બાળી નાંખે છે, તેથી હે મંત્રીશ્વર ! તમે આ લોક અને પરલોકમાં સુખ આપનાર એવા ગુરુનો આશ્રય કર્યો છે, તે ઘણું સારું કર્યું છે. જેઓ પોતાના ગુરુની ખબર, પ્રશંસા કે નામ સાંભળીને પણ હર્ષથી મોટું ઈનામ આપે છે, તે પુરુષોને ધન્ય છે. આ કારણથી જ ગુરુ અને માતાપિતાને દીપકરૂપ અને વહાણરૂપ કહ્યાં છે. તેમના અનૃણપણામાંઉપકારનો બદલો વાળવામાં-આવું કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેથી હું તમને આજે વધામણી આપું છું : તમારા મોટા પુણ્યથી આકર્ષિત થયેલા શ્રી ઘર્મઘોષ નામના સૂરિ મહારાજ અહીં પધારવાના છે.”- આ પ્રમાણે કાનને રસાયણ સમાન અકસ્માત્ ગુરુનું આગમન સાંભળીને તે પ્રધાને દાંતને સ્થાને હીરા સહિતની સુવર્ણની જિલ્લો ઈનામમાં આપી તથા પાંચ અંગનાં વસ્ત્રો, અશ્વ અને સમૃદ્ધિવાળું એકર ગામ આપ્યું. તે પછી તત્કાળ સામેતાદિકની સાથે તે ઊભો થયો અને પોતાના માણસોને ઘણા આશ્ચર્યવાળી પ્રવેશ-મહોત્સવની તૈયારી કરવાનું કહી પોતે રાજા પાસે ગયો. પ્રધાને રાજાને શ્રી ગુરુના ૧. ગુરુ વિનાના; પક્ષે અગર નામનું કાષ્ઠ. ૨. તે રહેતો હતો તે જ . ૭૩ - આ. શ્રી ધર્મઘોષસૂરિના પ્રવેશોત્સવ : Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમનનો ઉત્સવ કરવાનું કહ્યું, એટલે રાજાએ પણ તેને છત્ર, ચામર અને વાજિંત્રાદિક સર્વ સામગ્રી આપી. પછી ચામરો, પટ્ટકૂળ (વસ્ત્ર), તેમાં સ્થાપના કરેલા મુક્તાફળાદિક, સુવર્ણનાં કચોળાં, થાળો, દર્પણો, અરીસાઓ, કે ળના સ્તંભો, કેતકીનાં પુષ્પો અને કમળો વગેરે સર્વ વસ્તુઓથી આખા નગરમાં કુલ ત્રણસો ને ત્રેસઠ તોરણોકમાનો સારી રીતે બંધાવ્યાં. ચોતરફ બાંધેલી લક્ષ્મીના મૂળ સમાન રેશમી વસ્ત્રની ધ્વજાઓ જાણે કે દૂરથી લોકોને આ મહોત્સવ જોવાને બોલાવતી હોય તેમ વાયુથી ફરકતી હતી. જાણે કે સમય વિનાના સંધ્યાનાં વાદળાં હોય એવાં પાંચ વર્ણ(રંગ)વાળાં વસ્ત્રો વડે દુકાનોના માર્ગ બે પ્રકારે સારી છાયાવાળા કરવામાં આવ્યા. મનુષ્યોએ વાસીદું વાળીને સાફ કરેલા માર્ગોમાં નાસિકાની સુગંધને પ્રેરનાર ચંદનમિશ્ર જળની વૃષ્ટિ છાંટવામાં આવી. ઘણું શું કહેવું ? લક્ષ્મીથી (શોભાથી) વ્યાપ્ત તે નગરને જોઈને તે વખતે જોનાર લોકો સ્વર્ગની નગરી, આકાશમાં આલંબન વિના રહેવાને અશક્ત હોવાથી, અહીં પૃથ્વી પર ઊતરી છે, એમ તર્ક કરવા લાગ્યા. પછી શુભ દિવસે પ્રધાને સર્વ જનોના ચિત્તને ચમત્કાર કરનાર અને સંઘની પૂજાદિક વડે પ્રશંસા કરવા લાયક શ્રી ગુરુનો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તે વખતે તે ઉત્સવમાં રાજા વગેરે લાખો મનુષ્યો એકઠા થયા હતા. અશ્વ પર બેઠેલા પુરુષો દ્વારા વાગતાં વાજિંત્રોના મોટા શબ્દો થતા હતા. મનુષ્યોને રંજન કરનાર નર્તકીઓ ઉત્તમ નૃત્ય કરતી હતી. બંદીજનોની કરેલી ૧. ચંદરવા. ૨. કાંતિ(શોભા)વાળા તથા છાયાવાળા. પેથડકુમાર ચરિત્ર Page #102 -------------------------------------------------------------------------- ________________ બિરદાવળી વડે શ્રેષ્ઠ પુરુષો રોમાંચિત થતા હતા, વિવિધ પ્રકારના મહેલોથી મોટા મોટા વધામણાં આપતાં હતાં, તથા લક્ષ્મીને કરનાર શ્રીકરી, છત્ર અને ચામર વગેરે વડે તેનો મોટો આડંબર દેખાતો હતો. આ ઉત્સવમાં તે પ્રધાને બહોતેર હજાર જૂનાં નાણાંનો વ્યય કર્યો હતો. પછી ગુરુ પાસે આવી તે કૃતજ્ઞ પેથડે કહ્યું : “હે પૂજ્ય ! જો કદાચ પૂર્ણિમાના ચંદ્રના અમૃત વડે આપના ચરણ પખાળી, ગોશીષ ચંદનના દ્રવ્ય વડે વિલેપન કરી તથા ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષનાં પુષ્પો વડે પૂજીને મારા મસ્તક પર વહન કરું, તો પણ આપે કરેલા ઉપકારના ભારથી અનુણતાને (ઋણરહિતપણાને) કદાપિ પામું તેમ નથી.” કહ્યું છે કે – *સમકિત આપનાર ગુરુ મહારાજ ઉપર ઘણા ભવો સુધી સર્વ ગુણ મેળવેલા હજાર કરોડ ઉપકારો કરવાથી પણ બદલો વાળી શકાતો નથી.” “વળી હું ઋણ રહિત ન થાઉં એમ ઇચ્છું છું, કેમ કે જો હું આપનો ઋણી રહું તો આગામી ભવોમાં પણ હું આપનો દાસ વગેરે થઈને પણ આપના યોગને-સંબંધને પામું; કારણ કે પૂર્વ ભવના ઋણને લીધે જ આ ભવમાં પુત્ર, મિત્ર, વાણોતર, સ્ત્રી, ભાઈ, સેવક, પત્ની, વાહન, પુત્રવધૂ અને શિષ્ય વગેરે સર્વ સંબંધીઓ થાય છે.” * “સમકિતદાયક ગુરુતણો પસ્યવયાર ન થાય; ભવ કોડાકોડે કરી કરતાં સર્વ ઉપાય.” • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૭૫ આ. શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશોત્સવ Page #103 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ગુરુને કહીને તે પેથડ પોતાને ઘેર ગયો. તે પછી પણ તે હંમેશાં તે ગુરુને નમન કરવા જાય છે. તેમાં એકદા એકાંતમાં તેણે શ્રી ગુરુને વિનંતી કરી : ‘‘હે પ્રભુ ! મારે પરિગ્રહના પ્રમાણ કરતાં ઘણું વધારે ધન થયું છે, તેથી આપ આજ્ઞા કરો કે તેનો ક્યાં સદ્વ્યય કરવો કલ્યાણકારક છે ?'' ત્યારે પુણ્યરૂપી રથના સારથિરૂપ તે ગુરુ મહારાજે તેને કહ્યું : “સાંભળો, પ્રથમ તો લક્ષ્મીરૂપી વાનરી ગૃહસ્થીરૂપી વૃક્ષોમાં જરા પણ સ્થિર થઈને રહેતી નથી.'' કહ્યું છે : ‘હે ગ્રામ્યજન ! સંપત્તિ તારે ઘેર રાત્રિવાસો રહી તેટલામાં તું કેમ ગર્વિષ્ઠ થયો ? શું આળસુ માણસને ગંગા નદી વારંવાર પ્રાપ્ત થાય છે ?'' ‘“વેપારીની લક્ષ્મી રાજાની ભ્રૂકુટિરૂપી પલ્લવના છેડાનો સ્પર્શ કરીને રહેલી છે. તેને પડતાં કેટલી વાર લાગે ? તેથી ચૈત્ય અને પ્રતિમા વગેરે સાત ક્ષેત્રમાં તે લક્ષ્મીનો વ્યય કરવો પ્રશસ્ત છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતા પુણ્યનું પ્રમાણ માત્ર એક કેવળી જ જાણે છે.'' કહ્યું છે કે ‘જિનેશ્વરના ચૈત્યમાં કાષ્ઠ વગેરેના જેટલા પરમાણુઓ હોય છે, તેટલા લાખ વર્ષ સુધી તે ચૈત્યને કરાવનાર પુરુષ સ્વર્ગમાં રહે છે.’' (૪૯) ( ૧. નવાંકુ૨, નવું પાંદડું. પેથડકુમાર ચરિત્ર ૭૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ૩ માંડવગઢમાં શત્રુંજયાવતાર અને બીજાં યાશી જૈનમંદિરોનું નિર્માણ આ કારણથી જ પદ્મ નામના ચક્રવર્તીએ પોતાની માતાના હર્ષને માટે હંમેશાં એકેક નવું ચૈત્ય બનાવીને ચૈત્યોની શ્રેણિ વડે પૃથ્વીને અલંકૃત કરી હતી. રાજાઓને વિષે ઇંદ્ર સમાન સંપ્રતિ રાજાએ પૃથ્વીરૂપી સ્ત્રીના હાર સમાન છત્રીશ હજાર નવાં ચૈત્યો કરાવ્યાં હતાં. કુમારપાળ રાજા, વિમલ નામનો દંડનાયક અને શ્રી વસ્તુપાળ મંત્રી વગેરે ઘણાં ચૈત્યો કરાવનારા થઈ ગયા છે. મનુષ્યનું ધન સ્ત્રીની લીલા વડે ચપળ થયેલા નેત્રની જેવું ચંચળ છે; અનુપમ શારીરિક બળ વીજળીના ઝંપાપાતની જેવું અસ્થિર છે; અને પ્રાણીઓનું આયુષ્ય વાયુએ કંપાવેલા કમળના પાંદડા ઉપર રહેલા જળબિંદુની જેવુ ચપળ છે, તેથી ધન, બળ અને આયુષ્યનું ફળ જલદી ગ્રહણ કરવું યોગ્ય છે.’' આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી મોટું પુણ્ય ઉપાર્જન કરવાની બુદ્ધિવાળા પૃથ્વીધરે (પેથડે) માંડવગઢની અંદર અઢાર લાખ રૂપિયા ખર્ચીને સુવર્ણના કળશ અને ધ્વજાદંડ સહિત શત્રુંજયાવતાર નામનું દ્વાસપ્તતિ જિનાલયવાળું ચૈત્ય બંધાવી તેમાં શ્રી આદિનાથને સ્થાપન કર્યા. કોટાકોટિના નામથી પ્રસિદ્ધ મોટા મંડપવાળું અને આઠ આઠ ભાર સુવર્ણના બહોતેર બહોતેર સુવર્ણના કળશ અને ૧. ફરતી બહોંતેર દેરીઓ સહિત. માંડવગઢમાં...જૈનમંદિરોનું નિર્માણ Page #105 -------------------------------------------------------------------------- ________________ ધ્વજાદંડવાળું તથા જોનારનાં નેત્રને અત્યંત શીતળતા આપનારું શ્રી શાંતિનાથનું ચૈત્ય શત્રુંજય પર્વત પર કરાવ્યું, તથા ઓકાર નામના નગરમાં ઊંચા તોરણવાળું અતિસુશોભિત ચૈત્ય કરાવ્યું. તે જ પ્રમાણે ભારતીપત્તનમાં, તારાપુરમાં, દર્ભાવતી નગરીમાં, સોમેશ્વર પત્તનમાં, વાંકાનેરમાં, માધાતુપુરમાં, ધારાનગરીમાં, નાગહૃદમાં, નાગપુરમાં, નાશિકમાં, વડોદરામાં, સોપારકપુરમાં, રત્નપુરમાં, કોરંટપુરમાં, કરકેટકપુરમાં, ચંદ્રાવતી નગરીમાં, ચિત્રકૂટમાં, ચારૂપ નગરમાં, દ્રીનગરીમાં, ચિખલ નગરમાં, બિહારપુરમાં, વામનસ્થલીમાં, જયપુરમાં, ઉજજયિની નગરીમાં, જાલંધરપુરમાં, સેતુબંધમાં, પશુસાગર દેશમાં, પ્રતિષ્ઠાનપુરમાં, વર્ધમાનપુરમાં, પર્ણવિહારપુરમાં, હસ્તિનાપુરમાં, દેપાલપુરમાં, ગોગપુરમાં, જયસિંહપુરમાં, નિંબસ્કૂલ નામના પર્વત ઉપર, તે પર્વતની નીચે તળેટીમાં, સલક્ષણપુરમાં, જૂનાગઢમાં, ધોળકામાં, મકુંડી નગરીમાં, વિક્રમપુરમાં, મંગળદુર્ગપુરમાં વગેરે અનેક સ્થાનોમાં સુવર્ણદંડ અને કળશ સહિત ચોરાશી પ્રાસાદો તેણે કરાવ્યા. ફરકતી ધ્વજાવાળાં તે સર્વ ચૈત્યો ભવ્ય પ્રાણીઓને જાણે બોલાવતાં ન હોય, સ્વર્ગની લક્ષ્મીનું નું જીણું કરતા ન હોય, કલિયુગની તર્જના કરતા ન હોય અને મોક્ષમાર્ગને જાણે દેખાડતા ન હોય તેમ શોભતાં હતાં. તે સર્વ પ્રાસાદોમાં દેવગિરિ નામની નગરીમાં એક દિવ્ય પ્રાસાદ હતો, તે પ્રાસાદ તેણે જે પ્રકારે કરાવ્યો તે પ્રબંધને હે ભવ્યો ! તમે હમણાં સાંભળો પેથડકુમાર ચરિત્ર ૭૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ દેવગિરિમાં જિનપ્રાસાદનું નિર્માણ ઘણા સુવર્ણને લીધે સાર્થક નામવાળું દેવગિરિ નામનું નગર છે. તેના દરવાજામાં ઝૂલતા હાથીઓના મદની વૃષ્ટિ થવાથી તેની સુગંધ ચોતરફ વિસ્તાર પામતી હતી. તેની ચોતરફ રહેતા પ્રાકાર, ખાઈ અને ઉદ્યાનોની શ્રેણિ વડે તે વીંટાયેલું હતું. લક્ષ્મીના બીજની જેમ તે નગરના નામને શત્રુઓ એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા. હંમેશાં વાગતા બાર હજાર વાજિંત્રોના શબ્દથી તેના શત્રુઓ ત્રાસ પામતા હતા. તેની અંદર યુદ્ધની શોભાને માટે જ શસ્ત્ર વગેરે સર્વ સામગ્રી જોવામાં આવતી હતી. તે નગરમાં શ્રીરામ નામનો રાજા હતો: તેની પાસે નર-માદા મોતીનું યુગ્મ, ચિત્તને ચોરનારી સ્ત્રીઓ, કષ્ટનો નાશ કરનાર અશ્વ અને બાવના ચંદન–આ ચાર રત્નો હતાં. તે રાજાના ખજાનામાં છપન કરોડ સોનામહોરો હતી. એશી હજાર અશ્વો અને બાર હજાર હાથીઓ તેના સૈન્યમાં હતા. તે રાજાને ઘણા સુવર્ણાદિકનો સ્વામી હેમાદિ નામનો મંત્રી હતો. તેના કૃપણપણાને લીધે અર્થીઓને પોતાનું પાપ પણ આપ્યું નહોતું (પાપનો નાશ કરવા જેટલું પણ દાન આપ્યું નહોતું). તે નગરમાં બ્રાહ્મણોનું એકછત્ર સામ્રાજ્ય હતું, તેથી ત્યાં કોઈ જિનચૈત્ય કરાવે તો તેને તેઓ બળાત્કાર નિવારતા હતા. આ નગરીની આ સર્વ હકીકત સાંભળીને દેદના પુત્ર ૧. મેરુ પર્વત. દેવગિરિમાં જિનપ્રાસાદનું નિર્માણ Page #107 -------------------------------------------------------------------------- ________________ પેથડે હર્ષ પામી વિચાર કર્યો : “આ નગરી તો ઇંદ્રની નગરી જેવી છે, પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારવાળી છે, તેથી જો તે નગરીમાં ચૈત્ય કરાવ્યું હોય તો તે અમાવાસ્યાના અંધકારમાં દીવા જેવું અને લવણ સમુદ્રમાં અમૃતના કૂવા જેવું ગણાય. તેથી જો કોઈ પણ પ્રકારે હું ત્યાં ચૈત્ય કરાવું તો ઘણો લાભ થાય અને જિનશાસનની પ્રભાવના પણ ઘણી સારી થાય.” (અહીં ગ્રંથકાર કહે છે કે, “ચેત્યાદિક પુણ્ય કાર્ય કરાવનારા બીજા ભવ્ય જીવો પણ જેઓ આ પેથડના જેવા ભાવને ધારણ કરે છે, તેઓ જ અગણિત પુણ્યવાન છે, પરંતુ જેમના ચિત્તની વૃદ્ધિ અન્યથા પ્રકારની હોય અને ચેત્યાદિક કરાવે તેઓ પુણ્યવાન નથી.” કહ્યું છે કે ““દરેક જીવે પ્રાય: અનંત ચેત્યો અને જિનપ્રતિમાઓ કરાવી છે, પરંતુ તે શુભ ભાવથી કરાવેલ નહીં હોવાથી સમકિતનો લેશ સિદ્ધ થતો નથી.” પેથડની નિરહંકારિતા ફરીથી પેથડે વિચાર્યું : “હેમાદિ પ્રધાનની સાથે હું પ્રેમસ્નેહ-સંબંધ બાંધું તો તેની પ્રેરણા વડે તેના રાજાથી આ મારું સિદ્ધ થાય, કેમ કે સર્વ પ્રકારની લક્ષ્મીથી સંપૂર્ણ હોવાથી તે રાજા ઘણા સુવર્ણ, માણિક્ય, અશ્વ અને હાથી વગેરે વડે પ્રસન્ન કરી શકાય પેથડકુમાર ચરિત્ર Page #108 -------------------------------------------------------------------------- ________________ તેવો નથી. તેમ જ પ્રધાનને પ્રસન્ન કર્યા વિના રાજાને પ્રસન્ન કરવો તે યોગ્ય પણ નથી, કેમ કે દ્વારપાળની પૂજા કર્યા વિના મૂળનાયકની પૂજા થતી નથી. દરવાનને ખુશ કર્યા વિના માલિકને મળાતું નથી. તેથી એક દાનશાળા કરાવવી અને તેમાં હેમાદિનું નામ આપવું. પછી લોકની પરંપરાએ પ્રાસુક (કંઈ કર્યા-કરાવ્યા વિના જ-મફતનો) પોતાનો યશ સાંભળીને તે ખુશી થશે. આ પ્રમાણે કરવાથી તેની પ્રસન્નતા થશે, અને મને દાનથી ઉત્પન્ન થતું પુણ્ય પ્રાપ્ત થશે. આંબાને પાણી પણ મળશે અને અને પિતાને તૃપ્તિ પણ થશે.”એ ન્યાય વડે બન્ને બાબત થશે.” આ પ્રમાણે વિચાર કરીને તે પૃથ્વીધરે ઓકાર નગરમાં મુસાફરોના સમૂહને પ્રસન્ન કરનારી એક મોટી દાનશાળા માંડી. તેમાં ઉત્તમ પુરુષો આવે તેમને નિર્મળ જળ વડે સ્નાન કરાવવામાં આવતું, અને સામાન્ય માણસોને માટે પગ ધોવાનું પાણી તૈયાર રાખવામાં આવતું, તેમ જ તે દાનશાળાની પાસે તૈયાર કરાવેલા ચૈત્યમાં તે સર્વે અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરતા હતા. તે પ્રમાણે સાધર્મિક થયેલા તે સર્વેને ભોજન કરાવવામાં આવતું. અહો ! તેનો વિવેક કેવો છે ! ત્યાં અનેક પ્રકારનાં ઘણાં પકવાન્નો, ખાંડયુક્ત માંડા (માલપુવા), અખંડ (આખા) અને ઉજજવળ ચોખા (ભાત), પીળા રંગને પામેલી અને વઘાર વગેરેના ગુણવાળી દાળ, નાકે પીવાય તેવું ઘી, ઘણાં શાક, પિત્તને શમાવનાર કરંભો, સ્નેહવાળું (ચીકાશવાળું) દહીં અને લવિંગના સંગ વડે સુગંધી કરેલું શીતળ પાણી—આ બધું આવેલા મનુષ્યો ઇચ્છા પ્રમાણે * પેથડની નિરહંકારિતા ૮ ૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ખાતા-પીતા હતા. જમ્યા પછી તેમને કપૂર સહિત અને નાગરવેલના પાન સહિત સોપારી આપવામાં આવતી હતી તથા સૂવા-બેસવા માટે સુંદર પલંગો આપવામાં આવતા હતા. ત્યાં આવનાર પ્રવાસીજનો સ્વાદિષ્ટ ભોજન કરતા અને સુખે સૂતા હતા; તેથી તેઓ પોતાની સ્ત્રી અથવા માતાના હાથને કે પોતાના ઘરને સંભારતા પણ નહોતા. કોઈ પ્રવાસી દાનશાળાના માલિકનું નામ પૂછતા, તો તેને હેમાદિ પ્રધાનનું નામ કહેવામાં આવતું. આ પ્રમાણે તેણે તે દાનશાળા ત્રણ વર્ષ સુધી અખંડ ચલાવી. તેથી ભોજન કરીને પ્રસન્ન થયેલા ભાટચારણો જ્યારે દેવગિરિ નગરીમાં જતા હતા ત્યારે તે ત્રણે વરસ સુધી આદરપૂર્વક હેમાદિની આ પ્રમાણે પ્રશંસા કરતા હતા : હે હેમાદિ મંત્રી ! કારપુરરૂપી વતુલ ક્યારો છે, તેમાં જગતના લોકોને પ્રીતિ કરનારી દાનશાળારૂપી પવિત્ર બીજ (પુણ્યરૂપી બીજ) વાવેલું છે, સાધુ રૂપી સેન્ચે તેનો ત્યાગ કર્યો છે, તેથી આ વિસ્તાર પામેલી કવિતારૂપી પાણીની નીક વડે તૃપ્ત થઈને તેમાં તમારી અનુપમ કીર્તિરૂપી લતા ઉત્પન્ન થઈ છે, તે આજે માંડવાની જેમ બ્રહ્માંડ ઉપર ચડે છે.”-ઇત્યાદિક અસત્ય જેવા વર્ણનને હંમેશાં સાંભળતા હેમાદિએ એકદા મનમાં વિચાર કર્યો : “મેં જન્મથી આરંભીને અત્યાર સુધી વાચકોને ગાળો સિવાય બીજું કાંઈ આપ્યું નથી, તો આ લોકો દાનશાળાની શી વાત કરે છે ? કદાચ કાંઈ એકાદ માણસ આવું વચન બોલે તો તે ખોટું હોઈ શકે છે, પરંતુ ૧. સૈન્યના ઉપદ્રવ રહિત છે. પેથડકુમાર ચરિત્ર ૮ર Page #110 -------------------------------------------------------------------------- ________________ આટલા બધા લોકો, આટલા લાંબા કાળથી, બોલે છે, તેથી તેઓ અસત્યવાદી હોય નહીં.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાના એક માણસને તે જોવા માટે કારપુરમાં મોકલ્યો. તે ત્યાં જઈને પાછો આવ્યો, અને જાણેલી હકીકત આ પ્રમાણે કહેવા લાગ્યો : હે મંત્રીશ્વર ! સર્વ પ્રકારના સ્વાદિષ્ટ રસવાળી તે દાનશાળામાં જે ભોજનનો રસ લે છે, તે જિલ્લાને હું રસજ્ઞા કહું છું, અને બીજી જિહાને તો માત્ર સ્વાદ કરવાથી રસના કહેવી જોઈએ. ત્યાં જમવા આવેલા મનુષ્યમાંથી કોઈ પણ મનુષ્ય સંતોષ પામ્યા વિના જતો નથી, અવજ્ઞાથી જેવું તેવું ભોજન કરીને જતો નથી, તથા તમારી પ્રશંસા કર્યા વિના જતો નથી. આટલા ત્રણ વરસના કાળમાં કુલ સવા કરોડ રૂપિયાનો ખર્ચ તમારે થયો છે, પરંતુ, હું માનું છું કે, તમારા યશ અને પુણ્ય તો કરોડ કલ્પાંત કાળ સુધી પહોંચે તેટલાં થયાં છે.” આ પ્રમાણે કાનરૂપી નીક દ્વારા આવેલા તેના વચનરૂપી જળ વડે તે હેમાદિનું હૃદય સિંચાયું, તેથી તેના આખા શરીરમાં રોમરૂપી અંકુ રોનો સમૂહ પ્રગટ થયો-રોમાંચ ખડાં થયાં. પછી તે હેમાદિ જાતે કારપુરમાં ગયો. ત્યાં દાનશાળાના અધિકારીને સારી રીતે પૂછી દાનશાળાનો માલિક પૃથ્વીધર છે એમ જાણી તેણે મનમાં તેની પ્રશંસા કરી : ‘તે પુણ્યવતી સ્ત્રીની કુ ક્ષિનું હું ઉતારશું થાઉં છું, કે જેણીએ આ પૃથ્વીધરરૂપ રત્ન ઉત્પન્ન કર્યું છે. જે સ્ત્રીને આવો પૃથ્વીધર જેવો લોકોત્તર ગુણવાળો પુત્ર હોય, તે પુત્રવતી સ્ત્રી ખુશીથી ગર્વ ધારણ કરો. બીજાના ધનથી પોતાનું નામ પ્રસિદ્ધ કરનારા ઘણા પેથડની નિરહંકારિતા Page #111 -------------------------------------------------------------------------- ________________ લોકો જગતમાં હોય છે; પરંતુ પોતાના ધન વડે બીજાની પ્રસિદ્ધિ કરનાર તો એક પૃથ્વીધર જ છે.' આ પ્રમાણે મનમાં તેની પ્રશંસા કરીને તે સ્વર્ગની નગરીના ગૌરવને તિરસ્કાર કરનાર માંડવગઢમાં ગયો અને દેદના પુત્ર પેથડને તે મળ્યો. પેથડે પણ હર્ષથી તેનો સત્કાર કર્યો. ,, પછી હેમાદિએ પેથડને કહ્યું : “તમે મારા નામની આવી ઉત્તમ દાનશાળા માંડી છે, તેનું શું કારણ છે, તે પ્રસન્ન થઈને (કૃપા કરીને) મને કહો. જોકે તમારા ઉપકારના અનૃણપણાને હું પામી શકું તેમ નથી, તોપણ મારે માટે ઉચિત કાર્ય બતાવીને મને આનંદ આપો.'' આ પ્રમાણે અતિ આગ્રહથી પ્રધાને પૂછ્યું, ત્યારે પૃથ્વીધરે કહ્યું : “હે મંત્રીશ્વર ! જો વિલંબ કર્યા વિના કાર્યની સિદ્ધિ થાય તેમ હોય તો હું કહું.'' હેમાદિએ કહ્યું : ‘“વધારે તો શું કહું ? તમે ઇચ્છેલુ કાર્ય મારે ધન વડે, બળ વડે અને આ શરીર વડે પણ અવશ્ય કરવાનું છે.'' દેદપુત્ર પેથડે કહ્યું : “જો એમ છે તો તમે મને દેવગિરિ નગરીમાં જિનચૈત્યને લાયક મોટી જમીન આપો.’’ તે સાંભળી, બ્રાહ્મણોની ઉદ્ધતાઈને લીધે આ કાર્ય દુષ્કર છે એમ જાણવા છતાં પણ, પેથડના મોટા ઉપકારથી ભારવાળો થયેલો હોવાથી, તે પ્રધાને તે કાર્ય અંગીકાર કર્યું. પછી તે બન્ને મંત્રીશ્વર પરિવાર સહિત દેવગિરિ નગરીમાં ગયા. ત્યાં હેમાદિએ તે મંત્રીશ્વરને મનોહર હવેલીમાં ઉતારો આપ્યો. ‘હું પોતે જ ચૈત્યની ભૂમિ માટે રાજાને વિનંતી કરીશ. આ બાબત વિશે તમારે કાંઈ પણ ચિંતા કરવાની પેથડકુ માર ચરિત્ર ( ૮૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ નથી.” એમ પૃથ્વીધરને કહી તે હેમાદિ પોતાને ઘેર આવ્યો. અવસરની રાહ જોતો તે હેમાદિ મંત્રી રાજાનું પડખું મૂકતો નહોતો, કેમ કે વિના અવસરે કરેલું કાર્ય સારું થતું નથી. કહ્યું છે કે : “ગાયન, નૃત્ય, લક્ષ્મી, સ્ત્રી, અલંકાર, ભોજન, જળ અથવા દૂધ અને સાકર વગેરે સર્વ પદાર્થો અવસર વિના પ્રસન્નતારૂપી લતા માટે કુહાડારૂપ થાય છે.” (૫૦) “અવસરે કહેલું વચન, અવસરે વાપરેલું શસ્ત્ર અને અવસરે થયેલી થોડી પણ વૃષ્ટિ પ્રાણીઓને કરોડગણું ફળ આપનાર થાય છે.” (૫૧) ઘોડાની ખરીદી આ અવસરે તે નગરીમાં ઘોડા વેચનારા પુરુષો આવ્યા, અને ઉઘાનમાં ઉત્તમ ઘોડાઓની શ્રેણિને બાંધી ત્યાં ઊતર્યા. તેમને આવેલા સાંભળી રાજા શ્રેષ્ઠ અશ્વ ખરીદ કરવા માટે ત્યાં ગયો, અને તેણે પ્રધાનને કહ્યું : “હે મંત્રી ! કહો, આ બધા અશ્વોમાં કયો અશ્વ આપણે ગ્રહણ કરીશું ?” ત્યારે શાલિહોત્રે રચેલા-કહેલા અશ્વનાં લક્ષણો જાણવામાં નિપુણ એવા પ્રધાને સર્વ અશ્વોને જોઈ એક જાતિવંત અશ્વ રાજાને દેખાડ્યો. તે અશ્વનું સર્વ દેવ જેવું હતું, તેના ઘોડાની ખરીદી ૮૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ શરીર ઉપર દશ આવતાં હતાં, તેની ગંધ માલતીના પુષ્પો જેવી હતી; તેના કાન નાના હતા; સ્નિગ્ધ (ચકચકિત) રોમની શ્રેણિ વડે તેની કાંતિ શ્યામ હતી; તેની પીઠ પહોળી હતી; વક્ષ:સ્થળ મોટું હતું; તેના શરીરનો પાછળનો ભાગ તથા બન્ને પડખાનો ભાગ પુષ્ટ હતો; તથા તેનો હેકારવ ગંભીર અને મોટો હતો. આવાં સંપૂર્ણ લક્ષણવાળો તે અશ્વ રાજાના હર્ષને માટે થયો–રાજાને પસંદ પડ્યો. તેથી તેની ગતિ વગેરે વડે પરીક્ષા કરી સર્વ લક્ષણ સહિત તે એવા અશ્વને સાઠ હજાર રૂપિયે ખરીદ કરી તેને લઈ રાજા પોતાને ઘેર ગયો. એકદા રાજા તે અશ્વ પર આરૂઢ થઈ પ્રધાન અને થોડા પરિવાર સહિત બીજે ગામ જવા નીકળ્યો. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે કાદવવાળા તાજા પાણીના પૂરનો પ્રવાહ આવ્યો. તે દેખીને જાતિવંત અશ્વ રાજાએ ઘણા બળથી હાંક્યો તો પણ તે પાણીમાં ચાલ્યો નહીં, ત્યારે રાજાએ ખેદ પામી ચાબૂક વડે તેને ઘણું તાડન કર્યું તોપણ તે અશ્વ ચાલ્યો નહીં. તે જોઈ પ્રધાને વિચાર કર્યો : “આ જાતિવંત અશ્વ પાણીમાં કેમ ડરે છે ?' ઇત્યાદિ વિચાર કરતાં બુદ્ધિમાનમાં અગ્રેસર એવા તે મંત્રીએ તેનું કારણ જાણી લીધું, એટલે તેણે રાજાને નિવારીને કહ્યું : “હે દેવ ! તેના પૂંછડાને તેના પેટની સાથે બાંધી લો એટલે તે શીધ્રપણે આ પ્રવાહને ઓળંગશે.” તે સાંભળી રાજાએ તે પ્રમાણે ક્યું, એટલે તે અશ્વ તત્કાળ ઊડીને સામે પાર ગયો અને બીજા બધા અશ્વો પાણીમાં થઈને બહાર સામે કાંઠે નીકળ્યા, કેમ કે તે અશ્વો જાતિવંત નહોતા. પછી રાજા તે ગામ જઈ કાર્ય કરીને પેથડકુમાર ચરિત્ર ૮૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ પાછો વળ્યો, ત્યારે પણ તે જ રીતે તે અશ્વ ઊડીને આવ્યો. તે વખતે રાજાના પૂછવાથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા પ્રધાને કહ્યું: “મારું મોટું લાંબું પૂછડું પાણી સાથે અથડાતાં પૂંછડાથી ઊછળતા આ કાદવવાળા પાણીથી મારા સ્વામીની વેષભૂષા જરા પણ ખરાબ ન થાઓ- એવી શંકાના કારણે તે અશ્વ પાણીમાં પેઠો નહીં, કેમ કે કુલીન પ્રાણીઓ કોઈ પણ વખત પોતાના સ્વામીને પ્રતિકૂળ હોતા નથી.” આ સાંભળી રાજા અત્યંત ખુશી થયો. પછી રાજાની આજ્ઞાથી તે અશ્વને સર્વદા સુવર્ણના અલંકારો પહેરાવવામાં આવતા, ઉત્તમ ખાવાનું આપવામાં આવતું, હંમેશાં ત્રણ વાર ધૂપ ઉખેવવાપૂર્વક તેની આરતી ઉતારવામાં આવતી હતી, અને માથે ચંદરવા બાંધેલ એકાંત સ્થાનમાં તેને સુખ ઊપજે એવી રીતે રાખવામાં આવતો હતો. આ પ્રમાણે પરાક્રમી તે અશ્વ, રાજાને દેવની જેવો માન્ય થયો. પાણીરૂપી શત્રુના સૈન્ય વગેરે વડે આયુ સમાન એવા તે અશ્વને રાજાએ કષ્ટભંજન” એવું નામ આપ્યું. આ રીતે વિનયગુણને લીધે તે અશ્વ પશુ છતાં પણ આદર સહિત પૂજાને પામ્યો, તેથી હું બીજા ભવ્ય જનો ! તમે પણ પાપનોકષ્ટનો નાશ કરનાર આવા વિનયમાં જ યત્ન કરો. વિનયથી વિદ્યા, ધન, માન, યશ અને સુખ પ્રાપ્ત થાય છે. ઘણું કહેવાથી શું ? વિનય જ આ ભવ અને પરભવને વિશે શુભ ફળને આપનાર છે. આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા તે અશ્વનો આશય જાણવાથી સંતુષ્ટ થયેલા રાજાએ હેમાદિ પ્રધાનને ઇચ્છિત વરદાન માગવાનું કહ્યું ત્યારે, ઘોડાની ખરીદી . . Page #115 -------------------------------------------------------------------------- ________________ અવસર જાણીને, મંત્રીએ કહ્યું : “હે દેવ ! આ આપનું વચન વૃદ્ધ પુરુષને દૂધ પાવા જેવું થયું છે, કેમ કે મારે પહેલાં પણ આપની પાસે કાંઈક એક બાબત માગવાની ઇચ્છા હતી જ, તેમાં આજે આપે આ પ્રમાણે વરદાન માંગવાનો આદેશ કર્યો, તો હે ઉદાર દાતાર ! સાંભળો : મારો એક બંધુ આ નગરીમાં એક મનોહર ચેત્ય બંધાવવા ઇચ્છે છે, તેથી તેને માટે મનવાંછિત સ્થાનમાં તેટલી વિશાળ જગ્યા એ આપ આપો.” તે સાંભળી રાજાએ કહ્યું : “હે મંત્રી ! આ બાબત બાહ્મણોને અપ્રીતિ થાય તો પણ મારે તમને તેટલી જગ્યા આપવી જ છે; પરંતુ કહો કે તે તમારા બંધુનું નામ શું છે ? અને તે ક્યાં રહે છે ?” હેમાદિ એ જવાબ આપ્યો : “હે સ્વામી! અવંતી દેશના અલંકારરૂપ અને ધર્મકર્મમાં તત્પર પૃથ્વીધર નામનો મંત્રી મારો જીભનો માનેલો બંધુ છે. ત્યાંના જયસિંહ નામના રાજા તો માત્ર તે અવંતી દેશમાં બિંબરૂપે જ છે; બાકી તો માત્ર છત્ર-ચામર વિનાનો પૃથ્વીધર જ રાજા છે. તે પ્રાત:કાળે આપને પ્રણામ કરવા માટે આવશે. તે વખતે તે સ્નેહથી આપને ઘેર આવેલા અવંતીના તે સ્વામી યોગ્ય એવા સર્વ ગૌરવને (આદર-સત્કારને) માટે લાયક છે.” આ પ્રમાણે તેનાં વચન સાંભળી, હૃદયમાં અવધારી, રાજાએ અનેક રાજકાયોમાં તે દિવસને નિર્ગમન કર્યો. વિકસ્વર હૃદયકમળને ધારણ કરતા હેમાદિએ પણ પૃથ્વીધર પ્રધાનની પાસે જઈ પ્રાત:કાળે રાજાને ૧. વૃદ્ધને દૂધ પીવાની ઇચ્છા હોય જ છે. તેમાં તેને કોઈ દૂધ આપેપાય, તેવું તમારું આ વચન છે. • • • • • • • • • • પેથડક માર ચરિત્ર ૮૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ મળવાની વાત જણાવી. પ્રાતઃકાળે જેમ સૂર્ય ઉદયાચળ પર્વત પર આરૂઢ થાય તેમ તે રાજા, મંત્રી અને સામંત વગેરેની સાથે સભામાં સિંહાસન પર આરૂઢ થયો. તે વખતે એક થાળમાં સોનામહોરો ભરી તેના ઉપર એક શ્રીફળ મૂકી માલવ દેશના પ્રધાન પેથડ તે રાજાને મળવા આવ્યો. પ્રધાન જયારે સમીપે આવ્યો, ત્યારે રાજાએ એકદમ સિંહાસન પરથી ઊભા થઈને તેને પ્રીતિથી આલિંગન કર્યું ‘કુળવાન પુરુષો વિનયવાળા જ હોય છે.' કહ્યું છે કે “મૃગની સ્ત્રીઓ (મૃગલીઓ)નાં નેત્રો કોણે આંજ્યાં છે ? મનોહર પીંછાવાળા મોરોને કોણ અલંકાર કરે છે ? કમળને વિષે પત્રનો સમૂહ કોણ કરે છે ? તથા કુળવાન પુરુષોમાં કોણ વિનયને સ્થાપન કરે છે ? કોઈ કાંઈ પણ કરતું નથી, કેમ કે તેવો તેમનો સ્વભાવ જ છે.” (પર). તમ પછી રાજાએ તેને યોગ્ય આસન પર બેસાડી કુશળ સમાચાર પૂછી તે થાળમાંથી માત્ર શ્રીફળને જ ગ્રહણ કરી બીજુ ભેટશું તેને પાછું આપ્યું. પછી તે પ્રધાનને પહેરામણી પહેરાવી રાજા તેને જમીન આપવા માટે અશ્વ પર આરૂઢ થઈ, ઘણા પરિવાર સહિત, નગરીમાં ગયો. ચૌટાની મધ્યે તેણે ભૂમિ માગી, ત્યારે રાજાએ બ્રાહ્મણોને દુભાવીને પણ તે જ ભૂમિ આપી ત્યાં દોરી દેવરાવી. પછી તે જ વખતે પ્રધાને ભેટણામાં આણેલા સુવર્ણ વડે નગરીના લોકોને સંતોષ ૮૯ ઘોડાની ખરીદી Page #117 -------------------------------------------------------------------------- ________________ પમાડી વાજિંત્ર વગાડવાપૂર્વક હર્ષનો મહોત્સવ કર્યો. સરળ હૃદયવાળા તે પ્રધાને મોટા શેઠિયાઓની સાત હવેલીઓ થાય તેટલી વિશાળ ભૂમિમાં રહેલા હાટ અને ઘરો બધાં પાડી નંખાવ્યાં. લોકમાં કહેવત છે : “જળવાળો પ્રદેશ મકાન કરવા માટે તોડી નંખાય છે; મકાનને ઘરનો ઓરડો કરવા માટે તોડી નંખાય છે; ઓરડો હાટ કરવા માટે તોડી નંખાય છે અને હાટ ચૈત્ય કરવા માટે તોડી નંખાય છે.” પછી ત્યાં શુભ દિવસે ત્રણ વાંસ ઊંડી ભૂમિ પાયાને માટે ખોદી ત્યારે ત્યાં તે નગરીનાં સર્વ જળાશયોમાં પૂર્વે જેવું પાણી નીકળ્યું નહોતું તેવું અતિ સ્વાદિષ્ટ પાણી નીકળ્યું. તે પેથડે પાયો ખોદાવતાં તેવા. પ્રકારનું મિષ્ટ જળ નીકળ્યું તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમ કે પુણ્યશાળીના ભાગ્ય તો નિધાન પણ નીકળે છે. કહ્યું છે : “પૃથ્વી પર પગલે પગલે (ઠેકાણે ઠેકાણે) નિધાનો હોય છે, અને યોજન યોજના અંતરે રસકૂપિકા હોય છે, એ રીતે પૃથ્વી પર ઘણાં રત્નો હોય છે. પરંતુ ભાગ્યહીન પુરુષો તેને જોઈ શકતા નથી.” (૫૩) આવું સ્વાદિષ્ટ પાણી નીકળ્યું જાણીને અત્યંત ઈષ્યવાળા બ્રાહ્મણોએ ઉત્સુકતાપૂર્વક સાયંકાળે જ રામદેવ રાજા પાસે જઈ વિનંતી કરી : “હે રાજા ! સાંભળો. આ નગરીમાં કોઈ પણ ઠેકાણે સ્વાદિષ્ટ પાણી અત્યાર સુધી નીકળ્યું નથી. તે આજ આપના ભાગ્યથી ચૈત્યની ભૂમિમાં પ્રગટ થયું છે, તેથી તે જગ્યાએ આપ મોટી વાવ કરાવો. પેથડકુમાર ચરિત્ર ૯૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તરસ્યા અઢારે વર્ણ પાણી પીશે, તેમાં આપને જે પુણ્ય થશે તેનો પાર જ નથી. હે પૃથ્વીપાલ! કૂવા વગેરે જળાશય કરાવવામાં પુરાણોમાં પણ ચોરનું ઉદાહરણ આપી મોટું પુણ્ય કહ્યું છે, તે આ પ્રમાણે : પહેલાં કોઈ ચોર નાસીને જતો હતો. માર્ગમાં તે તરસ્યો થયો. તેવામાં કોઈ સરોવર તેણે જોયું. તેમાં પાણી નહોતું, પરંતુ તેમાં એક ઠેકાણે કાંઈક ભીની જમીન જોઈ. તેમાં તેણે બાણ ખોસીને પાણી પીધું. પછી તે બાણ ખેંચી લેતાં તેના ફળાની સાથે માટી બહાર નીકળી એટલે તેમાંથી જળ નીકળ્યું. પછી તે ચોર ત્યાંથી આગળ ચાલ્યો, તેટલામાં પાછળથી આવેલા સુભટોએ તેને મારી નાખ્યો. તે મરીને, તે સરોવરની થોડી પણ માટી કાઢવાના પુણ્યથી, દેવ થયો.” તેથી હે દેવ ! આપ પુણ્યશાળી તે ચેયને યોગ્ય એવી બીજી ભૂમિ આપીને તે સ્થળે મોટું પુણ્ય બાંધવા વાવ ખોદાવો.” આ રીતે તે અજ્ઞાની બ્રાહ્મણોએ રાજાને વાવ કરાવવાનું કહ્યું, પરંતુ તેમાં મેરુ અને સરસવ જેટલું પાપ-પુણ્યનું આંતરું છે. (એટલે કે જલાશય કરાવવામાં મેરુ જેટલું પાપ અને સરસવ જેટલું પુણ્ય છે.) પહેલાં ભોજ રાજાએ એક નવું તળાવ ખોદાવ્યું હતું, ત્યારે તેની પાસે કુબુદ્ધિવાળા કવિઓએ તે તળાવનું અનેક પ્રકારે વર્ણન કર્યું હતું. તે વખતે બુદ્ધિમાન ધનપાળ કવિએ કહ્યું હતું : “હે ભોજ રાજા ! ૯૧ વોડાની ખરીદી Page #119 -------------------------------------------------------------------------- ________________ આ તળાવના બહાનાથી મોટી દાનશાળા જ છે, તેમાં હંમેશાં માછલાં વગેરે રૂપ રસોઈ તૈયાર જ રહે છે, તેને ખાનારાં પાત્રો બગલાં, સારસ અને ચક્રવાક પક્ષીઓ છે, તેમાં કેટલું પુણ્ય થાય તે અમે જાણતા નથી.’’ આ પ્રમાણે વાયુની જેવા બ્રાહ્મણો અને તેનાં વચનોથી ફળને આપનાર (વૃક્ષ)રૂપ રાજાનું ચિત્તરૂપી પાંદડું ડોલાયમાન થયું; કેમ કે રાજાઓ કાનના કાચા હોય છે. કહ્યું છે કે “પરિપૂર્ણ, વિદગ્ધ અને રાગવાળો પણ રાજા જો કાનનો કાચો હોય તો તેને ગ્રહણ કરવા (પોતાનો કરવા) કોણ શક્તિમાન થાય ? જેમ કે પકાવેલો, રંગાવેલો અને પરિપૂર્ણ એવો પણ માટીનો ઘડો જો કાંઠા વિનાનો હોય તો તેને કોણ ગ્રહણ કરી શકે ?’૧ ‘પ્રાતઃકાળે હું જાતે ત્યાં આવી તે પાણી પીને તેનુ સ્વાદિષ્ટપણું જાણી મોટી વાવ કરાવીશ.'' એમ કહી રાજાએ તે બ્રાહ્મણોને રજા આપી. તે નગરનો નિવાસી રાજાનો જ એક હજામ હંમેશાં પેથડને ઉતારે તેનુ માથું ગૂંથવા માટે આવતો હતો, તેને પેથડે પૈસા આપીને પ્રસન્ન કર્યો હતો. તેણે બ્રાહ્મણોનો આ વૃત્તાંત સાંભળ્યો હતો, તેથી તેણે આવીને દેદપુત્ર પેથડને તે હકીકત કહી. ‘હલકા માણસને પણ ખુશી કર્યો હોય તો તે અવસરે અનુકૂળ થાય છે અને ૧. અહીં પાર્થિવ એટલે રાજા અને માટી સંબંધી તથા કર્ણ એટલે કામ અને કાંઠો વગેરે અર્થ જાણવા. પંથડકુમાર ચરિત્ર ૯૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ખુશી કર્યો ન હોય તો તે અવસરે અશુભ કરનાર થાય છે. કેમ કે વિકટ સંકટમાં પડેલા એક હાથીને એક ઉંદરે શુ નહોતો છોડાવ્યો ? અને શ્રીકૃષ્ણે કર્ણ રાજાને યમરાજાના મંદિરમાં નહોતો મોકલ્યો ?’ આ વૃત્તાંત જાણી દેદપુત્ર પેથડે વિચાર કરી તે જ રાતે દ્વારપાળને પોતાનો લવણનો પરવાનો આપી નગરમાં લવણની પોઠ મંગાવી, તે લવણ જળમાં નંખાવી તેને હલાવી પાણી ખારું કરી પોતાને ઉતારે આવી તે અવન્તીનો પ્રધાન પેથડ સુખે સૂઈ ગયો. પ્રાતઃકાળે રાજા ત્યાં આવ્યો, અને માણસો પાસે તે પાણી મંગાવી પોતે તેનો આસ્વાદ કર્યો. તે વખતે તે ખારું લાગવાથી રાજાએ થૂ થૂ કર્યું, અને ‘બ્રાહ્મણોએ ઈર્ષ્યાથી અસત્ય વાત કરી છે’-એમ વિચારી બ્રાહ્મણોને ઠપકો આપી પૃથ્વીધરનું સન્માન કરી રાજા પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે બ્રાહ્મણોના બધા અશુભ વિચારો ક્ષય પામ્યા. જો કદાચ દુર્જનોનું વાંછિત સિદ્ધ થતું હોય તો સજ્જનો જીવી પણ ન શકે. કહ્યું છે કે— ઘાસથી આજીવિકા કરનારા મૃગના શિકારીઓ આ જગતમાં કારણ વિનાના વેરી છે; જળથી આજીવિકા કરનાર મત્સ્યોના મચ્છીમાર કારણ વિનાના શત્રુ છે અને સંતોષથી આજીવિકા કરનાર સજ્જનોના ચાડિયા પુરુષો કારણ વિનાના શત્રુ છે. છે.’’ (૫૪) ૯૩ ઘોડાની ખરીદી Page #121 -------------------------------------------------------------------------- ________________ દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય ચૈત્ય કરાવવાની ભૂમિ મળ્યા પછી તે મંત્રીને જે એક બુદ્ધિમાન સૂત્રધાર મળ્યો, તેનો સંબંધ હવે કહે છે : પહેલાં સિદ્ધરાજે રુદ્રમહાલય (રુદ્રમાળ) કરાવીને પછી “આવું કામ આ બીજે ઠેકાણે ન કરે તેવી ઇચ્છાથી તે સૂત્રધારને બંધ કર્યો ત્યારે તે સૂત્રધારે તેથી પણ અધિક સુંદર રીતે જેને પ્રાસાદ કરવાની ઇચ્છાપૂર્વક પ્રતિજ્ઞા કરી, પરંતુ તે વખતે જેને પ્રાસાદ કરાવનાર કોઈ મહાપુરુષ મળ્યો નહીં. છેવટે પોતાના અંત સમયે તેણે પોતાની પ્રતિજ્ઞા તેના પુત્રને કરાવી અને તે મર્મસ્થાનને પીડા કરનાર શલ્યને દૂર કરી સુખ-સમાધિએ મરણ પામ્યો. તે પછી બીજી ત્રણ પેઢી સુધી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી એમની એમ ચાલી આવી. પછી પાંચમી પેઢીએ કળાના સમુદ્રરૂપ રત્નાકર નામે સૂત્રધાર થયો. તે ઘણો કાળ ગયા છતાં પણ, જાણે વેર તાજું હોય તેમ, તે પ્રતિજ્ઞાને ધારણ કરતો હતો, કેમ કે દ્વેષ પ્રેમ અને દેવું (દેણું) એ સમુદ્રની જેમ ક્ષીણ થતાં નથી. તેથી તે ઉત્તમ ચૈત્ય કરવાની ઇચ્છાથી બધે ફરતો હતો. તેવું ચેત્ય કરાવવાની ઇચ્છાવાળા પેથડ મંત્રીને સાંભળી તેને તે મળ્યો, તેની સાથે સર્વ વાતચીત કરી. સરળ હૃદયવાળા પેથડે રત્નાકર પાસે તેનો આરંભ કરાવી બીજા કારીગરો તેને સોંપી તથા પોતાના વાણોતરોને ત્યાં રાખી પોતે અવન્તીમાં ગયો. પછી કીર્તિ વડે દિશાઓને સુગંધી કરનાર પેથડકુમાર ચરિત્ર Page #122 -------------------------------------------------------------------------- ________________ તે મંત્રીએ કારીગરોને માટે બત્રીશ ઊંટડી (સાંઢો) ભરીને સુવર્ણ મોકલ્યું. તે ચૈત્યને માટે દશ હજાર ઈટોના નિભાડા રોકવામાં આવ્યા. તે દરેક નિભાડામાં દશ દશ હજાર ઈટો પકવવામાં આવતી હતી. ક્ષીરસાગરમાં પડેલ વિષનું બિંદુ જેમ કાંઈ પણ દોષ કરી શકતું નથી, તેમ ચૈત્ય કરાવવાથી ઉત્પન્ન થતા પુણ્યમાં તેના આરંભથી ઉત્પન્ન થયેલું પાપ કાંઈ પણ દોષને કરી શકતું નથી. ત્રણ વાંસ ઊંડા ખોદેલા પાયામાં પૂરેલા પથરાઓની સાંધોમાં અનુક્રમે પાંચ શેર, દશ શેર અને પંદર શેર સીસાનો રસ પૂર્યો હતો. તે ચૈત્યમાં કેટલીક એકવીશ ગજની લાંબી ચૌદસો ને ચાળીશ પથ્થરની પાટો ગોઠવવામાં આવી હતી. એક વેળા ઈડું ચડાવવાની પાટને અંદરના કિલ્લાથી વિદન આવે છે, એવું સાંભળી દેદપુત્રે (પેથડે) એકદમ ત્યાં આવી એક રાતમાં જ તેટલા વિભાગમાં રહેલા કિલ્લાને પાડી નંખાવ્યો. પછી બન્ને બાજુ પગથિયાંની શ્રેણી જોડી દઈ અખંડ ભાગ્યના સ્થાનરૂપ અને સાહસને ધારણ કરનાર તે પેથડે ઈડું ચડાવી કિલ્લાને ફરીથી તૈયાર કર્યો. સાહસિક પુરુષને કાર્યની સિદ્ધિ થાય છે, કાયર પુરુષને થતી નથી. નેત્ર ભીરુ હોય છે તેથી તે કાજળને પામે છે અને કર્ણ ધીર છે તેથી તે સુવર્ણ (કુંડળ)ને પામે છે. કહ્યું છે કે – “(મહાદુર્ગમ એવી) લંકા નગરી જીતવી છે, સમુદ્રને ચરણથી તરવો છે, રાવણ જેવો શત્રુ છે, અને રણસંગ્રામમાં વાંદરાઓ જ સહાયભૂત છે, તોપણ રામે યુદ્ધમાં સમગ્ર રાક્ષસકુળનો નાશ કર્યો. તેથી જણાય છે કે મહાપુરુષોના સત્ત્વમાં જ ક્રિયાની સિદ્ધિ રહી દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૯૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ છે, પણ બાહ્ય સહાય વગેરે ઉપકરણમાં કાર્યની સિદ્ધિ રહેતી નથી.” તે ચૈત્યમાં સ્થાપન કરવા માટે મંત્રીએ ચંદ્ર જેવી કાંતિવાળા આરસના પથ્થરની યાશી આંગળની શ્રી વીર પ્રભુની પ્રતિમા કરાવી. તે ચૈત્યમાં રહેલી પૂતળીઓને જોઈને ઘણા લોકો એમ માનવા લાગ્યા : “અમે પરલોકમાં આવી સ્ત્રીઓની પ્રાપ્તિના કારણભૂત એવું તપ કરીએ.” નિપુણતાભરી કોતરણી કારીગરી) વડે સંપૂર્ણ વસ્તુઓના આકાર તે પ્રાસાદમાં રહેલા હતા, તેથી તે પ્રાસાદ પણ જગતની સૃષ્ટિ કરવામાં વિધાતાને બિંબના ખજાનારૂપ થયો હતો. હું ધારું છું કે તે પ્રાસાદ રમણીય છતાં પણ વિરામ પામીને પૃથ્વીથી આકાશમાં જતો નથી, તેનું કારણ ગાઢ જળે તેના પાયા પકડયા છે એ જ છે. સર્વ સુવર્ણનો ખર્ચ થાય એવા મોટા ઉત્સવપૂર્વ મંત્રીએ પ્રાસાદ, પ્રતિમા, સુવર્ણકળશ, સુવર્ણદંડ અને ધ્વજા એ સર્વની એકી સાથે પ્રતિષ્ઠા કરી. એ વખતે પ્રતિષ્ઠા થતી હતી તે વખતે લાખો શેઠિયાઓની સભા વચ્ચે માધવ નામના બંદીએ એક ઉત્તમ શ્લોક આવા અર્થવાળો કહ્યો : “હે મંત્રીશ્વર ! નાગકુમારીઓએ સંગીતમાં ગાયેલો તમારા પુણ્યનો સમૂહ સાંભળીને શેષનાગ જો હમણાં પોતાનું મસ્તક ધુણાવે તો આ પૃથ્વી અવશ્ય પડી જાય; પરંતુ તમે કરાવેલા પર્વતથી પણ મોટા આ જિનચૈત્યના સમૂહનો નવો ભાર આવવાથી તે પોતાનું મસ્તક કંપાવવા શક્તિમાન થતો નથી, તેથી તમારું બીજુ ૧. જડ પુરુષ જેમ કોઈના પગ પકડી રાખે તેમ એવો અર્થ પણ થાય છે. પેથડકુમાર ચરિત્ર Page #124 -------------------------------------------------------------------------- ________________ નામ જે પૃથ્વીધર છે તે સત્ય છે.” આ પ્રમાણે નવી કવિતાના નિધાનરૂપ આ માધવે હર્ષથી વ્યાખ્યાન કર્યું ત્યારે મંત્રીએ લજ્જાના ભારથી પોતાનું મસ્તક નીચું નમાવ્યું. કહ્યું છે કે લજ્જા કુળનો ઉદ્યોત કરનારી છે, લજજા સૌભાગ્યને કરનારી છે, લજજા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે અને લજા પાપ કરવામાં અજ્ઞાની (અજાણ) છે.” (૫૫) “સ્તુતિ (પ્રશંસા) રૂપી કન્યાને દુર્જનો પસંદ પડતા નથી, અને સજનોને તે કન્યા રુચતી નથી, તેથી, હજી સુધી વરની પ્રાપ્તિ નહીં થવાથી, તે (સ્તુતિ) કુમારી જ રહી છે.” તે વખતે બાકીના સર્વ શેઠિયાઓ તે કવિતા સાંભળીને ચમત્કાર પામી કવિતાના ગુણની પ્રશંસા કરતા મસ્તક ધુણાવવા લાગ્યા. તે પછી મંત્રીએ સર્વ ગાંધર્વ, કવિ, ચારણ અને બંદીજનોને કહ્યું : “હું તમારી પાસે એક માનને માગું છું, અને તે એ છે : મારાં માતા-પિતાએ મારું એવું તેવું પણ નામ પાડ્યું હોય, તે જ નામ કહેવું, પણ જેમ તેમ બીજા નામની કલ્પના કરવી નહીં. કેમ કે કહ્યું છે કે— આકાશનું નામ અંબર (વસ્ત્ર) છે, દેડકાનું નામ હરિ એવું પ્રસિદ્ધ છે, કાગડાનું નામ દ્વિજ છે, વક્ર ગતિ કરનાર વિષમ સર્પનું નામ ભોગી છે, નાના પથ્થરના કાંકરાનું શર્કરા (સાકર) નામ છે તથા હાથીના મદજળનું નામ દાન કહેવાય છે, પણ તે સર્વ અર્થથી • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય • • • • • • • • Page #125 -------------------------------------------------------------------------- ________________ શૂન્ય છે. કેટલાક બુદ્ધિમાનો આડંબરભર્યા આવાં વ્યર્થ નામ પાડે છે.’’ ‘‘અસત્ય વચનની જેવાં કલ્પિત બિરુદો કહેવાથી હું એક કોડી પણ દાન આપીશ નહીં, પરંતુ ઊલટું મારા મનમાં દુ:ખ થશે.'' આ પ્રમાણે કહીને તે મંત્રીશ્વરે તે બંદીને કાંઈ પણ દાન આપ્યું નહીં, ત્યારે બીજા શેઠિયાઓએ તેને આનંદપૂર્વક જિંદગીપર્યંત ચાલી શકે તેટલું પુષ્કળ દાન આપ્યું. અલ્પ પુણ્યકાર્યથી ઉત્પન્ન થયેલી કીર્તિ કોને હાસ્યકારક નથી થતી ! પરંતુ જે કીર્તિ મોટા પુણ્યકાર્યથી ઉત્પન્ન થઈ હોય તે જ બધાને પ્રીતિકારક થાય છે. તે પ્રાસાદમાં પ્રતિષ્ઠા વખતે સુવર્ણના કળશને હાથમાં ધારણ કરી, સુવર્ણના તિલકને કપાળમાં ધારણ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે એકસો ને આઠ બ્રહ્મચારી શ્રાવકો પ્રભુનું સ્નાત્ર કરતા હતા. મંત્રીએ તે બધાની વચનથી કહી ન શકાય તેવી ઉત્તમ ભક્તિ કરી. અન્યથા પણ બ્રહ્મચારી સર્વથા પૂજ્ય છે, પછી આવા પ્રકારનું કાર્ય કરનારા પૂજ્ય હોય તેમાં શું આશ્ચર્ય ? તેમ જ બધા લોકો મસ્તકને ધુણાવે એવું શ્રેષ્ઠ સાધર્મિક વાત્સલ્ય કર્યું, તથા મનને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવાં વસ્ત્રો વડે સર્વ ગચ્છની પૂજા કરી, સર્વ શ્રાવકોને પહેરામણી પહેરાવી અને ચોરાશી હજાર દેદીપ્યમાન સુવર્ણના વેઢ આપ્યા. વિસ્તાર પામેલી કીર્તિવાળા તે મંત્રીએ દારિદ્રયરૂપી શિલાને છેદવાનાં જાણે ટાંકણાં હોય એવા પાંચ લાખ ટંક(રૂપિયા)નો ખર્ચ કરીને હૃદયને પેથડકુમાર ચરિત્ર ૯૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ચોરનારો (મનને હરણ કરનારો) મહોત્સવ કર્યો. જે શ્રાવકે આકાશનો સ્પર્શ કરતા એવા તે ચૈત્યના શિખર પર આરૂઢ થઈ નિર્ભયપણે કળશ, દંડ અને ધ્વજા એ ત્રણની પ્રતિષ્ઠા કરી, તેને તે મંત્રીએ પાંચ અંગનાં વસ્ત્રો, હાથમાં બે સુવર્ણની સાંકળી અને ઘણું દાન આપ્યું. તથા બીજા શેઠિયાઓએ તેને વીંટી વગેરે આપ્યું. રાજાના તે અશ્વપાળે વસ્ત્રો વગેરે વડે સવા લાખ રૂપિયા પામીને શ્રી વીર ભગવાનની હંમેશાં પૂજા કરવાનું વ્રત ગ્રહણ કર્યું જો ભાવ વિના પણ જિનેશ્વરની ભક્તિ આવા ફળને આપનારી હોય તો ભાવથી પૂજા કરનારને અનંત ફળ પ્રાપ્ત થાય તેમાં શું કહેવું ? આ પ્રમાણે પૃથ્વીરૂપી સ્ત્રીના અલંકારમાં શેખરરૂપ અને ધનના દાન વડે સમગ્ર મંત્રીઓમાં ચક્રવર્તી એવા તે પેથડ મંત્રીશ્વરે જેમ વસંત ઋતુ લતાને પુષ્પોના ગુચ્છા વડે કૃતાર્થ કરે તેમ અત્યંત શ્વેત લક્ષ્મીરૂપી લતાને ચૈત્યરૂપી પુષ્પના ગુચ્છા વડે કૃતાર્થ કરી. 米米米米米米米米米米米米米米米米米米米 - પેથડે કરાવેલા ચોરાશી ચૈત્યોના સ્થાનાદિકના જ વર્ણનવાળો આ ચોથો તરંગ સમાપ્ત થયો. દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ પાંચમો તરંગ બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર અને રાણી લીલાવતીનો નવકારજાપ ૧ તામ્રાવતી નામની નગરીમાં ભીમ નામે સુવર્ણનો મોટો વેપારી રહેતો હતો. તે શ્રી દેવ-ગુરુની ભક્તિવાળો અને ધન વડે કુબેર જેવો હતો. શ્રી દેવેદ્ર નામના ગુરુ સ્વર્ગે ગયા પછી શોકને લીધે તે પુણ્યશાળી બાર વર્ષ સુધી અન્ન વિના જ રહ્યો હતો. (અન્ન સિવાય બીજી વસ્તુ ખાઈને રહ્યો હતો.) પેથડકુમાર ચરિત્ર ભીમ શ્રેષ્ઠીએ મોકલેલી મડી બ્રહ્મચર્યને ધારણ કરનાર તે ભીમે ભક્તિને માટે સાધર્મિક (બ્રહ્મચર્યધારી) ભાઈઓને પાંચ પાંચ વસ્ત્ર સહિત એક એક મડી મોકલી હતી. તેવી કુલ સાતસો મડીઓ વહેંચાણી હતી. તેમાં એક મડી પેથડ મંત્રીને પણ મોકલી હતી. તે મડી પોતાને ઘેર આવી તોપણ મંત્રીએ તેને તે જ વખતે નગરની બહાર મોકલી, અને પછી મોટા ૨ ૧. ઊંચી જાતનું પીતાંબર જેવું વસ્ત્ર. ૧૦૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશોત્સવપૂર્વક તેને ઘરે આણી. દશ હજાર રૂપિયાનો ખર્ચ કરી ઉત્સવ સહિત આણેલી તે મડીને પહેર્યા વિના જ દેવગૃહમાં તેણે રાખી તેની દેવની જેમ કેટલાક દિવસો સુધી પૂજા કરી. મંત્રીને દર વરસે વિજયાદશમી (દશેરાને) દિવસે રાજાઓ તરફથી પચાસ ઉત્તમ પહેરામણીઓ મળતી હતી. મંત્રીએ જયારથી રાજવ્યાપાર કરવા માંડ્યો ત્યારથી સીમાલ રાજાઓની આવેલી શ્રેષ્ઠ પહેરામણીઓને, રાજનો પ્રતિગ્રહ હોવાથી, તે મંત્રી પોતાના શરીર પર ધારણ કરતો નહોતો. તેની જ જેમ આ આવેલી મડીને પણ મંત્રીએ પહેરી નહીં. તે જોઈ તેની પત્ની પ્રથમિણીને શંકા થઈ : “સાધર્મિકની મોકલેલી વસ્તુની અવજ્ઞા કરવાનું પાપ મારા પતિને ન લાગો.' એવી વિચારવાળી તેણીએ દેવપૂજાને સમયે મંત્રીને કહ્યું : “હે સ્વામી! આ મડી એમની એમ જ (પહેર્યા વિના) કેમ મૂકી રાખી છે ? શરીર પર કેમ ધારણ કરતા નથી ?'' ત્યારે મંત્રીએ કહ્યું : “હે પ્રિયા ! બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા તે ભીમે મને સાધર્મિક તરીકે આ મડી મોકલી છે, પરંતુ હું તેવો બ્રહ્મચર્યવ્રતવાળો નથી, તેથી તેને પહેરતો નથી." ભીમે આવી સાતસો પડીઓ સાધર્મિકની બુદ્ધિથી મોકલી હતી, પરંતુ આ મંત્રીને તે માટે જે બુદ્ધિ ઉત્પન્ન થઈ તેવી બુદ્ધિ બીજા કોઈ પુરુષને ઉત્પન્ન થઈ નહીં. જ્યારે પૃથ્વીધરને આ મડી આપવામાં આવી હતી, તે જ વખતે તેને વિષયો પર વૈરાગ્ય થયો હતો, કેમ કે સજ્જનોને થોડાથી જ બોધ થઈ જાય છે, તે વિષે કહ્યું છે કે૧૦૧ ભીમ શ્રેષ્ઠીએ મોકલેલી મડી Page #129 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રથમ તો મણિ સ્વચ્છ જ હોય છે, છતાં કોઈ કારણથી અસ્વચ્છ થયો હોય. તો તે રંગી શકાય જ છે તથા અસ્વચ્છ વસ્ત્ર પણ ઉપાયથી રંગી શકાય છે; પરંતુ અંગારાની જેવા દુર્વિઘ્ધ આ પુરુષને સો વર્ષે પણ રંજન કરવા કોણ સમર્થ છે ?'' (૫૬) ‘કેટલાક મનુષ્યો વિષયરૂપી જળમાં માટી જેવા હોય છે (વિશીર્ણ થઈ જાય છે); કેટલાક પથ્થર જેવા હોય છે (ડૂબેલા જ રહે છે): કેટલાક કાષ્ઠની જેમ તેને તરી જાય છે; અને કેટલાક ઉત્તમ પુરુષો જળકાંત ર્માણની જેમ વિષયરૂપી જળનો સ્પર્શ પણ કરતા નથી. ’ ‘‘મૃગલાઓને વાગુરા (પાશ) બંધનરૂપ છે, પરંતુ હાથીઓને ભાર પ્રમાણ સાંકળ બંધનરૂપ છે, તેમ જ મૂઢ જનોને આશા પણ બંધનરૂપ છે, પરંતુ સત્ય પુરુષોને તો વિદ્યમાન ભોગો પણ બંધનરૂપ થતા નથી.’’ (૫૭) શાલિભદ્ર માત્ર પોતાને માથે શ્રેણિક રાજા સ્વામી છે, એટલુ જ વચન સાંભળીને વૈરાગ્ય પામ્યા હતા; સ્થૂલભદ્ર પિતાના મરણના સમાચાર સાંભળી વૈરાગ્ય પામ્યા હતા; કાર્તિક શેઠ દુ:ખથી વૈરાગ્ય પામ્યા હતા; અને મેતાર્થ વોણું-તિરસ્કાર પામવાથી વૈરાગ્ય પામ્યા હતા, તે જ પ્રમાણે આ મંત્રી માત્ર મડી મળી કે તરત જ વૈરાગ્ય પામ્યા હતા; પરંતુ ‘પ્રિયાની અનુમતિથી હું ચોથું વ્રત ગ્રહણ કરીશ’ ૧. ખરાબ પંડિત. પેથડકુમાર ચરિત્ર ૧૯૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ એમ વિચારી અવસરની રાહ જોતાં તેણે તેટલા દિવસ તે મડીની પૂજા કરી. મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર આ અવસરે મંત્રીનું (હું તો બ્રહ્મચર્યના વ્રતવાળો નથી તેથી મડી પહેરતો નથી એવું) વચન સાંભળી ઉત્તમ પત્નીએ પતિને કહ્યું : “હે સ્વામી ! વ્રત ગ્રહણ કરીને પણ આ મડી તમે પહેરો.” તે સાંભળી મંત્રીએ તેણીને પૂછયું : “હે પ્રિયા ! આ વાત તને રુચે છે ?” ત્યારે તેણીએ હર્ષથી હા પાડી. તે સાંભળી મંત્રી અત્યંત આનંદથી પ્રફુલ્લિત બન્યો. તે નારી આર્યજનોના આશ્ચર્યને માટે થઈ, કે જેનું ચિત્ત, ઘણું યૌવન (ભરજુ વાની), ઘણું ધન અને પતિનું માન વગેરે સર્વે અનુકૂળ સંયોગ છતાં પણ, વિષયની ઇચ્છામાં લપેટાયું નહીં. પતિના વચનને અંગીકાર કરનારી, બાલ્યાવસ્થાથી પણ કુળના ક્રમનો લોપ નહીં કરનારી તથા યુવાવસ્થામાં પણ ભોગની ઇચ્છાનો નાશ કરનારી તે સ્ત્રી સર્વ સતીઓમાં ગુણોથી અધિક ગણાઈ. સતી છતાં કુંતીએ કુમારી અવસ્થામાં કર્ણને જન્મ આપ્યો હતો; સીતાએ પણ એક વખત પતિના વચનનો લોપ કર્યો હતો; અને દ્રોપદી વિષયની તૃષ્ણાથી વ્યાપ્ત હતી, તો આ સતીની તુલ્ય કઈ સતી હતી ? ૧૦૩ મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર Page #131 -------------------------------------------------------------------------- ________________ તે પછી ગુરુની પાસે અત્યંત આનંદ સહિત જઈ મહોત્સવપૂર્વક નંદીની સન્મુખ બત્રીશ વર્ષની વયે તે બન્નેએ ચોથું વ્રત અંગીકાર કર્યું. મોટા પુરુષરૂપી વૃક્ષોને પાડી નાખનાર યૌવનરૂપી પાણીના પૂરમાં આ દંપતી સામે પૂરે તરવાથી કૃષ્ણચિત્રલતા જેવા બન્યા. તે વ્રત ઉચ્ચારના ઉત્સવને અંગે મંત્રીએ પાંચ પાંચ રેશમી વસ્ત્રો સાથે ચૌદસો મડીઓ દેશાવરોમાં સાધર્મિકોને મોકલી તેમની પૂજા કરી. તે સાથે શ્રી ભીમશેઠને પણ સામી મડી મોકલી અને પ્રથમ તે ભીમની જે મડી પોતાને આવી હતી તેને પોતાના ચિત્તરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્રિકા સમાન માની આદરથી પોતે પહેરવા માંડી. ત્યાર પછી સત્ય વાણીવાળા તે મંત્રીએ જે દિવસે બ્રહ્મચર્ય-વ્રત ગ્રહણ કર્યું, તે દિવસથી આરંભીને બ્રહ્મચર્યને વિરુદ્ધ એવું તાંબૂલ ખાવાનું બંધ કર્યું. કહ્યું છે કે “તાંબૂલ, ઝીણાં વસ્ત્ર, સ્ત્રીની અથવા સ્ત્રી સાથે કથા, ઇંદ્રિયોનું પોષણ, દિવસે નિદ્રા અને સદા ક્રોધ–આ છ બ્રહ્મવ્રતધારીને ભ્રષ્ટ કરનાર છે.'' (૫૮) ‘‘જો મુખમાં મધુર વાણી હોય તો તાંબૂલ ખાવાથી શું વધારે છે ? અને જો પુરુષોને તે સત્ય વાણી ન હોય તો તાંબૂલ ખાવાથી શું ફળ છે ?’’ ‘“તાંબૂલના ડીંટ વગેરેમાં જુદા જુદા જીવ રહેલા છે, તેની વેલડીને ઘણા જીવોએ સ્પર્શ કરેલી છે, તથા તે લીલું હોવાથી પેથડકુમાર ચરિત્ર ૧૦૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ લીલફૂલ અને કુંથવાથી વ્યાપ્ત હોય છે, તેથી નાગલતાનું પાન તજવા લાયક છે.'' ‘‘મુખમાં અત્યંત રંગના હેતુરૂપ આ અહિલતા (નાગલતા) પોતાનો આસ્વાદ કરનારને નીચી ગતિમાં લઈ જવા માટે અધોલોકથી આવેલી છે એમ માનીને તેનો ત્યાગ કરવો ઉચિત છે.'' મંત્રીનું હૃદયરૂપી કમળ રાગરૂપી પરાગથી રહિત હતું, તેથી તે. મોટી વયવાળી સ્ત્રીઓને માતા સમાન, સરખી વયવાળીને બહેન સમાન અને નાની વયવાળીને પુત્રી સમાન માનતો હતો. સૂર્યની સામે માંડેલી દૃષ્ટિને જેમ પાછી ખેંચી લેવી પડે છે તેમ તે મંત્રી પરસ્ત્રી પર ગયેલી દૃષ્ટિને પાછી ખેંચી લેતો હતો, તથા જેમ ખરાબ પુષ્પાદિકનો ત્યાગ કરવામાં આવે છે તેમ માર્ગમાં અનુકૂળ અંગવાળી સ્ત્રીઓનો તે ત્યાગ કરતો હતો. મનની મલિનતાને ત્યાગ કરનાર, વાણીના વિકારને વનાર અને કાયાની કુચેષ્ટાનો નાશ કરનાર તે મંત્રી ચોથા વ્રતને ત્રણ શુદ્ધિએ પાળતો હતો. કહ્યું છે કે— ‘‘સર્વ ખાણોમાં વજ્રરત્નની ખાણ પરમ સીમા છે (શ્રેષ્ઠમાં શ્રેઠ છે), વૈઘોમાં ધન્વન્તરિ વૈદ્ય, દાતારોમાં કર્ણ, દેવીઓમાં લક્ષ્મી, પર્વોમાં દિવાળી, સર્વ અક્ષરોમાં ઓંકાર, મોટા પદાર્થોમાં આકાશ, સ્થિર પદાર્થોમાં પૃથ્વી અને નીતિવાળાઓને વિષે શ્રીરામ પરમ સીમા છે, તેમ સર્વ વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત પરમ સીમા છે.'' (૫૯) ૧૦૫ મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર Page #133 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી આર્યજનોને આશ્ચર્ય કરનાર બ્રહ્મચર્યના પ્રભાવથી કાંતિવાળા તેના દેહનો પણ અનહદ મહિમા થયો. તે આ પ્રમાણે જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાસી જાય છે, તેમ તે મંત્રીની દૃષ્ટિથી ભૂત, પ્રેત, ખોટું દિવ્ય અને કોઈ મનુષ્યને શાકિનીનું વળગવું ઇત્યાદિ સર્વ નાશ પામે છે. કાલવાણીની જેમ તે મંત્રીના પગ ધોયાનું પાણી પીવાથી કવર, ઉદરપીડા, મસ્તકનું શુળ અને પ્રસૂતિની પીડા વગેરે રોગો નાશ પામે છે. જેમ દિવ્ય શસ્ત્રથી શત્રુઓનો નાશ થાય છે, તેમ તે મંત્રીનું પહેરેલું વસ્ત્ર પહેરવાથી પણ નવરાદિક દુષ્ટ રોગો અને દુ:ખે કરીને નિવારી શકાય તેવા વ્યંતરાદિક પણ તત્કાળ નાશ પામતા હતા. એકદા કોઈ શેઠિયાએ સવા લાખ રૂપિયાના મૂલ્યવાળું દક્ષિણ દેશમાં બનેલું દુકૂળ રાજાને ભેટ ધર્યું. રાજાએ, પ્રીતિના વશથી, તે દુકૂળ, ચંદ્રિકા જેવાં કોમળ બીજાં ચાર વસ્ત્રો સાથે, મંત્રીને પહેરાવ્યું. “આ વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોવાથી દેવપૂજા સિવાય બીજા સમયે પહેરવાને લાયક નથી”—એમ વિચારી મંત્રીએ પોતાને ઘેર આવી પોતાની પત્નીને તે દુકૂળ આપ્યું. તેણીએ તે દુકૂળ સારે સ્થાને સાચવીને મૂક્યું. ૧. કાલ એટલે ઈશ્વર. તેના સ્નાત્રાદિકનું જળ પીવાથી રોગો નાશ પામે છે. અથવા કાલ નામની દિવ્ય ઔષધિ જાણવી. ૨. રેશમી વસ્ત્ર. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર ૧૦૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪ રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ આ અવસરે કાન્યકુબ્જ રાજાની પુત્રી લીલાવતી કે જે આ રાજાની માનીતી રાણી હતી અને સર્વ સ્ત્રીઓના શિરોમણિરૂપ હતી, તે અગ્નિ વડે કેળની જેમ તરસ વગેરે લાગ્યા કરે તેવા તરિયા તાવ વડે અત્યંત પીડા પામતી હતી. રાજાએ તેના માટે ઘણા ઉપાયો કરાવ્યા, પરંતુ, નિકાચિત કર્મની જેમ, તેણીનો દુષ્ટ જ્વર ક્ષય પામ્યો નહીં. તે રાણીની એક દાસી એકદા પ્રધાનને ઘેર આવી. તેણીને શ્યામ મુખવાળી જોઈ મંત્રીની ભાર્યા પ્રથમણીએ પૂછ્યું : ‘“તુ આજ દુ:ખી કેમ દેખાય છે ?'' તેણે કહ્યું : ‘‘મારી સ્વામિની ઘણા દિવસથી દુષ્ટ જ્વર વડે પીડા પામે છે, તેથી તે ઉનાળામાં તળાવડીની જેમ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે. તેને માટે મંત્ર, તંત્ર, ઔષધ વગેરે ઘણાં કર્યાં તોપણ તેનાથી હજુ સુધી કાંઈ પણ ફાયદો થયો નથી. આ કારણથી હું દુઃખરૂપી દાવાનળથી બળેલી છું.'' તે સાંભળી અમાત્યની પત્નીએ કહ્યું : ‘જો તે તાવ આવ્યા પહેલાં મંત્રીનુ પહેરેલું વજ્ર ઓઢી રાખે તો તેને તાવ આવે નહીં.’’ તે સાંભળી દાસીએ તે વસ્ત્ર માંગ્યું, ત્યારે એકાંત ઉપકાર કરવામાં જ તત્પર એવી તે ધન્ય સ્ત્રીએ બીજુ વસ્ત્ર નહીં મળવાથી તે જ દુકૂળ તેણીને આપ્યું. દાસીએ જઈને તે વસ્ત્ર રાણીને આપ્યું. દાસીના વચન પર શ્રદ્ધા આવવાથી તે સતી તાવ આવ્યા પહેલાં તે વસ્ત્ર ૧૦૭ રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઓઢીને સૂતી, એટલે તે દિવસે તેણીને તાવ આવ્યો નહીં. સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ માત્ર ફળ જ આપે તેમાં કાંઈ તેની સ્તુતિ કહેવાતી નથી, તેમ સર્વ પ્રકારનું સુખ કરનાર બ્રહ્મચર્યવ્રત આવા જવરનો નાશ કરે તેમાં તેની શી પ્રશંસા ? કદાચ ફરીથી તાવ આવે એવી શંકાને લીધે તે દિવસે તાવ ન આવ્યાના સમાચાર કોઈએ રાજાને જણાવ્યા નહીં, કેમ કે રાજાઓ ખોટા ઉપર અત્યંત કોપ કરે છે. પછી ફરીથી તાવનો વારો હતો, તે દિવસે રાણી તે વસ્ત્ર વડે પોતાનું સર્વ શરીર ઢાંકી પલંગ ઉપર સૂતી અને કમનસીબે નિદ્રાવશ થઈ ગઈ. આ અવસરે રાજાની મુખ્ય રાણી જે કદંબા નામની હતી, તેણીએ પ્રથમથી જ આ વાત જાણેલી હતી, તેથી ઈષ્યને લીધે રાજા પાસે એકાંતમાં જઈને તેણે કહ્યું : “હે સ્વામી ! હું તમને એક વિજ્ઞપ્તિ કરવા આવી છું, જોકે તે તમને રુચશે નહીં, તોપણ ઔષધના ન્યાયની જે મ ગુણકારક હોવાથી સાંભળો : કાન્યકુ જ રાજાની પુત્રી, જે તમારી રાણી છે, તે મંત્રીમાં અત્યંત લુબ્ધ થઈ છે, તેથી તે તમારું અમંગળ ન કરો, એટલું જ કહેવાનું છે; કારણ કે કામાંધ પ્રાણીઓને પાપનો ભય હોતો નથી. ઇંદ્રથી પણ સ્ત્રીઓનું નિયંત્રણ થઈ શકે તેવું નથી, કારણ કે તે જો લુબ્ધ થઈ હોય તો તેને પાતાળમાં રાખો તોય અન્ય પુરુષને તે સેવે જ છે. તુચ્છ સ્વભાવવાળી અને સ્વચ્છેદપણાને ઇચ્છતી પાપિણી સ્ત્રીઓ પેથડકુમાર ચરિત્ર - ૧૦૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ કપટ કરવામાં અત્યંત નિપુણ હોવાથી પોતાના સ્વામીને પણ યમરાજને ઘેર મોકલે છે. તેણીને મંત્રીમાં એટલી બધી લુબ્ધતા છ કે રાત્રિએ તેની સાથે ક્રીડા કરીને દિવસે પણ તે મંત્રીના વસ્ત્રને પોતાના હૃદય પરથી દૂર મૂકતી નથી. હે સ્વામી ! જો મારા આ વચન ઉપર તમને વિશ્વાસ ન આવતો હોય તો હમણાં જ તેણીના મંદિરમાં જઈને જાતે જોઈ ખાતરી કરો.'' આ પ્રમાણે કદંબા રાણીનું વચન સાંભળી રાજા તરત જ લીલાવતીને ઘેર ગયો. ત્યાં રાતું વસ્ત્ર ઓઢીને સૂતેલી તેણીને જોઈ. ‘જરૂર, આ સ્ત્રી રાગસમુદ્રમાં મગ્ન થઈ છે,' એમ તેણે માન્યું. તે રેશમી વસ્ત્ર પણ મંત્રીનું જ છે એમ તેણે તત્કાળ ઓળખી પણ લીધું. તેથી ક્રોધની રતાશના બહાનાથી રાજાનાં નેત્ર જાણે કે તે વસ્ત્રની જ કાંતિથી વ્યાપ્ત થયાં હોય તેમ તે દેખાવા લાગ્યો. કદંબાના વચનની તેને અત્યંત ખાતરી થઈ, તેથી ક્રોધ પામ્યા છતાં પણ સ્ત્રીનો વધ કરવો યોગ્ય નથી એમ ધારી તેણીને હણ્યા વિના પોતાને સ્થાને જઈ રાજાએ વિચાર કર્યો : ‘જગતમાં ઉત્તમોત્તમ એવા આ મંત્રીથી જો આવુ અકાર્ય થયું, તો જરૂર અમૃતથી વિષ ઉત્પન્ન થયું, અને ચંદ્રથી અગ્નિની વૃષ્ટિ થઈ. પ્રાણીઓનું ચરિત્ર આશ્ચર્યકારક જ હોય છે. કર્મની ગતિ વિચિત્ર છે, અને કામભોગ મલિન જ છે, તેથી આ બાબતમાં અસંભવિત શું ? (સર્વ સંભવિત જ છે.) જો આ નાસ્તિક સ્ત્રીમાં મંત્રી આસક્ત થયો ન હોય તો મેં પ્રીતિથી તેને આપેલું ઉત્તમ ૧૦૯ રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ Page #137 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર તેણીને કેમ આપે ? યોગ્યતા નહીં છતાં શ્રેષ્ઠ વ્રતના ભારનો સ્વીકાર કરીને નંદિપેણ, આદ્રકુમાર અને મદનકીર્તિ વગેરે મુનિઓએ ચારિત્રનો ત્યાગ કર્યો હતો. તો હવે આ સ્ત્રીને દેશનિકાલ કરવા માટે મંત્રીને જ જો આજ્ઞા આપું, તો તે દુર્મતિ મંત્રી પણ તેણીની સાથે જ વિદેશમાં જાય અને તેમ થવાથી અલી (અળસ) ગઈ કહેવાય અને મંત્રીને પણ પ્રસન્ન કર્યો કહેવાય.” આ પ્રમાણે વિચારીને રાજાએ તત્કાળ મંત્રીને બોલાવી તેણીને દેશનિકાલ કરવાનું ફરમાવ્યું. તે સાંભળી રાજાનું કાર્ય અવિચારિત હોવાનું અનુમાન કરી મંત્રી જાણે અંગધારી રાજ્યલક્ષ્મી હોય તેવી તેણીને પોતાને ઘેર લઈ ગયો. રાજાએ તેણીને દૂર મૂકી કે નજીકમાં મૂકી? ઇત્યાદિ કાંઈ પણ મંત્રીને પૂછયું નહીં, કેમ કે અપ્રિય જનની વાતો તો દૂર રહો, પરંતુ તેનું નામ પણ દુ:ખદાયી થાય છે. લીલાવતીનો દેશનિકાલ સાંભળી કદંબા રાણી હૃદયમાં અત્યંત આનંદ પામી. લોકો સપત્નીને સાપણ અને શાકિનીના સરખી કહે છે, તે સત્ય છે. તેલ ચોળતી વખતે સપત્નીના તેલના બિંદુ વડે પાર્વતીનું ચિર (વસ્ત્ર) જો દૂષિત થયું, તો જીવતી સપત્ની કેમ શુભ હોય? મંત્રીએ લીલાવતીને પૂછયું : “તમારો શો અપરાધ હતો ?” તે બોલી : “હે તાત! મને કાંઈ ખબર નથી.” ઇત્યાદિ કહેતી એવી તેણીને આશ્વાસન આપી મંત્રીએ તેને પોતાના ઘરમાં ગુપ્ત રાખી. પેથડકુમાર ચરિત્ર ૧૧૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ લીલાવતી રાણીનો આપઘાતનો પ્રયત્ન પછી તેણીએ વિચાર કર્યો : ‘રાજાએ કાઢી મૂકી તેથી પિતાને ઘેર જતાં પણ મને લજ્જા આવે છે, તેથી બન્ને પક્ષથી ભ્રષ્ટ થયેલી મારે મરવું એ જ શરણ છે.' એમ વિચારી દ્વાર બંધ કરી પોતાના દેહને અધ્ધર બાંધીને લટકાવવા તૈયાર થઈ તેટલામાં, પુણ્ય ત્રુટી જવાથી પ્રાણી જેમ સ્વર્ગમાંથી નીચે પડે છે તેમ, દોરો ત્રુટી જવાથી તે નીચે પડી. તે વખતે અકસ્માત પડવાનો અવાજ સાંભળીને વ્યાકુળ થયેલી મંત્રીની પ્રિયા એકદમ દ્વાર ઉઘાડી અંદર ગઈ, એટલે તેણીની તેવી ચેષ્ટા જોઈ તે ઉત્તમ બુદ્ધિવાળીએ કહ્યું : “હે ભોળી ! નીચ સ્ત્રીને ઉચિત આવું કાર્ય શું આરંભ્યું ?’' રાણીએ કહ્યું : “હે માતા ! રાજાએ અપરાધ વિના મને વગોવી, તેથી કેમ ન મરું ? માછલી પણ પાણી ચાલ્યું જવાથી જીવતી નથી. તમે જ કહો કે જેમ નવા કોળાને કોઈ આંગળી અડાડે તો તે તત્કાળ સૂકાઈ જાય છે, તે ન્યાય પ્રમાણે મહિમાના ઘરરૂપ માની પુરુષોને કોઈ આંગળી દેખાડે (કલંક આપે) તો તે કેવી રીતે જીવે ?'' તે સાંભળી મંત્રીની સ્ત્રીએ કહ્યું : “હે પુત્રી ! આવી બુદ્ધિ ન કર કેમ કે મરવાથી દુર્ગતિ થાય છે, અને જીવવાથી તમોને કલ્યાણની શ્રેણી પ્રાપ્ત થશે, પરંતુ પોતાની હિતની ઇચ્છા રાખીને તમે મારા કહેવા પ્રમાણે ઉપાય કરો, કે જેથી વરની જેમ આ તમારો સંતાપ પણ લીલાવતી રાણીનો આપઘાતનો પ્રયત્ન ૧૧૧ ૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ નાશ પામે." ત્યારે તેણીએ કહ્યું: “તો મને આ દુ:ખસાગરમાંથી ઉપાયરૂપી વહાણ વડે તમે તારો.” આ પ્રમાણે લીલાવતીએ કહ્યું, ત્યારે અમાત્યની સ્ત્રીએ તેણીને આ પ્રમાણે નવકાર મંત્રનો મહિમા કહ્યો :– રાણી લીલાવતીનો નવકાર-જાપ અને તેનું ફળ પંચ પરમેષ્ઠીનો નમસ્કાર મંત્ર કલ્પવૃક્ષ જેવો છે. તેના દરેક અક્ષરે એક હજાર અને આઠ આઠ મહાવિદ્યાઓ રહેલી છે. તે મંત્રના પ્રભાવથી ચોર હોય તે મિત્ર થાય છે; સર્પ માળારૂપ થઈ જાય છે; અગ્નિ જ ળરૂપ થઈ જાય છે; જળ સ્થળરૂપ થઈ જાય છે; અરણ્ય નગરરૂપ થઈ જાય છે અને સિંહ શિયાળ જેવો થઈ જાય છે. તે મંત્રનું માત્ર સ્મરણ જ કર્યું હોય તો તે લોકોને મોહ પમાડે છે; શત્રુને ઉખેડી નાંખે છે; પ્રિય વસ્તુનું આકર્ષણ કરે છે; વશ ન થયેલાને વશ કરવામાં કામણરૂપ થાય છે અને ઘાત કરનારને સ્તંભન કરે છે. આ મંત્રનું ધ્યાન કરવાથી તે આ ભવમાં સર્વ આપત્તિઓને દૂર કરે છે, અને સર્વ મનોરથોને પૂર્ણ કરે છે તથા પરભવમાં રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ પણ આપે છે. તેથી શરીર અને વસ્ત્રની શુદ્ધિ કરીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પૂજા તથા ધૂપોન્સેપ વગેરે કરવાપૂર્વક તું તે મંત્રનો એકાગ્ર મનથી નિરંતર જાપ કર.” પેથડકુમાર ચરિત્ર ૧ ૧ ર Page #140 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહી ચતુર એવી તેણીએ તે લીલાવતી રાણીને પંચ નમસ્કાર મંત્ર શીખવ્યો. ત્યારે તે આતુરતાથી એક ચિત્તવાળી થઈને વિધિપૂર્વક તે મંત્રનું સ્મરણ (જ૫) કરવા લાગી. પદ્માસને બેસી મનોહર આકૃ તિવાળી, શ્વેત વસ્ત્રો ધારણ કરનારી અને હસ્તમાં રત્નની અક્ષમાળાને ધારણ કરતી તે સમયે સરસ્વતીની જેવી શોભતી હતી. તે મંત્રનો પચાસ હજાર જપ થયો, ત્યારે શ્રદ્ધાવાળી તેણીને સ્વપ્નની અંદર આવીને કોઈ પ્રસન્ન થયેલી દેવીએ કહ્યું : હે પુત્રી ! આજથી આઠમે દિવસે સવારે તારી સેવામાં ઉત્સુક થયેલો રાજા પોતે જ તને બોલાવવા માટે અહીં આવશે.” આ પ્રમાણે સ્વપ્નની વાત પ્રાત:કાળે તેણીએ પ્રથમિણીને કહી અને ત્યારથી વિશેષ કરીને તે મંત્રનું ધ્યાન કરવા લાગી. જેની પ્રતીતિ થઈ હોય તેના પર કોણ રાગી ન થાય ? સ્વપ્નમાં દેવીએ જે આઠ દિવસ કહ્યા હતા તેમાંના પાંચમે દિવસે તેણીએ લાખ જપ પૂર્ણ કર્યો, તે વખતે જે થયું તે હવે હું કહું છું— રાજ હસ્તીનો ઉન્માદ રાજાનો રણટંગ નામનો પટ્ટહસ્તી ઘંટાનો નાદ કરતો સુભટોથી પરિવરેલો અને મહાતેજસ્વી હતો. પાણી પીવા માટે હસ્તીશાળામાંથી બહાર નીકળ્યો. તેના શ્યામ અંગ ઉપર સિંદૂર ચોપડેલો હતો. તેથી રાજ હસ્તીનો ઉન્માદ ૧ ૧ ૩. Page #141 -------------------------------------------------------------------------- ________________ જાણે ગેરુએ કરીને સહિત પર્વત હોય, સંધ્યા સહિત અંધકારનો સમૂહ હોય અને વીજળીવાળો જાણે મેઘ હોય એવો તે દેખાતો હતો. તેના શરીર ફરતી સુવર્ણની ઘૂઘરીઓવાળી માળાના આકારવાળી દોરી વીંટેલી હતી. તેના બહાનાથી જાણે કે તે સુવર્ણના અક્ષરવાળી જયપ્રશસ્તિની શ્રેણીને ધારણ કરતો હોય તેમ શોભતો હતો. દાતાર પુરુષ જેમ દાનથી યાચકોનું આકર્ષણ કરે તેમ તે દાનજળ (મદજળ)થી ભમરાઓના સમૂહનું આકર્ષણ કરતો હતો. તથા જેમ એકલો સૂર્ય જ અંધકારનો નાશ કરે છે, તેમ તે હાથી એકલો જ શત્રુઓના સૈન્યને જીતનાર હતો. આવો તે હાથી માર્ગમાં જતાં મદિરાના ગંધને અનુસાર તે તરફ ચાલ્યો. તે વખતે અંકુશને પણ ગણકાર્યા વિના કલાલની દુકાને જઈ ત્યાં એક કુંડામાં રહેલી મદિરાનું તેણે પાન કર્યું. તે વખતે તે જાણે પાખરેલો સિંહ હોય, ઘીથી સિંચેલો અગ્નિ હોય અને જાણે પાંખવાળો સર્પ હોય એમ અત્યંત ઉદ્ધત થયો. તેથી પગના ભાર વડે પૃથ્વીને કંપાવતો, ગંભીર ગર્જના કરતો તે મહાવતને પાડી નાંખી લોકોને હણવા માટે યમરાજની જેમ દોડ્યો. તે વખતે કલ્પાંત કાળના ઊછળતા, સમુદ્રથી ઉત્પન્ન થતા ધ્વનિની જેવા તુમુલ (ઘોંઘાટ) વડે વ્યાકુળ થયેલા બધા લોકો પોતપોતાની દુકાનો છોડીને સર્વ દિશાઓમાં નાસવા લાગ્યા. તે હાથી જાણે પોતાને વધાવવા માટે હોય તેમ મોતીના સમૂહને ઉછાળવા લાગ્યો; વસ્ત્ર રહિત દિશાઓરૂપી સ્ત્રીઓને જાણે વસ્ત્ર દેવાની ઇચ્છા ૧. બખ્તર પહેરાવેલો. પેથડકુમાર ચરિત્ર ૧૧૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ હોય તેમ વસ્ત્રોને ઉછાળવા લાગ્યો; તેલ અને ઘીની મોટી નીકો વહેવરાવવા લાગ્યો; વાવણી કરતા ખેડૂતની જેમ ચોતરફ ધાન્ય ફેકવા લાગ્યો; મોટા અખંડ લાડુ ઓ વડે દડાને ઉછાળવાની ક્રીડા કરવા લાગ્યો અને સલ્લકી વૃક્ષનાં પાંદડાંની જેમ નાગરવેલનાં પાન ખાવા લાગ્યો. આ પ્રમાણે મેરુપર્વત જેમ સમુદ્રનું મથન કરે તેમ ચોટાનું મથન કરી તે હાથી નગરના કિલ્લાની બહાર ગયો. તેને કોઈ પણ સુભટ, હાથી કે ઘોડા રોકી શક્યા નહીં. ત્યાં નગરની બહાર એક મોટું, પાંદડાઓ વડે ઘટાટોપ વૃક્ષ હતું, તે એક ભૂત વડે અધિષ્ઠિત હતું તથા પૃથ્વીનું જાણે છત્ર હોય તેમ તે શોભતું હતું. તે વટવૃક્ષમાં રહેલો જે ભૂત છે તે, તે વૃક્ષની શાખાનો ભંગાદિક કરનારા પ્રાણીઓને તત્કાળ આપત્તિમાં નાખતો હતો. આવા તે વૃક્ષને સન્મુખ જોઈ ક્રોધથી ત્રણ ગુણા બળવાન થયેલા તે હાથીએ પોતાની પ્રચંડ સૂંઢ વડે ભરડો લઈને તેને મૂળમાંથી ઉખેડી નાખ્યું. તે વખતે તે હાથીના કષ્ટ આગમનનો અને રાજાના હર્ષના પ્રયાણનો જાણે દુંદુભિ વાગ્યો હોય એવો, કાનને અતિ કટુ લાગે તેવો કોઈક મોટો કડાકો થયો. તે સાંભળી કૌતુકથી લોકો પોતાના ઘરના ઝરૂખા ઉપર ચડી જોવા લાગ્યા. તે વખતે તે હાથી આગળ ચાલ્યો. તેવામાં કોપ પામેલા તે ભૂતે તેના શરીરમાં ઊતરી તેને ત્રણ વાર ભમાડી પૃથ્વી પર પાડી દીધો. પોતાના ઘરને (સ્થાનને) પાડનાર ઉપર કોણ ક્ષમા રાખી શકે ? પર્વત જેવડી કાયાવાળો તે હાથી પડયો ત્યારે પર્વતો સહિત પૃથ્વી કંપી અને શેષનાગ પણ કુ% (વાંકો) થઈ ગયો (નમી ગયો). ૧૧૫ રાજ હસ્તીનો ઉન્માદ આગ Page #143 -------------------------------------------------------------------------- ________________ ત આ હકીકત જાણીને રાજા તેના તરફ દોડ્યો. તેની પાસે આવી, તેને મરેલા જેવો જોઈ, જાણે વજથી હણાયો હોય તેમ તે મૂચ્છ પામ્યો; કારણ કે તે હાથી જ રાજ્યનું જીવન હતું. લીલા કે ળના પાંદડાં વડે પવન નાંખવાથી તે રાજાને ચૈતન્ય આવ્યું, ત્યારે ડાહ્યા પુરુષોએ તેનું કારણ જાણીને તેને વિજ્ઞપ્તિ કરી : “હે દેવ ! આ હાથી જીવતો છે, પણ તે ભૂતથી દૂષિત થયો છે, તેથી ઉત્સુકતાપૂર્વક તેના દોષરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘની ધારા સમાન ચિકિત્સા કરાવો.” ત્યારે રાજાએ તેમના કહેવાથી તે હાથીના શરીર જેવડો મોટો અડદનો ઢગલો કરી મૂર્તિમાન જાણે પોતાનું પાપ હોય તેવો તે ઢગલો બ્રાહ્મણોને આપી દીધો; તે ઉપરાંત મણિ, મૂળ અને મંત્ર વગેરેના ઘણા પ્રતિકારો (ઉપાયો) પણ કરાવ્યા. પરંતુ તે બધા, ખલ પુરુષના ઉપકારની જેમ, તેને ગુણકારક થયા નહીં. તો પણ આશા બળવાન હોવાથી અનેક ઉપચારોને કરાવતો રાજા તે હાથીને ફરતું સૈન્ય રાખીને પોતે ભોજન કરવા માટે પોતાના મહેલમાં ગયો. ચિંતાથી વ્યાપ્ત તે રાજાને જોઈ ચતુરા નામની દાસીએ તેને કહ્યું : હે દેવ ! હાલમાં શીલની લીલાવાળા મંત્રી જેવો કોઈ પણ આ જગતમાં નથી, તેથી પ્રભાવવાળા તેના પહેરવાના વસ્ત્ર વડે તે હાથીને ઢાંકવામાં આવે તો, જેમ સૂર્યના પ્રકાશથી પૃથ્વીલોક અંધકારના દોષથી રહિત થાય છે તેમ, તે હાથી પણ ભૂતના દોષથી રહિત થાય. તેના જ પહેરવાના શ્રેષ્ઠ ચીર વડે આચ્છાદિત થયેલી લીલાવતી પણ પહેલાં પ્રેતરૂપી જવરથી મુક્ત થઈ હતી.” પેથડકુમાર ચરિત્ર ૧૧૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહેતાં જ રાજાને અનિષ્ટ એવી લીલાવતીનું નામ દેવાથી શંકા પામેલી તે દાસી આટલું જ બોલીને રહી ગઈ. રાજાએ પણ તેણીને કાંઈ પૂછયું નહીં. પરંતુ તેણે એટલું વિચાર્યું : “આ દાસીના કહેવા પ્રમાણે પણ એક વાર કરી જોઉં, કેમ કે નદીના પૂર વડે તણાતો માણસ કાંઠે ઊગેલા તણખલાનું પણ અવલંબન કરે છે.' આ પ્રમાણે વિચારી પેથડ મંત્રીનું વસ્ત્ર લાવવા માટે તેણે તે જ દાસીને મોકલી ત્યારે તે દાસીએ તેની સ્ત્રી પાસે જઈ કારણ કહી મંત્રીનું વસ્ત્ર માગ્યું એટલે તેની પ્રિયાએ બ્રહ્મચર્યવ્રતવાળા મંત્રીએ દેવપૂજાને વખતે પહેરવાથી પવિત્ર કરેલું દિવ્ય દુકૂળ તે દાસીને આપ્યું. પછી દાસીએ લાવીને આપેલું તે ચીર લઈને રાજા હાથીની પાસે ગયો અને માણસો પાસે તે હાથીને તે રાતા વસ્ત્ર વડે આચ્છાદિત કરાવ્યો. તે વખતે ચપળતા રહિત વીજળી રૂપી વલ્લભાને હૃદયમાં ધારણ કરી નિદ્રા વડે શબ્દરહિત થયેલો મેઘ જાણે કે પૃથ્વી પર આવી વિશ્રાંતિ પામ્યો હોય તેવો તે હાથી શોભવા લાગ્યો. શુદ્ધ શીલથી ઉત્પન્ન થયેલા તે વસ્ત્રના પ્રભાવથી તે દુષ્ટ દેવે, જેમ જાંગુલી મંત્રના જપથી વિષનો આવેગ શરીરનો ત્યાગ કરે તેમ, તે હાથીનો ત્યાગ કર્યો. ઓપપાતિક શય્યામાંથી દેવ ઊભો થાય ત્યારે જેમ જય જય શબ્દ થાય તેમ તે ચીરનો ત્યાગ કરી તે હાથી પૃથ્વીતળથી ઊભો થયો ત્યારે લોકોએ જય જય શબ્દ કર્યો, અશ્વોના હેકારવ, હાથીઓની ગર્જના અને સુભટોના સિંહનાદની સાથે તત્કાળ આકાશને ફોડી નાંખે તેવા સ્વર વડે વાજિંત્રો વાગવા લાગ્યાં. હજારો મનુષ્યોએ રાજ હસ્તીનો ઉન્માદ ૧૧૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ તે ચીરનો વૃત્તાંત જાણ્યો, ત્યારે મંત્રીના શીલની પ્રશંસા કરતા કોણે પોતાનું મસ્તક નહિ ધુણાવ્યું હોય? પછી તે શણગારેલા હાથી ઉપર ચડીને રાજાએ મંત્રીને પોતાની સાથે બેસવાનો ઘણો આગ્રહ કર્યો ત્યારે તે મંત્રીએ કહ્યું : “હે દેવ ! પહેલાં મેં ગુરુની સમીપે હાથી પર બેસવાનો નિયમ ગ્રહણ કર્યો છે, તે કેમ ભંગ કરવો ? કેમ કે નિયમનો ભંગ અતિ દુ:ખદાયક થાય છે. વિચક્ષણ પુરુષે સંસારરૂપી સાગરમાં મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં આવીને નિયમરૂપી રત્નોને ગ્રહણ કરીને તેનું યત્નથી રક્ષણ કરવું જોઈએ.” તે સાંભળી રાજાએ તેને માટે સુવર્ણના પલાણ, ચાબૂક અને ચોકડાથી શણગારેલો પટ્ટઅશ્વ મંગાવ્યો. તેના પર રાજાએ તેને ચડાવ્યો. ત્યાર પછી તે રાજા અને મંત્રી બન્ને અનુક્રમે ઊંચા છત્ર અને શ્રીકરીને મસ્તક પર ધારણ કરતા, ચામરોથી વીંઝાતા તથા તેજ અને કીર્તિ વડે સૂર્ય અને ચંદ્રને જીતતા હોય એવા મહોત્સવપૂર્વક નગરમાં પેઠા. પછી રાજાએ બહુમાન, સ્તુતિ અને સત્કારપૂર્વક તે મંત્રીને પાંચ અંગે પહેરામણી કરી એક લાખ રૂપિયા આપી વિદાય કર્યો–ઘેર જવાની રજા આપી. , હવે હર્ષરૂપી કતકના ચૂર્ણ વડે પ્રસન્ન (નિર્મળ) થયેલા રાજાના હૃદયરૂપી સરોવરમાં આ વિચારરૂપી રાજહંસી આવી : “મંત્રીના શીલથી ઉત્પન્ન થયેલો યશ આખા વિશ્વમાં માતો નથી, તેથી ખાટલો અને ઈસની પરસ્પર ઘટનાના ન્યાયથી આ લીલાવતી રાણી પણ દોષરહિત ૧. ખાટલો અને ઈસો પરસ્પર મળે છે તો પણ તેમાં જેમ કાંઈ પણ દોષ નથી તેમ. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર ૧૧૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ જ જણાય છે, પરંતુ તેના જવરની શાંતિ માટે મંત્રીનું ચીર મંગાવીને તેણીએ પોતાનું શરીર ઢાંક્યું હતું, એ વાત સંશયરહિત જણાય છે. તોપણ વિપત્તિની માતા સમાન પાપિણી કદંબા રાણીએ આ જળને પામીને તેણીને મોટા વ્યસનસમુદ્રમાં નાંખી. કળાવતીના હાથ કપાયા, રામ-લક્ષ્મણને વનવાસ થયો, અને કુણાલને અંધતા પ્રાપ્ત થઈ, એ સર્વ સપત્ની (શોક્ય) રૂપી લતાનાં જ ફળ છે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ તે ચતુરા દાસીને બોલાવી સર્વ હકીકત પૂછી, ત્યારે તેણીએ પ્રથમ જેવું થયું હતું તેવું ચીરનું સર્વ વૃત્તાંત સત્ય રીતે કહ્યું. તે વખતે રાજાને દુ:ખનો સમૂહ પ્રાપ્ત થયેલો જાણી તેને જોવાને જાણે કે અસમર્થ હોય એવો સૂર્ય અસ્ત પામ્યો. સંસ્કૃત લિપિમાં જેમ ધકારને માથું (માથે લીટી) હોતું નથી, તેમ પ્રલય કાળમાં સમુદ્રના -જળની જેમ ચોતરફ પ્રસરતા અંધકારનું કોઈ ઠેકાણે મોં-માથું હતું નહીં; અર્થાત્ ઘણો અંધકાર પ્રસરી ગયો. રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન તે વખતે નિરપરાધી પ્રિયાના ત્યાગથી ઉત્પન્ન થયેલી વિયોગની પીડા ખેદ પામેલા રાજાએ આ પ્રમાણે ભોગવી દુકૂળ અને પુષ્પોની શ્રેણિના ચિહ્નવાળો પલંગ તે રાજાને બળતી ચિતા જેવો લાગ્યો; અંધકાર મરકી જેવો લાગ્યો અને ચંદ્રનાં કિરણો સોય જેવાં લાગ્યાં. રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન ૧૧૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ તે રાજા લાંબો નિ:શ્વાસ નાખવા લાગ્યો; સર્વત્ર શૂન્યતા જ જોવા લાગ્યો; અને વાતચીત ઉપર કોપ કરવા લાગ્યો. તે કાંઈ પણ બોલતો નહોતો, ખાતો નહોતો અને સૂતો પણ નહોતો. આવી અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટા કરવા લાગ્યો. મ્લેચ્છની જેમ પ્રેમની રીત વિપરીત જ હોય છે. ઘણું શું કહેવું ? બધા પદાર્થો અરતિને પામતા તે રાજાએ, થોડા જળમાં રહેલા મલ્યની જેમ, અતિ વ્યાકુળપણે તે રાત્રિ નિર્ગમન કરી. તે વખતે પ્રભાતનાં વાજિંત્રોનો નાદ થયો, અને સભાના સર્વ લોકો એકઠા થયા તથા દિવસનો પહેલો પહોર પણ પૂરો થયો, તો પણ રાજા બહાર નીકળ્યા નહીં; તેથી મંત્રીએ વિચાર કર્યો: ‘હજુ સુધી રાજા સભામાં આવ્યા નથી, તો શું અત્યાર સુધી નિદ્રામાં હશે કે શરીરની કાંઈ અપટુતા (અસ્વસ્થતા) હશે કે સ્ત્રીને વિષે આસક્તિ હશે કે બીજું કંઈ કારણ હશે ?' એમ વિચાર કરતો મંત્રી રાજાના શયનગૃહમાં ગયો. ત્યાં શ્યામ મુખવાળા, ચિંતાથી વ્યાકુળ અને હાથ ઉપર મસ્તક રાખીને પલંગ પર બેઠેલા રાજાને જોઈ તેણે કહ્યું : “હે દેવ ! દિવ્ય સ્ત્રી, અશ્વ, હસ્તી, શત્રુ, દેશ અને યુદ્ધ વગેરેમાંથી કઈ બાબતમાં આજે તમને ચિંતા થઈ છે ?” તે સાંભળી રાજાએ નિઃશ્વાસ મૂકતાં કહ્યું : “હે બુદ્ધિના નિધાન મંત્રી ! તે પ્રિયાને મેં દેશનિકાલ કરી છે, તેના વિના હું મારા પ્રાણોને પણ ધારણ કરવા શક્તિમાન નથી. તે નવા સ્ત્રીરત્નને મેં વિના અપરાધે, સપત્નીના કહેવાથી, દેશનિકાલ કરેલ છે, તેથી તેણીને જોયા પછી જ હવે હું ભોજન કરીશ.” આ પ્રમાણે પેથડકુમાર ચરિત્ર ૧૨૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ અશ્રુ સહિત રાજાએ કહ્યું, ત્યારે પ્રધાને કહ્યું : “હે દેવ ! તમે પીડાનું સ્થાન ન થાઓ. તે તમારી રાણીને લાવવા માટે હું સર્વ વસ્તુને સાધનારો ઉદ્યમ કરીશ, ઉદ્યમ કરનારા મનુષ્યોમાં બિલાડો મુખ્ય દૃષ્ટાંતરૂપ છે, કેમ કે બિલાડા જન્મથી આરંભીને ગાય રાખતા નથી, છતાં હંમેશા દૂધ પીએ છે. હે દેવ ! ઉદ્યમથી દ્રૌપદી અને સીતા વગેરે જો પાછી આવી છે, તો આ લીલાવતીને તો તમે ઘેર આવેલી જ જાણો; પરંતુ આપ એવું મોટું કાંઈક પુણ્યનું કાર્ય કરો, કે જેથી મારો ઉદ્યમ સફળ થાય, કેમ કે પુણ્યથી જ સર્વ અર્થની સિદ્ધિઓ થાય છે. લક્ષ્મીની સ્થિરતા, વિદનનો નાશ અને કીર્તિનો પ્રચાર તથા બીજુ પણ સર્વ પ્રકારનું વાંછિત પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.” તે સાંભળી રાજાએ તેને પૂછ્યું : “તેવું પુણ્યકાર્ય કર્યું છે તે કહો.” ત્યારે તેણે કહ્યું: “હે સ્વામી! પોતાના આખા દેશમાં કાયમને માટે પાંચ પર્વએ સર્વ વ્યસનોનું નિવારણ કરો. સંસારવાસના ઉત્સવ જેવા સાતે વ્યસનોથી ઉત્પન્ન થયેલા પાપ વડે પ્રાણીઓ પોતાના કુળને કલંકિત કરે છે અને શરીરની ધાતુઓને મલિન કરે છે. તે વ્યસનો આ ભવમાં પણ નળ વગેરેની જેમ પ્રાણીઓનો અનર્થ કરે છે તેથી કુમારપાળ રાજાએ તે સર્વ વ્યસનોને ગધેડા ઉપર બેસાડી પોતાના આખા દેશથી કાઢી મૂક્યા હતા.' આવું મંત્રીનું વચન સાંભળી રાજાની આશારૂપી લતા નવપલ્લવિત થઈ, એટલે તે મંત્રીનું વચન સ્વીકાર કરી છત્રાદિક મોટી લક્ષ્મી ૧૨૧ રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન Page #149 -------------------------------------------------------------------------- ________________ સહિત પ્રધાનની સાથે સભામાં ગયો. તે પછી મંત્રી ભોજન કરવા માટે પોતાને ઘેર ગયો, અને સાંજે રાજા પાસે આવી તેણે જણાવ્યું : “હે સ્વામી ! ઘણી ખુશીની વાત છે કે દેવી મારે ઘેર આવી ગયાં છે. તે સાંભળી હર્ષથી વિકસ્વર થયેલા નેત્રવાળા રાજાએ “હાંસી કરો છો કે સત્ય કહો છો ?' એમ તેને પૂછયું, ત્યારે પ્રધાને તેને સત્યતાની પ્રતીતિ ઉપજાવી. પછી હર્ષ પામેલા રાજાએ આજ્ઞા કરીને આખી નગરીમાં શોભા કરાવી. પછી એક વર્ષ જેટલી લાંબી થયેલી રાત્રિને નિર્ગમન કરી હર્ષ પામેલો રાજા આઠમે દિવસે પ્રાતઃકાળે મોટી શોભા સાથે પૃથ્વીધરને ઘેર ગયો. ત્યાં તેણે પડવાના ચંદ્રની રેખા જેવી નિસ્તેજ અને અત્યંત દુર્બળ શરીરવાળી તથા શ્વેત વસ્ત્રને ધારણ કરેલી અકલંકિત લીલાવતીને જોઈ. તે વખતે રાજાએ તે રાણીને ઘણાં દુકૂળ (વસ્ત્રો) અને આભરણો સાથે બત્રીસ લાખ રૂપિયા આપ્યા. મોહવાળા પુરુષો સ્ત્રીને પોતાના પ્રાણો પણ આપી દે છે. માઘ કવિએ જેમ ભોજ રાજાને જમાડ્યા હતા, તેમ તે મંત્રીએ રાણી સહિત રાજાને સ્વાદિષ્ટ અને પરિમિત ભોજ્યાદિક વડે પ્રસન્ન કર્યો. પછી રાજા ત્યાંથી પોતાના મહેલ તરફ ચાલ્યો. જેમ વિષ્ણુ લક્ષ્મીને લઈ સમુદ્રથી નીકળ્યા હતા, તેમ આ રાજા હાથી ઉપર આરૂઢ થઈ ભૂષિત કરેલી પ્રિયાને પોતાની આગળ બેસાડી મંત્રીના ઘરથી નીકળ્યો. ઘણાં વધામણાં, ઘણાં વાજિંત્રોના શબ્દો અને ચોતરફ પેથડકુમાર ચરિત્ર ૧૨૨ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #150 -------------------------------------------------------------------------- ________________ ઊંચાં તોરણ અને ધ્વજાથી શણગારેલા નગરમાં મહોત્સવપૂર્વક જાણે નવાં લગ્ન કર્યાં હોય તેમ તે રાજા તે વધૂને પોતાના મહેલમાં લાવ્યો. તે જોઈ લોકો કહેવા લાગ્યા : ‘મરચાં જેવા રોષથી જતી રહેલી રાણીને સાકર જેવા પ્રેમથી મનાવીને રાજા આજે પોતાના મહેલમાં લઈ જાય છે.’’ આશ્ચર્ય છે કે તે રાણીની આપત્તિ પણ તેણીના માન, પૂજા અને યશને માટે જ થઈ. જેમ કે આંબામાં તીવ્ર લૂ પણ કેરીના રૂપ, ગંધ અને રસની શોભા-વૃદ્ધિને માટે જ થાય છે; અથવા તો લોકોત્તર ચારિત્રવાળાની આપત્તિ પણ સંપત્તિને માટે થાય છે; જેમ કે અગ્નિશૌચ જાતનું વસ્ત્ર અગ્નિમાં નાંખવાથી જ નિર્મળતાને પામે છે. પછી રાજાથી તિરસ્કારને પામેલી કદંબા રાણી ભય પામીને નાસી ગઈ. પ્રાયે કરીને અભ્યાખ્યાનાદિક ઉગ્ર પાપ આ ભવમાં પણ ભોગવવું પડે છે. તે પછી લીલાવતી રાણી શ્રીપાર્શ્વનાથનું સુવર્ણબિંબ કરાવી તેની હંમેશાં પૂજા કરવાપૂર્વક અનુભવેલા પ્રભાવવાળા શ્રી નવકાર મંત્રનો જપ કરવામાં ઉદ્યમવંત થઈ. અણગળ પાણી, માંસ અને રાત્રિભોજન વગેરેનો તેણીએ ત્યાગ કર્યો, અને રસ વડે લોઢું જેમ સુવર્ણતાને પામે, તેમ મંત્રીની પ્રિયા વડે તે જૈનધર્મને પામી. ઘોડેસ્વાર, પદાતિ અને ઘણી સ્ત્રીઓના સમૂહની મધ્યે રહેલી તે રાણી પાંચ પર્વતિથિને દિવસે કાયમ શ્રેષ્ઠ પાલખીમાં બેસી વાગતાં વાજિંત્રના નાદપૂર્વક ચૈત્યોને વંદન કરવા જતી હતી. તે વખતે વચ્ચે આવતા ૧. કિનખાબ જેવી જાતનું. ૨. ખોટું આળ-કલંક. રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનુ ગૃહાગમન ૧૨૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યોને દાસીઓ ચોતરફથી સુવર્ણની સોટી વડે હઠાવતી હતી. આ પ્રમાણે તેણીને જેનધર્મમાં રક્ત થયેલી જોઈ જગતને આનંદ આપનાર રાજાએ તેણીને પૂછયું, ત્યારે સર્વ સ્ત્રીઓના અલંકારરૂપ તે લીલાવતીએ કહ્યું : ““હે સ્વામી ! મારું અને તમારું કલ્યાણ આ ધર્મથી જ થયું છે, તેથી હું તેની કૃતદન કેમ થાઉં ?” આ પ્રમાણે તેણીનું વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ તેણીને પટ્ટરાણી પદે સ્થાપના કરી. પેથડકુમાર ચરિત્ર ૧૨૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧ રાજ્યમાં સપ્તવ્યસન-નિવારણની ઉદ્ઘોષણા પછી ‘“બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશ આ પાંચ તિથિમાં જે માણસ સાત વ્યસનમાંથી એક પણ વ્યસનને સેવશે, તેના ધન સહિત પ્રાણોને રાજા અવશ્ય લઈ લેશે.’’–આ પ્રમાણે રાજાએ અવન્તિ દેશમાં ઉદ્ઘોષણાનો પડહ વગડાવ્યો. તથા તે પાંચે તિથિને દિવસે રાજાએ તે વ્યસનોને દૂર કરવાના વિચારનો આદર કર્યો, તેથી લોકોમાં પણ તેનું ગુપ્ત રીતે સેવન તો દૂર રહો, પરંતુ તે સંબંધી વાતોનો પણ ત્યાગ થયો. છઠ્ઠો તરંગ ૧૨૫ હંગની ધૂર્તતા એકદા પૂર્વ દેશનો રહીશ પદ્માકર નામનો એક ધૂર્ત તે માંડવગઢમાં આવ્યો. તે બુદ્ધિરૂપી ચંદ્રિકાના પૂર વડે કપટરૂપી પોયણાને વિકસ્વર કરનાર હતો. તે ફરતો ફરતો એક વાણિયાની દુકાને ગયો. ત્યાંથી તેણે બે રૂપિયાની કિંમત થાય તેટલા ચોખા, દાળ, ઘી વગેરે ભોજનની સામગ્રી લીધી. પછી કરોડો કુટિલતામાં કુશળ એવા તેણે કહ્યું : “હે શેઠ ! તમારું માગણું-ધન હમણાં જ હું અપાવુ, મારી ઠગની ધૂર્તતા ૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ સાથે તમારા પુત્રને મોકલો.'' તે સાંભળી તેણે પોતાના પુત્રને તેની સાથે મોકલ્યો. તેને લઈ તે ધૂર્ત દોશી વાણિયાની દુકાને ગયો. ત્યાંથી પણ તે માયાવીએ ઉત્તમ વસ્ત્રો લઈ તે દોશીને કહ્યું : ‘આ મારો પુત્ર અહીં તમારી પાસે બેઠો છે, તેટલામાં હું હમણાં જ મારી સ્ત્રીને આ લૂગડાં દેખાડીને આવુ છુ.'' આ પ્રમાણે કહી, તે બાળકને ત્યાં મૂકી, વસ્ત્રો લઈ, તે ચાલ્યો ગયો. પછી જ્યારે ભોજનનો સમય થયો, ત્યારે તે વાણિયાએ પોતાના પુત્રની શોધ કરી. છેવટે તેને દોશીની દુકાને બેઠેલો જોયો, તેથી તે વાણિયાને તે દોશીની સાથે તે પુત્રની બાબતમાં મોટો વિવાદ થયો, કે જેથી સર્વ મનુષ્યો હસવા લાગ્યા. હવે તે ધૂર્ત રસોઈ કરાવી ભોજન કરી ઉત્તમ વેષ ધારણ કરી કામકાંતા નામની વેશ્યાને ઘેર ગયો. ત્યાં ધૂર્તતાથી ઉપાર્જન કરેલાં તે વસ્ત્રો તેણે પ્રસન્ન થઈને વેશ્યાને આપ્યાં. ગાયનો વધ કરી કાગડાને પોષણ કરનાર જેવા તે ધૂર્તને ધિક્કાર છે ! જેઓ વેશ્યાઓમાં ધર્મનો નાશ કરનાર ધનનો વ્યય કરે છે, તે મૂર્ખ જનો સુવર્ણના ભાલાને કાદવમાં નાંખવા જેવું કરે છે. જ્યાં સુધી દાનરૂપી જળની વૃષ્ટિ થાય છે ત્યાં સુધી જ કાંઈક ભીનાશ રહે છે, તેવી મારવાડ દેશના જેવી વેશ્યાઓમાં કોણ બુદ્ધિમાન પ્રીતિ રાખે ? વેષની પ્રાપ્તિથી વિશ્વાસ પામેલી વેશ્યાએ એકદા રાજપુત્રે આપેલું મણિ અને મોતીનું જડેલું મનોહર સુવર્ણકુંડળ પહેર્યું. તેજ વડે સૂર્યમંડળનો પણ તિરસ્કાર કરનાર તે કુંડળ જ્યારે ધૂર્તે જોયું, ત્યારે તેને તે લઈ પેથડકુમાર ચરિત્ર ૧૨૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ વા. લેવાની ઇચ્છા થઈ, કેમ કે જેની જે ટેવ હોય તે કેમ જાય? હનુમાન ઐશ્વર્ય પામ્યો છતાં પણ ફળ લેવા માટે ફાળ મારતો હતો; અને બિલાડો ક્રીડામાં મગ્ન થયો હોય તોપણ ઉંદર દેખે તો તરત જ તેને પકડવા દોડે છે. તેથી તે પૂર્વે કહ્યું : “હે સારી ભૂકુટિવાળી ! તારા કાન એક કુંડળથી બરાબર શોભા આપતા નથી. તેથી તે મને આપ, કે જેથી તેને અનુસાર તેના જ જેવું બીજું કુંડળ હું કરાવી લાવું.” તે સાંભળીને વાંદરાને કેરી આપવાની જેમ તેણીએ લોભથી તે કુંડળ તેને આપ્યું. એટલે તે ધૂર્ત તેને લઈને ચાલ્યો ગયો તે ગયો ને ફરીથી ત્યાં આવ્યો જ નહીં ! આવા અવસરે દિવાળીના દિવસો આવ્યા. વર્ષાઋતુની જેમ તે દિવસોમાં મનુષ્યોના હૃદયરૂપી સરોવરમાં રહેલું હર્ષરૂપી જળ મર્યાદા રૂપી પાળને ઓળંગીને ચોતરફ પ્રસરે છે. પ્રાયે કરીને તે પર્વમાં સર્વ જનો અલંકારાદિ પહેરે છે; દીવાઓ કરે છે; આનંદમાં વર્તે છે, સારું સારું ભોજન કરે છે; મુખમાં તાંબૂલ વગેરેનો રંગ કરે છે અને સારો વેષ ધારણ કરે છે. તે દિવસોમાં સ્ત્રીઓના હાથમાં રહેલી ઢીંગલીરૂપ ગોફણોથી મૂકેલા લાડુરૂપી ગોળાઓ નિશાનરૂપ કરેલા મનુષ્યને જિવાડે છે એ મોટું આશ્ચર્ય છે. દિવાળીના આવવાથી ચૌદશને દિવસે કોઈ વ્યસનવાળો માણસ પણ રાજાના ભયને લીધે જુગાર રમતો ન હતો. તે નગરમાં ઘણી લક્ષ્મીવાળો શ્રીપાળ નામનો શેઠ ધૂત રમવામાં અતિ આસક્ત હતો. તે વૃત્તાંત સાંભળીને ધૂર્ત ધનિકનો વેષ લઈ ઠગની ધૂર્તતા • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૨૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ રમવાની ઇચ્છાથી તેને ઘેર ગયો. ત્યાં તેને શેઠે આદરપૂર્વક આસન આપ્યું, એટલે ધૂર્તે તેને કહ્યું : “હે શેઠ ! આજ તમે દ્યૂત કેમ રમતા નથી ? કેમ કે આજનો દિવસ સર્વ જગાર રમવાના દિવસોમાં નાયક છે.'' ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું : “તમે કહો છો તે ખોટું નથી, પરંતુ રાજાનો હુકમ ઉલ્લંઘન કરવામાં જેટલો ભય છે તેટલો યમરાજાનો પણ ભય નથી.’’ ત્યારે ધૂર્તે કહ્યું : “જો રાજા જાણે તો ભય ખરો, પરંતુ એવું ગુપ્ત દ્યૂત રમીએ કે રાજા જરા પણ જાણી ન શકે.'' આ પ્રમાણે કહીને તેણે પણ (શરત)માં મૂકવાનું તે ઉજ્વળ કુંડળ તેને દેખાડયું. તે જોઈ શેઠે પોતાની પ્રિયા પાસે ચોપાટ, પાસા અને સોગઠાં મંગાવ્યાં. રત્નોરૂપી નક્ષત્રોથી શોભતા કુંડળરૂપી ચંદ્રને જોઈ શેઠનો લોભરૂપી સમુદ્ર ઊછળવા લાગ્યો લોભસાગરના કલ્લોલ ઊછળવા લાગ્યા. કહ્યું છે કે “નિર્દયતા, અહંકાર, લોભ, કઠોર ભાષણ અને નીચ પાત્રમાં પ્રીતિ-આ પાંચ લક્ષ્મીના સહચારી છે. (જ્યાં લક્ષ્મી હોય ત્યાં આ પાંચ દોષ હોય છે.)'' (૬૦) પછી ઓરડાનાં દ્વાર બંધ કરી, તેને સાંકળ તથા તાળું વાસી તે બન્ને ચતુર જનો મોટી ઇચ્છાથી પાસા રમવા લાગ્યા. જેમ વાનર એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર વારંવાર આવ-જા કરે છે, તેમ કેટલોક વખતે ધૂર્ત અને શ્રેષ્ઠીની વચ્ચે જીત આવ-જા કરવા લાગી. (કોઈ વખત ધૂર્ત અને કોઈ વખત શ્રેષ્ઠી એમ બન્નેનો વચ્ચે વચ્ચે જય થવા લાગ્યો.) પછી શ્રેષ્ઠીનાં નેત્રો વિદ્યા વડે અંધ કરીને તે ધૂર્ત, પેથડકુ માર ચરિત્ર ૧૨૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ શેઠ ન જાણે તેમ, પાસાદિકના કપટ વડે વારંવાર જીતવા લાગ્યો. અનુક્રમે તે શ્રેષ્ઠી પોતાનું સર્વ ધન, ધાન્ય અને અલંકારો હારી ગયો. તે વખતે તે પત્નીએ તેને રમવાનો ઘણો નિષેધ કર્યો, તોપણ શેઠ છેવટે પોતાના મહેલને શરતમાં મૂકી રમવા લાગ્યો. કહ્યું છે કે – બધા રાગોમાં વેરાટી નામનો રાગ મીઠો લાગે છે; જુગારમાં પરાજય મીઠો લાગે છે; સ્નેહમાં રિસાવું મીઠું લાગે છે અને શત્રુ પર મારો ચલાવવો મીઠો લાગે છે.” (૬૧) છેવટે તે શેઠ મહેલ પણ હારી ગયો, ત્યારે ધૂર્તે કહ્યું: “તમે અહીંથી નીકળી જાઓ, એમ મારે તમને શી રીતે કહેવાય ? પરંતુ તમે તમારી જાતે જ જેમ યોગ્ય લાગે તેમ કરો.” આ સાંભળી રાત્રિનો છેલ્લો પ્રહર બાકી રહ્યો હતો તે વખતે, જેમ પ્રભાત થતાં પારકા મહેલમાં પેઠેલો ચોર કાંઈ પણ લીધા વિના ત્યાંથી નીકળી જાય તેમ, શેઠ પોતાની પ્રિયાને આગળ કરીને, કાંઈ પણ વસ્તુ લીધા વિનાનો (હાથે-પગે), તે મહેલમાંથી નીકળી ગયો. તે ચિંતા સહિત જ્યારે બહાર આવે છે ત્યારે, રાજાદિકના આગમનને સૂચવનારો, તરંગની જેવા ચપળ અશ્વોની ખરીઓનો અવાજ સાંભળવામાં આવ્યો. આ વાતનો સંબંધ એવો છે કે મંત્રીની પ્રિયાના કહેવાથી રાત્રિના ચોથે પ્રહરે લીલાવતી રાણી ચૈત્યોને વાંદવા માટે નીકળી હતી. તેણીએ પ્રથમથી કૂંચીઓનો ઝૂડો પોતાની પાસે મંગાવી રાખ્યો હતો, તેથી તે ચૈત્યોનાં દ્વારો ઉઘાડીને પોતાના આત્માના પ્રવેશને માટે સિદ્ધિનાં દ્વારને તેણીએ ઉઘાડ્યાં. તેમાં મુખ્ય બિંબની પાસે ઠગની ધૂર્તતા ૧૨૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ (ગભારામાં) તેજ વડે અંધકારનો નાશ કરનાર અને અંજન (મેષ) વિનાના એકેક અમૂલ્ય રત્નદીપકને તેણીએ મૂક્યા તથા શત્રુંજયાવતાર નામના આદિનાથના મુખ્ય ચેત્યમાં દેદીપ્યમાન સુવર્ણના લાખ જવ પણ મૂક્યા. જે માણસ લક્ષ પ્રતિપદાને દિવસે જિનેશ્વરની પાસે લાખ ધાન્યને (ધાન્યના લાખ દાણાને) મૂકે છે, તે માણસ આ ભવ અને પરભવમાં બે રીતે અમાત્રધાન્ય થાય છે. વળી, તેને તે જ વર્ષે દુકાળ હોય તોપણ કીટકથી દૂષણ નહીં પામેલું, મુઠ્ઠીના માપ વડે ભરી ન શકાય એટલું બધું ઘણું ધાન્ય સુલભ થાય છે. તેમ જ બત્રીશ વર્ષની વયવાળી તે લીલાવતી રાણીએ હર્ષથી શ્રી જિનેશ્વરની પાસે સુવર્ણના બત્રીશ બીજોરાં પણ મૂક્યાં. અરિહંતની પાસે એક પણ ફળ મૂક્યું હોય તો તે અનંત ફળને આપનાર થાય છે, તેથી હે ભવ્યો ! જિનેન્દ્રની પાસે ભાવથી ઉત્તમ ફળ મૂકો. તથા રાણીએ જિનેશ્વરની પાસે એક મૂઢક-મણ પ્રમાણ ઘઉંના મધુર, ઘણા ઘીવાળા, મોટા, ઉજ્જવળ ને ગોળ લાડુઓનો ઢગલો કર્યો. આ પ્રમાણે વિધિપૂર્વક તે દિવસને કૃતાર્થ કરી રાણી, ઘોડે સવારના પરિવાર અને વેશ્યા સહિત, પોતાના મહેલ તરફ ચાલી. આ રીતે રાણી આવતી હતી, તે વખતે તેના અશ્વોની ખરીનો અવાજ શેઠે સાંભળ્યો. તરત જ તેને ગયેલી લક્ષ્મી પાછી વાળવામાં ૧. લાખી પડવો એટલે કાર્તિક સુદી એકમ. ૨. અપ્રમાણ (ઘણા) ધાન્યવાળો તથા માત્ર એટલે કાના વિનાનો ધાન્ય એટલે ધન્ય (પુણ્યવાન) થાય છે. પેથડકુમાર ચરિત્ર ૧ ૩) Page #158 -------------------------------------------------------------------------- ________________ દૂતી સમાન સારી બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેટલામાં દેદીપ્યમાન દીવાના પ્રકાશે દેખાડેલી રાણી પણ ત્યાં આવી. તે વખતે તે શેઠને લાંબી સોટી વડે મારવામાં આવ્યો તો પણ તે દૂર ગયો નહીં, અને રાણીને મળ્યો. રાણીએ પોતાની પાલખી માણસો પાસે ઊભી રખાવી ત્યારે શ્રીપાળ શેઠ જરા દૂર રહીને તે દયાળુ રાણી આગળ કહેવા લાગ્યો : “હે માતા ! મેં આજે એક અપરાધ કર્યો છે અને તેનું ફળ પણ હું પામ્યો છું. તે એ કે રાજાએ નિષેધ કરેલો જુગાર હું રમ્યો છું અને સર્વ લક્ષ્મી હારી ગયો છું. મારું સર્વસ્વ જેણે જીતી લીધું છે, તે જુગારી કદાચ પકડાય તો પણ પુષ્કળ ધનને લીધે છૂટી પણ શકે; પરંતુ હું તો માત્ર બે હાથે જ ઘરમાંથી નીકળી ગયો છું. તેથી જો હું પકડાઉં તો મારી શી વલે થાય ? તો મારા આ એક અપરાધને ક્ષમા કરીને રાજાના ભયથી તમે મને બચાવો. એક વાર પડી ગયેલા દાંતને પણ મુખ ફરીથી ગ્રહણ કરે છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી રાણીએ કહ્યું: “તમે અભય રહો, તું ભય પામીશ નહીં, પરંતુ તે જુગારી ક્યાં છે, તે તું કહે.” તેણે કહ્યું: “મારા મહેલમાં જ તે છે.” ત્યારે રાણીએ પોતાના સેવકોને ત્યાં મોકલી સુખે સૂતેલા એવા તેને બાંધી મંગાવ્યો. પછી રાણીએ પોતાને ઘેર આવી રાજાને તે સર્વ વૃત્તાંત કહી તે બન્ને જુગારીને સોંપી કહ્યું : “હે ! સ્વામી ! આજ તો આ બન્નેને આપ છોડી મૂકો. પ્રથમ તો આ શેઠે આલોયણા લેનારની જેમ યથાર્થપણે પોતે કરેલા દુષ્કતને પોતે જ કહી આપ્યું છે, તેથી ઠગની ધૂર્તતા ૧૩૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ તે આરાધક છે માટે તેને દંડ કરવો કેમ ઉચિત હોય ? વળી, હું તમારી દાસી છું તેથી મારા પર કૃપા કરીને આ બીજા રંક જેવાને પણ આપ મૂકી દો. આના દંડથી ઉત્પન્ન થતાં પાપો વડે મારો આત્મા નરકનો અતિથિ ન થાઓ.” તે સાંભળી ક્રોધથી રાતા થયેલા નેત્રવાળા રાજાએ કહ્યું : “હે દેવી ! આમને માટે તું વધારે ન બોલ. મારી આજ્ઞાનો ભંગ કરવાથી શત્રુની ક્રિયાને લાયક થયેલા આ બેમાંથી એકને પણ હું છોડવાનો નથી.” કહ્યું છે કે “રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, બ્રાહ્મણોની આજીવિકાનો નાશ કરવો અને પત્નીની જુદી શય્યા રાખવી, આ તેમનો શસ્ત્ર રહિત વધ કહેલો છે.” (૬૨) આ પ્રમાણે તે બન્નેના અશુભમાં જ દૃઢ ચિત્તવાળા રાજાને જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ પામતી રાણી રોષ કરીને ચાલી ગઈ. બે-ત્રણ દિવસ ગયા છતાં પણ તેણે રોષનો ત્યાગ ન કર્યો ત્યારે કામદેવથી ગ્રહણ કરાયેલા હૃદયવાળો રાજા તેણીને શાંત કરવા તેણીની પાસે આવ્યો. કહ્યું છે કે જેમના હાથમાં ખ ગ હોય તે વખતે જેમની પાસે ત્રણ જગત તણખલા જેવા સમાન લાગે છે, તેઓ પણ કોપ કરતી પ્રિયાના નેત્રનો ત્રીજો ભાગ ભમવાથી ભય પામે છે. પછી રાજાએ રાણીને કહ્યું : “હે પ્રાણેશ્વરી ! તારા વચનથી તે બન્નેને મેં જીવતા છોડયા છે, પરંતુ આગળ ઉપર જુગાર-વ્યસનની ૧. નેત્રના છેડાના કટાક્ષથી. પેથડકુમાર ચરિત્ર ૧ રૂર Page #160 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિને માટે તે બન્નેનું વગોણું (ફજેતી) તો હું કરીશ.’’ તે સાંભળી રાણીએ પણ પર્વના દિવસના વ્યસનના નાશ માટે (નિર્મૂળ નાશ કરવા માટે) તે રાજાનું વચન સહન કર્યું. (અંગીકાર કર્યું.) G હવે રાણીની સંમતિ થવાથી રાજાએ જે કર્યું તે કહે છે. ચોપાટના નાયકરૂપ સોગઠાંઓનો મોટો હાર, જાણે કે દુર્ગતિરૂપ સ્ત્રીએ આપ્યો હોય તેમ, તે શેઠના કંઠે પહેરાવ્યો. બીજો જે ધૂર્ત હતો તેને ખરાબ વેષ પહેરાવીને ગધેડા ઉપર ચડાવ્યો; તે જાણે સાતમી નરક તરફ પ્રયાણ કરવાને તૈયાર થયો હોય તેવો લાગતો હતો. શ્રેષ્ઠીને પગે ચલાવ્યો અને તે ધૂર્તને ગધેડા ઉપર બેસાડયો. તેમની આગળ ત્રાડુકા નાખતા બિલાડા ચલાવ્યા (અથવા કાહલ નામના વિરસ વાજિંત્રના કર્કશ શબ્દ કરાવ્યા). આ રીતે લાખો લોકો જોઈ શકે તેમ નગરના દ૨ેક માર્ગમાં રાજાએ તે બન્નેને ફેરવ્યા. પછી શ્રેષ્ઠીની જેટલી સમૃદ્ધિ હતી તેમાંથી અર્ધી સમૃદ્ધિ તેના દંડ તરીકે લઈ લીધી, અને તે ધૂર્તનું નાક કાપી તેને દેશનિકાલ કર્યો. ‘પુરુષની ફજેતી કરનાર ધૂર્તને ધિક્કાર છે.' કહ્યું છે– “જે માણસ જુગાર રમવાથી, યૌવનનો મદ કરવાથી, દાસીનો સંગ કરવાથી, કે ધૂર્તની મૈત્રી કરવાથી પરિણામે વગોવાણો ન હોય-ફજેત થયો ન હોય-(એવો કોઈ પણ પુરુષ હોય તો) તે પોતાની આંગળી ઊંચી કરે (જાહેર થાય. અર્થાત્ એવો કોઈ દુનિયામાં હોય જ નહીં.)'' (૬૩) ૧. જુગાર ન રમે તેટલા માટે. ૧૩૩ ઠગની ધૂર્તતા Page #161 -------------------------------------------------------------------------- ________________ પછી તે ધૂર્ત પાસેથી મળેલું તે કુંડળ રાજાએ રાણીને આપ્યું. રાણીએ તેના જેવું બીજું કરાવી તે બન્ને પ્રથમણીને આપ્યાં અને તેણીએ તે જિનેશ્વરની પ્રતિમાને પહેરાવ્યાં. સુવર્ણથી મઢેલો પથ્થર પણ સ્ત્રીઓને વહાલો હોય છે, તે વાત સત્ય છે; પરંતુ સુવર્ણ વિના જ અલંકારરૂપ ગુણોને વિષે જ આદર કરવો ઉચિત છે. ત્યાર પછી ‘પર્વને વિષે કોઈ મનુષ્ય ગુપ્તપણે વ્યસન સેવતા હશે’-એવી શંકા થવાથી રાજાએ ઝાંઝણને ઉઘાડી તરવાર આપી તેને આરક્ષક બનાવ્યો. ત્યારે બીજાથી પરાભવ ન પામી શકે એવો તે ઝાંઝણ, નગર અને ગામોમાં, પ્રગટપણે અને ગુપ્ત રીતે, રાત્રિએ અને દિવસે, જાતે જ વ્યસનનાં સ્થાનકોને જોતો જોતો ચોતરફ ફરવા લાગ્યો. ૩ ચોરને પકડવાનો પ્રયત્ન આવા અવસરે ચોતરફ ભમવાથી થાકી ગયેલી લક્ષ્મીને વિશ્રાંતિ લેવાના મંડપરૂપ તે માંડવગઢમાં ખર્પર વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ચોરો ચોરી કરતા હતા. તે ચોરોથી ત્રાસ પામેલા નગરના મહાજનોએ એકદા સાયંકાળે રાજા બહારની સભામાં બેઠા હતા, ત્યારે આવીને રાજાને નમસ્કાર કર્યા અને રાજાની પાસે ભેટયું મૂક્યું. રાજાએ તેમને યથાયોગ્ય આસન વગેરે આપી તેમનો સત્કાર પેથડકુમાર ચરિત્ર ૧૩૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ કરી આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું : “હે સ્વામી ! આ નગરીરૂપી અપૂર્વ અટવીમાં તમારાં બાળવૃક્ષો જેવા અમે ચોરરૂપી દાવાનળથી અત્યંત બળીએ છીએ. તેથી હે પૃથ્વીપતિ ! અમને બીજા કોઈ પણ સારા સ્થાનમાં નિવાસ કરાવો, પરંતુ ચોરથી અને તમારાથી નિર્ધન થયેલા અમે અહીં રહી શકશું નહીં.'' આવુ તેમનુ વચન સાંભળી રાજાએ આરક્ષકને બોલાવી તેને ક્રોધથી કહ્યું : ‘“અરે અધમ ! મારો પગાર ખાઈને આખી રાત્રિ સુખે સૂઈ રહે છે કે જેથી મારો પ્રાણપ્રિય સર્વ મહાજન, કાષ્ઠમાંના ઘણ જાતિના જીવડાની જેવા, ચોર વડે દિવસે દિવસે નિસ્સાર કરાય છે.'' તે સાંભળી નગરના આરક્ષકે કહ્યું : “હે દેવ ! આખી રાત્રિ હું ચૌટા વગેરે સર્વ સ્થાને જોઉં છું, તો પણ તે ચોરને હું જોઈ શક્યો નથી.'' ત્યારે રાજાએ કહ્યું : ‘“આટલો કાળ પગાર ખાઈને હવે આજે ‘હું શું કરું ?’ એવા શબ્દ બોલવાથી તું છૂટી શકીશ નહીં. જો તારે જીવવાની ઇચ્છા હોય તો તે ચોરને પકડ.'' આ પ્રમાણે રાજાનું વચન સાંભળી પાસે બેઠેલા ગોગાદે મંત્રીએ ઈર્ષ્યાથી કહ્યું : “હે સ્વામી ! પર્વતિથિમાં પણ ચોરી થાય છે, તેથી આ આરક્ષકને ઝાંઝણ પણ સહાયક થઈ શકશે.’’ આવી તેની વાણી સાંભળી રાજાએ ઝાંઝણને પણ બોલાવીને કહ્યું : “તમે બન્ને સાથે મળીને આપણા આ નગરને સર્વથા ચોરના ઉપદ્રવથી રહિત કરો.'' ત્યારે ઝાંઝણે કહ્યું : ‘“હે સ્વામી ! આવા અલ્પ કાર્ય માટે બે જણાનો પ્રયાસ શા માટે જોઈએ ? અમારા બેમાંથી એક જ આપના આદેશરૂપ સહાયથી ચોરને પકડવાનો પ્રયત્ન ૧૩૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ આ કાર્ય કરી શકશે.'' આવું તેનું વચન સાંભળી, તેને ઉદ્યમી જાણી, રાજાએ આદેશ આપ્યો, ત્યારે તે મહાબળવાન ઝાંઝણે કહ્યું : “હે સ્વામી ! જો સાત દિવસમાં તે ચોરને હું ન પકડું તો તેને સ્થાને મારો દંડ કરવો.” આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી, ત્યારે રાજાએ તેનો સત્કાર કરી મહાજનને આશ્વાસન સાથે રજા આપી. તે પછી ઝાંઝણે ચોરને પકડવાનો ઉદ્યમ શરૂ કર્યો. મહાશૂરવીર યોદ્ધાઓ સહિત અને દીવા સહિત તે ઝાંઝણ રાત્રિએ દરેક માર્ગ, દરેક દુકાન અને દરેક ઘરને જોતો જોતો ભમવા લાગ્યો, પરંતુ પુણ્ય રહિત પુરુષ જેમ ધનને ન પામે તેમ તે સાહસિક ચોરને પામ્યો નહીં. આ રીતે વ્યગ્રપણાથી, ક્ષણોની જેમ, તેના છ દિવસો વ્યતીત થઈ ગયા. રાજાના આદેશના દિવસથી તે ચોરોએ પ્રથમ સાત દિવસની ગણતરી પ્રમાણે એક દિવસ વહેલો ગણવાથી) આઠમો દિવસ આવ્યો ત્યારે શંકા રહિત થયેલા તે ત્રણે અર્ધ રાત્રિને સમયે ગાઢ અંધકાર થયો ત્યારે જુદા જુદા માર્ગથી તે નગરીના ચૌટામાં ભેગા થયા. પોતાની પ્રતિજ્ઞાના દિવસથી સાતમે દિવસે નિર્ભય એવો તે ઝાંઝણ એકલો જ ચોરનો વેષ ધારણ કરી ત્યાં જ આવ્યો. તે ત્રણેને ચોર જેવા જોઈ ઝાંઝણે તેમની સામે ચોરની સંજ્ઞા કરી, તે જાણી તેમણે પણ તેની સામે ચોરની સંજ્ઞા કરી, એટલે તે બુદ્ધિમાન ઝાંઝણે તેમને એકઠા મળ્યા ત્યારે પૂછયું : “તમારી કેવી શક્તિ છે ?'' ત્યારે ૧. રાજાએ જે દિવસે તેને આદેશ આપ્યો તેને બીજે દિવસથી તેની પ્રતિજ્ઞા શરૂ થતી હતી તેથી. પેથડકુમાર ચરિત્ર ૧ ૩૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ તેઓએ કહ્યું : “અમારામાંથી એક જણ શકુનશાસ્ત્રથી સર્વ શુભાશુભ જાણે છે; બીજો પથ્થરથી તાળાં તોડે છે અને ત્રીજો એક જ વાર સ્ત્રી કે પુરુષનો શબ્દ સાંભળવાથી પછી કોઈ પણ વખત તેને શબ્દથી જ ઓળખી શકે છે.'' આ પ્રમાણે તે ત્રણેએ પોતપોતાની શક્તિ કહીને તેને પૂછ્યું : ‘‘તારામાં શી શક્તિ છે, તે તું અમને કહે.'' ત્યારે તેણે શ્લેષવાળું (બે અર્થવાળું) વચન કહ્યું : ‘‘કોઈ યોગી ગુરુએ મને કરુણા નામની ઔષધિ આપી છે, તેનો પ્રભાવ એવો છે કે હું જે ચોરોની સાથે હોઉં તેઓ કદાપિ વધને પામે નહીં. તેથી આજે આપણે ઘણી સમૃદ્ધિવાળા રાજાના મહેલમાં જ પ્રવેશ કરીએ, કારણ કે, મોતીનો સમૂહ છોડીને ચણોઠીના ઢગલામાં હાથ કોણ નાંખે ?’’ તે સાંભળી તેઓ હર્ષ પામી જ્યારે તેની સાથે રાજમહેલ તરફ ચાલ્યા, ત્યારે સારી દિશામાં રહેલ શિયાળે શબ્દ કર્યો, તે સાંભળી તે શકુન જાણનાર ચોર બોલ્યો : “આ શકુન વડે આપણે અમૂલ્ય મણિઓ પામશે. પરંતુ તે એક દિવસ પણ આપણી પાસે રહેશે નહીં.’' તે સાંભળી ઝાંઝણે કહ્યું : ‘“જો એમ હોય તો આપણે મણિઓને તજીને રેશમી વસ્ત્રો અને સુવર્ણ વગેરે બીજી અમૂલ્ય વસ્તુઓ લઈશું; તે રાજમહેલ તો સર્વ વસ્તુની ખાણ છે.’' એમ કહી તે મંત્રીપુત્ર તેમને રાજમહેલમાં લઈ ગયો. ત્યાં એક ખજાનાના ઓરડાનું તાળુ ભાંગીને તે ચારે જણા નિર્ભયપણે અંદર પેઠા. એટલામાં ભૈરવી નામના પક્ષીનો સ્વર સાંભળી તે શકુનજ્ઞાનીએ કહ્યું : “અરે ! અહીં રાજાનો કોઈ સુભટ આપણને જુએ છે, માટે હવે અહીં વિલંબ કરવો ઠીક નથી.'' ચોરને પકડવાનો પ્રયત્ન ૧૩૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે ચોરો, ધાર્મિક જનો, શત્રુઓ, શત્રુઓને પ્રાપ્ત થયેલા અને પરસ્ત્રીની પાસે રહેલા-આ સર્વ લોકો પોતપોતાના શુભાશુભ કર્મમાં જો વિલંબ કરે તો તેમના સ્વાર્થનો નાશ થાય છે.” (૬૪) આ પ્રમાણે તેનું વચન સાંભળી મનમાં આશ્ચર્ય પામેલા તે કપટચોર (ખોટા ચોર) ઝાંઝણે દારિદ્રયને કૂટવામાં લાત સમાન એક પેટી પ્રથમ ગ્રહણ કરી. તે પછી આમાં શી શી વસ્તુ છે એવો નિર્ધાર કર્યા વિના જ તે બીજા ત્રણે ચોરોએ એક એક પેટી ઉપાડી અને તે કપટ-ચોરની સાથે તેઓ કુશળપણે ચૌટામાં પહોંચ્યા. ત્યાં તેણે ખોટી પ્રીતિથી તેમને પૂછયું : “હવે આપણે અહીંથી જુદા પડીએ છીએ, માટે કહો કે આપણે ફરી પ્રેમપૂર્વક ક્યાં મળીશું ?” ત્યારે વિશ્વાસ પામેલા તેઓએ કહ્યું: “પ્રાત:કાળે માણેકચોકની પાસે હાથમાં બીજોરાનું ફળ રાખીને જેઓ આવે, તે અમે જ છીએ એમ જાણવું. માટે હે ચોર ! તું પણ ત્યાં આવજે.” આ પ્રમાણે વાત કરીને તે ચારે ચોરો, પરલોકમાં જતાં જંતુઓની જેમ, જુદે જુદે માર્ગે ચાલ્યા ગયા. જાણે નિધિ પ્રાપ્ત થયો હોય તેમ ચોરની પ્રાપ્તિથી હર્ષ પામેલો ઝાંઝણ પણ પોતાને ઘેર ગયો. પ્રાતઃકાળ થતાં પૃથ્વીધર મંત્રીએ આવીને જોયું તો લક્ષ્મીના ઘરનું તાળું ભાંગેલું તથા તેમાંથી રત્નોની ચાર પેટી ચોરાયેલી જાણી તત્કાળ તે વાત રાજાને જણાવી. તે સાંભળી રાજા જાણે, ભયંકર યમરાજ હોય તેમ, અત્યંત ગુસ્સે થયો અને તે મંત્રીપુત્રને તત્કાળ પેથડકુમાર ચરિત્ર ૧ ૩૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ સભામાં બોલાવ્યો; કેમ કે રાજાઓ કોઈના પોતાના થતા જ નથી. શું બિંદુસાર રાજાએ ચાણક્ય મંત્રીનું અપમાન નહોતું કર્યું ? તે જ પ્રમાણે નંદ રાજાએ શકપાલ મંત્રીનું અને ભીમ રાજાએ શ્રી વિમલ મંત્રીનું અપમાન નહોતું કર્યું? તે વખતે સભામાં રહેલા સજજનોએ હૃદયમાં ખેદ ધારણ કર્યો, અને દુર્જનોએ આનંદ ધારણ કર્યો તથા તેના પિતાએ (પૃથ્વીધર મંત્રીએ) પુત્રે કરેલી પ્રતિજ્ઞાનો વિપર્યાસ (ભંગ) માન્યો. અહીં પ્રાતઃકાળે ઝાંઝણે ઊભા થઈ પોતાના શસ્ત્રધારી પુરુષોને કહ્યું: “માણેકચોકની પાસે જે ત્રણ પુરુષોના હાથમાં બીજોરાનાં ફળ હોય તેમને બાંધીને લાવો.” એમ કહી તેમને ચૌટામાં મોકલ્યા. તે પુરુષો માણેકચોકમાં ગયા. ત્યાં વેપારીઓના વેષવાળા તેમને જોઈ, બીજોરાની નિશાનીથી ઓળખી, હાથ પાછળ રાખી પાંચ મોડીએ બાંધી મંત્રીપુત્રની પાસે લઈ ગયા. કૌતુક જોવાને એકઠા મળેલા પુરજનોથી વીંટાયેલા તે ચોરોને તે ધન્ય (પુણ્યશાળી) આરક્ષક રાજાની પાસે લઈ ગયો. અને તેણે રાજાને કહ્યું : “હે સૂર્ય સમાન પ્રતાપવાળા સ્વામી ! જેમ પ્રાણીઓને રાગ, દ્વેષ અને મોહ લૂંટે છે, તેમ પુરજનોને આ ત્રણ ચોરો લૂંટે છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો.” આ પ્રમાણે તેણે કહ્યું, ત્યારે રાજાએ તેમને પેટીઓ ચોર્યાનું પૂછ્યું, પરંતુ તેઓ કોઈ પ્રકારે માન્યા નહીં, કેમ કે ચોરો અસત્યરૂપી વેલડીના કંદરૂપ હોય છે. કહ્યું છે કે ‘અસત્યરૂપી લતા ચોરોમાં અંકુરિત થઈ છે, વેપારીઓમાં ૧ ૩૯ ચોરને પકડવાનો પ્રયત્ન Page #167 -------------------------------------------------------------------------- ________________ પાંદડાની વૃદ્ધિવાળી થઈ છે, વેશ્યાઓમાં સારી રીતે પલ્લવિત થઈ છે, જુગારીઓમાં પ્રૌઢપણાને પામી છે, વાર્તા કરીને જીવનારાને વિષે પુષિત થઈ છે, કથા (વ્યાખ્યાન) કરનારાઓમાં ગાઢ છાયાવાળી થઈ છે અને રાજાના અધિકારીઓમાં ફળના વિસ્તારને ઉત્પન્ન કરનારી થઈ છે.” (૬૫) જ્યારે તે ચોરો જ રા પણ માન્યા નહીં, ત્યારે ઝાંઝણે તેમને કહ્યું : “અરે ! તમે કેમ સાચું માની જતા નથી ?' તે સાંભળી ત્રીજો ચોર જે શબ્દના જ્ઞાનવાળો હતો તેણે તે ઝાંઝણને ચોથા તરીકે ઓળખી લીધો. તે વાત તેણે બીજા બે ચોરને કહી, ત્યારે પોતે પેટીઓ હરણ કરી છે એમ તેઓ માન્યા. તે વખતે રાજાના હુકમથી તે ત્રણ પેટીઓ ત્યાં લાવવામાં આવી, તે જોઈ “ચોથી પેટી ક્યાં છે ?” એમ રાજાએ તેમને પૂછ્યું, ત્યારે “એક તરફ વાઘ ને બીજી તરફ પૂરમાં આવેલી નદી” એ ન્યાયની પ્રાપ્તિથી મૂઢ થયેલા તેઓ કાંઈ પણ બોલ્યા નહીં, ત્યારે મંત્રીપુત્રે કહ્યું : “હે દેવ ! તે ચોથી પેટી આપના ખજાનામાં જ છે.” તે સાંભળી રાજાએ તે ત્રણે ચોરોનો વધ કરવાનો હુકમ કર્યો, ત્યારે તે ત્રણે ચોરોએ નવા આરક્ષક (ઝાંઝણ)ને કહ્યું: “તું પણ અમારામાં ચોથો ચોર હતો. તે તારી જે શક્તિ કહી હતી તે તો અસત્ય થઈ.” તે સાંભળી સત્ય વાણીવાળા તે ઝાંઝણે રાજાને નમસ્કાર કરી તે ત્રણે ચોરોની યાચના કરી, કેમ કે ભૂમિથી પડેલાઓને ભૂમિનો જ આધાર હોય છે. વળી ઝાંઝણે વિજ્ઞપ્તિ કરી : “હે દેવ ! રાજ્ય, રૂ૫, લક્ષ્મી, સ્ત્રીઓ, ભોગો, પેથડકુ માર ચરિત્ર ૧૪) Page #168 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય, યશ, જય, સર્વ કાર્યની સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ-એ બધું પ્રાણીઓને જીવિતદાન આપવાથી પ્રાપ્ત થાય છે. આવું તેનું વચન સાંભળી રાજા ક્રોધ પામ્યો હતો તો પણ, (અને) બીજાઓએ જીવિતદાન આપવાનો નિષેધ કર્યો તો પણ, રાજાએ તેમને ઝાંઝણને આપ્યા. કેમ કે બુદ્ધિમાન પુરુષો (રાજાઓ), જે પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોય તેની પ્રાર્થનાનો ભંગ કરતા નથી-તેનું અપમાન કરતા નથી. કદાચ કાર્ય કરનાર પુરુષે અપરાધ કર્યો હોય તો પણ બુદ્ધિમાન પુરુષો ઊલટું તેને માન આપે છે; જેમ કે અગ્નિએ સર્વસ્વ બાળી નાંખ્યું હોય તો પણ તેને-અડધી બળેલ-ફરીથી ઘરમાં લવાય જ છે. પછી તે ત્રણ ચોરોને પોતાને ઘેર લઈ જઈ ઝાંઝણે તેમને ચોરીના કામથી નિવૃત્ત કરી પોતાના ખાનગી માન્ય સેવકો બનાવ્યા, કેમ કે ચંદન શરીરના તાપને હરણ કરી તેને સુગંધી બનાવે છે જ. આ વૃત્તાંત જાણી રાજા વગેરે સર્વ સજજનોએ ઝાંઝણની પ્રતિજ્ઞા, સાહસ, પરાક્રમ, બુદ્ધિ, રાજભક્તિ અને કૃપાળુતા-આ સર્વની પ્રશંસા કરી. પછી તુષ્ટમાન થયેલા રાજાએ તે ઝાંઝણને ત્રણ વાર વસ્ત્ર અને આભરણો વડે વિભૂષિત કર્યો તથા સુવર્ણના મ્યાન અને રત્નોની રચના વડે રમણીય પોતાનું ખગ પણ તેને આપ્યું. આ પ્રમાણે પૃથ્વીના અલંકારરૂપ પૃથ્વીધર મંત્રીએ પાંચ પર્વતિથિએ સમગ્ર ઘૂતાદિક વ્યસનોનો નાશ કરી સંપૂર્ણ પુણ્ય ઉપાર્જન કર્યું ૧૪૧ - ચોરને પકડવાનો પ્રયત્ન Page #169 -------------------------------------------------------------------------- ________________ સાતમો તરંગ ગિરનારની તીર્થમાળ અને આગમનું શ્રવણ-લેખન આદિ એકદા અનેક દાનથી ઉત્પન્ન થયેલા ઉજ્વળ યશવાળા પેથડકુમાર મંત્રી શત્રુંજયની ઉપર રહેલા જિનેશ્વરને વાંદવા માટે ચતુર્વિધ સંઘ સાથે, બાવન દેવાલય સહિત, ચાલ્યો. કહ્યું છે કે – તીર્થયાત્રા પુણ્યની શ્રેણિનું સત્રાગાર છે; પાપને નાશ કરવાનો હેતુ છે; જન્મ, ધન, વચન, મન અને શરીરને કૃતાર્થ કરનાર છે તથા યાવત્ તીર્થંકર નામકર્મ તેનું ફળ છે.” (૬૬) બે તીર્થોની યાત્રાનું ફળ કેટલેક દિવસે તે પાપ રહિત મંત્રીશ્વર સિદ્ધાચળ પહોંચ્યો. ત્યાં તેણે આદિનાથને વંદના કરી પોતાને લાયક એવી સર્વ ઉચિત ક્રિયા કરી. સજજનોના સમૂહે પ્રશંસા કરેલા તે મંત્રીએ પચીશ ઘટી સુવર્ણની ખોળો વડે ચેત્યને સુશોભિત કર્યું. તે વખતે તે સિદ્ધાચળને ૧. દાનશાળા. પેથડ કુમાર ચરિત્ર ૧૪૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ જોઈ મનુષ્યોએ તર્ક કર્યો: “શું આ શ્યામ વસ્ત્ર ધારણ કરેલા પત્તિઓથી પરિવરેલો, સુવર્ણના મોટા મુગટને ધારણ કરનાર કોઈ રાજા છે ? શું શિષ્ય સહિત યોગપટ્ટના દશમા દ્વારને ધારણ કરનાર મહાતેજસ્વી કોઈ યોગીશ્વર છે ?' - આ પ્રમાણે સુવર્ણના ખોળાથી વ્યાપ્ત એવા ચૈત્યરૂપ સુંદર શિખરવાળો, ચોતરફ બીજા પર્વતોથી પરિવરેલો અને મોટાં વનોની શ્રેણિથી સુશોભિત કટકવાળો હોવાથી તે સિદ્ધાચળ શોભવા લાગ્યો. ત્યાં કેટલાક દિવસ રહીને પછી તે રેવતાચળ (ગિરનાર)ની તળેટીએ ગયો. તે વખતે ત્યાં પહેલેથી આવેલો દિગંબરનો સંઘ પણ હતો. હવે બીજે દિવસે જયારે પ્રાતઃકાળ થયો ત્યારે વાજિંત્રોના નાદપૂર્વક તે પુણ્યવંત પેથડ મંત્રી, સંઘ સહિત, રેવતાચલ ઉપર ચઢવા લાગ્યો. તેટલામાં યોગિનીપુર (દિલ્લી)નો રહેવાસી અગરવાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલો, અલાઉદ્દીન બાદશાહનો માનીતો પૂર્ણ નામનો દિગંબર મતનો ધનિક, શસ્ત્રધારી સેવકો સહિત, સંઘપતિ થઈને આવ્યો હતો. તેણે ગર્વથી અંધ બની, ત્યાં આવી નેમિનાથ જિનેશ્વરની આણ આપી. (રેવતાચળ પર ચડવાનો નિષેધ કર્યો.) તે વખતે પ્રધાન પેથડકુમાર વગેરે સર્વ જનો જે ઠેકાણે હતા તે જ ઠેકાણે સ્થિર થઈને ઊભા રહ્યા; કેમ કે સંઘ, દેવ, ગુરુ અને રાજાની આજ્ઞા ઓળંગવા લાયક ન ગણાય. તે વખતે પૃથ્વીધરે તેને કારણ પૂછયું, ત્યારે તેણે કહ્યું : “આ તીર્થ અમારું (દિગંબરોનું) છે, તેમ જ અમે અહીં પહેલાં આવ્યા છીએ, તેથી અમે પહેલાં : : : : : : : : • • • • • • • ૧૪૩ બે તીર્થોની યાત્રાનું ફળ Page #171 -------------------------------------------------------------------------- ________________ ચઢીશું.'' મંત્રીએ કહ્યું : ‘આ તીર્થ અમારું છે એમ અમે કહીએ છીએ અને તમે પણ અમારું તીર્થ છે એમ કહો છો, માટે આનો શો હેતુ છે-તે કહો.'' ત્યારે તેણે કહ્યું : ‘જો નેમિનાથની પ્રતિમામાં કટિસૂત્ર (કંદોરો) અથવા અંચલિકા પ્રગટ કરાય તો સંસારની પીડાને હરણ કરનાર આ તીર્થ તમારું કેમ ન કહેવાય ? વળી આ જિનેશ્વર (પોતાની) પ્રતિમા ઉપર ભવ્ય જીવોએ પહેરાવેલાં આભરણોને સહન કરતા નથી, તેથી આ તીર્થ દિગંબરોનું છે, પણ શ્વેતાંબરોનું નથી, એ વાત સંશય રહિત જ છે.'' આ પ્રમાણે તેનું વચન સાંભળી જગતમાં અદ્ભુત ક્રિયાને કરનાર પેથડ મંત્રીએ કહ્યું : “શું જૂનાગઢ વગેરેમાં જે પ્રતિમાઓ છે તે કટિસૂત્રવાળી અને અંચલિકા રહિત નથી ? પરંતુ તે તમારી નથી. વળી, તમે કહ્યું કે, આ જિનેશ્વર આભરણોના સમૂહને સહન કરતા નથી, તો તેનું કારણ પણ સાંભળો : આ જિનેશ્વરનુ તેજ બાર યોજન સુધી જાય છે, તેથી તેને આભૂષણોની શી જરૂર છે ? જેમ આમ્રવૃક્ષ ઉપર તોરણ બાંધવાની જરૂર નથી, તે જ પ્રમાણે, ફલવર્ષિ પાર્શ્વનાથની જેમ, આ મૂર્તિનો અધિષ્ઠાયક દેવ આભૂષણ રહિત જ છે. અથવા તો આ તીર્થ તમારું હોય તો ચોતરફ પર્વતોના સમૂહને ધારણ કરનાર આ ગિરિરાજ ઉપર મહાદેવ વગેરે દેવતાઓની આરાધના કરનાર મનુષ્યો પણ આવે છે અને તેમનાં સ્થાપન કરેલાં મહાદેવનાં ઘણાં લિંગો છે, તે કેમ સંભવે ?'' આવી અનેક યુક્તિઓ વડે તે બન્ને સંઘપતિઓ વિવાદ કરવા લાગ્યા. તે વખતે ચતુરાઈવાળા અને વિચારવાળા બે પ્રકારના વૃદ્ધો તેમનો વિવાદ દૂર કરવા બોલ્યા. પેડકુમાર ચરિત્ર : ૧૪૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે “હે વાર્ધક્ય ! આજે દેવયોગે તારું આગમન થયું તે ઘણું સારું થયું. ઘણે કાળે પૂર્ણ આયુષ્યવાળો પુરુષ જ તને દેખી શકે છે; તારા સંગથી કેવળ વાળ જ શ્વેત થાય છે એમ નથી, પરંતુ બુદ્ધિ પણ ઉજ્જવળ બને છે; દુર્લભ વેરાગ્ય પણ સુલભ થાય છે; સજ્જનોમાં માન્ય બને છે અને પુણ્યકાર્ય કરવાનું બુદ્ધિને સૂઝે છે -ઇત્યાદિક તારા કેટલા ગુણો અમે કહી શકીએ ?'' શ્વેતાંબર સંઘપતિનો વિજય તમો બન્ને સંઘપતિઓ વાદનો ત્યાગ કરી એક સાથે જ આ ગિરિ પર ચડો. પછી ઇંદ્રમાળ પહેરવાને વખતે જે વધારે ધન બોલે તેનું આ તીર્થ સમજવું કેમ કે ક્ષત્રિયો શસ્ત્રથી યુદ્ધ કરે છે; પંડિતો શાસ્ત્રથી યુદ્ધ કરે છે; વેપારીઓ પૈસાથી હરીફાઈ કરે છે; હલકા માણસો હાથથી લડાઈ કરે છે; સ્ત્રીઓ ગાળોથી કજિયો કરે છે અને પશુઓ શિંગડાં વડે સામનો કરે છે, માટે આપની હરીફાઈ ધનથી જ હોઈ શકે છે.” આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યવસ્થાને તે બન્નેએ અંગીકાર કરી. પછી તીર્થને પોતાનું કરવા ઉદ્યમી થયેલા તે બન્ને સંઘ સહિત રેવતાચલ ઉપર ચઢવા. બધા લોકો રોમાંચિત ૧. વૃદ્ધાવસ્થા. ૧ ૪પ - શ્વેતાંબર સંઘપતિનો વિજય Page #173 -------------------------------------------------------------------------- ________________ થતાં હર્ષ સાથે શ્રી નેમિનાથને નમ્યા અને સ્નાત્ર, પૂજા, ધ્વજારોપણ, નૃત્ય અને સ્તુતિ વગેરેથી અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. પછી ઇંદ્રમાળ પહેરવાના સમયે સર્વ સંઘના લોકો કૌતુકવાળા બન્યા. તે વખતે નેમિનાથની ડાબી બાજુ એ સંઘપતિ (પૂર્ણ) ઊભો રહ્યો અને મંત્રી (પેથડ) પ્રભુની જમણી બાજુ ઊભો રહ્યો. આ પ્રમાણે તે બન્નેની સ્થિતિ પ્રથમ તો જય અને પરાજયને પ્રગટ કરતી હતી, કેમ કે શ્રી નેમિનાથનો જમણો હાથ જે તરફ હોય તેનો જ જય થાય છે. તે પછી તીર્થને ગ્રહણ કરવામાં વ્યાકુળ હૃદયવાળા તે બન્ને અનુક્રમે સોનામહોરો, તે પછી સુવર્ણના શેરના પ્રમાણો અને તે પછી સોનાની ઘડીઓ બોલવા લાગ્યા. તેમાં પેથડ મંત્રીએ ઇંદ્રમાળને માટે સુવર્ણની પાંચ ધડી કહી, ત્યારે તેણે (દિગંબરી પૂર્વે) છ ઘડી કહી. ત્યાર પછી તે બન્ને સાત ધડી, આઠ ધડી ઇત્યાદિક અનુક્રમે કહેવા લાગ્યા. છેવટે તે વખતે તત્કાળ પૂણે સોળ ધડી આપવાનું કહ્યું અને આઠ દિવસની મુદત માંગીને સુવર્ણ લાવવા માટે ગયો. મંત્રીએ પણ દસ દિવસની મુદત માગીને, એક ઘડીમાં એક યોજન ચાલે એવી શીવ્ર ગતિવાળી ઊંટડીને, સોનું લાવવા માટે, માંડવગઢ મોકલી. પૂર્ણ નામના દિગંબર સંઘપતિએ સંઘના સર્વ લોકો પાસે જેટલું હોય તેટલું સુવર્ણ માગ્યું, ત્યારે લોકોએ કડાં, સોનામહોર વગેરે પોતપોતાનું સર્વ ધન આપ્યું. તે અને પોતાનું બધું સુવર્ણ એકત્ર કર્યું ત્યારે કુલ અઠ્ઠાવીશ ધડી સુવર્ણ થયું. પછી જ્યારે ફરીથી ઇંદ્રમાળને માટે વાદ થયો, ત્યારે તે પૂર્ણ અઠ્ઠાવીશ ધડી સુવર્ણ બોલ્યો; તે પેથડકુ માર ચરિત્ર ૧૪૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ સાંભળી પેથડ મંત્રીએ છપ્પન ધડી સુવર્ણ કહ્યું. જે માણસ હજાર યોજન, લાખ શ્લોક અને કરોડ રૂપિયા વડે પાછળ રહી ગયો હોય તે માણસ જેમ આગળના માણસ સાથે કોઈ પ્રકારે મળી શકતો નથી, તેમ આ પૂર્ણ સંઘપતિ પેથડ મંત્રીથી ઘણો પાછળ રહી ગયો, તેથી તે તેને મળવા શક્તિમાન થયો નહીં. તે પૂર્વે એકાંતમાં પોતાના સકળ સંઘને પૂછયું : “તમે કોઈ આનાથી અધિક થઈ શકશો ?” ત્યારે તેઓએ કહ્યું : “અમારી શક્તિ નથી. જો તમારી શક્તિ હોય તો જ તમે કરજો. અમારાં સર્વ બળદો, ગાડાંઓ અને મનુષ્યોને વેચીએ તો પણ તેટલું સુવર્ણ થઈ શકે તેમ નથી, તો તેથી અધિકની તો શી વાત કરવી ? લુંટાયાની જેમ સર્વસ્વ ગુમાવીને તીર્થ વાળવામાં શું ફળ છે ? આ ગિરિરાજને સાથે લઈને આપણે કાંઈ ઘેર જવાના નથી.” આ પ્રમાણે પોતાના સંઘનું વચન સાંભળીને શ્યામ મુખવાળા તે સંઘપતિએ મંત્રીને કહ્યું : “તમે જ ઇંદ્રમાળ પહેરો.” આ વખતે જમણી બાજુ રહેલો સર્વ લોક દિવસે કમળના સમૂહની જેમ ઉલ્લાસ પામ્યો, અને તે જ કમળનો સમૂહ રાત્રે જેમ સંકોચ પામે છે, તેમ ડાબી બાજુ નો સર્વ લોક સંકોચ (ગ્લાનિ) પામ્યો. પછી છપ્પન દિકકુમારીઓની સુવર્ણમય ઘડીની સદશ જેનો તેજનો સમૂહ શોભતો હતો, એવા તે મંત્રીએ છપન ધડી વડે ઇંદ્રમાળ ધારણ કરી (પહેરી). પછી શ્રેષ્ઠ વાજિંત્રના શબ્દ પૂર્વક મોટા ઉત્સવ વડે સંસારથી રક્ષણ કરનાર એવી આરતી ઉતારી, લોકોને ઉચિત દાન આપી, લાખો માણસો સહિત તે મંત્રીશ્વર પોતાને સ્થાને (ઉતારે) આવ્યો. ૧૪૭ શ્વેતાંબર સંઘપતિનો વિજય Page #175 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે તે પૃથ્વીધર મંત્રી તે તીર્થ પોતાનું કરી તે ગિરિરાજ પરથી નીચે ઊતર્યો, કેમ કે છતી શક્તિએ (શક્તિ હોય તો) બીજાએ ગ્રહણ કરેલા તીર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી. આ બાબત ઉપર સિદ્ધસેન દિવાકરજીનું દૃષ્ટાંત છે. તેમણે સ્તુતિ વડે મહાદેવના લિંગનું વિદારણ કર્યું હતું, તથા શ્રી બપ્પભટ્ટિએ, બાળકના મુખકમળ વડે અંબા દેવીને કહ્યું હતું— ‘હુ દેવનું દ્રવ્ય આપ્યા પછી જ ભોજન કરીશ.’-એવો મંત્રીએ અભિગ્રહ કર્યો, તેથી તે દિવસે તેને ઉપવાસ થયો, ધર્મકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જો વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી, તેમ દેવદ્રવ્ય આપવામાં પણ વિલંબ કરવો શુભકારક નથી. કહ્યુ છે કે— ‘‘દેવદ્રવ્યની આવકને જે ભાંગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં અને દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.'' (૬૭) “પુત્રાદિકને વેચવા, અથવા પરને ઘેર દાસપણું કરવું, એમ કરીને પણ, પોતાના આત્માના હિત માટે જ, દેવદ્રવ્ય આપી દેવું.'' (૬૮) ‘‘ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવો, સાધુનો ઘાત કરવો, શાસનની નિંદા કરવી અને સાધ્વીના બ્રહ્મચર્યનો ભંગ કરવો—આ બધા બોધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.'' (૬૯) પેથડકુમાર ચરિત્ર ૧૪૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂઢ મતિવાળો જે પુરુષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું. (90)” બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભોજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વગેરે ઘણા શ્રેષ્ઠીઓ ભોજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભોજન કર્યા વિના જ તે લોકો સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટે બે ઘડી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઊંટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરુ પર્વતે ક્ષોભ પમાડેલો અગાધ સંઘરૂપી સમુદ્ર મોટો ધ્વનિ કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તોળીને દેવનું સુવર્ણ આપી દીધું અને ધર્મક્રિયામાં તત્પર (નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું. કહ્યું છે કે દિવસના આરંભમાં અને છેડે રાત્રિભોજનના દોષને જાણનાર જે માણસ બબ્બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે- પુણ્યશાળી થાય છે.” એ પછી પ્રાતઃકાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતો, તે સર્વેના ભોજન અને ભક્તિપૂર્વક પોતે છઠ્ઠનું પારણું કર્યું તથા તે દિવસે મોટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ઘડીઓ આપી અને તે ઉપરાંત અગિયાર લાખ રૂપિયાનો વ્યય કરી મંત્રી પોતાને ઘેર ગયા. એકદા પ્રાત:કાળે ઊઠી, પ્રભાતની ક્રિયા કરી, શેઠિયાને યોગ્ય ૧૪૯ શ્વેતાંબર સંઘપતિનો વિજય Page #177 -------------------------------------------------------------------------- ________________ અલંકારો પહેરી, નેત્રને પ્રિય લાગે તેવો વેષ ધારણ કરી તે પેથડ મંત્રી શ્રેષ્ઠ અશ્વ ઉપર આરૂઢ થઈ, સુશોભિત શ્રીકરીને મસ્તક પર ધારણ કરી, પરિવાર સહિત, ગુરુ મહારાજને વંદના કરવા ગયા. કહ્યું છે કે “પ્રાત:કાળે ઊઠીને પ્રથમ જિનેશ્વરના મુખરૂપી દર્પણને જોવું; પછી સ ગુરુના પગના નખની કાંતિરૂપી કાંચકી વડે મસ્તકને ઓળીને તે ગુરુની આજ્ઞારૂપી શ્રેષ્ઠ મણિ વડે તેને શણગારવું; સત્ય વાણી બોલવા વડે મુખને પવિત્ર કરવું; ગુરુની મધુર વાણીરૂપી કસ્તૂરી વડે બન્ને કાનને સુગંધિત કરવા; ગુણવાન જનોને નમસ્કાર કરવારૂપ વસ્ત્ર વડે શરીરને શણગારવું અને ઉત્તમ શાસ્ત્રના પાઠ (અભ્યાસ) વડે સારું જ્ઞાન મેળવવું.” (૭૧) પેથડ મંત્રીની પુસ્તક-પૂજા ચૈત્યમાં અરિહંત દેવને નમીને મંત્રીશ્વર ગુરુને નમન કરવા માટે ધર્મશાળાની નજીક ગયો. તેટલામાં તેણે દૂરથી સિદ્ધાંતના પાઠનો અદ્વૈત શબ્દ પ્રથમ જ સાંભળી તર્ક કર્યો : “શું આ સિદ્ધાંતરૂપી સમુદ્રના મંથનનો શબ્દ છે કે ગુરુરૂપી મેઘના ગરવનો શબ્દ છે કે પાપરૂપી ધાન્યને પીસનાર ઘટીનો શબ્દ છે ?' આ પ્રમાણે વિચાર કરતો મંત્રી ધર્મશાળામાં ગયો. ત્યાં ગુરુને વાંદી યોગ્ય સ્થાને બેઠો. તે વખતે વાચના લેતા એક સાધુને જોઈ તેણે ગુરુને પૂછયું : “વારંવાર ગૌતમના થડકુમાર ચરિત્ર ૧પ૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ નામવાળું આ કયું શાસ્ત્ર આ સાધુ વાંચે છે ?” ગુરુ એ કહ્યું : “ ભદ્ર ! આ સર્વ આગમોમાં ઉત્તમ પાંચમું અંગ (ભગવતીજી સૂત્ર) છે. તેમાં ગૌતમસ્વામીએ જાણતા હોવા છતાં પણ અન્ય જીવોના ઉપકારને માટે પ્રશ્ન કર્યા છે, અને શ્રી વીર ભગવાને પોતાના જ મુખથી ગૌતમને સંબોધીને તે દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમાં શ્રી ગૌતમસ્વામીએ છત્રીશ હજાર મોટા પ્રશ્નો કર્યા છે, તેથી તેટલી વખત એટલે છત્રીસ હજાર વખત ગૌતમનું નામ આવે છે.” જે વિવાહપ્રજ્ઞપ્તિ ઉત્તર સહિત છત્રીસ હજાર પ્રશ્નોને ધારણ કરે છે, જે ચાળીશ શતકમાં ઉદ્દેશાઓની શ્રેણિને ચોતરફથી વિસ્તાર છે, જેમાં દેદીપ્યમાન ભાંગા રૂપી મોટા તરંગો છે, જે સાત નય અને ગમા (સૂત્રના અલાવા)થી ગહન છે તથા જેમાં પ્રવેશ કરવો અશક્ય છે, તે વિવાહપ્રજ્ઞપ્તિ નામનું પાંચમું અંગ જય પામે છે. તેનું બીજું નામ ભગવતી છે. વળી તે વિચિત્ર અર્થનો કોશ-ખજાનો છે.” (૭૨) તેવા પ્રકારની બુદ્ધિના બળથી રહિત એવો જે મુનિ તે ભગવતીને ભણવા માટે શક્તિમાન ન હોય, તે વિધિપૂર્વક યોગ વહન કરી અંગની વાચના લે છે. જે પુરુષ તે તે અંગના તપ વડે; ભણાવવા વડે; ભણવા વડે; સાંભળવા વડે; વાંચવા વડે અને પુસ્તક લખાવવા વડે અંગ વગેરે આગમની ભક્તિ કરે છે, તે સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે.” ૧. શ્રી ભગવતી સૂત્રના ૪૧ શતક છે, અહીં ગ્રંથકાર મહારાજ ચાલીશ જણાવે છે. ૧૫૧ પેથડ મંત્રીની પુસ્તક -પૂજા WWW.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી મંત્રીએ કહ્યું : “મેઘ ઘટાની જેવી શ્રી વીર ભગવાનની વાણી સાંભળવાથી અત્યંત પ્રીતિવાળો થયેલો મારો ચિત્તરૂપી મયૂર નૃત્ય કરે છે, તેથી તે પૂજ્ય ! આપ તે મુનિને આજ્ઞા આપો, કે જેથી તે પ્રથમથી વાંચે, કેમ કે તે પાંચમું અંગ હું સાંભળવા ઇચ્છું છું.” તે સાંભળી ગુરુએ એક મુનિને આજ્ઞા આપી, તેથી તે પ્રથમથી પાંચમા અંગને વાંચવા લાગ્યા. તેમાં જે જે ઠેકાણે ગૌતમનું નામ આવતું તે તે વખતે એકેક સોનામહોર મૂકીને તે મંત્રી સાંભળવા લાગ્યો. તે વખતે સ્પષ્ટ અક્ષરોની શ્રેણીરૂપી હળના માર્ગના (લિસોટાના) સમૂહરૂપ જ્ઞાન નામના ત્રીજા ક્ષેત્રમાં મંત્રીરૂપી મેઘ સોનામહોરોની વૃષ્ટિ કરી. પાંચ દિવસમાં છત્રીસ હજાર સોનામહોરો વડે જ્ઞાનની પૂજા કરીને તેણે સત્પરુષોના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. અખૂટ ધનના સ્વામી તે મંત્રીએ ભરુકચ્છ (ભરુચ) વગેરે નગરોમાં સાત મોટા જ્ઞાનભંડાર ભરી દીધા. તે બધાં પુસ્તકોને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વેસ્ટન અને સુવર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પોતાનું ધન કૃતાર્થ કર્યું પેથડ મંત્રીની દેવપૂજા પેથડ મંત્રીએ શ્રી ગુરુની પાસે ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવાનો નિયમ અંગીકાર કર્યો હતો. તે નિયમને કૃપાના સ્થાનરૂપ તે મંત્રી, પેથડકુમાર ચરિત્ર ૧૫ર Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારમાં વ્યગ્રતા છતાં પણ, બરાબર પાળતો હતો. સંપત્તિઓ જિનેશ્વરની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે, તે સંપત્તિને પ્રથમ પ્રાપ્ત કરીને પછી જેઓ તે જિનેશ્વરની ભક્તિ ન કરે, તેઓ અવશ્ય સ્વામીદ્રોહી છે એમ જાણવું. એકદા સૂર્યની જેવી શોભાવાળા તે મંત્રીએ મધ્યાહ્ન સમયે કર્મને છેદવામાં દેદીપ્યમાન ચક્ર સમાન શ્રી જિનેશ્વરની આ પ્રમાણે પૂજા કરવા માંડી–એક પહેરવાનું અને બીજું ઉત્તરાસનનું એમ બે રેશમી વસ્ત્ર ધારણ કરી મુખકમળમાં કોશ બાંધી, હાથમાં અલંકાર પહેરી તે મંત્રીએ વિધિપૂર્વક સ્નાત્રાદિક પૂજા કરી. પછી પોતાની પાછળ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બેઠેલા માણસે અનુક્રમે તેના હાથમાં પુષ્પો આપવા માંડયાં, તે પુષ્પો વડે તે ભગવાનની અદ્ ભુત આંગી રચવા લાગ્યો. આ અવસરે સારંગદેવ રાજાનું સૈન્ય અવન્તી દેશની સીમાએ આવીને રહ્યું છે, તે વાત સાંભળી રાજાને તેની સાથે સંધિ કરવાની ઇચ્છા થઈ. કહ્યું છે કે – સંધિ, વિગ્રહ (યુદ્ધ), યાન (પ્રયાણ), આસન (બેસી રહેવું), વૈધ (ભેદ કરવો) અને આશ્રય (કિલ્લામાં છુપાઈ રહેવું) : આ છે રાજાના રાજ્યરૂપી કે ળના વનને રક્ષણ કરનાર પહેરેગીરો છે.” પછી રાજાએ સંધિ વિગ્રહ વગેરેમાં નિપુણ એવા દૂતને શીગ્રપણે મોકલવાની ઇચ્છાથી જોશીને પૂછ્યું, ત્યારે તેણે વિજય પેથડ મંત્રીની દેવપૂજા . . . . . . . . . . • • • • • • • • • • • • • • • ૧૫૩. Page #181 -------------------------------------------------------------------------- ________________ નામનું મુહૂર્ત શ્રેષ્ઠ જણાવ્યું. કહ્યું છે કે “દિવસના પહેલા બે પહોરમાં એક ઘડી ઓછી હોય અને પાછળના બે પહોરની એક (પહેલી) ઘડી અધિક આ બે ઘડી (મધ્યાહ્ન કાળની) વિજય નામનો યોગ (મુહૂર્ત) કહેવાય છે, તે સર્વ કાર્યને સાધનાર છે.” તે વિજય મુહૂર્તમાં દૂતને મોકલવાની ઇચ્છાવાળા રાજાએ વિચાર કરવા માટે પૃથ્વીધર મંત્રીને બોલાવ્યો. તેને બોલાવવા માટે રાજાનો એક સેવક તેને ઘેર ગયો, તેને મંત્રીની પત્ની પ્રથમિણીએ કહ્યું : “અત્યારે મંત્રીની પૂજાનો સમય વર્તે છે, તેથી હમણાં આવી શકશે નહીં.” તે સાંભળી તે પુરુષ પાછો ગયો, ત્યારે રાજાએ ફરીથી બીજા પુરુષને મોકલ્યો. તેણે પણ જઈ મંત્રીના દ્વારમાં ઊભા રહી રાજાએ કહેલું કાર્ય દાસી દ્વારા મંત્રીને કહેવરાવ્યું. તેનું વચન સાંભળીને પ્રથમિણીએ અમૃત જેવા મધુર વચનથી તે પુરુષને કહ્યું : “હે ભાઈ ! હજુ મંત્રીને દેવપૂજામાં બે ઘડી લાગશે.” તે સાંભળી તેણે પણ જઈને રાજાને મંત્રીની પ્રિયાએ કહેલો જવાબ આપ્યો. પરંતુ આજ્ઞાનો ભંગ કર્યા છતાં પણ પ્રધાન ઉપર રાજાએ કોપ કર્યો નહીં. પછી મુહુર્ત નજીકમાં જ આવ્યું છે એમ ધારી ઉત્સુક થયેલો રાજા પોતે જ મંત્રીને ઘેર આવ્યો અને સાથેના પરિવારને . બહાર મૂકી પોતે એકલો જ ઘરમાં પેઠો. “હું આવ્યો છું એ ખબર મંત્રીને કોઈએ જણાવવી નહીં.” એમ કહી રાજા, આગળ ચાલતા એક માણસે દેખાડેલા માર્ગે આગળ ગયો. ત્યાં રાજાએ દેવાલય જોયું. •• • • • • • • • • પેથડકુમાર ચરિત્ર ૧૫૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ તે નિરંતર જાતિવંત દશાંગ વગેરે ધૂપ ઉખેવવાથી સુગંધમય હતું; જળની શંકા થાય તેવી નીલમ મણિની બાંધેલી કુટ્ટિમ વડે તે શોભતું હતું; તેની ભીંતો વિચિત્ર પ્રકારનાં જિનેશ્વરનાં ચરિત્રાદિકનાં ચિત્રો ચીતરેલાં હોવાથી અત્યંત શોભતી હતી. ઉપરના ભાગમાં મનોહર ચંદરવા બાંધેલા હતા અને તેમાં મોતીની માળાઓ લટકાવેલી હતી. તે દેવાલય જાણે ભવનપતિના ઇદ્રનું ભવન હોય કે કલ્પવાસી દેવેદ્રનું વિમાન હોય કે મોક્ષલક્ષ્મીને ક્રીડા કરવાની હવેલી હોય એમ શોભતું હતું. તેમાં શ્રી પાર્શ્વનાથનું અદ્ભુત બિંબ હતું. તે મહાનલરત્નમય હતું; શિવલિંગ ફાટીને તેમાંથી પ્રગટ થયેલું હતું; સિંહાસન પર સ્થાપન કરેલું હતું; દેદીપ્યમાન ફણાનાં રત્નોનાં કિરણો વડે ચળકતું હતું અને તેની બન્ને બાજુ એ અલંકારો વડે સુશોભિત એવી બે કન્યાઓ ઉજ્જવળ ચામરોને વીંઝતી હતી. આવા પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરતા મંત્રીને રાજાએ જોયો. તે વખતે રાજા ગુપ્ત રીતે પુષ્પ આપનાર મનુષ્યને ઉઠાડી તેને સ્થાને પોતે બેઠો, અને ક્રમ(રીત)ને નહીં જાણનાર હોવાથી જેમ તેમ આડાંઅવળાં પુષ્પો આપવા લાગ્યો. વારંવાર ક્રમ વિના પુષ્પો આપવાથી પોતે હાથે જ ક્રમસર પુષ્પો લેવાની ઇચ્છાથી મંત્રીએ પોતાનું મુખ પાછળ ફેરવ્યું, તો ત્યાં રાજાને બેઠેલા જોયા. તરત જ મંત્રી ઊભો થવા લાગ્યો, તેને રાજાએ આગ્રહથી બેસાડ્યો, અને તેની દેવભક્તિથી હૃદયમાં હૃષ્ટતુષ્ટ થઈ શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેણે કહ્યું : “હે મંત્રી ! તને ધન્ય છે. તારો જન્મ, જીવિત અને ૧. ભૂમિનળ. પેથડ મંત્રીની દેવપૂજા • • • • • • • • • • • • • • • • • • • • • , , ૧૫૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ ધન વખાણવા લાયક છે, કેમ કે દેવના ઉપર તારો ભક્તિનો વિસ્તાર આવો હદ વિનાનો છે. શરીરમાં ચૈતન્ય, ભોજનમાં ધી, રાજાના શાસનમાં શ્રીકાર, અથાણામાં લીંબુનો રસ અને ધર્મમાં ભાવના-આ સર્વ સારભૂત-શ્રેષ્ઠ છે. મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાની સામગ્રી અને સ્થિતિ- આ સાતે પ્રકારની શુદ્ધિપૂર્વક પૂજા કરનાર તારા જેવો બીજો કોણ છે ? સેંકડો કાર્યો છતાં પણ, અને મેં બોલાવ્યા છતાં પણ, હું મંત્રી ! તારે કદાપિ દેવપૂજાને સમયે આવવું નહીં; તું સુખેથી એકાગ્ર મન વડે પૂજા કર. હું ત્યાં સુધી ડેલીમાં બેઠો છું.'' એમ કહી રાજા ત્યાંથી ઊઠી ડેલીમાં જઈ મંત્રીના સેવકે આપેલા ઉચિત આસન પર બેઠો. તે પછી મંત્રી પણ વિધિપૂર્વક પૂજા, સ્તુતિ, કાયોત્સર્ગ વગેરે સર્વ પૂર્ણ કરી રાજા પાસે આવી, તેને નમન કરી, ઉચિત આસન પર બેઠો. તે વખતે જોશીએ કહેલું વિજયમુહૂર્ત જતું રહ્યું હતું, તો પણ રાજાએ તેના પર કોપ કર્યો નહીં. એહો ! પુણ્યનો વિલાસ આશ્ચર્યકારક છે. કહ્યું છે કે “પ્રેમાળ પત્ની, સારા વિનયવાળો પુત્ર, ગુણો વડે અલંકૃત ભાઈ, સ્નેહવાળા બંધુજનો, અતિ ચતુર મિત્ર, નિત્ય પ્રસન્ન થયેલો સ્વામી, લોભ રહિત નોકર અને પોતાના બંધુ તથા પુણ્ય માર્ગે જ પ્રાયઃ વપરાતું ધન-આ સર્વ વસ્તુ પુણ્યના ઉદયથી કોઈક પુરુષને જ નિરંતર પ્રાપ્ત થાય છે.’' (૭૩) ૧. પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને રહેવું તે. પેથડકુમાર ચરિત્ર ૧૫૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ તે પછી રાજા અને મંત્રી એ બન્નેએ વિચાર કરીને સંધિ, વિગ્રહ વગેરે સાધવામાં નિપુણ બુદ્ધિવાળા દૂતને બીજા નવીન મુહૂર્તમાં મોકલ્યો. તેણે પણ તે સૈન્યની સાથે સંધિ કરી તેને ચલાવી દીધુંપાછું વાળ્યું. પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટેની પદ્ધતિ તે પેથડ મંત્રી બે ગાઉ દૂર ગુરુનો યોગ હોય તો ત્યાં જઈને તેમની સમક્ષ દેવસિ પ્રતિક્રમણ કરતો હતો, અને પાક્ષિક વગેરે પ્રતિક્રમણ માટે ચાર ગાઉ દૂર ગુરુ હોય તો ત્યાં જઈને પણ ગુરુની સમક્ષ જ પ્રતિક્રમણ કરતો હતો, કેમ કે ઘરમાં પ્રતિક્રમણ કરવાથી મનમાં ઘરના વ્યાપારનો વિચાર થવા સંભવ છે, સ્થાપનાચાર્યની પ્રત્યુપેક્ષાદિકનો નિયમ રહેતો નથી તથા રાગદ્વેષના ઉદયનો સંભવ રહે છે, તેથી સાધુની સમીપે આવશ્યક (પ્રતિક્રમણ) કરવું શ્રેષ્ઠ છે. જેમ સંસ્કાર કર્યા વિનાની ભીંત ઉપર ચિત્રામણ સારું થઈ શકતું નથી, તેમ મન રાગદ્વેષ વિનાનું ન થાય ત્યાં સુધી પ્રથમ સામાયિક જ સ્થાપી શકાતું નથી, તો પછી પ્રતિક્રમણ તો શી રીતે થઈ શકે ? અને જો સમભાવમાં મન રમણ કરતું હોય તો અછતા પણ સમતાદિક સાધુના ગુણો મનમાં પ્રતિબિંબિત થાય છે. તે ઉપર શુદ્ધ કરેલી ભીંતનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે ૧૫૭ પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટે ની પદ્ધતિ • • • • • • • • • • • • • • • • : * * * * : Page #185 -------------------------------------------------------------------------- ________________ કોઈ નગરમાં કોઈ રાજાએ ચિતારાઓને બોલાવી તેમને પોતાની સભા ચીતરવા આપી. તેમાં એક તરફની ભીંતનો વિભાગ ઘણા ચિતારાઓએ ચીતરવા માટે ગ્રહણ કર્યો અને તેની સામેની ભીંતનો ભાગ માત્ર એક જ ચિતારાએ ગ્રહણ કર્યો. પછી તે બન્નેની વચ્ચે જવનિકા (પડદો) રાખવામાં આવી. જ્યારે તે ઘણા ચિતારાઓએ તે પોતાની આખી ભીંત સુશોભિત ચિત્રથી ભૂષિત કરી, ત્યારે પેલા એક ચિતારાએ પોતાની ભીંત માત્ર મઠારી મઠારીને અત્યંત ઉજ્વળ અરીસા જેવી કરી. પછી વચ્ચે રાખેલી જવનિકા જ્યારે દૂર કરવામાં આવી, ત્યારે તે ભીંતના બધાં ચિત્રો સામેની શુદ્ધ કરેલી ભીંતમાં પ્રતિબિંબરૂપે દેખાવા લાગ્યાં. તેથી રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. આવી બુદ્ધિથી તે ચિતારો રાજા પાસેથી ઘણું ધન પામ્યો. તે જ પ્રમાણે સમતાવાળા હૃદયમાં ગુણોનું પ્રતિબિંબ પડવાથી પણ ઉત્તમ સ્થાન (મોક્ષ) પ્રાપ્ત થાય છે. તે એક વર્ષની અંદર નિયમથી ત્રણ વાર ગુરુની પાસે પ્રશ્ન પૂછીને નવકાર મંત્ર વગેરે સૂત્રોના અર્થને પ્રગટપણે જાણતો હતો તથા સૂત્ર, અક્ષર અને પદાર્થનું ચિંતવન કરવામાં એકાગ્ર મનવાળો થઈને જ પ્રતિક્રમણ કરતો હતો. કહ્યું છે કે – “પ્રતિલેખન કરતી વખતે; માત્રુ કરતી વખતે, ઠલ્લો કરતી વખતે; પ્રતિક્રમણ કરતી વખતે અને માર્ગમાં ચાલતી વખતે મુનિએ મૌન રહેવું જોઈએ.” પેથડકુમાર ચરિત્ર ૧૫૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ પેથડ મંત્રીની સાધર્મિક ભક્તિ તે પેથડ મંત્રી અશ્વ પર આરૂઢ થઈ, લાખો મનુષ્યોના પરિવાર સહિત, માર્ગમાં જતો હોય તે વખતે તે જો કોઈ નવા સાધર્મિકને જુએ તો તરત જ અશ્વ પરથી ઊતરી તે સાધર્મિકને નમસ્કાર કરતો હતો. કહ્યું છે કે ઘરના આંગણે સાધર્મિક આવે ત્યારે તેને જોઈને જેને સ્નેહ ઉત્પન્ન ન થાય તો તેના સમકિતમાં જ સંદેહ છે, એમ જિનશાસનમાં કહ્યું છે.' જો ઐશ્વર્ય પ્રાપ્ત થયા છતાં પણ તે વિનય સહિત હોય તો તે દક્ષિણાવર્ત શંખમાં ગંગાજળ ભર્યા જેવું છે; કલ્પવૃક્ષ મંજરીવાળું થયા જેવું છે; પૂર્ણિમાનો ચંદ્ર કલંક વિનાનો થયા જેવું છે; સૌભાગ્યવતી સ્ત્રીના મસ્તક પર મુગટ બાંધ્યા જેવું છે અને સુવર્ણ સુગંધથી યુક્ત થયા જેવું છે એમ જાણવું. આ પ્રમાણે તેનાં અનેક પુણ્યકાર્યોની કોટિની રચના સાંભળવાથી તુષ્ટિમાન થયેલા ઇદ્ર કેટલેક કાળે પોતાના અર્ધાસન ઉપર બેસાડવા માટે તે મંત્રીશ્વરને બોલાવ્યો ત્યારે તે સુવર્ણના ખોળા ચડાવેલા જ્યોતિમંડન નામના ચૈત્યના મંડપરૂપી વિમાનમાં આરૂઢ થઈને પહેલા દેવલોકમાં ગયો. ૧૫૯ પેથડ મંત્રીની સાધર્મિક ભક્તિ Page #187 -------------------------------------------------------------------------- ________________ આલ્મો તરંગ ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્ ભુત શાસન-પ્રભાવના પેથડ મંત્રી સ્વર્ગે ગયા પછી શુક્રાચાર્યની શ્રેષ્ઠ બુદ્ધિનો પણ નાશ કરનારો અને ચંદ્ર જેવી ઉજ્જવળ કીર્તિવાળો તેનો પુત્ર ઝાંઝણ રાજવ્યાપાર કરવા લાગ્યો. (મંત્રીની જગ્યાએ નિમાયો.) તેણે એકદા ગુરુ પાસે ધમદશનામાં સાંભળ્યું : “તીર્થની યાત્રા કરવાથી આરંભ-સમારંભની નિવૃત્તિ થાય છે; ધનની સફળતા થાય છે; સંઘની ભક્તિ થાય છે; સમકિતની અતિ નિર્મળતા થાય છે; સ્નેહીજનનું હિત થાય છે; જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર વગેરે થાય છે; તીર્થની પ્રભાવના થાય છે; જિનેશ્વરે કહેલા વચનનું પાલન થાય છે; તીર્થકર નામકર્મનો બંધ થાય છે; સિદ્ધિની સમીપે અવાય છે અને દેવ તથા મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે...આ સર્વ તીર્થયાત્રાનાં ફળ છે. પ્રથમ તો મેરુ પર્વત સોથી મોટો છે; તેનાથી પૃથ્વી મોટી છે; તેનાથી મેઘ મોટો છે; તેનાથી સમુદ્ર મોટો છે, તેનાથી અગત્ય મોટો છે; તેનાથી આકાશ મોટું છે; તેનાથી ગ્રહો મોટા છે; તેનાથી જિનેશ્વર મોટા છે –આ બધા એકબીજાથી અનુક્રમે મોટા છે. આ બધાથી મોટો, જિનેશ્વરે પણ પૂજેલો એવો, શ્રીસંઘ છે. તે સંઘનું પેથડકુમાર ચરિત્ર ૧૬૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ પણ અધિપતિપણારૂપ અને સર્વ સ્થાનોમાં ઉત્તમ સ્થાનરૂપ માતા અને ગુરુની આશિષનું ફળ અગણ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે.”— ઇત્યાદિક ગુરુની વાણી સાંભળી ઝાંઝણ મંત્રીના મનમાં તીર્થયાત્રાનો ભાવ ઉત્પન્ન થયો, તેથી તેણે ઘણા દેશોમાં કંકોતરી મોકલીને સકળ સંઘને બોલાવ્યો અને પ્રથમથી જ અશ્વો, રથ, ગાડાં, પોઠો વગેરે સર્વ સામગ્રી તૈયાર કરી. તે વખતે અઢી લાખ મનુષ્યો યાત્રાને માટે એકત્ર મળ્યા. પછી સંવત ૧૩૪૦ના માઘ સુદ ૫ ને દિવસે સારા મુહૂર્તે, ઉત્તમ શુકન વડે, સંથે પ્રયાણ કર્યું. તે પ્રમાણને સમયે વાજિંત્રના શબ્દો વડે, નાટકડીના શબ્દો વડે, ચારણ-ભાટોના પપદી છંદો વડે, સ્ત્રીસમૂહના ધવલ ગીત વડે, ગવૈયાઓના સંગીતના શબ્દો વડે, અશ્વોના હેષિત રવ વડે, વૃષભોના સમૂહની ડોકે બાંધેલી શબ્દ કરતી ઘંટડીના ઘોષ વડે અને રથના ચિત્કાર શબ્દો વડે આખું વિશ્વ એકશબ્દમય થઈ ગયું. તે સંઘમાં બાર જિનમંદિરો હતાં; તેમને ઊંચી ધ્વજાઓ બાંધેલી હતી; મનોહર ચામરો વીંઝાતા હતા અને તેમને સુવર્ણનાં તોરણો હતાં. દરેક જિનચૈત્યમાં નિરંતર નૃત્ય કરનાર એકેક નર્તકીનું પેટક, મૃદંગાદિક સામગ્રી સહિત, રાખવામાં આવ્યું હતું. તે સંઘમાં બાર હજાર ગાડાંઓ હતાં. તે ગાડાંઓ ચામડાનાં વસ્ત્રોથી ઢાંકેલાં હતાં. તેમાં ધનની વૃષ્ટિ કરવામાં મેઘ સમાન બાર સંઘપતિઓ હતા. તેમાં કંઠ અને શીંગડાંઓને અનેક આભૂષણોથી શણગારેલા, અતિ વેગવાળા અને અતિ પુષ્ટ શરીરવાળા પચાસ હજાર ૧. પેડું -સમૂહ, જૂથ, ટોળું. ૧૬૧ ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્ ભુત શાસન-પ્રભાવના Page #189 -------------------------------------------------------------------------- ________________ પોઠિયા હતા. ઘણા પરિવાર સાથે શ્રી ધર્મઘોષસૂરિ નામના ઉત્તમ ગુરુ વસ્ત્રની પૌષધશાળામાં રહેતા હતા તથા બીજા પણ વીશ આચાર્યો પરિવાર સહિત હતા. તે સંઘની સાથે સુખાસનો, સૈન્ય, શ્રીકરીઓ, પાણીના વેણાંઓ, રસોઈયાઓ અને સુથારો વગેરે સર્વ સામગ્રીઓ હતી. વસ્ત્રનાં ઘર (તંબુઓ) તથા મોટા શસ્ત્રાદિક ભારને ઉપાડવા માટે સર્વ મળીને બારસો ખચ્ચર અને ઊટો હતાં. જાણે કે મોહરાજાને જીતનારું સૈન્ય હોય, સિદ્ધિપુરી તરફ જનારો સાથે હોય અને મંત્રીશ્વરના ઉદાર પુણ્યરૂપી લક્ષ્મીના વિવાહની જાન હોય એવો તે સંઘ ઘણાં ભોજન, શાક, ઘી, દૂધ, દહીં, પાણી, ઘાસ અને ઈધણાં વગેરે સામગ્રી વડે સુખકારક પ્રયાણ અને વિશ્રાંતિ (પડાવ) વડે ચાલતો હતો. તે સંઘની રક્ષા કરવા માટે મંત્રીની સાથે રાજાએ સેલ્લ નામના શસ્ત્રને ધારણ કરનાર, મહાપરાક્રમી સિઘન નામના સેનાપતિને મોકલ્યા હતા. તેના બે હજાર સવારો અને બીજા એક હજાર પદાતિઓ આખી રાત્રિ તંબુઓના કિલ્લાની ફરતા ભમતા હતા. મંત્રીશ્વર સર્વ જનો જમી રહ્યા પછી જમતા હતા, સર્વ જનો સૂઈ ગયા પછી સૂતા હતા અને પ્રાતઃકાળે સર્વથી પહેલાં જાગતા હતા. ચાલતી વખતે માર્ગમાં સર્વ સંઘની પાછળ સિંઘન સન્નદ્ધબદ્ધ થઈને એક હજાર સવારો સાથે ચાલતા હતા, અને બે પડખે પાંચસો પાંચસો સવારો સંઘનું રક્ષણ કરતા હતા. તથા સંઘની આગળ શબ્દ કરતી ઘૂઘરીઓ ૧. જેણે બખ્તર ધારણ કર્યું હોય તે. પેથડકુમાર ચરિત્ર ૧૬૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ સહિત પલાણેલા ઉત્તમ અશ્વ પર આરૂઢ થયેલા, અને તેથી ઉચ્ચઃશ્રવસ નામના અશ્વ ઉપર આરૂઢ થયેલા, ઇંદ્રની શોભાને ધારણ કરતા બળવાન મંત્રીશ્વર બખ્તર પહેરી, આયુધ (શસ્ત્રને) ધારણ કરી, એક હજાર અશ્વો અને પદાતિના સમૂહ સાથે, માર્ગમાં વાજિંત્રોના મોટા શબ્દપૂર્વક ચાલતા હતા. આવી રીતે ચાલતા સંઘની ઊડેલી રજ વડે ઇંદ્રાદિક દેવો પાપને નાશ કરનારું સ્નાન કરતા હતા. ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ અનુક્રમે ચાલતો તે સંઘ બાલપુર નામના નગરમાં આવ્યો. ત્યાં મંત્રીશ્વરનો મામો નરપતિ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેણે શ્રીસંઘનો મોટો પ્રવેશોત્સવ કર્યો. ત્યાં ચોવીશ તીર્થંકરોનાં બિબોની સ્થાપના કરી તે મંત્રીશ્વર સંઘ સાથે પૃથ્વીરૂપી સ્ત્રીના નેત્ર સમાન ચિત્રકૂટ (ચિતોડગઢ)માં આવ્યો. ત્યાં સમગ્ર સંઘે ચૈત્યપરિપાટી વગેરે સવિસ્તર કરી ત્યાં રહેલા વિચિત્ર પ્રકારનાં આશ્ચર્યોને કૌતુકપૂર્વક જોયાં. તે પછી સંઘ પાપના સમૂહને નાશ કરનાર કરહેટક (કરેડા) નગરમાં ગયો. ત્યાં ઉપસર્ગનું હરણ કરનાર શ્રી પાર્શ્વનાથની જે શ્યામ પ્રતિમા છે, તેને સંઘે નમસ્કાર કર્યા. ત્યાં મોટા ઉત્સવપૂર્વક જે અવસરે મંત્રીશ્વરને સંઘના ઇંદ્ર (સંઘપતિ) કરવામાં આવ્યા, તે વખતે પંડિતજનોએ આ પ્રમાણે ઉત્પ્રેક્ષા કરી : ‘‘શું આ મંત્રીરૂપી સુભટ ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ ૧૬૩ ૨ www.jainelibrary:org Page #191 -------------------------------------------------------------------------- ________________ કલિયુગરૂપી શત્રુઓને હણશે ? હા, કેમ કે તેનું વિશાળ કપાળ ધનુષ જેવું છે, તેમાં સરળ ભૂકુટિયુગલ છે તે પ્રત્યંચા સદશ છે અને તેમાં મનોહર તિલક કરેલું છે તે પ્રત્યંચા પર ચડાવેલા તીક્ષ્ણ બાણ જેવું છે.” જ્યારે મંત્રીને તિલક કરવામાં આવ્યું, ત્યારે ગુરુ મહારાજે તેને કહ્યું : “હે ભદ્ર ! જે સંઘપતિ હોય તેણે દરેક પ્રયાણે નવું મોટું ચૈત્ય કરાવવું જોઈએ. તેવી શક્તિ ન હોય તો જે ઠેકાણે (નગરમાં) તિલક થયું હોય, ત્યાં તો અવશ્ય સંઘપતિએ મોક્ષલક્ષ્મીના દેહરૂપ જિનગૃહ કરાવવું જોઈએ.” આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી સંઘપતિએ ત્યાં એક ઠેકાણે શીધ્રપણે ચૈત્ય કરાવવાનો આરંભ કર્યો. પરંતુ દિવસે જેટલું કામ કર્યું હોય તેટલું રાત્રિમાં પડી જવા લાગ્યું. આ પ્રમાણે બે-ત્રણ સ્થાનકો બદલ્યાં તો પણ તે પડી જવા લાગ્યું, કેમ કે ત્યાં રહેલો ક્ષેત્રપાળ દેવ ઉદ્ધત હોવાથી મંત્રીનું કરાવાતું નવું ચૈત્ય સહન કરતો નહોતો. તેથી તે ઠેકાણે પહેલાનું શ્રી નેમિનાથનું નાનું ચૈત્ય હતું, તેને જ નવેસરથી મોટું કરાવવા માંડયું. તેને પણ તે ક્ષેત્રપાળ પાડી નાખવા લાગ્યો, ત્યારે મંત્રી શીઘ્રતાથી પરાક્રમ અને સત્તા વડે કરાવવા લાગ્યો, એટલે તે ક્ષેત્રપાળ ક્રોધ પામી સંઘના જનોને મસ્તકની પીડા, વર અને મરકીને ઉત્પન્ન કરી ઉપદ્રવ કરવા લાગ્યો. તે વખતે સંઘના મુખ્ય જનોએ મંત્રીને કહ્યું : “હે મંત્રી ! તમે ફોગટ બળ (બળાત્કાર) ન કરો. કેમ કે મનુષ્યો દેવને કદાપિ બળથી જીતી શકતા નથી. જુઓ કે, દ્રૌપદીએ ઇચ્છેલા કમળને લેવા માટે પાંચે પેથડકુમાર ચરિત્ર ૧૬૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ મૂઢ મતિવાળો જે પુરુષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું. (૭૦)” બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભોજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વગેરે ઘણા શ્રેષ્ઠીઓ ભોજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભોજન કર્યા વિના જ તે લોકો સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટે બે ઘડી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઊંટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરુ પર્વતે ક્ષોભ પમાડેલો અગાધ સંઘરૂ પી સમુદ્ર મોટો ધ્વનિ કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તોળીને દેવનું સુવર્ણ આપી દીધું અને ધર્મક્રિયામાં તત્પર (નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કર્યું. કહ્યું છે કે દિવસના આરંભમાં અને છેડે રાત્રિભોજનના દોષને જાણનાર જે માણસ બબ્બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે - પુણ્યશાળી થાય છે.” પછી પ્રાત:કાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતો, તે સર્વેના ભોજન અને ભક્તિપૂર્વક પોતે છઠ્ઠનું પારણું કર્યું તથા તે દિવસે મોટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ધડીઓ આપી અને તે ઉપરાંત અગિયાર લાખ રૂપિયાનો વ્યય કરી મંત્રી પોતાને ઘેર ગયા. એકદા પ્રાતઃકાળે ઊઠી, પ્રભાતની ક્રિયા કરી, શેઠિયાને યોગ્ય . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . • • • • • • • શ્વેતાંબર સંઘપતિનો વિજય ૧૪૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓના કરોડો મનોરથોને પૂર્ણ કરનાર, દુ:ખને દૂર કરનાર, સુંદર મહિમાવાળા અને ઇંદ્ર સમાન ભોગવાળા શ્રી પાર્શ્વનાથને નમન કર્યું. કલ્પવૃક્ષની પાસે ભમરાઓના સમૂહ આવે, તેમ તે જીરાઉલી પાર્શ્વનાથની પાસે તેના પ્રભાવરૂપી સુગંધથી આકર્ષિત અને ચોતરફ સ્તુતિરૂપી ઝંકાર શબ્દને કરતા ઘણા પુણ્યવંત સંઘો નિરંતર આવે છે. તે પાર્શ્વનાથનું મંત્રીએ લક્ષ્મીના પાત્રરૂપ સ્નાત્ર કર્યું; કરોડ પુષ્પો ચઢાવી પૂજા કરી; છ મણ કપૂરનો ધૂપ કર્યો અને મોતીની માળાવાળો સોનાના તંતુનો ભરેલો રેશમી વસ્ત્રનો ઉલ્લોચ એક લાખ રૂપિયાના વ્યયથી તૈયાર કરાવી તે ચૈત્યના મંડપમાં બાંધ્યો. તે પછી સંઘ અનુક્રમે ચાલતો આબુ પર્વત ઉપર ગયો. તે પર્વત ઉપર પુષ્પ અને ફળો સહિત અઢારભાર વનસ્પતિ રહેલી છે. તે પર્વત પોતાની ઊંચાઈ વડે સ્વર્ગનો ભેદ કરશે એવી શંકાથી ઇંદ્ર પણ વ્યાકુળ થતો હતો. ઊંચે રહેલા બાર સ્વર્ગલોકનો જાણે માર્ગ હોય તેમ તે શ્રેષ્ઠ પગથિયાં વડે શોભે છે; ગંગા વગેરે મિથ્યાદષ્ટિનાં તીર્થોની શ્રેણિને પણ તે ધારણ કરે છે; તેના શિખર ઉપર જળનાં ભરેલાં વાદળાંઓ સ્થિર થઈને ક્રીડા કરે છે તથા ચડવાના પરિશ્રમના પરસેવાથી વ્યાપ્ત થયેલા શરીરને પ્રીતિ આપનાર વાયુ તેના પર મંદ મંદ વાયા કરે છે—આવા આબુ પર્વત પર સંઘ ચડચો. ત્યાં રહેલુ ચૈત્ય વિંધ્યાચળ પર્વતથી વધારે લાંબુ, કૈલાસ પર્વતથી પણ વધારે ઉજ્જ્વળ, હિમાલય પર્વતથી પણ વધારે શીતળ અને મલયાચળ ૧. ચંદરવો. પેથડકુમાર ચરિત્ર ૧૬૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ પર્વતથી પણ વધારે સુગંધી હતું. તે ચંદ્રાવતી નગરીના સ્વામી-બાર છત્રોથી શોભતા અને જેના મહેલમાં લાખ અશ્વો બાંધેલા હતા એવા-વિમળે કરાવ્યું હતું. તે ચૈત્ય બારીક વિવિધ કોતરેલી ઘણી કોતરણીઓ ને મીનાકામથી શોભિત હતું અને જોનારની દૃષ્ટિને અમૃતના અંજન સમાન હતું. આવું મનોહર ચૈત્ય સંઘ તથા મંત્રીઓએ જોયું. તે ચૈત્યમાં મોતીના સાથિયાની નિશાનીથી પૃથ્વીમાંથી પ્રગટ થયેલા શ્રી ઋષભ પ્રભુની સ્થાપના કરેલી હતી. તેની વિધિપૂર્વક પૂજા કરીને મંત્રીએ મનોહર મોટી રેશમી ધ્વજા ચડાવી તથા તે જ ઠેકાણે છ કળપ્રમાણ પૃથ્વી ઉપર સાડાબાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ઉત્તમ કોતરણીના સમૂહથી વ્યાપ્ત એક અદ્ભુત ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવેલું હતું. ત્યાં આવીને પુણ્યવંત મંત્રી વગેરે સંઘના લોકોએ વિધિપૂર્વક સ્નાત્ર, પૂજા, ધ્વજાદિક કાર્યો કર્યા. તે પછી ચંદ્રાવતી નગરીમાં રહેલા જિનેશ્વરોને નમસ્કાર કરી તે સંઘ ચૈત્યો વડે મનોહર શોભાવાળા આરાસણ તીર્થ તરફ ચાલ્યો. કેટલોક માર્ગ ઉલ્લંઘન કર્યો તેટલામાં, તત્કાળ કષ્ટને સૂચવનારી ભયંકર શબ્દવાળી ભૈરવી (ચીબરી) ડાબી બાજુ રહીને શબ્દ કરતી બધા લોકોએ સાંભળી. તે વખતે ભય પામેલો સંઘ ક્ષણવાર ઊભો રહી પછી આગળ ચાલ્યો અને પોતપોતાના સુભટોને સજજ કરી મંત્રી અને સિંઘન સાવધાનપણે સંઘની આગળ ચાલ્યા. આ અવસરે તે માર્ગમાં મુંજાલ નામનો કંડાલ દેશનો સ્વામી * ૧. આ મંત્રી હતો. ૨. વીઘા જેવું પ્રમાણવિશેષ. ૧૬૭ ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રસાદ Page #195 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી મંત્રીએ કહ્યું : “મેઘ ઘટાની જેવી શ્રી વીર ભગવાનની વાણી સાંભળવાથી અત્યંત પ્રીતિવાળો થયેલો મારો ચિત્તરૂપી મયૂર નૃત્ય કરે છે, તેથી તે પૂજ્ય ! આપ તે મુનિને આજ્ઞા આપો, કે જેથી તે પ્રથમથી વાંચે, કેમ કે તે પાંચમું અંગ હું સાંભળવા ઇચ્છું છું.” તે સાંભળી ગુરુએ એક મુનિને આજ્ઞા આપી, તેથી તે પ્રથમથી પાંચમાં અંગને વાંચવા લાગ્યા. તેમાં જે જે ઠેકાણે ગૌતમનું નામ આવતું તે તે વખતે એકેક સોનામહોર મૂકીને તે મંત્રી સાંભળવા લાગ્યો. તે વખતે સ્પષ્ટ અક્ષરોની શ્રેણીરૂપી હળના માર્ગના (લિસોટાના) સમૂહરૂપ જ્ઞાન નામના ત્રીજા ક્ષેત્રમાં મંત્રીરૂપી મેઘે સોનામહોરોની વૃષ્ટિ કરી. પાંચ દિવસમાં છત્રીસ હજાર સોનામહોરો વડે જ્ઞાનની પૂજા કરીને તેણે પુરુષોના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. અખૂટ ધનના સ્વામી તે મંત્રીએ ભરુકચ્છ (ભરુચ) વગેરે નગરોમાં સાત મોટા જ્ઞાનભંડાર ભરી દીધા. તે બધાં પુસ્તકોને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વેસ્ટન અને સુવર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પોતાનું ધન કૃતાર્થ કર્યું પેથડ મંત્રીની દેવપૂજા પેથડ મંત્રીએ શ્રી ગુરુની પાસે ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવાનો નિયમ અંગીકાર કર્યો હતો. તે નિયમને કૃપાના સ્થાનરૂપ તે મંત્રી, પેથડકુમાર ચરિત્ર ૧પર Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારમાં વ્યગ્રતા છતાં પણ, બરાબર પાળતો હતો. સંપત્તિઓ જિનેશ્વરની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે, તે સંપત્તિને પ્રથમ પ્રાપ્ત કરીને પછી જેઓ તે જિનેશ્વરની ભક્તિ ન કરે, તેઓ અવશ્ય સ્વામીદ્રોહી છે એમ જાણવું. એકદા સૂર્યની જેવી શોભાવાળા તે મંત્રીએ મધ્યાહ્ન સમયે કર્મને છંદવામાં દેદીપ્યમાન ચક્ર સમાન શ્રી જિનેશ્વરની આ પ્રમાણે પૂજા કરવા માંડી—એક પહેરવાનું અને બીજુ ઉત્તરાસનનું એમ બે રેશમી વસ્ત્ર ધારણ કરી મુખકમળમાં કોશ બાંધી, હાથમાં અલંકાર પહેરી તે મંત્રીએ વિધિપૂર્વક સ્નાત્રાદિક પૂજા કરી. પછી પોતાની પાછળ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બેઠેલા માણસે અનુક્રમે તેના હાથમાં પુષ્પો આપવા માંડયાં, તે પુષ્પો વડે તે ભગવાનની અદ્ભુત આંગી રચવા લાગ્યો. આ અવસરે સારંગદેવ રાજાનું સૈન્ય અવન્તી દેશની સીમાએ આવીને રહ્યું છે, તે વાત સાંભળી રાજાને તેની સાથે સંધિ કરવાની ઇચ્છા થઈ. કહ્યું છે કે ― ‘‘સંધિ, વિગ્રહ (યુદ્ધ), યાન (પ્રયાણ), આસન (બેસી રહેવું), વૈધ (ભેદ કરવો) અને આશ્રય (કિલ્લામાં છુપાઈ રહેવું) : આ છ રાજાના રાજ્યરૂપી કેળના વનને રક્ષણ કરનાર પહેરેગીરો છે.'' પછી રાજાએ સંધિ વિગ્રહ વગેરેમાં નિપુણ એવા દૂતને શીઘ્રપણે મોકલવાની ઇચ્છાથી જોશીને પૂછ્યું, ત્યારે તેણે વિજય પેથડ મંત્રીની દેવપૂજા ૧૫૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ રહેલા શ્રી અજિતનાથની પુષ્પાદિક વડે પૂજા કરી. તે પછી સંઘ પાલનપુરમાં આવ્યો. ત્યાં માત્ર નેત્રના દર્શન કરવાથી જ પ્રહલાદન નામના રાજાને રોગ રહિત કરનાર શ્રી પાર્શ્વદેવ રહેલા છે. તેના દર્શનને માટે હંમેશાં શ્રીકરીને ધારણ કરનારા ચોરાશી શ્રેષ્ઠીઓ આવે છે. ત્યાં હંમેશાં દર્શન કરનાર મનુષ્યોએ મૂકેલી સોપારીની એક ગુણ પરિપૂર્ણ ભરાય છે અને એક મૂડો ચોખા થાય છે. ત્યાં પાપને નાશ કરનારા તે પાર્શ્વનાથ જિનેશ્વરની પૂજા કરી, જોવાલાયક આશ્ચર્યને જોઈ, પછી અણહિલપુરના માર્ગને ગ્રહણ કરી, સંઘે તે તરફ પ્રયાણ કર્યું, અને કેટલેક દિવસે, વિઘ્ન રહિત તે પાપસમૂહને હણનાર સંઘ તીર્થનાથ શત્રુંજયના પંથે પડચો. તે ઠેકાણે પડાવ નાંખીને મંત્રીએ અગિયાર મૂડા ઘઉંની પાંચધારી લાપશી કરાવી. તીર્થરાજનાં દર્શનથી ઉત્પન્ન થયેલા મોટા આનંદની જાણે વાનગી દેખાડતો હોય તેમ તે મંત્રીએ તે લાપશી આખા સંઘમાં થોડી થોડી શેષ તરીકે આપી. તે પછી પુણ્યબુદ્ધિવાળો તે, વાજિંત્રના નાદ, નટીના નૃત્ય અને મંગળ ગીતના આડંબર સાથે, પાદલિપ્ત-પાલીતાણા નગરમાં આવ્યો. આ અવસરે લઘુ કાશ્મીર એવા નામથી પ્રસિદ્ધ સ્થિરાપદ્ર (થરાદ) નગરથી વાસુદેવના જેવી લક્ષ્મીવાળો આભુશેઠ પણ સંઘ સાથે પાદલિપ્ત નગરમાં આવ્યો. તે આભુ પ્રભાવકોમાં અગ્રેસર હતો; શ્રીમાળ જ્ઞાતિનો અલંકાર હતો અને લોકમાં આ છેલ્લો માંડલિક રાજા છે' એવા બિરુદને પામેલો હતો. તેના સંઘમાં ચૌદ હજાર ગાડાંઓ પેથડકુમાર ચરિત્ર ૧૭૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ હતાં; પંદરસો ને દશ જિનબિંબો હતાં; સાતસો જિનચૈત્યો હતાં; તેર પાણીના પટ્ટ હતા; સાત પરબ હતા; જળ વહન કરનારાં સુડતાળીશ બળદો હતા; બાવીશ સો ઊંટો હતા; પંદરસો ને દશ અશ્વો હતા; નેવું સુખાસનો હતા; નવાણું શ્રીકરીઓ હતી; ત્રણ સો પાણીની પખાલો પાડા ઉપર રાખવામાં આવી હતી; ચૌદ લુહાર હતા; સો કંદોઈ-રસોઈયા અને સો રાંધવાનાં કડાયાં હતા; પચાસ સલાટ હતા; બસો માળી હતા; સમૃદ્ધિવાળા સો તંબોળી અને સો પંચકુળ હતા. બસો આઠ દુકાનો હતી, સત્તરસો ને બાવન કાષ્ઠના ભારા વહન કરનારા હતા તથા છત્રીશ આચાર્યો હતા. 3 આ ઝાંઝણ મંત્રી પરદેશથી આવેલા હોવાથી એ અતિથિરૂપ છે એમ જાણીને આભુ સંઘપતિએ તે મંત્રીને પ્રથમ સિદ્ધાચળ ઉપર ચડવાનું માન આપ્યું, તેથી તે મંત્રી મહોત્સવપૂર્વક સંઘ સાથે ઉપર ચઢચો. ત્યાં (એણે) મરુદેવા માતા અને કપર્દી યક્ષ વગેરેની પૂજા કરી; પર્વતના શિખર પર રહેલા શ્રી યુગાદીશને નમી વિસ્તારથી તેનો સ્નાત્ર-મહોત્સવ કર્યો; પ્રથમ મોતી, પરવાળા, સોના અને રૂપાનાં પુષ્પો વડે પૂજા કર્યા પછી ત્રણ કરોડ સુગંધી પુષ્પો વડે પૂજા કરી; પછી ધ્વજા ચડાવી પ્રભુને આરતી ઉતારી; પછી પ્રિયાલ (રાયણ) વૃક્ષને વધાવી પોતાના મસ્તક પર તે રાયણને વરસાવી. પછી મેઘની ૧. વેણાં. ૨. પાલખી. ૩. મીયાના ૪. સંઘપતિ રાયણને વધાવી તેની નીચે ઊભો રહે, તે વખતે રાયણમાંથી દૂધની વૃષ્ટિ તેના મસ્તક પર પડતી હતી. આવો જીવ ત્રણ ભવે મોક્ષગામી હોય છે, એમ સાંભળવામાં આવે છે. ૧૭૧ ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રાસાદ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧ ધન વખાણવા લાયક છે, કેમ કે દેવના ઉપર તારો ભક્તિનો વિસ્તાર આવો હદ વિનાનો છે. શરીરમાં ચૈતન્ય, ભોજનમાં ઘી, રાજાના શાસનમાં શ્રીકાર, અથાણામાં લીંબુનો રસ અને ધર્મમાં ભાવના-આ સર્વ સારભૂત-શ્રેષ્ઠ છે. મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાની સામગ્રી અને સ્થિતિ- આ સાતે પ્રકારની શુદ્ધિપૂર્વક પૂજા કરનાર તારા જેવો બીજો કોણ છે ? સેંકડો કાર્યો છતાં પણ, અને મેં બોલાવ્યા છતાં પણ, હું મંત્રી ! તારે કદાપિ દેવપૂજાને સમયે આવવું નહીં; તું સુખેથી એકાગ્ર મન વડે પૂજા કર. હું ત્યાં સુધી ડેલીમાં બેઠો છું.'’ એમ કહી રાજા ત્યાંથી ઊઠી ડેલીમાં જઈ મંત્રીના સેવકે આપેલા ઉચિત આસન પર બેઠો. ', તે પછી મંત્રી પણ વિધિપૂર્વક પૂજા, સ્તુતિ, કાયોત્સર્ગ વગેરે સર્વ પૂર્ણ કરી રાજા પાસે આવી, તેને નમન કરી, ઉચિત આસન પર બેઠો. તે વખતે જોશીએ કહેલું વિજયમુહૂર્ત જતું રહ્યું હતું, તો પણ રાજાએ તેના પર કોપ કર્યો નહીં. એહો ! પુણ્યનો વિલાસ આશ્ચર્યકારક છે. કહ્યું છે કે “પ્રેમાળ પત્ની, સારા વિનયવાળો પુત્ર, ગુણો વડે અલંકૃત ભાઈ, સ્નેહવાળા બંધુજનો, અતિ ચતુર મિત્ર, નિત્ય પ્રસન્ન થયેલો સ્વામી, લોભ રહિત નોકર અને પોતાના બંધુ તથા પુણ્ય માર્ગે જ પ્રાયઃ વપરાતું ધન-આ સર્વ વસ્તુ પુણ્યના ઉદયથી કોઈક પુરુષને જ નિરંતર પ્રાપ્ત થાય છે.'' (૭૩) ,, ૧. પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને રહેવું તે. પેથડકુમાર ચરિત્ર ૧૫૬ www.jainelibrary.ig Page #200 -------------------------------------------------------------------------- ________________ તે પછી રાજા અને મંત્રી એ બન્નેએ વિચાર કરીને સંધિ, વિગ્રહ વગેરે સાધવામાં નિપુણ બુદ્ધિવાળા દૂતને બીજા નવીન મુહૂર્તમાં મોકલ્યો. તેણે પણ તે સૈન્યની સાથે સંધિ કરી તેને ચલાવી દીધુંપાછું વાળ્યું. ૬ પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટેની પદ્ધતિ તે પેથડ મંત્રી બે ગાઉ દૂર ગુરુનો યોગ હોય તો ત્યાં જઈને તેમની સમક્ષ દેવસિ પ્રતિક્રમણ કરતો હતો, અને પાક્ષિક વગેરે પ્રતિક્રમણ માટે ચાર ગાઉ દૂર ગુરુ હોય તો ત્યાં જઈને પણ ગુરુની સમક્ષ જ પ્રતિક્રમણ કરતો હતો, કેમ કે ઘરમાં પ્રતિક્રમણ કરવાથી મનમાં ઘરના વ્યાપારનો વિચાર થવા સંભવ છે, સ્થાપનાચાર્યની પ્રત્યુપેક્ષાદિકનો નિયમ રહેતો નથી તથા રાગદ્વેષના ઉદયનો સંભવ રહે છે; તેથી સાધુની સમીપે આવશ્યક (પ્રતિક્રમણ) કરવું શ્રેષ્ઠ છે. જેમ સંસ્કાર કર્યા વિનાની ભીંત ઉપર ચિત્રામણ સારું થઈ શકતુ નથી, તેમ મન રાગદ્વેષ વિનાનું ન થાય ત્યાં સુધી પ્રથમ સામાયિક જ સ્થાપી શકાતું નથી, તો પછી પ્રતિક્રમણ તો શી રીતે થઈ શકે ? અને જો સમભાવમાં મન રમણ કરતું હોય તો અછતા પણ સમતાદિક સાધુના ગુણો મનમાં પ્રતિબિંબિત થાય છે. તે ઉપર શુદ્ધ કરેલી ભીંતનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે— ૧૫૭ પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટેની પદ્ધતિ Page #201 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આ તીર્થમાં મનોહર મોટા પર્વતો છે, ચિત્તને આનંદ આપનાર ચેત્યો છે અને કાંતિ વડે શોભતી પ્રતિમાઓ છે. આવી પૃથ્વી કોઈ પણ ઠેકાણે નથી; આ કારણથી જ સર્વ સંઘ સહિત વસ્તુપાળ મંત્રીએ, અનુક્રમે વધતાં વધતાં, એક પુષ્પનું એક સોનામહોર મૂલ્ય થયું, તો પણ સર્વ પુષ્પો ખરીદ કરીને તે વડે સિદ્ધાચળની પૃથ્વીની પૂજા કરી હતી. ત્યાર પછી તે આભુએ નીચે ઉતરી સંઘ સહિત ઝાંઝણ મંત્રીને મોટી ભક્તિથી જમાડ્યા. તે જોઈ મંત્રી અતિ આશ્ચર્ય પામ્યો. પોતે અલ્પ દ્રવ્યનો વ્યય કર્યો તે બાબત તેણે પોતાના આત્માની નિંદા કરી અને તે આભુએ ઘણા દ્રવ્યનો વ્યય કર્યો તે બાબત તેની પ્રશંસા કરી. બને તીર્થોમાં એક વજાનું દાન તે પછી મંત્રી તે તીર્થેશની રજા લેવા માટે પાંચ-છ દિવસે ફરીથી ગિરિરાજ ઉપર ચઢયો. ત્યાં ઉત્સાહપૂર્વક જિનેશ્વરને નમી પ્રથમ કરાવી રાખેલી સુવર્ણની ધ્વજા આદિનાથના મસ્તકથી આરંભીને દંડ સુધી બંધાવી. તે ધ્વજા બાંધતાં, જોઈએ તે કરતાં વધી પડી, તેની વધામણી બાંધનારે મંત્રીને આપી, કેમ કે બધાં કાર્યમાં વસ્તુની વૃદ્ધિને સન્દુરુષો વખાણે છે. ત્યાર પછી આનંદથી તે મંત્રીએ સોની લોકોની પાસે એક મૂડા હાથની પહોળી અને ગિરનાર સુધી પેથડકુમાર ચરિત્ર ૧૭૪ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #202 -------------------------------------------------------------------------- ________________ લાંબી સુવર્ણની પાટની ધ્વજા ઘડાવવા માંડી. તેમાં તે ધ્વજા નીચેના ભાગમાં રૂપાની પાટની, ઉપરના ભાગમાં સુવર્ણની પાટની અને વચ્ચે યજ નામના રેશમી વસ્ત્રની-એમ ત્રણ ભાતની ધ્વજા કરાવવા માંડી. બાવન દેવકુલિકાની મેખલા ઉપર, નેમિનાથના ચૈત્ય ઉપર અને અનુપમ નામના સરોવરની મધ્યે રહેલા ચૈત્ય ઉપર તે ધ્વજા બાંધીને ત્યાંથી આગળ ચાલ્યો. પછી ત્યાંથી આગળ ચાલતાં પંચરંગી રેશમી વસ્ત્રોથી વીંટેલાં વૃક્ષો ઉપર તે ધ્વજાને બાંધતો પર્વતને માર્ગે ચાલ્યો, અને તેની પાછળ તે જ માર્ગે સંઘ પણ ચાલ્યો. ત્યારથી તે માર્ગ ધોરી થયો છે. હંમેશાં સોની લોકો જેટલી ધ્વજા કરતા હતા, તેટલી પૃથ્વી જ સંઘ પણ જતો હતો. આવી રીતના પ્રયાણ વડે સંઘ સહિત તે મંત્રી પૃથ્વી પર પવિત્ર એવા ગિરનાર પર્વતને પામી તેના પર ચઢયો. ત્યાં શ્રી નેમિનાથના મસ્તક પર તે ધ્વજા ચઢાવી તેના ચૈત્યના શિખર સુધી વજાને લઈ ગયો. માર્ગમાં એકેક યોજનને છેતેણે ત્રણ દિવસ સુધી પહેક્ઝીર મૂક્યા હતા. આ સળંગ ધ્વજા ચોપન ઘડી સુવર્ણની બની હતી. તે વખતે કવિએ વર્ણન કર્યું કે, “ખરેખર, આ મંત્રી માલવ દેશનો સ્વામી છે (બીજા અર્થમાં મા એટલે લક્ષ્મી, તેનો લવ એટલે લેશ, એટલે અલ્પ લક્ષ્મીનો સ્વામી છે) એમ મને લાગે છે, કેમ કે પ્રાપ્તિ (શક્તિ) વિનાના એવા તેણે બે તીર્થમાં એક જ ધ્વજા ચડાવી (શક્તિવાળો હોય તો જુદી જુદી ધ્વજા ચડાવવી ૧. આ ઉપરથી જાણી શકાય છે કે, ત્રણ દિવસ પછી તે સળંગ ધ્વજા તીર્થના વહીવટ કરનારે ઉતરાવી લઈ યોગ્ય વ્યવસ્થા કરી હશે. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૭૫ બંને તીર્થોમાં એક વજાનું દાન Page #203 -------------------------------------------------------------------------- ________________ આમો તરંગ ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્દભુત શાસન-પ્રભાવના પેથડ મંત્રી સ્વર્ગે ગયા પછી શુક્રાચાર્યની શ્રેષ્ઠ બુદ્ધિનો પણ નાશ કરનારો અને ચંદ્ર જેવી ઉજજવળ કીર્તિવાળો તેનો પુત્ર ઝાંઝણ રાજવ્યાપાર કરવા લાગ્યો. (મંત્રીની જગ્યાએ નિમાયો.) તેણે એકદા ગુરુ પાસે ધમદશનામાં સાંભળ્યું : “તીર્થની યાત્રા કરવાથી આરંભ-સમારંભની નિવૃત્તિ થાય છે, ધનની સફળતા થાય છે; સંઘની ભક્તિ થાય છે; સમકિતની અતિ નિર્મળતા થાય છે; સ્નેહીજનનું હિત થાય છે; જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર વગેરે થાય છે; તીર્થની પ્રભાવના થાય છે; જિનેશ્વરે કહેલા વચનનું પાલન થાય છે; તીર્થકર નામકર્મનો બંધ થાય છે; સિદ્ધિની સમીપે અવાય છે અને દેવ તથા મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે–આ સર્વ તીર્થયાત્રાનાં ફળ છે. પ્રથમ તો મેરુ પર્વત સૌથી મોટો છે, તેનાથી પૃથ્વી મોટી છે; તેનાથી મેઘ મોટો છે; તેનાથી સમુદ્ર મોટો છે; તેનાથી અગત્ય મોટો છે; તેનાથી આકાશ મોટું છે; તેનાથી ગ્રહો મોટા છે; તેનાથી જિનેશ્વર મોટા છે –આ બધા એકબીજાથી અનુક્રમે મોટા છે. આ બધાથી મોટો, જિનેશ્વરે પણ પૂજેલો એવો, શ્રીસંઘ છે. તે સંઘનું • • • • • • • • • • • • • • • • • • • • , , , પેથડકુમાર ચરિત્ર ૧૬૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ પણ અધિપતિપણારૂપ અને સર્વ સ્થાનોમાં ઉત્તમ સ્થાનરૂપ માતા અને ગુરુની આશિષનું ફળ અગણ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે.”— ઇત્યાદિક ગુરુની વાણી સાંભળી ઝાંઝણ મંત્રીના મનમાં તીર્થયાત્રાનો ભાવ ઉત્પન્ન થયો, તેથી તેણે ઘણા દેશોમાં કંકોતરીઓ મોકલીને સકળ સંઘને બોલાવ્યો અને પ્રથમથી જ અશ્વો, રથ, ગાડાં, પોઠો વગેરે સર્વ સામગ્રી તૈયાર કરી. તે વખતે અઢી લાખ મનુષ્યો યાત્રાને માટે એકત્ર મળ્યા. પછી સંવત ૧૩૪૦ના માઘ સુદી ૫ ને દિવસે સારા મુહૂર્તે, ઉત્તમ શુકન વડે, સંઘે પ્રયાણ કર્યું. તે પ્રમાણને સમયે વાજિંત્રના શબ્દો વડે, નાટકડીના શબ્દો વડે, ચારણ-ભાટોના ષપદી છંદો વડે, સ્ત્રીસમૂહના ધવલ ગીત વડે, ગવૈયાઓના સંગીતના શબ્દો વડે, અશ્વોના હેષિત રવ વડે, વૃષભોના સમૂહની ડોકે બાંધેલી શબ્દ કરતી ઘંટડીઓના ઘોષ વડે અને રથના ચિત્કાર શબ્દો વડે આખું વિશ્વ એકશબ્દમય થઈ ગયું. તે સંઘમાં બાર જિનમંદિરો હતાં, તેમને ઊંચી ધ્વજાઓ બાંધેલી હતી; મનોહર ચામરો વીંઝાતા હતા અને તેમને સુવર્ણનાં તોરણો હતાં. દરેક જિનચૈત્યમાં નિરંતર નૃત્ય કરનાર એકેક નર્તકીનું પેટક, મૃદંગાદિક સામગ્રી સહિત, રાખવામાં આવ્યું હતું. તે સંઘમાં બાર હજાર ગાડાં હતાં. તે ગાડાંઓ ચામડાનાં વસ્ત્રોથી ઢાંકેલાં હતાં. તેમાં ધનની વૃષ્ટિ કરવામાં મેઘ સમાન બાર સંઘપતિઓ હતા. તેમાં કંઠ અને શીંગડાંઓને અનેક આભૂષણોથી શણગારેલા, અતિ વેગવાળા અને અતિ પુષ્ટ શરીરવાળા પચાસ હજાર ૧. પેડું -સમૂહ, જૂથ, ટોળું. ૧૬૧ ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્ ભુત શાસન-પ્રભાવના • • • • • • • • • • • • • • • • • • • • • • • Page #205 -------------------------------------------------------------------------- ________________ ઘણું ધન આપ્યું, તથા વખાણવાલાયક લક્ષણોને ધારણ કરતો એક ઉત્તમ અશ્વ, તેમ જ સોનાની સાંકળી અને પાઘડી વગેરે પુષ્કળ આપ્યું. તે લઈ ઘણો જ ખુશી થયેલો તે ભાટ તત્કાળ તે જ અશ્વ પર ચઢીને ચાલ્યો, અને રાજાની પાસે આવ્યો. તે જોઈ રાજાએ તેને પૂછ્યું : ‘‘આવું ઈનામ તને ક્યાં મળ્યું ?’' ત્યારે તે બંદીએ કહ્યું : ‘‘હે દેવ ! આપ આ પ્રમાણ (સાચું) માનો કે આ સર્વ શણગાર મંડપદુર્ગમાં હું આજે ગયો હતો ત્યાંથી મને મળ્યો છે.’’ તે સાંભળી રાજાએ હસીને કહ્યું : “હે ઉત્તમ બંદી ! ભાટ-ચારણો જેટલું મળે તેનાથી દશ ગણું બોલે છે એ કહેવત તેં સત્ય કરી.’' તે સાંભળી બંદીએ કહ્યું : ‘“મેં તો એક ગણું પણ કહ્યું નથી.'' ત્યારે રાજાએ કહ્યું : “ઠીક. તું કહે તે ખરું, પરંતુ તું કહે કે ત્યાં હમણાં શું છે ? તે ત્યાં શું જોયું ?'' ત્યારે બંદીએ કહ્યું : “ત્યાં રાજ્યને ભોગવનાર ઝાંઝણ નામનો રાજા છે. તે નવીન બ્રહ્માએ અચળ (સ્થિર) માંડવગઢને હાલતો-ચાલતો કર્યો છે.'' રાજાએ પૂછ્યું : ‘‘તે શી રીતે ?’’ બંદીએ કહ્યું : ‘“હે દેવ ! ઝાંઝણ નામે અવંતિનો મંત્રી છે, તે મોટા સંઘ સહિત અહીં આપણા નગરની સમીપે જ આવ્યો છે. તેણે વસ્ત્રના તંબુ વડે માંડવગઢની સર્વ રચના યથાર્થ કરી છે. તે જાણે કે મંત્રીનો ઉજ્જ્વળ સમગ્ર યશ હોય તેમ તેની સાથે ચાલે છે.’’ બંદીએ કરેલું વર્ણન સાંભળીને કર્ણના પુત્ર તે સારંગ રાજાએ, (પોતે) વિવેકી તેમ જ કૌતુકી હોવાથી, પોતાની નગરીમાં પેથડકુમાર ચરિત્ર ૧૭૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ અસાધારણ શોભા કરાવી. તેમાં અંબાડી, કૂલ અને ઘંટા વગેરેથી હાથીઓને શણગારવામાં આવ્યા, મોટા અશ્વોને પલાણ વગેરેથી શણગાર્યા, મોટાં છત્રો, મનોહર વાજિંત્રો અને કુશળ સુભટોને પણ તૈયાર કર્યા. એ રીતે સર્વ સમૃદ્ધિ વડે શોભાની વૃદ્ધિ કરતો અને હાથીઓ વડે પૃથ્વીને કંપાવતો તે રાજા, ઈષ્યનો ત્યાગ કરી, સંઘપતિની સન્મુખ ચાલ્યો. આ વૃત્તાંત સાંભળીને મંત્રી પણ, સંઘમાં તોરણો અને ઊંચી ધ્વજાઓ વડે. વિવિધ પ્રકારની શોભા કરાવીને, મોટા આડંબર સાથે, રાજાની સન્મુખ ગયો. દૂરથી રાજાને જોઈને તરત જ મંત્રી પોતાની સાથે રાખેલા પાસેના તાજા-થોડા વખત પહેલાં જ થયેલા દશ-સંઘપતિઓ અને એકવીશ મહાધુરોની સાથે શ્રેષ્ઠ અશ્વ પરથી નીચે ઊતર્યો. રાજા પણ પાસે આવ્યો ત્યારે ગજેન્દ્ર પરથી નીચે ઊતર્યો. તે વખતે તે બત્રીશે મહાપુરુષો રાજાની પાસે ભેટ મૂકી તેને પગે લાગ્યા. રાજાએ તે સર્વનું સન્માન કરી તથા મંત્રીનું વિશેષ સન્માન કરી પોતે અશ્વ પર આરૂઢ થઈ બધાને મોટા આગ્રહથી અશ્વો પર ચઢાવ્યા. તે પછી રાજા બધાની સાથે આગળ ચાલ્યો. સંઘ પાસે આવતાં તેણે માંડવગઢની રચના જોઈ. તે વાયુથી ફરકતી ધ્વજારૂપી તરંગોવાળા ક્ષીરસાગર જેવી શોભતી હતી. તેની પ્રદક્ષિણા કરતા ઊંચા તોરણવાળા દરવાજાને જોઈ રાજાએ પોતાનો હાથી, ઘોડા વગેરેનો પરિવાર બહાર મૂકી અંદર પ્રવેશ કર્યો. અનુક્રમે સંઘનો પડાવ જોતો જોતો રાજા મંત્રીની પત્ની પાસે ગયો. તે વખતે તેણીએ ૧. મોટા શેઠિયાઓ. ૧૭૯ બને તીર્થોમાં એક ધ્વજાનું દાન Page #207 -------------------------------------------------------------------------- ________________ કલિયુગરૂપી શત્રુઓને હણશે ? હા, કેમ કે તેનું વિશાળ કપાળ ધનુષ જેવુ છે, તેમાં સરળ ભ્રૂકુટિયુગલ છે તે પ્રત્યંચા સદશ છે અને તેમાં મનોહર તિલક કરેલું છે તે પ્રત્યંચા પર ચડાવેલા તીક્ષ્ણ બાણ જેવું છે.'' જ્યારે મંત્રીને તિલક કરવામાં આવ્યું, ત્યારે ગુરુ મહારાજે તેને કહ્યું : “હે ભદ્ર ! જે સંઘપતિ હોય તેણે દરેક પ્રયાણે નવું મોટું ચૈત્ય કરાવવું જોઈએ. તેવી શક્તિ ન હોય તો જે ઠેકાણે (નગરમાં) તિલક થયું હોય, ત્યાં તો અવશ્ય સંઘપતિએ મોક્ષલક્ષ્મીના દેહરૂપ જિનગૃહ કરાવવું જોઈએ.'' આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી સંઘપતિએ ત્યાં એક ઠેકાણે શીઘ્રપણે ચૈત્ય કરાવવાનો આરંભ કર્યો. પરંતુ દિવસે જેટલું કામ કર્યું હોય તેટલુ રાત્રિમાં પડી જવા લાગ્યું. આ પ્રમાણે બે-ત્રણ સ્થાનકો બદલ્યાં તો પણ તે પડી જવા લાગ્યું, કેમ કે ત્યાં રહેલો ક્ષેત્રપાળ દેવ ઉદ્ધત હોવાથી મંત્રીનુ કરાવાતું નવું ચૈત્ય સહન કરતો નહોતો. તેથી તે ઠેકાણે પહેલાનુ શ્રી નેમિનાથનુ નાનું ચૈત્ય હતું, તેને જ નવેસરથી મોટું કરાવવા માંડયું. તેને પણ તે ક્ષેત્રપાળ પાડી નાખવા લાગ્યો, ત્યારે મંત્રી શીવ્રતાથી પરાક્રમ અને સત્તા વડે કરાવવા લાગ્યો, એટલે તે ક્ષેત્રપાળ ક્રોધ પામી સંઘના જનોને મસ્તકની પીડા, જ્વર અને મરકીને ઉત્પન્ન કરી ઉપદ્રવ કરવા લાગ્યો. તે વખતે સંઘના મુખ્ય જનોએ મંત્રીને કહ્યું : “હે મંત્રી ! તમે ફોગટ બળ (બળાત્કાર) ન કરો. કેમ કે મનુષ્યો દેવને કદાપિ બળથી જીતી શકતા નથી. જુઓ કે, દ્રૌપદીએ ઇચ્છેલા કમળને લેવા માટે પાંચે પેથડકુમાર ચરિત્ર ૧૬૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ જ તેના હાથમાંથી તાંબૂલનું બીડું ઝડપી લીધું. પછી મંત્રી કપૂર લાવવા માટે અંદર ગયો, પરંતુ તાંબૂલની બાબતમાં તે પોતાના ચિત્તમાં આશ્ચર્ય પામ્યો હતો, તેથી તેણે રાજાના કોઈ સેવકને તે બાબત પૂછીને બીડું ઝડપી લેવાનું કારણ જાણી લીધું. પછી મંત્રી ઘણું કપૂર લાવીને સર્વ લોકોના દેખતાં રાજાના હાથમાં ધાર વડે નાંખવા લાગ્યો. રાજાએ ડાબો હાથ ધર્યો હતો. તે તેવા ઊંચી જાતના કપૂર વડે શિખા સહિત ભરાઈ ગયો અને કપૂર નીચે પૃથ્વી પર પડવાનો વખત આવ્યો, એટલે તે નહીં પડવા દેવાના હેતુથી રાજાએ એકદમ જમણો હાથ લાંબો કર્યો, તે ઉપર કવિ ઉલ્લેક્ષા કરે છે કે બન્ને હાથ યુગલપણે સાથે ઉત્પન્ન થયા છતાં પણ અધર્મના કાર્ય કરવામાં નિપુણ હોવાથી જુદા પડેલા ડાબા હાથને પુણ્યકર્મની પરંપરા કરવાથી અત્યંત મોટાઈને પામેલા જમણા હાથે, કપૂર પડી જવા લાગ્યું તે વખતે, તેને નહીં પડવા દેવા માટે, પોતાના અપરિગ્રહરૂપ વ્રતનો ત્યાગ કરી, જે સહાય કરી, તેથી હું માનું છું કે તે વખતે જમણા હાથનું લોહી તપ્યું હતું તેથી તેણે સહાય કરી હતી, કેમ કે લોહી તપવામાં સ્વજનપણું જ કારણ છેસ્વજનપણાથી જ લોહી તપે છે. (અહીં બન્ને હાથ સાથે ઉત્પન્ન થયેલા હોવાથી સ્વજનપણું સ્પષ્ટ જ છે.)” ૧૮૧ ઝાંઝણ મંત્રીએ કરેલું કપૂરનું અર્પણ Page #209 -------------------------------------------------------------------------- ________________ માપવા ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ રાજાએ જમણો હાથ લાંબો કર્યો તે વખતે લોકોએ જય જય શબ્દ કર્યો અને રાજા સહિત સામેતાદિકે હાસ્ય કર્યું. તે વખતે જોનારા કેટલાક લોકોએ મંત્રીની ઉદારતાની પ્રશંસા કરી, કેટલાકે તેની બુદ્ધિની અને કેટલાકે તેના સાહસની પ્રશંસા કરી. શુદ્ધ ઉત્પત્તિ સ્થાનવાળું, ઉત્તમ સુગંધવાળું, રાજાઓને આપવા લાયક અને ઉજવળ વર્ણવાળું જેવું કપૂર આપ્યું, તેવા જ યશને પણ તે પામ્યો. પછી રાજાએ તે મંત્રીને કહ્યું : “આજ સુધી મારો જમણો હાથ કોઈએ લાંબો કરાવ્યો નથી, તે તે આજે લાંબો કરાવ્યો છે, તેથી હું તારા પર તુટમાન થયો છું, માટે તું ઇચ્છા પ્રમાણે વરદાન માગ.” ત્યારે મંત્રીએ કહ્યું : “હે દેવ વચનની સત્યતા વગેરે મોટા ગુણરૂપી પુષ્પ વડે શોભતા કલ્પવૃક્ષ સમાન આપની પાસે હું અવસરે વરદાન માગીશ. (ત્યાં સુધી મારું વરદાન આપની પાસે થાપણરૂપ હ.)'' ત્યાર પછી રાજાએ ત્યાંથી ઊભા થઈને તે સર્વે (બત્રીશ) સંઘપતિઓને મોટા હાથીઓ ઉપર ચઢાવી મોટા ઉત્સવપૂર્વક કર્ણાવતી નગરીમાં પ્રવેશ કરાવ્યો. તેમને પોતાના રાજમહેલમાં લાવી રાજાએ પહેરામણી આપી અને તેમને ઊતરવા માટે મોટા આવાસો આપ્યા. ત્યાં તેઓ ત્રણ દિવસ રહ્યા. પછી શ્વભ્રમતી-સાબરમતી • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર ૧૮૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ નામની નદીની પાસે મંડપ(માંડવગઢ)ની રચના કરી, રાજાને જણાવી, તેની આજ્ઞાથી, તેઓ ત્યાં જઈ રહ્યા. ઝાંઝણ મંત્રીએ કેદમાંથી છોડાવેલા છ— રાજાઓ એકદા આ રાજાએ છ— રાજાઓને કેદ કર્યા છે એમ સાંભળી તેમને છોડાવવાની ઇચ્છાથી ઝાંઝણ મંત્રી રાજાની પાસે આવ્યો અને અવસર પામીને બોલ્યો : “હે દેવ ! આપે તે વખતે પ્રસન્ન થઈને જે વરદાન આપ્યું હતું અને કોશમાં થાપણરૂપે મૂક્યું હતું, તે મને આજે કૃપા કરીને આપો.” ત્યારે રાજાએ કહ્યું : “તમને જે ઇષ્ટ હોય તે માગો.” ત્યારે શ્રેષ્ઠ મંત્રીએ ધન આપવા પૂર્વક છ— રાજાઓ માગ્યા. તે સાંભળી રાજાનું મન ચિંતાગ્રસ્ત થયું. જે વચન આનંદને વખતે અપાયું હોય તે પછીથી આપવું (પાળવું) દુષ્કર થાય છે. દાનને અવસરે મહાપુરુષનું શરીર પણ કંપાયમાન થાય છે; રણસંગ્રામમાં ભીમ પણ દાન દેવું પડશે એવી શંકાથી સંકોચ પામ્યો હતો. રાજાને કેદ કરેલા રાજાઓને છોડવા એ રુચતું નથી એમ જાણી તે ચતુર મંત્રીએ બીજી વાત કરીને આ બાબત ઢાંકી દીધી. જેમ પાત્રમાં આવેલું દાન, જળમાં નાંખેલું તેલ અને દુર્જન પુરુષની પાસે કહેલું ગુપ્ત વૃત્તાંત પ્રસરી જાય છે, તેમ રાજા ત્યાંથી ઊભો થઈને ગયો કે તરત જ તે વાત લોકમાં પ્રસરી ગઈ. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૮૩ ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ Page #211 -------------------------------------------------------------------------- ________________ આ અવસરે આભુ મંત્રી પણ યાત્રા કરીને ત્યાં જ આવ્યો હતો; તેણે પ્રથમથી જ આ વાત સાંભળી હતી. તેથી યશ અને પુણ્ય મેળવવાની ઇચ્છાથી તે કેદી રાજાઓને છોડી મુકાવવા ઉત્સુક થયો. કહ્યું છે કે જેમ સમુદ્રને વિષે કાંકરા અધમ છે, શંખ મધ્યમ છે અને રત્ન ઉત્તમ છે; જેમ લક્ષ્મીમાં નાશ અધમ છે, શરીરના ભાગનો વ્યય મધ્યમ છે અને દાન ઉત્તમ છે; જેમ શ્રીફળના વૃક્ષમાં પાંદડાં અધમ છે, પુષ્પ મધ્યમ છે અને ફળ ઉત્તમ છે; જેમ શરીરમાં રોગ અધમ છે, મળ મધ્યમ છે અને પરોપકાર કરવો ઉત્તમ છે; તેમ મનુષ્યના આયુષ્યમાં દુષ્કર્મ કરવું તે અધમ છે, કીર્તિ ઉપાર્જન કરવી મધ્યમ છે અને પુણ્ય ઉપાર્જન કરવું તે ઉત્તમ છે.” (૭૪) આ અવસરે ત્યાં ગંગાના જળ જેવા ઉજજવળ એકસો ને દશ મોટા જાતિવંત અશ્વો વહાણમાં આવેલા હતા, તે લઈને રાત્રિમાં તે આભુ ત્યાં આવ્યો અને રાજા સૂતો હતો ત્યારે તેના મહેલની ચોતરફ ફરતા હર્ષથી ખારવને કરતા તે ચપળ ઘોડાઓ વડે લાંબી વલ્લી બાંધી. (વેલડીની જેમ લાંબા સરકલમાં તે ઘોડાઓ બાંધ્યા.) ત્યાર પછી પ્રાતઃકાળે વાજિંત્રોના નાદ અને અશ્વોના હેકારવ વગેરે વડે નિદ્રાનો ત્યાગ કરી રાજાએ ચોતરફ દૃષ્ટિ ફેરવી, ત્યારે તેણે તે ઘોડાઓ જોયા. જેમ કાનના કુંડળની ફરતાં મોતીઓ શોભે છે, જેમ સરોવરને ફરતા હંસો શોભે છે, જેમ ચૈત્યની ફરતી દેવકુલિકાઓ શોભે છે, પેથડકુમાર ચરિત્ર ૧૮૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ તેમ તે મહેલની ફરતા અશ્વો શોભતા હતા. આશ્ચર્ય વડે વિકસ્વર દષ્ટિવાળો રાજા તે અશ્વોને જોઈ વિચાર કરવા લાગ્યો કે, “આ અશ્વો કોના છે ? તથા કોણે અને કયા કાર્યને માટે અહીં બાંધ્યા છે ?' આ પ્રમાણે રાજા વિચાર કરે છે, તેટલામાં કોઈ પ્રધાને પ્રથમથી જ આ વૃત્તાંત જાણેલો હોવાથી આવીને રાજાને નમસ્કાર કરી વિનંતિ કરી કે, “હે સ્વામી ! આ અશ્વો આભુએ બાંધ્યા છે.” રાજાએ પૂછયું કે, “તે આભુ ક્યાં ગયો ?” પ્રધાને કહ્યું, “હમણાં આપને નમસ્કાર કરવા તે અહીં આવશે.” આ પ્રમાણે તે વાત કરે છે તેટલામાં આવ્યું પણ ભેટ લઈને રાજા પાસે આવ્યો. અને તેણે રાજા પાસે કેદ કરેલા છ— રાજાઓને મુકાવવા માટે વિનંતિ કરી. ત્યારે રાજાએ કહ્યું : “ઝાંઝણે તેમને પ્રથમ માગ્યા છે.” ત્યારે આભુએ કહ્યું : “આ બાબતમાં ઝાંઝણે આપને વિજ્ઞપ્તિ કરી છે, પરંતુ તે આપે સ્વીકારી નથી. તેથી મારા ઉપર આપનો આ પ્રસાદ હો ! અને તેમ કરવાથી હે દેવ ! કાંઈ પણ દોષ નથી. જો મારા કહેવાથી આપ તેમને નહીં છોડો તો ‘આખા ગુજરાત દેશમાં કોઈ પણ એવો મોટો શ્રેષ્ઠી-ધનપતિ નહીં હોવાથી માલવ દેશના મંત્રીએ કેદ કરેલા રાજાઓને છોડાવ્યા.” એની વાત પ્રસિદ્ધ થશે તો આપનું અને આપના દેશનું પાણી ઊતરશે. (માટે મારી વિજ્ઞપ્તિથી આપે તેમને છોડવા એવો દેખાવ કરવાથી અને હું આપના દેશનો હોવાથી આપનું અને દેશનું ઊલટું સારું દેખાશે).” આવા તે આભુનાં વચન રાજાના હૃદયરૂપી અરીસામાં • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૮૫ ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબિત થયાં. તેથી રાજાએ તે બન્નેને બોલાવી, પાંચ અંગની પહેરામણી આપવા પૂર્વક, તે બન્નેના વચન ઉપર છ— રાજાઓને છોડ્યા. પછી રાજાને વિચાર થયો, “મેં ઝાંઝણ મંત્રીને વરદાન આપ્યું હતું, અને તેણે જ પ્રથમ રાજાઓની યાચના કરી હતી, પરંતુ મેં તો તે બન્નેને તે રાજાઓ આપ્યા, તે મેં વ્યાજબી કર્યું ન કહેવાય. વળી, આ ઝાંઝણ મહામંત્રી છે અને મારો અતિથિ છે, તેથી તેના : મનમાં કાંઈ પણ ખોટું ન લાગે તેમ થવું જોઈએ.’ આ પ્રમાણે વિચારી તેણે તે મંત્રી પાસેથી કાંઈ પણ ધન લીધું નહીં. તે વખતે આભુએ બીજા છન્ના અર્ધ એટલે અડતાલીશ લાખ રૂપિયા રાજાને આપ્યા. તે તો ઘણી લક્ષ્મીવાળા તે આભને માટે હાથીના ભોજનમાંથી એક દાણો આપ્યા જેટલું જ હતું. પછી ઝાંઝણ મંત્રીએ તે છ— રાજાઓને એકેક અર્થ અને પાંચ પાંચ શ્રેષ્ઠ વસ્ત્રો આપી તે બધાને પોતપોતાને સ્થાને મોકલ્યા. તેથી મહાજનોને પૂજવાલાયક તે મંત્રી રાજાઓનો આધાર અને રાજ બંદિચ્છોટક- કેદ કરેલા રાજાઓને છોડાવનાર એવા-એ બિરુદને પામ્યો. રાજાઓને તો બન્નેએ મુકાવ્યા હતા, અને ધન આભુએ જ આપ્યું હતું, પરંતુ તેના યશની પ્રસિદ્ધિ તો મંત્રીની જ થઈ; છોડાવનાર તરીકે તો મંત્રી જ પ્રસિદ્ધ થયો. કહ્યું છે કે – ઘણાએ ભેળા થઈને કાર્ય કર્યું હોય તો પણ તેનું ફળ મુખ્યને જ મળે છે. જુઓ કે વધામણીના લાભમાં જિહા જ સોનાની મળે છે.' પેથડકુમાર ચરિત્ર ૧૮૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ “મહિને મહિને શ્વેત અને કૃષ્ણ બન્ને પક્ષમાં પખવાડિયામાં ચંદ્રની કાંતિ સરખી જ હોય છે, તો પણ તેમાં એક જ પક્ષ શુકલપણાને પામે છે -એક જ પખવાડિયું શ્વેત કહેવાય છે, તેથી કરીને એમ જણાય છે : પુણ્યથી જ યશ પ્રાપ્ત થાય છે.' રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય એકદા રાજાએ ઝાંઝણની સાથે ઓળખાણ અને પ્રીતિને લીધે તેને ભોજન કરાવવાની ઇચ્છા થવાથી તેને નિમંત્રણ કરવા માટે તેની પાસે પોતાના પ્રધાનને મોકલ્યો. એટલે તેણે જઈને મંત્રીને કહ્યું : “હે મંત્રી ! તમારા સંઘમાં અસંખ્ય મનુષ્યો છે, તેથી સૈન્યની બાહા (બાહુ) પકડવાના ન્યાયથી કોણ તે બધાને ભોજન કરાવવા શક્તિમાન હોય ? અર્થાત્ કોઈ પણ શક્તિમાન નથી. તેથી રાજા અસાર મનુષ્યોનો ત્યાગ કરી કેટલાક હજાર સારા મનુષ્યોને ભોજન કરાવવા ઇચ્છે છે. અતિથિ માત્ર પાણી જ પી જાય તો પણ તે પાપના સમૂહનો નાશ કરે છે, તો પછી તેવા યાત્રાળુ અનેક અતિથિઓને જમાડવામાં આવે (જમી જાય) તો તેઓ મોક્ષ આપનારા કેમ ન ૧. બે સૈન્ય પરસ્પર યુદ્ધ કરતાં હોય, તો તેમાં કોણે કોને માર્યો ? એવો નિશ્ચય કરવા જતાં કોઈનો હાથ પકડી શકાતો નથી કે અમુકે અમુકને જ માર્યો, તેની જેમ.. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૮૭ રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય Page #215 -------------------------------------------------------------------------- ________________ થાય ? તો તત્કાળ પ્રસન્ન થઈને તેવા સારા પાંચ-છ હજાર માણસોને સાથે લઈને તમે રાજાને ઘેર ભોજન કરવા પધારો. આ નિમંત્રણ વ્યર્થ કરવું યોગ્ય નથી.” તે સાંભળી મંત્રીએ કહ્યું : “રાજાની જે આવી ઇચ્છા થઈ તે યોગ્ય જ છે, કેમ કે પાપના પ્રસારનો નાશ કરી પુણ્યનો પ્રસાર કરવો તેવી પ્રવૃત્તિ પ્રથમથી રાજાઓએ જ કરેલી છે, પરંતુ આ સંઘમાં મહાક થી એકત્ર થયેલા સર્વે સાધર્મિકો બાંધવોથી અધિક માન્ય અને પૂજ્ય છે, તેથી ઉજ્જવળ ગૌરવ ભક્તિ વડે શોભતા તેઓને જો કદાચ માત્ર અન્નના કોળિયા માટે જ હું અસાર કરું, તો હું છેલ્લી નરકે જ જાઉં.” તે સાંભળી રાજાના પ્રધાને કહ્યું : “આ સાર-અસારનો વિવેક સર્વ બાબતમાં સર્વ કોઈને હોય છે; કેવળ તમારી પાસે જ આ વિવેક છે એમ નથી. જુ ઓ આ આશ્ચર્ય !'' કહ્યું છે કે– સર્વત્ર સર્વેને ધર્મ, પેય (પીવા લાયક), ભોજ્ય, ભક્ષ્ય, ન્યાય, કાર્ય (કરવા લાયક), ગમ્ય (ગમન કરવા લાયક), સારું અને સુખઆ સર્વે પદાર્થો સામા પક્ષ સહિત જ હોય છે, એટલે કે ધર્મની સામે અધર્મ, પેયની સામે અપેય, ભોજ્યની સામે અભોજ્ય, એ જ રીતે અભક્ષ્ય, અન્યાય, અકાર્ય, અગમ્ય, અસાર અને દુ:ખ એ સામા પક્ષમાં જાણવા.” (૭૫) તે સાંભળી ઝાંઝણ મંત્રીએ કહ્યું : “ખરી વાત છે કે સર્વત્ર સર્વને આ પ્રમાણે હોય છે, પરંતુ મારે તો અહીં શ્રીસંઘમાં તે પેથડકુ માર ચરિત્ર ૧૮૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે નથી. તેથી આ બાબતમાં તમારે કાંઈ કહેવા જેવું નથી.” એમ કહી તેણે રાજાના પ્રધાનને નિવાર્યો. ત્યારે તે પ્રધાને રાજા પાસે જઈ આ સર્વ હકીકત તેને કહી. તે સાંભળી રાજા પોતે મંત્રી પાસે આવ્યો, કારણ કે, જે કાર્ય પોતાથી થાય તે બીજાથી થઈ શકતું નથી. રાજાએ પણ આવીને તે જ પ્રમાણે મંત્રીને કહ્યું, ત્યારે ઝાંઝણે હસીને કહ્યું : “હે સ્વામી ! જો આપના મનમાં દુ:ખ ન થાય તો મારી એક વિજ્ઞપ્તિ છે.” ત્યારે રાજાએ બોલવાની અનુમતિ આપી, એટલે તેણે કહ્યું : “હે સ્વામી! ખર્ચ કરવામાં રણસંગ્રામથી પણ અધિક ભય હોય છે, કારણ કે, તે ખર્ચમાં આપની જેવા પણ ભય પામે છે; કદાચ સમુદ્ર ક્ષીણ થાય, પણ અમે ક્ષીણ થઈએ તેમ નથી, અથવા તો નવ નિધાનનો સ્વામી ચક્રવર્તી પણ અધિક ખર્ચ કરી શકતો નથી (તેથી જણાય છે કે રાજાઓની એવી રીતિ જ હોય છે). તેથી કરીને હે દેવ ! જો સર્વ સંઘને ભોજન કરાવવું હોય તો જ બોલવું, અન્યથા કાંઈ બોલશો નહીં. આ સર્વ સંઘના મનુષ્યો સરખા હોવાથી તેમનો પંક્તિભેદ કરવો યોગ્ય નથી. રાવણે પોતાના દશ મસ્તક વડે દશ રુદ્રો (મહાદેવ)ની પૂજા કરી હતી, પણ તેમાં અગિયારમા રુદ્રની પૂજા કરી નહોતી, તેથી હનુમાન રાવણના કુળનો નાશ કર્યો હતો, માટે પંક્તિનો ભેદ કલ્યાણકારક નથી.” ૧૮૯ રાજા માટે સંઘના સર્વ જનોને ભોજન કરાવવું અશક્ય - Page #217 -------------------------------------------------------------------------- ________________ ઝાંઝણ મંત્રીએ સંઘ સાથે ગુજરાતના સમગ્ર લોકોને આપેલું ભોજન માટેનું નિમંત્રણ આ પ્રમાણે ઝાંઝણનું વચન સાંભળીને કાંઈક ખેદ પામી રાજાએ કહ્યું : “હે મંત્રી ! કહો કે દરેક ઘરે (મારા) સર્વ લોકો એક એક (સંઘના લોકોને જમાડે તો તેમાં શી હરકત છે ? (અર્થાત્ મારી પ્રજાના દરેક લોક પોતપોતાના ઘેર એકેક સંઘના માણસને જમાડે એમ તમે નિમંત્રણ સ્વીકારો.) તે પણ તમે ન માનો તો, ધારો કે, કદાચ અમે જ તમારે ત્યાં જમવાને માટે તમને શરમમાં નાંખવા ઇચ્છીએ તો શું તમે મારા આખા દેશના લોકો સહિત મને નિમંત્રણ આપો ખરા કે ?” તે સાંભળી મંત્રીએ કહ્યું: “આવા સંઘ સિવાય બીજે પ્રસંગે જુદા જુદા વહેચીને જમાડવામાં દોષ નથી, પરંતુ સંઘમાં જો તેમ કરવામાં આવે તો આપને અને મને પણ એકાંતપણે પાપ વગેરે અશુભ કર્મ જ લાગે; તથા આખા દેશના લોકો સહિત આપને જે નિમંત્રણ કરવું, તે બાબત તો હું તૈયાર જ છું– નિમંત્રણ કરું જ છું. માટે તે અંગીકાર કરો.” એમ કહી ધનનો વ્યય કરવામાં ધીર એવા તે મંત્રીએ વસ્ત્રનો છેડો (ખોળો) પાથર્યો. તે વખતે ભોજન કરીને પણ આ મંત્રીની હું પરીક્ષા કરીશ' એવી ઇચ્છાથી રાજાએ મંત્રીનું તે નિમંત્રણ સ્વીકાર્યું અને ભોજનનો દિવસ રાજાએ પોતે જ મહિનાને અંતે નિશ્ચિત કર્યો તે ઉપર તે ધન્ય એવા નો પેથડકુમાર ચરિત્ર ૧૯) Page #218 -------------------------------------------------------------------------- ________________ ઝાંઝણ મંત્રીએ સર્વ સામગ્રી તૈયાર કરી. પછી શ્વાભ્રમતી (સાબરમતી) નદીને કાંઠે પંચરંગી વસ્ત્રોના સુશોભિત સો ભોજન મંડપો કરાવ્યા. તેમાં દરેક મંડપમાં દરેક જ્ઞાતિના અલગ અલગ બેસાડવા પૂર્વક પાંચ પાંચ હજાર મનુષ્યોને સારી રીતે ભક્તિથી ભોજન કરાવી શકાય તેવી ગોઠવણ કરી અને રાજાએ પ્રયત્નથી એકઠા કરેલા કુલ પાંચ લાખ માણસોને પાંચ-છ દિવસે તે મંત્રીએ ભોજન કરાવ્યું અને તે સર્વનો સત્કાર પણ કર્યો. જેમ પર્વતની શિલાઓ ઉપર, પર્વતના શિખરો ઉપર, ખાડાઓમાં, આંબાનાં વૃક્ષો ઉપર, બહેડાનાં વૃક્ષો ઉપર, ખાલી (ઉજ્જડ) સ્થાનોમાં અને ભરેલાં સ્થાનોમાં વગેરે આખી પૃથ્વીનાં દરેક સ્થાનોમાં એકસરખી રીતે વરસાદ ગંભીર ગર્જના સહિત વૃષ્ટિ કરે છે, તેમ સુગંધી યશવાળા આ ઝાંઝણ મંત્રીએ તે મેઘની જેવી જ લીલા કરી એકસરખી રીતે સર્વને ભોજન વગેરે કરાવ્યું. તે પછી મનમાં હસતા મંત્રીએ સર્વ લોકો સાંભળતાં રાજાને કહ્યું : “હે દેવ ! શું આટલી જ ગુજરાત છે ? (તમારા ગુજરાત દેશમાં આટલા જ મનુષ્યો છે ?) આટલા મનુષ્યો જમ્યા છતાં પણ હજુ ઘણું વધારે બાકી રહ્યું છે (વધારો ઘણો છે).'' એમ કહી તેણે રાજાને વધેલું પકવાન્નાદિક દેખાડી આશ્ચર્ય કર્યું. પછી જાણે, પોતાનો ઉજ્વળ યશ હોય તેવું, તે પકવાન્ન સર્વ ચૈત્યોમાં અને શ્રદ્ધાળુ મનુષ્યોને ઘેર પણ ઘણું ઘણું મોકલ્યું. આ પ્રકારે રાજા ૧૯૧ ઝાંઝણ મંત્રીનું રાજ્યવાત્સલ્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ વગેરેને ભોજનાદિક કરાવવામાં તે મંત્રીએ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. ૯ ઝાંઝણ મંત્રીની તીર્થયાત્રા અને તેની સમાપ્તિ પછી કેટલેક દિવસે સારંગદેવ રાજાની રજા લઈ અદ્ભુત કર્મ વડે વિશ્વને ચમત્કાર કરનાર મંત્રી સંઘ સહિત ધનનો વરસાદ વરસાવતા આગળ ચાલ્યા. અનુક્રમે ચાલતાં, પાપ કર્મને નાશ કરનાર, તે સંઘ સ્ત્રીઓનાં ભૂષણોના મણિઓની કાંતિ વડે તામ્ર (રાતી) દેખાતી ત્રંબાવતી (ત્રંબાવતી) નામની નગરીએ પહોંચ્યો. ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે, કે જે પ્રતિમા કેટલાક કાળ સુધી સ્વર્ગમાં ઇંદ્રને ઘેર રહી હતી; પછી કૃષ્ણ વાસુદેવની દ્વારકા નગરીમાં રહી હતી; પછી ભવનપતિ દેવોએ આરાધન કરાતી નાચેંદ્રના ભવનમાં રહી હતી અને ત્યાર પછી આ નગરીમાં રહી છે, તે નાગાર્જુનની સુવર્ણ સિદ્ધિના કારણરૂપ થઈ છે, તથા શ્રી અભયદેવસૂરિનું શરીર સારું કર્યું છે-આવી તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું સંઘજનોએ ભાવથી વિધિપૂર્વક પૂજન કર્યું. તે પછી સંઘ ગોધરા વગેરે નગરોમાં થઈને લક્ષણપુર નગરમાં આવ્યો. ત્યાં અત્યંત આનંદથી તેનો વખાણવાલાયક પ્રવેશ મહોત્સવ થયો. પછી દરિદ્રતારૂપી બળતા દાવાનળથી તાપ પામેલા લોકોને શીતળ કરવામાં ઝંઝા નામના વાયુ સમાન તે બુદ્ધિમાન ઝાંઝણ મંત્રી પેથડકુમાર ચરિત્ર ૧૯૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ યાત્રા કરીને, અઢી લાખ મનુષ્યોવાળા સંઘનું સ્વામીપણું પામીને સંપત્તિના સ્થાનરૂપ પોતાના માંડવગઢમાં પ્રાપ્ત થયો. તે વખતે રાજા તથા સર્વ લોકોએ સ્થાને સ્થાને મોટા ઉત્સવો કરવાપૂર્વક તેને પ્રવેશ કરાવ્યો. અનુક્રમે મંત્રી પોતાના ઘેર આવ્યો, પછી તેણે સત્કારપૂર્વક સર્વ સંઘના લોકોને પોતપોતાને સ્થાને મોકલ્યા. તે વખતે સપુરુષોનાં ઘરો ઊંચા બાંધેલાં તોરણો વડે શોભતાં હતાં. સ્ત્રીઓ પણ હાથમાં અક્ષતપાત્રને ધારણ કરી મધુર રચનાવાળાં મંગળ ગીત ગાવા વડે દેવીઓ જેવા ગૌરવને પામતી પોતપોતાને ઘેર ગઈ. ત્યાર પછી અર્થી જનોને સુવર્ણના મેઘ જેવા તે મંત્રીએ નગરની સર્વ જ્ઞાતિઓને ભક્તિ સહિત ભોજન કરાવ્યું, શ્રીસંઘની ઘણી પૂજા કરી, પરિવાર સહિત રાજાનો ભક્તિપૂર્વક સત્કાર કર્યો અને ઇંદ્રપુટાદિકના ઉત્સર્જન વગેરેનો મહોત્સવ કર્યો તથા સૌભાગ્યની ઉપર મંજરીની જેમ, શ્રી તીર્થયાત્રાને અનુસાર દેવોના આહાનનો વિધિ પણ કર્યો. ચરિત્ર-પ્રશસ્તિ શ્રી દેવેન્દ્ર નામના મુનીંદ્રની પાટના મુગટ સમાન શ્રી ધર્મઘોષસૂરિ નામના ગુરુ હતા. તેમના ચરણકમળની રજ વડે મસ્તકને પવિત્ર કરનાર પૃથ્વીધર નામના મંત્રી હતા. તેના વંશરૂપી આકાશના વિસ્તારમાં સૂર્ય સમાન શ્રી ઝાંઝણ મંત્રી હતા. આ ત્રણે પુરુષો જગતના ૧૯૩ ચરિત્ર-પ્રશસ્તિ Page #221 -------------------------------------------------------------------------- ________________ આંગણામાં જાણે ઉત્કૃષ્ટ મૂર્તિમાન દેવત્રયી' હોય તેમ શોભતા હતા. પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર (ઉજજવળ) ગુણવાળા, આનંદ આપનાર ત્રણ રત્ન વડે દેદીપ્યમાન એવા ધર્મઘોષ નામના ગુરુનાં બે ચરણકમળને વિષે ભમરા સમાન અને સમૃદ્ધિવાળી અવંતીના ચિરકાળ સુધી અલંકારના મણિ સમાન શ્રી પેથડ મંત્રીનો, કર્ણને સ્વાદિષ્ટ (મનોહર), આ સુકુ તાદિકના સાગર સમાન (સુકૃતસાગર) નામનો પ્રબંધ પૂર્ણ થયો. આ પ્રબંધ શ્રી નંદિરત્ન ગુરુના ચરણકમળમાં ભ્રમરપણાને પામેલા રત્નમંડને રચ્યો છે, અને વિદ્યા વડે સુશોભિત પંડિત સુધાનંદ ગુરુએ આ પ્રબંધને દોષરહિત કર્યો છે (સુધાર્યો છે), તથા આની પહેલી પ્રત આળસ રહિત (ઉદ્યમી) વિનયવાન નંદિવિજય નામના મુનિએ લખીને પ્રગટ કરી છે. આ ગ્રંથને સત્પષો સુગંધને વિસ્તારનાર વાયુના ન્યાય વડે વિસ્તારો. ※※※※※※※※※※※※※※※※※※※※※ - ઈતિ શ્રી યુગપ્રધાન ગુરુ શ્રી સોમસુંદરસૂરિની પાટના પર - અલંકાર શ્રી રત્નશેખરસૂરિના શિષ્ય પંડિત શિરોમણિ જ - શ્રી નંદિરત્ન ગણિના ચરણની રેણુ સમાન શ્રી રત્નમંડને િરચેલા મંડન શબ્દના ચિહ્નવાળા આ સુકૃતસાગર નામના જ ગ્રંથને વિષે શ્રી પેથડના પુત્ર શ્રી ઝાંઝણના પ્રબંધને આ કહેનારો આ આઠમો તરંગ સમાપ્ત થયો. ૧. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર-એ ત્રણ દેવ. પેથડકુમાર ચરિત્ર ૧૯૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ પુરવણી-૧ શ્રી સોમધર્મ ગણિકૃત (સં.૧૫૦૩) ઉપદેશસતતિકાનો સંદર્ભ શ્રેષ્ઠી પેથડદેવના જે વા સાઘમિકમાં આસ્થા (શ્રદ્ધા), ગુરુભક્તિ, તીર્થની ઉન્નતિ તેમ જ પરિગ્રહની નિવૃત્તિના જે ગુણો હતા, તેવા બીજા કોઈમાં નહોતા. ૧ વિદ્યાપુરમાં પેથા નામનો નિર્ધન વાણિયો રહેતો હતો. તેણે શ્રી ધર્મઘોષસૂરિ પાસેથી (જૈન) ધર્મ અંગીકાર કર્યો. કોઈ વેળા તે ગુરુ પાસે પોતાના માટે પાંચસો દ્રમ્મ સુધીનો નિયમ લેવા લાગ્યો ત્યારે ગુરુ એ તેનું પ્રબળ ભાગ્ય જોઈ-જાણી નિષેધ કરતાં કહ્યું : ““હ ભદ્ર પુરુષ ! એવી રીતે નિયમ લેવો જોઈએ કે જેથી વ્રતનો ભંગ થાય નહીં.” તેણે જણાવ્યું કે, “મારાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે હું સંપત્તિવાળો થાઉં ? છતાં મારે પાંચ લાખ રૂપિયાથી વધારે ન જોઈએ.” ગુરુએ કહ્યું, “હે વત્સ ! તારું ભાગ્ય મોટું છે, તેથી તું ધનાઢય થઈશ.” આ વાત સાંભળી ગુરુને નમસ્કાર કરી તે પોતાને ઘેર ગયો. બીજા દિવસોમાં એ પ્રદેશમાં દુકાળ પડવો તેથી ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું. આથી તેણે પોતાની પત્ની પ્રથમિણી સાથે માલવા દેશ તરફ પ્રયાણ કર્યુંક્રમશઃ તે માંડવગઢ ના દરવાજા • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૯૫ ઉપદેશસમતિકા Page #223 -------------------------------------------------------------------------- ________________ પાસે જ્યારે આવ્યો ત્યારે સપના મસ્તક ઉપર રહેલી સુંદર એવી દુગએ અવાજ કર્યો. તે સમયે એ આશ્ચર્યપૂર્વક જોઈને મુંઝાયો; જેવો રાહ જોવા લાગ્યો કે તરત કોઈ શાસ્ત્રજો (મૌહૂતિક) તેને કહ્યું કે, “હે વણિક, તું મૂર્ખ છે. પહેલાં જો તું દરવાજામાં ગયો હોત તો આ પ્રદેશનો રાજા થાત ! હજીયે તું જાય તો રાજાનો તું પ્રતિનિધિ થઈશ.” તેનાથી ઉત્સાહિત થયેલો તે નગરમાં ગયો અને ત્યાં રહેવા લાગ્યો. પછી તો ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો મંત્રી થયો. તે પછી, અધિકાર મેળવ્યા છતાં, તેણે પોતાની પ્રતિજ્ઞા છોડી નહીં. પાણીથી ભર્યો ભર્યો સાગર શું પોતાની મર્યાદા તજ છે ખરો ? તેણે નાગરવેલના પાન સિવાયનાં બધાં સચિત્ત દ્રવ્યો તજી દીધાં. રાજાની સભામાં તો તેનું શોભા કર્યા વિનાનું મુખ પણ સુંદર લાગતું હતું. જ્યારે તે સભામાં જાય છે ત્યારે તે મંત્રીરાજ પાલખીમાં બેસતા અને તે જ વખતે ઉપદેશમાળાની એક ગાથાનો પાઠ કરતા. રાજ કાર્યમાં રચ્યાપચ્યા રહેવાથી તેમને સમય મળતો નહોતો, તેથી પાલખીમાં બેસીને જતી વખતે તેમને કંઈ કામકાજ રહેતું નહોતું. એટલે કેટલાક દિવસોમાં તેમણે ઉપદેશમાળાનો પાઠ પૂરો કર્યો, કંઠસ્થ કર્યો. ખરેખર, તેમનો આ પ્રકારનો જ્ઞાન માટેનો ઉદ્યમ કોને આશ્ચર્યકારક ન બને ? (પ્રેરણાદાયક ન બને ?) આ રીતે પેથડ મંત્રીએ રાજાની પાસેથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, તે જ રીતે ધર્મ પણ તેમની દ્વારા પ્રતિષ્ઠા પામ્યો, તે આ રીતે પેથડકુમાર ચરિત્ર ૧૯૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ કોઈ વેળા તે પેથડ મંત્રી સાત લાખ મનુષ્યો અને બાવન જિનાલયો સાથે બે તીર્થ (શત્રુંજય અને ગિરનાર)ની યાત્રા માટે ચાલ્યો. આ (શ્વેતાંબરોનો) સંઘ અને દિગંબરોનો સંઘ એમ બે સંઘો એકઠા થયા ત્યારે ગિરનાર તીર્થ પોતાનું છે એવો વિવાદ બંને વચ્ચે થયો. ત્યારે વૃદ્ધ પુરુષોએ ચુકાદો આપ્યો કે જે સંઘવી ઇંદ્રમાળ ધારણ કરે તેનું તીર્થ ગણાશે. ત્યારે પુણ્યશાળી પેથડ મંત્રી એકદમ ઊભો થયો અને ઇંદ્રમાળા પહેરી અને તીર્થોને પોતાના કબજે કર્યું. તેણે એકવીશ ધડી પ્રમાણ સોનું (ઉછામણીમાં) બોલીને ખર્ચ કર્યું. ખરેખર, ઊંચી પદવી મેળવવા માટે પુરુષોનો આવો જ પુરુષાર્થ હોય છે, ત્યાં જનારા કૃપણ જનો પૈસાને જમીનમાં દાટી રાખે છે; જ્યારે સજ્જન પુરુષો ગુરુ પાસે અને ચૈત્ય વગેરેમાં ઉન્નત પદની ઇચ્છા રાખે છે. મંત્રીએ યાત્રામાં અગિયાર લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી માંડવગઢમાં આવ્યો, ત્યારે રાજાએ તેનું બહુમાન કર્યું. તેણે માંડવગઢમાં રહેલાં ત્રણસો જિનમંદિરો ઉપર પોતાના પ્રતાપ જેવા ઉજ્જવળ સુવર્ણકળશો સ્થાપન કર્યા. શત્રુંજય વગેરે સ્થળોમાં પોતાના યશપિંડ જેવાં ચોરાશી જિનમંદિરો નિર્માણ કરાવ્યાં, તેમણે બોંતેર હજાર રૂપિયા ખરચીને શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશમહોત્સવ કર્યો. બે ગાઉ દૂર જો સાધુનો યોગ હોય તો તેમની પાસે જઈને તેઓ પ્રતિક્રમણ કરતા હતા. ચાર યોજનમાં જો ગીતાર્થ આચાર્ય હોય તો પાક્ષિક પ્રતિક્રમણ કરવા જતા હતા. ખરેખર, ઉપદેશસપ્તતિકા ૧૯૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ ઉપર તેમનો અનુરાગ આશ્ચર્યકારી હતો. કોઈ વખતે, રચનાવાળી વેદી પાછળ રહેલા પુષ્પ દેનારા માણસ સાથે, મંત્રી ગૃહચૈત્યનાં બિંબોની પૂજા કરી રહ્યા હતા, ત્યારે મંત્રીની પરીક્ષા માટે ઉદ્યમ કરતો રાજા પોતે ત્યાં આવ્યો અને પુષ્પ દેનારા માણસને ઉઠાડીને છૂપી રીતે તેના સ્થાને બેસી ગયો. જિનેશ્વર ઉપર દૃષ્ટિ રાખતા નિશ્ચલ આત્માવાળા મંત્રીએ ઊલટા મુખે પુષ્પ લેવા માટે હાથ લાંબો કર્યો. ત્યારે જુદાં જુદાં ફૂલ આપતાં રાજવી બેઠેલા છે એમ જાણ્યું ત્યારે, “તમે ક્યાંથી ?” એમ કહેતાં હાંફળાફાંફળા થઈને જેવા ઊઠવા જાય છે, ત્યારે રાજાએ કહ્યું કે “તું ઉતાવળ ન કરીશ, સ્વસ્થ બના” અને જ્યારે તેણે પૂજા સમાપ્ત કરી ત્યારે રાજાએ તેની સાથે વાતચીત કરી. “જેની જિનપૂજામાં આવી દઢતા છે એવા તને ધન્યવાદ છે” એમ પ્રશંસા કરીને રાજા ગયો. પછી તેણે ભોજન લીધું, કોઈ વેળા તંભનતીર્થ-ખંભાતમાં શ્રીધર વ્યવહારીએ સમ્યકત્વ અને શીલવ્રતનો સ્વીકાર કર્યો. ત્યારે સમ્યકત્વના ઉજમણામાં તેણે પાંચ વર્ણનાં દુ કૂ ળોથી સુંદર પહેરામણી માં ત્યાં મોકલાવી. એ પૈકી એક પહેરામણી પોતાના માણસો દ્વારા મંત્રી માટે મોકલાવી. તે લઈને માણસો આવ્યા. તેમણે કહ્યું : હે દેવ! આપ બહાર પધારો. શ્રીધર શ્રેષ્ઠીએ તમને મડી (-પૂજા માટેનું વસ્ત્ર) મોકલાવી છે. તમે તે ધારણ કરો.' મંત્રીએ પોતાની પત્નીને • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર ૧૯૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ કહ્યું : “દેવી ! એમાં શું કહ્યું ?'' તેણે કહ્યું : “હે સ્વામી! તેને સરખું કરી આપ ધારણ કરો.' પછી તો શ્રી ધર્મઘોષસૂરિ પાસે બત્રીસ વર્ષની ઉંમરના મંત્રીએ શીલવંત ઉશ્ચર્યું ગ્રહણ કર્યું. તેને ઝાંઝણ નામે એક માત્ર પુત્ર હતો. સોળ હજાર રૂપિયાનો ખર્ચ કરી તે મડીનો પ્રવેશ કરાવ્યો અને પોતાની જાતે તે મડી ધારણ કરી. અનેક સુકૃતો વડે અરિહંતશાસનમાં સૂર્યની જેમ પોતાના હૃદયકમળને વિકસિત કરતાં કરતાં તે મંત્રી આથમી ગયા-સ્વર્ગસ્થ થયા અને ક્રમશઃ શિવપુરમાં-મોક્ષમાં જશે. જેણે શત્રુંજય ઉપર સુવર્ણની છપ્પન ધડીઓ ખર્ચ કરી ઇંદ્રમાળા ધારણ કરી હતી અને રાજાઓને પણ સોનાની ધડીઓ આપી હતી. જે કપૂર માટે જમણો હાથ જોડીને ઊભો રહ્યો છે, તેનો પુત્ર ઝાંઝણ મંત્રી કયા સજ્જન માણસ માટે પ્રશંસાપાત્ર નથી ? ૪૪ ૧૯૯ ઉપદેશસમતિકા Page #227 -------------------------------------------------------------------------- ________________ પુરવણી-૨ ૫રમાર્હત મંત્રીશ્વર શ્રી પેથડકુમાર વડે જીર્ણોદ્ધાર પામેલ અને નવનિર્મિત કેટલાંક મંદિરોની નામાવલી ૧. શત્રુંજય ૨. નિંબસ્ફૂર ગિરિ તળેટી ઉજ્જૈની ૩. ૪. વિક્રમપુર ૫. મુકુટિકા પુરી ૬. વિધનપુર ૭. આશાપુર ૮. ઘોષકીપુર ૯. અચાપુર ૧૦. ધારાનગરી ૧૧. વર્ધનપુર ૧૨. ચંદ્રકપુરી ૧૩. જીરાપુર ૧૪. જલદ્રપુર ૧૫. દેહડપુર ૧૬. હંસલપુર પેથડકુમાર ચરિત્ર શ્રી આદીશ્વર શ્રી નેમીશ્વર શ્રી પાર્શ્વનાથ 19 શ્રી નેમીશ્વર શ્રી પાર્શ્વનાથ શ્રી શંતિનાથ શ્રી નેમીશ્વર શ્રી આદીશ્વર ૨૪. ઐન્દ્રીપુર શ્રી મલ્લિનાથ | ૨૫. પાહૂલણપુર શ્રી પાર્શ્વનાથ | ૨૬. હસ્તિનાપુર શ્રી આદીશ્વર ૨૭. કટક 11 શ્રી આદીશ્વર શ્રી પાર્શ્વનાથ 97 ,, ૧૭. માંધાત્પુર ૧૮. ધનમાતૃકાપુર ૧૯. મંગલપુર શ્રી મહાવીર ૨૦. ચિકખલપુર ૨૧. જયસિંહપુર ૨૨. સિંહાનિકપુર ૨૩. સલક્ષણપુર ૨૮. નલપુર ૨૯. દુર્ગ ૩૦. વિહારક ૩૧. લંબકર્ણીપુર ૩૨. ખંડોહ ૩૩. ચિત્રકૂટ ૩૪. પર્ણવિહારપુર ૩૫. ચંદ્રાનક શ્રી અજિતનાથ શ્રી આદીશ્વર શ્રી અભિનંદન શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવીર શ્રી નેમીશ્વર શ્રી પાર્શ્વનાથ "" શ્રી શાંતિનાથ શ્રી અરનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી નેમીશ્વર "" શ્રી મહાવીર શ્રી મહાવીર શ્રી કુંથુનાથ શ્રી આદીશ્વર 11 શ્રી પાર્શ્વનાથ ૨૦૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર શ્રી આદીશ્વર | ૫૮. દેવપાલપુર શ્રી અજિતનાથ | ૫૯. દેવગિરિ શ્રી આદીશ્વર ૬૦. ચારૂપ શ્રી પાર્શ્વનાથ ૬૧. દ્રોણત શ્રી ચંદ્રપ્રભ | ૬૨. રત્નપુર શ્રી નમિનાથ ૬૩. અર્બકપુર શ્રી મલ્લિનાથ | ૬૪. કોરંટકપુર શ્રી પાર્શ્વનાથ | ૬૫. સરસ્વતી શ્રી શાંતિનાથ શ્રી નેમીશ્વર શ્રી નેમીશ્વર શ્રી અજિતનાથ શ્રી મલ્લિનાથ શ્રી પાર્શ્વનાથ ૯૮ પાટણ ૩૬. વંકી ૩૭. નીલકપુર ૩૮. નાગપુર ૩૯. મધ્યકપુર ૪૦. દર્ભાવતી ૪૧. નાગહૃદ ૪૨. ધવલક્કપુર ૪૩. જીર્ણદુર્ગ ૪૪. સોમેશ્વર પાટણ ૪૫, શંખપુર ૪૬. સૌવર્તક ૪૭. વામનસ્થલી ૪૮. નાશિકપુર ૪૯. સોપારક ૫૦. રુણનગર ૫૧. ઉરંગલપુર પર. પ્રતિષ્ઠાનપુર ૫૩. સેતુબંધ ૫૪. વટપદ્રપુર પ૫, નાગલપુર પ૬. અષ્ટક્કારિકા ૫૭. જાલંધરપુર ૬૬. શત્રુંજય શ્રી શાંતિનાથ શ્રી મુનિસુવ્રત (કોટાકોટિજિનેન્દ્રમંડપયુક્ત) શ્રી મહાવીર | ૬૭. તારાપુર શ્રી આદીશ્વર શ્રી નેમીશ્વર ૬૮. વર્ધમાનપુર શ્રી મુનિસુવ્રત શ્રી ચંદ્રપ્રભ | ૬૯. વટપદ્રપુર શ્રી આદીશ્વર શ્રી પાર્શ્વનાથ ૭૦. ગોગપુર ૭૧. પિચ્છન શ્રી ચંદ્રપ્રભ ૭૨. ઓકાપુર અદ્ભુત તોરણયુત મંદિર શ્રી નેમીશ્વર | ૭૩. વિક્રનપુર શ્રી નેમીશ્વર શ્રી મહાવીર | ૭૪. ચેલકપુર શ્રી આદીશ્વર ૭૪ ૨ માંડવગઢ ૨૦૧ નવનિર્મિત મંદિરોની નામાવલી Page #229 -------------------------------------------------------------------------- ________________ पुरवी -3 સુકૃતસાગર’માં આવતા પ્રાસંગિક સુભાષિત શ્લોકો गात्रे धनं योजयते विमुग्धः पात्रे धनं योजयते विदग्धः। गात्रेण पात्रेण न भुक्तदत्तं खात्रेण तद् याति जडस्य वित्तम् ॥१॥ पाकारेणोच्यते पापं त्रकारस्त्राणवाचकः। अक्षरद्वयसंयोगे पात्रमाहुर्मनस्विनः ॥२॥ शस्यश्रीभोगकहानं, सर्वं जीमूतवारिवत् । परं सत्पात्रदानं स्यात् स्वात्यम्म इव मौक्ति कम् ॥३॥ चन्द्र लाञ्छनता धने चपलता क्षारं जलं सागरे, सर्पाश्चन्दनपादपेषु विरहः प्रेमास्पदे मानुषे । पुरत्नेषु जरा सुरेषु पतनं विद्वत्सु दारिद्र्यमित्येवं सर्वमकारि दूषणपदं सद्वस्तु दुर्वेधसा ॥४॥ प्रासादे शयनं विकालमशनं मिथ्यार्थसंदर्शनं, स्वस्यापह्नवनं निशासु गमनं भट्टैश्च संतापनम् । संबाधानयनं सचाटु वचनं माहात्म्यनिर्वासनं, यद्याकर्षसि दुःखकारणमृणं तत्पूर्वमेतत् पठ ॥५॥ देवाण वरं सिद्धाण दंसणं गुरु-नरिंदसम्माणं । नहधणस्स य लाहं पुण्णेहिं विणा न पावंति ॥६॥ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પેથડકુમાર ચરિત્ર Page #230 -------------------------------------------------------------------------- ________________ कृतज्ञा नेत्र-सुरभि-सुक्षेत्रावनि-शुक्तिभाः। शैल-देहोषर-व्यालतुल्यास्तु कृतघातिनः ॥७॥ सत्यं मित्रः प्रियं खीभिरसत्यं द्विषता सह। सत्यं प्रियं पथ्यं च वक्तव्यं स्वामिना समम् ॥८॥ आमे घडे निहितं, जहा जलं तं घडं विणासेई। इय सिद्धतरहस्सं, अप्पाहारं विणासेई ॥९॥ सर्वत्रोपचिकीर्षा महतां खलु सा च युज्यते स्थाने । पर्जन्योऽप्यभिवर्षति मरुस्थले शिथिलनिर्बन्धः ॥१०॥ देशाधीशो ग्राममेकं ददाति ग्रामाधीशः क्षेत्रमेकं ददाति। क्षेत्राधीशः प्रस्थमेकं प्रदत्ते नन्दस्तुष्टो हस्ततालीं ददाति ॥११॥ गत्वाऽन्तर्दशनं तनोति शुचितां गोमुख्यकुक्षिस्थितं दुग्धीभूय जगद्धिनोति नयति ध्वंसं क्षुधं पाशवीम् । शीताचं दलयत्यवत्यरिगणात् प्राणान् परार्थोद्यतं यद्येवं तृणमप्यहो ननु तदा वाच्यः किमीदृग्जनः ? ॥१२॥ इह भरहे के वि जिआ, मिच्छट्टिी वि भद्दया भावा। ते मरिऊणं नवमे, वरिसे होहिंति केवलिणो ॥१३॥ मा होह सुअग्गाही, मा पत्तिह जं न दिद्विपच्चक्खं । पच्चक्खे वि हु दिडे, जुत्ताजुत्तं विआरिज्जा ॥१४॥ २०३ સુભાષિતો Page #231 -------------------------------------------------------------------------- ________________ श्रुत्वा दुर्वाक्यमुच्चैर्हसति मुषति च स्वीयमानेन लोकं, द्वयर्थं गृह्णाति पण्यं बहुकमिति वदन्नर्धमेव प्रदत्ते । स्वीयान्यायेऽपि पूर्वं व्रजति नृपगृहं लेख्यके कूटकारी, मध्ये सिंहप्रतापः प्रकट मृगमुखः स्याद्वणिक् कूटप्रष्ठः ॥१५॥ प्रत्यक्षार्पितवस्तु संशयकरो गूढार्पितापह्नवं, कर्ता लाभगृहास्तिमुख्यमसकृत्पृष्टोऽति नो जल्पति । लोभित्वाज्जठरेऽपि वश्चनपरो वक्ति व्ययं स्वल्पमप्यस्वल्पं भृशभीरुषु प्रथम इत्यादिस्वरूपो वणिक् ॥ १६ ॥ धन- कण - काञ्चन- परिजन - तनुरूपाऽढ्येषु पञ्चधा लक्ष्मीः । सैव गजभूमिसहिता सप्ताङ्गा भूभृतां भवति ।।१७।। भिउडी अद्धालो अण- मुच्चा दिट्ठी पर मुहं वयणं । मोण कालविलंवो, नक्कारो छव्विहो होइ ॥ १८॥ दन्तिदन्ताविवोच्चानां गीर्निर्गत्य न चाविशेत् । कूर्भग्रीवेव नीचानां निर्गताऽपि विशेत् पुनः ॥ १९ ॥ या सुप्रवृत्तिः प्रथमं प्रवृत्ता, पाश्चात्यपापैर्न हि लुप्यते सा । शवास्थिकूटैर्निभृतं भृताऽपि, भागीरथी पुण्यतमैव लोके ॥२०॥ सन्ति नैके ऽपकीर्तिदाः । सूनुसेवक शिष्याद्याः, दुरापास्ते तु ये तात - स्वामिगुर्वादिकीर्त्तये ॥ २१ ॥ પેથડકુમાર ચરિત્ર ૨૦૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ घनाङ्ग परिवाराद्यं, सर्वमेव विनश्यति । दानेन जनिता लोके, कीर्तिरेकैव तिष्ठति ॥२२॥ सा धन्या धृतवंशवृद्धिरटवी श्लाघास्पदं बालकासा विपिनावनी प्रसविनी सा वल्लरी वल्लभा । अन्तः सौरभशोभिगर्भ सुभगा लभ्या क्व सा केतकी ? तामेकां सकलप्रकारविगतापत्यां तु धिक्कामिनीम् ॥२३॥ गुणविरहिताऽपि महिला, महिमानममानमुत्तमाल्लभते । अकस्मादङ्गभुवः परिमलतां गन्धधूलिरिव ॥२४॥ अणुभूअ - दिट्ठ- चिंतिअ - सुअ- पयइविआर - देवयाणू वा । सुविणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो ॥२५॥ अजात - मृत - मूर्खेभ्यो मृताजातौ वरं सुतौ । यतस्तौ स्वल्पदुःखाय, यावज्जीवं जडो दहेत् ॥२६॥ रूपयौवनसंपन्ना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धा इव किंशुकाः ॥२७॥ इंदियक सायविजओ, जत्थ य पूओववाससीलाई । सोह तव कायव्वो, कम्मखयट्ठा न अन्नट्ठा ॥२८॥ कित्तोड़ मच्छरेण पूआसक्कारवित्तपीडाए । सुबहु पि तवच्चरणं, दुग्गड़गमणं पसाहेइ ॥२९॥ व, સુભાષિતો Page #233 -------------------------------------------------------------------------- ________________ भोअणसमए सयणे, विवोहणे पवसणे भए वसणे। पंचनमुक्कारं खलु, सुमरिजा सव्वकालं पि ॥३०॥ कंदुक्खणणं निअदेसछंडणं कुट्टणं च कढणं च। अइरत्ता भंचिट्ठा, किं दुक्खं जं न पावे ॥३१॥ दुःस्थो राजसुतः करोत्यधिकृति चौर्य वणिक् पोट्टलं भिक्षां विप्रजनो विजातिरपरावासेषु भृत्यक्रियाम् । इभ्यो भूषणकुप्यविक्रयविधि भिक्षां च नीचः स्वयं स्वान्येषां हलखेटनं च कृषिकः कासकर्माबलः ॥३२॥ अकृत्वा परसंतापमकृत्वा नीचनम्रताम् । अनुत्सृज्य सतां मार्ग यदल्पमपि तद्बहु ॥३३॥ मूलं दारं पइट्टाणं आहारो भायणं निही। दुच्छकस्स य धम्मस्स संमत्तं परिकित्तिअं ॥३४॥ द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधियाक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः। दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥३५॥ निरीहस्य निधानानि, प्रकाशयति काश्यपी। अङ्गोपाङ्गानि बालानां, न गोपयति कामिनी ॥३६॥ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૨૦૬ પેથડકુમાર ચરિત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ गन्तव्यं नगरशतं विज्ञानशतानि शिक्षितव्यानि । भूपतिशतं च सेव्यं स्थानान्तरितानि भाग्यानि ॥३७॥ न निमित्तद्विषां क्षेमो न चायुर्वैधकद्विषाम् । न श्री तिद्विषां धर्म-द्विषामेतत्रयं तु न ॥३८॥ काल-दिगास्पद-चेष्टाविशेषमासाद्य खग-खादीनि । अशुभानि शुभानि शुभान्यशुभानि भवन्ति शकुनानि ॥३९॥ पञ्चत्वं ननु मूर्खत्वं, जीवितं शास्त्रवेदिता। उभयोरन्तरं ज्ञात्वा, यदिष्ट तत्तु गृह्यताम् ॥४०॥ छाया मे न तथा वृथा च कुसुमस्तोमस्तथा नोत्रता शाखाश्रीन च तादृशी फलभरभ्राजिष्णुता दूरतः। निर्गुण्डीति विवेश विघ्नहतये वैश्वानरं सादरं कर्तव्यो झुपकार एव कृतिना दग्ध्वाऽपि देहं निजम् ॥४१॥ नालोकितः क्व च न कर्णपथं च नीतः, के नापि काञ्चन-पिशङ्गन्तनुः कुरङ्गः। तस्य त्वचा तदपि कञ्चु कमाचकाङ्क्षत्, सीता विनाशसमये विपरीतबुद्धिः ॥४२॥ नास्ये सर्पस्य रुधिरं, न च दष्ट कलेवरे। न प्रजासु न भूपाले, धनं दुरधिकारिणि ॥४३॥ • • • • • • • • • • • • • • • • . . . . . . . . . . . . . . . . . . . २०७ સુભાષિતો Page #235 -------------------------------------------------------------------------- ________________ जिणदेवो जिणभत्तो, राया मंती व सावओ बलवं । साइसओ आयरिओ, पंचुज्जोआ इमे हुति ॥४४॥ च । वपुर्वचन - वस्त्राणि, विद्या विभव एव वकारै: पञ्चभिर्हीींनो, नरो नार्हति गौरवम् ॥ ४५ ॥ कर्दमायते । पातकावा मकालुष्यो, व्यापारः पुण्डरीकायते तत्र, प्रजारश्चनतो यशः 118811 अग्निर्विप्रो यमो राजा, समुद्र उदरं गृहम् । सप्तैतानि न पूर्यन्ते, पूर्यमाणानि नित्यशः ॥४७॥ पशुनाऽपि गृह्यते, वहन्त्युदीरिताः । अनुक्तमप्यूहति पण्डितो जनः, परेङ्गितज्ञानफला हि बुद्धयः 118011 उदीरितोऽथः हयाश्च परमाणवः । काष्ठादीनां जिनावासे, यावन्तः तावन्ति वर्ष लक्षाणि, तत्कर्त्ता स्वर्गभाग् भवेत् ॥ ४९ ॥ नागाश्च गेयं नाटयं रमा रामा, भूषा भक्तं पय: सिता । धत्ते ऽनवसरे सर्व, प्रीतिवीरुधि पशुताम् ॥५०॥ प्रस्तावे भाषितं वाक्यं, प्रस्तावे शस्त्रमङ्गिनाम् । प्रस्तावे वृष्टिरल्पाऽपि भवेत् कोटिफलप्रदा ॥५१॥ પેથડકુમાર ચરિત્ર २०८ Page #236 -------------------------------------------------------------------------- ________________ के नाश्जितानि नयनानि मृगाङ्गनानां कोऽलङ्करोति रुचिराङ्गहान् मयूरान् । कश्चोत्पलेषु दलसंनिचयं करोति, को वा दधीत विनयं कुलजेषु पुस्सु ॥५२॥ पदे पदे निधानानि, योजने रसकू पिका। भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुन्धरा ॥५३॥ मृग-मीन-सज्जनानां तृण-जल-संतोषविहितवृत्तीनाम् । लुब्धक-धीवर-पिशुनाः निष्कारणवैरिणो जगति ॥५४॥ लज्जा कुलोद्योतकरी, लज्जा सौभाग्यकारिणी। लजा धर्मतरोर्मूलं, लजाऽज्ञा पापकर्मणि ॥५५॥ स्वच्छो मणिः समनुरज्यत एव तावदस्वच्छ मेतदपि वस्त्रमुपायरक्तम् । को नाम वत्सरशतैरपि दुर्विदग्धमङ्गारमेनमनुरश्जयितुं समर्थः ॥५६॥ मृगाणां वागुरा बन्धो नेभानां भारशृंखला। आशाऽपि बन्धो मूढानां भोगाः सन्तोऽपि नो सताम् ॥१७॥ ताम्बूलं सूक्ष्मवस्त्राणि, स्त्रीकथेन्द्रियपोषणम् । दिवा निद्रा सदा क्रोधो, यतीनां पतनानि षट् ॥५८॥ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૨૦૯ સુભાષિતો Page #237 -------------------------------------------------------------------------- ________________ सीमा खानिषु वज्रखानिरगदङ्कारेषु धन्वन्तरिः कर्णस्त्यागिषु देवतासु कमला दीपोत्सवः पर्वसु । ओंकारः सकलाक्षरेषु गुरुषु व्योम स्थिरेषु स्थिरा, श्रीरामो नयतत्परेषु परमं ब्रह्म व्रतेषु व्रतम् ॥५९॥ निर्दयत्वमहङ्कारस्तृष्णाक के शभाषणम् । नीचपात्रप्रियत्वं च पञ्च श्रीसहचारिणः ॥६०॥ मिष्टा रागेषु वै राटी मिष्टा हारिर्दुरोदरे । मिष्टं रोषणकं स्नेहे मिष्टा मारिर्विरोधिनि ॥ ६१ ॥ आज्ञाभङ्गो नरेन्द्राणां वृत्तिच्छे दो द्विजन्मनाम् । पृथक् शय्या च नारीणामशस्त्रवध उच्यते ॥ ६२॥ जूएण जुव्वणेण य दासीसंगेण धुत्तमित्तेण । उब्भेउ अंगुलिं सो अवसाणे जो न हु विगुत्तो ॥ ६३॥ चौराणां धार्मिकाणां च वैरिणां प्राप्तवैरिणाम् । परस्त्रीपार्श्वगानां च, विस्तरः स्वार्थघातकः ॥ ६४ ॥ चौरेष्वङ् कु रिता समुत्सृतदला वैश्येषु वेश्याजने सम्यक् पल्लविता गता जरठतां द्यूतप्रियेषु द्रुतम् । वार्ताजीविषु पुष्पिताऽथ कथकालापेषु सच्छायता मेत्याsसत्यलता समुद्रतफलाभोगा नियोगिष्वभूत् ॥ ६५॥ પેડફમાર ચરિત્ર ૨૧૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ यात्रा सत्रागरं सुकृततते दुष्कृतापहृतिहेतुः । जनिधनवचनमनस्तनुकृतार्थता तीर्थकृत्त्वफला ॥६६॥ आयाणं जो भंजइ, पडिवन्नधणं न देह देवस्स। नस्संतं समुविक्खड़, सो विहु परिभमइ संसारे ॥१७॥ विक्विजड़ तणयाई, किजइ दासत्तणं परगिहे वा। एवं पि हु अप्पिना, जिणदव्वं अप्पहिअहेउं ॥६॥ चेअदम्वविणासे, इसिघाए एवयणस्स उड्डाहे। संजड़चउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१९॥ चेहयदव्वं साहारणं च, जो दुहइ मोहिअमईओ। धम्म सो न विआणइ, अहवा बद्धाउओ नरए ॥७॥ प्रातः प्रोत्थाय वीक्ष्यो जिनमुखमुकुरः सद्गुरोः पन्नखत्विट्कङ्कत्या माय॑माज्ञासुमणिपरिचितं चोत्तमाङ्ग विधेयम् । सत्योक्त्या वक्त्रपूतिगुरुमधुरगिरा गन्धधूल्या सुगन्धी, कर्णी गात्रं परीतं गुणिनतिवसनबर्बोधनी चाग्यपाठः॥७१॥ या षटत्रिंशत्सहसान् प्रतिविधिसजुषां बिभ्रति प्रश्नवाचां चत्वारिंशच्छतेषु प्रथयति परितः श्रेणिमुद्देशकानाम् । रङ्गङ्गोत्तरङ्गा नयगमगहना दुर्विगाहा विवाहप्रज्ञप्तिः पञ्चमाङगं जयति भगवती सा विचित्रार्थकोशः॥७२॥ ૨ ૧ ૧ સુભાષિતો Page #239 -------------------------------------------------------------------------- ________________ पत्नी प्रेमवती सुतः सुविनयो भ्राता गुणालङ्कृतः स्निग्धो बन्धुजनः सखाऽतिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरः स्वबन्धु सुकृतप्रायोपभोग्यं धनं पुण्यानामुदयेन संततमिदं कस्यापि संपद्यते ॥७३॥ यद्वत्कर्क र कम्बु रत्नमुदधौ नाशाङ्गभोगव्यय त्यागं च श्रियि पत्रपुष्पफलमप्युर्वीरुहि श्रीफले । काये रोगमलोपकारकरणं दुष्कर्म कीर्त्यर्जनापुण्यं चाधममध्यमोत्तमतया तद्वन्मनुष्यायुषि ॥७४॥ धर्म: पेयं भोज्यं भक्ष्यं न्याय्यं च कार्यमथ गम्यम् । सारं सौख्यं सप्रतिपक्षं सर्वत्र सर्वेषाम् ॥७५॥ પેથઙકુમાર ચરિત્ર ૨૧૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ Page #241 -------------------------------------------------------------------------- ________________ REFERE જિ . જ છે. - ક દિર ક છે . . ' દેવગિરિના જિનપ્રાસાદના અવશેષો (જુઓ પુરવણી ૪) Page #242 -------------------------------------------------------------------------- ________________ પુરવણી-૪ દેવગિરિના જિનપ્રાસાદના અવશેષો દેવગિરિ એટલે મહારાષ્ટ્ર માં આવેલું વર્તમાન દૌલતાબાદ, આ દેવગિરિનો પહાડી કિલ્લો એની ઊંચાઈ, શત્રને અંદર પેસતાં અટકાવે એવી ભુલભુલામણી જેવી અટપટી રચના અને એની વજ જેવી મજબૂતાઈને કારણે ખૂબ જાણીતો છે. આવા સુરક્ષિત અને સંરક્ષણ માટેની આદર્શ-અદ્ ભુત જોગવાઈને કારણે, ભારતના ગણ્યાગાંઠયા કિલ્લાઓમાં એની ગણના થાય છે. દેવગિરિના આ ઐતિહાસિક અને અત્યારે પણ અખંડ રૂપમાં સચવાઈ રહેલ આ કિલ્લાનું-એની વિશિષ્ટતાનું-આબેહુબ વર્ણન, . શ્રીયુત બિહારીલાલ ટાંકે પોતાના એક લેખમાં કર્યું છે. એમનો આ લેખ અમદાવાદથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ “કુમાર” માસિકના સને ૧૯૭૮ના જૂન માસના અંકમાં (સળંગ ૬ ૫૪મા અંકમાં) છપાયો છે. આ લેખમાં એક મંદિરનું મસ્જિદમાં અને એ મસ્જિદનું ભારત માતાના મંદિરમાં રૂપાંતર થયાની હકીકત બહુ જ સંક્ષેપમાં નોંધવામાં આવી છે. આ લેખ વાંચતાં આ કિલ્લા સંબંધી અને આ મંદિર સંબંધી જે માહિતી મળે છે, તે ટૂંકમાં અહીં સાભાર રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે – ૨ ૧ ૩ પુરવણી-૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ મૂળ તો એનું નામ દેવગિરિ હતું. એનો આદિ ઇતિહાસ કંઈક અસ્પષ્ટ છે. મનાય છે કે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ દેવગિરિનો કિલ્લો બંધાવેલો........ એમાંના એક સિંધને યાદવ નામે રાજવંશ સ્થાપ્યો. આ સિંધન પહેલાના પૌત્ર મિલમે (ભિલ્લમે) ઈ. સ. ૧૧૮૭માં દેવગિરિમાં પોતાનું પાટનગર સ્થાપેલું. દેવગિરિના જ્ઞાત ઇતિહાસનો અહીંથી આરંભ થાય છે.............” નવમા યાદવ રાજા રામચંદ્ર કે રામદેવના સમયમાં ઈ. ૧૨૯૪માં-દિલ્હીના શાહજાદા અલાઉદ્દીન ખિલજીએ દેવગિરિ પર ચડાઈ કરી. દક્ષિણ પરનું એ પહેલું મુસ્લિમ આક્રમણ હતું. અલાઉદ્દીન યુદ્ધમાં તો દેવગિરિનો દુર્ગ જીતી ન શક્યો, પણ એના ઘેરાને કારણે પુરવઠાની ખેંચ પડતાં રામદેવને સંધિ સ્વીકારવી પડી. ...........” રામદેવના મૃત્યુ પછી એના પુત્ર શંકરદેવ તથા એના જમાઈ હરપાલદેવે ખિલજી સામે બંડ કર્યું એમણે મુસ્લિમોને હાંકી કાઢયા. ઈ. ૧૩૧૮માં ખિલજીના પુત્ર સુલતાના કુબુદ્દીન મુબારકે ચડાઈ કરી એમને કપટથી હરાવ્યા અને એમની ચામડી ઉતરડાવી લઈ ક્રૂરતાથી મારી નાખ્યા. .... ... ..'' ‘એના જ એક હલકટ સાથી ખુશરૂખાને એને મારીને દિલ્હીની ગાદી હાથ કરેલી. અને થોડા જ સમય પછી ખુશરૂખાનને મારીને એક તુર્ક સરદાર ગાઝી મલિક તઘલખ શાહના નામે ગાદીએ બેઠો. દિલ્હીની આ રાજખટપટનો લાભ લઈ દક્ષિણે માથું ઊંચકવા માંડયું પુરવણી-૪ ૨૧૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ હતું, એટલે તઘલક શાહે પોતાના પુત્ર જુનાખાનને મોકલ્યો. ઉત્તરદક્ષિણની મધ્યમાં દેવગિરિના મહત્ત્વભર્યા સ્થાનથી તથા એના દુર્ગની અજ બ રચનાથી જુ નાખાન ઘણો પ્રભાવિત થયો હતો. દખ્ખણમાંથી પાછા ફર્યા બાદ, બાપની કપટથી હત્યા કરીને, ઈ. સ. ૧૩૨૫માં તે દિલ્હીની ગાદીએ બેઠો. મુહમ્મદ બિન તઘલખ કે મહમ્મદ ગાંડાના નામે ઇતિહાસમાં તે જાણીતો છે. ઈ. સ. ૧૩૩૯માં એની વિચિત્ર શાસનરીતિ સામે દિલ્હીની પ્રજાએ ભર્યા દરબારમાં રોષ પ્રગટ કરતાં, એની દાઝ વાળવા, એણે ત્રણ જ દિવસમાં દિલ્હી ખાલી કરી નાખવા પ્રજાને હુકમ કર્યો. અને પોતાના અમલદારો અને દિલ્હીવાસીઓના જંગી કાફલા સાથે ૪૦ દિવસની કપરી મજલ ખેડીને, એણે દેવગિરિ આવીને તેને પોતાનું પાટનગર બનાવી એને દોલતાબાદ નામ આપ્યું.” આ પછી દોલતાબાદ પરના શાસનમાં થતા રહેલા ફેરફારોની વિગતો આપ્યા પછી, અત્યારે ભારતમાતાના મંદિર તરીકે ઓળખાતી પ્રાચીન જીર્ણ ઈમારત સંબંધી માહિતી આપતાં શ્રી બિહારીલાલભાઈ ટાંક લખે છે કે – ‘નગરમાંથી ગિરિદુર્ગ જવાના માર્ગમાં ચાંદમિનાર આવે છે. તળમાં ૭૦ ફૂટના ઘેરાવાવાળો અને લગભગ ૨ ૧૧ ફૂટ ઊંચો આ મિનાર દક્ષિણમાં મુસ્લિમ સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓમાંનો એક ગણાય છે. ઊંચાઈમાં એ ભારતભરમાં કુલ્બમિનાર પછીનો બીજા પુરવણી-૪ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૨ ૧૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ નંબરનો મિનાર છે. ....'' “ચાંદમિનારની સામી બાજુ એ એક મસ્જિદ છે. મૂળ તો એ મંદિર હતું, પણ એમાં જોવા મળતા ફારસી લખાણ મુજબ ૮૪૯ હીજરી સન (ઈ. સ. ૧૪૪પ)ના અરસામાં એનું મસ્જિદમાં રૂપાંતર કરી નંખાએલું. આજે ત્યાં ભારતમાતાનું મંદિર છે. સ્વાતંત્ર્ય પછી હિંદુ-મુસ્લિમનો ઝગડો ટાળીને ત્યાં ભારતમાતાની પ્રતિષ્ઠા કરી એમ ઉમદા તોડ કાઢવાનું આ એક ઉત્તમ દૃષ્ટાંત છે.” શ્રી ટાંકનો આ લેખ મારા વાંચવામાં આવ્યો તે અગાઉ, માંડવગઢના મંત્રી પેથડકુમાર અને એમના પુત્ર ઝાંઝણકુમારના ચરિત્રની માહિતી આપતા અને શ્રી રત્નમંડન ગણિએ સંસ્કૃત ભાષામાં રચેલ “સુતા ” નામે કાવ્યનું અને એના ગુજરાતી અનુવાદનું પુનઃ સંપાદન કરતાં, શ્રી પેથડશાહે દેવગિરિમાં બંધાવેલ વિશાળ અને ભવ્ય જિનપ્રાસાદની વાત મારા જાણવામાં આવી હતી. એટલે શ્રી ટાંકે લખેલ આ મંદિરની વિગતો વાંચીને મને સહજપણે એવો સવાલ થયો કે, મંદિરમાંથી મસ્જિદ બનેલ અને મસ્જિદમાંથી ભારતમાતાના મંદિર તરીકે રૂપાંતરિત થયેલ આ પ્રાચીન ઈમારત શ્રી પેથડશાહે બંધાવેલ જિનપ્રાસાદના ભગ્ન અવશેષરૂપ તો નહીં હોય ? આ શંકાથી પ્રેરાઈને મેં તા. ૨૩-૭-૭૮ના રોજ શ્રી ટાંકને પત્ર લખીને આ વાત તરફ એમનું ધ્યાન દોર્યું. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ તેઓએ મારા આ પત્રનો તરત જ તા. ર૬-૭-૭૮ના રોજ જવાબ આપવાનું સૌજન્ય દાખવીને જણાવ્યું કે – “ત્યાંના એ મંદિરનાં શિખરો તોડીને મસ્જિદનું રૂપ આપતાં મુસ્લિમ શાસકોએ જેમ ઘુમટો કરેલા છે તેમ બીજા પણ ઘણા ફેરફાર કર્યા છે એમ પ્રથમ નજરે જ દેખાઈ આવે છે. પણ અગાઉ એ મસ્જિદ તો નહોતી જ એટલું તો સ્પષ્ટ જણાય છે જ. પાછળથી મેં એ મંદિર વિષે વધુ જાણવા પ્રયત્ન કરેલો અને મને જાણવા મળ્યું હતું કે એ જેને મંદિર હતું. પરંતુ આ વિષે મારી પાસે કોઈ ચોક્કસ આધાર ન હોઈ મેં લેખમાં હિન્દુ કે જેનો ઉલ્લેખ જાણી જોઈને કર્યો નથી. પણ અંગત રીતે મારો મત પણ એ જેને મંદિર હોઈ શકે એમ માનવા પ્રેરાય છે. ......મને મળેલી છેલ્લામાં છેલ્લી માહિતી મુજબ તો દેવગિરિમાંનું એ મંદિર જેન મંદિર છે.” મારી શંકાને સાચી ઠરાવતો ઉપર મુજબ જવાબ શ્રી ટાંક તરફથી મળ્યા પછી એમને રૂબરૂ મળવાનું થયું, ત્યારે એમની સરળતા અને સુજનતાની મારા મન ઉપર ઊંડી છાપ પડી. એમની સાથે આ મુદ્દા અંગે જે કંઈ વાતચીત થઈ તે સંબંધમાં તેઓએ મને પાછળથી લખી જણાવ્યું હતું કે તેના પર (કિલ્લાના માર્ગ પર) દેવગિરિના ડુંગરગઢથી થોડે આગળ, જમણી તરફ, ચાંદમિનાર અને તેની સામે મંદિર છે. મંદિર થોડું ઊચાણ ઉપર છે ને ત્યાં સુધી ચડવા માટે થોડાં પગથિયાં છે. ૨૧૭ પુરવણી-૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ એના છેડે આપણા ઘરના સામાન્ય કદના દરવાજાથી થોડું મોટું એવું દ્વાર છે. આ કાર મંદિરની આસપાસ બાંધેલા મંદિરના કોટમાં છે. કોટ બહુ ઊંચો નથી. પ્રવેશતાં જ અંદર વિશાળ ચોક જોવા મળે છે, તેમાં પૂર્વાભિમુખ મોટું મંદિર છે. કોટની બીજી દિશાઓમાં પણ દ્વાર છે. મંદિરની મૂળ રચનામાં પાછળથી ઘણા ફેરફાર મુસ્લિમ શાસકોએ કર્યા જણાય છે. મંદિર ઉપર જે અર્ધગોળ ઘુમટ છે તે પણ મંદિરનું મસ્જિદમાં રૂપાંતર કરતાં કરેલો છે. અસલમાં ત્યાં શિખર હતાં. આ રીતે રૂપાંતર કરવામાં મંદિર સન્મુખનો વિશાળ ચોક પણ સંભવતઃ અસલની રચનાઓ હટાવીને કર્યો હોઈ શકે, જેનો ઉપયોગ ઈદ વગેરે જેવા મુસ્લિમ તહેવારોમાં મોટી નમાજ પઢવા માટે થતો હશે. મંદિરમાં અનેક સ્તંભો છે. સામાન્યતઃ અસલ મુસ્લિમ મસિજદોમાં આટલા બધા સ્તંભો બહુ ઓછા સ્થળે જોવા મળે છે. મંદિરના સમુખદર્શનમાં જે ત્રણ આગળ પડતા દરવાજા જેવી રચના છે, એ પણ કદાચ મૂળ મંદિરના આગળના ભાગને તોડી પાડીને આગળનો સમગ્ર ભાગ ખુલ્લો કરીને બનાવી હશે. આજે જે મોટો ચોક છે, તેના ઘણા ભાગ ઉપર અગાઉ મંદિરના અગ્ર ભાગની રચનાઓ પણ કદાચ હોઈ શકે, અને ફોટામાં જે ખંડિત સ્તંભ દેખાય છે ત્યાં સુધી એ વિસ્તરેલી પણ હોઈ શકે. આ સ્તંભના ધીંગા સ્વરૂપ પરથી કલ્પી શકાય કે, જે અસલ સ્થાપત્ય-રચનાનું એ અંગ હશે એ રચના પણ નાની નહીં હોય. આ મંદિર મૂળ જૈન મંદિર હતું એમ મનાય છે. દેવગિરિમાં ઝવેરાતનો વેપાર પણ પેથડકુમાર ચરિત્ર ૨૧૮ Page #248 -------------------------------------------------------------------------- ________________ હતો. દેવગિરિનું મલમલ પણ સુખ્યાત હતું. ઝવેરાતનો અને વસ્ત્રકિંમતી વન્ન-નો વેપાર એ મુખ્યતઃ વૈશ્યનું ક્ષેત્ર હોઈ ત્યાં એમની વસતિ હશે જ અને આવો મોટો વેપાર ખેડનાર સમૃદ્ધ વૈશ્યો જયાં વસતા હશે ત્યાં એમનું દેવસ્થાન પણ હોઈ શકે.” શ્રી બિહારીલાલ ટાંકે આ મંદિર-મસ્જિદ અંગે આ પ્રમાણે વિશેષ ખુલાસો લખી જણાવવાની સાથે, “કુમાર'માં એમના લેખ સાથે છાપવામાં આવેલ ત્રણ છબીઓના બ્લોકોની મૂળ છબીઓ પણ આપવાની ઉદારતા બતાવી હતી. આમાંની અત્યારે ભારતમાતાના મંદિર તરીકે ઓળખાતી વિશાળ ઈમારતની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે. એની ચોક જેવી વિશાળ ખુલ્લી જગ્યા અને આગળ દેખાતા તંભની ઊંચાઈ અને જાડાઈ ઉપરથી પણ મંત્રી પેથડશાહે દેવગિરિમાં બંધાવેલ જિનપ્રાસાદનો વિસ્તાર કેટલો હશે એનો અંદાજ આવી શકે છે. પાસાદ મળતા ઉલ્લેખ પ્રમાણે આ જિનમંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૩૫માં થઈ હતી. અને શ્રી ટાંકે એમના લેખમાં જણાવ્યા પ્રમાણે આ જિનપ્રાસાદનું મસ્જિદમાં રૂપાંતર હીજરી સન ૮૪૯=ઈ. સ. ૧૪૪પ=વિ. સં. ૧૫૦૧ની આસપાસ, એટલે કે મંદિરની પ્રતિષ્ઠા પછી ૧૬૫-૧૬ વર્ષે થયું હતું, એમ જાણવા મળે છે. મંત્રી પેથડશાહે કેવા ઉલ્લાસથી અને કેટલું બધું ધન ખરચીને આ આલિશાન જિનપ્રાસાદ બંધાવ્યો હતો ! અને ધાર્મિક ઝનૂનને ૨ ૧૯ પુરવણી-૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ કારણે, બસો વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, એની કેવી બેહાલી થઈ જવા પામી હતી ! દેવગિરિના આ જિનપ્રાસાદ સંબંધી જે માહિતી શ્રી જિનપ્રભસૂરીજીએ વિ. સં. ૧૩૮૯માં રચેલ ““વિવિધ તીર્થકલ્પ' નામે ગ્રંથમાં જનિયમદાવરિપકિ (પૃ-૯૫)માં સચવાયેલી છે, તે જાણવી અહીં ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે, જે આ પ્રમાણે છે— આ ગ્રંથમાં ઉલ્લેખ છે કે, ““મારા નિગહનૂરને सिरिदउलतावादनयरे साहु पेथड-साहु सहजा-ठ० अचलकारिय ચાi સુરોહિ શીરમi Ni Jરમાણવાળપુa રિવા ...... (અર્થાત્ ભટ્ટારક શ્રી જિનપ્રભસૂરિજીએ શ્રી દોલતાબાદ નગરમાં શાહ પેથડ, શાહ સહજ અને ઠક્કુર (જાગીરદાર) અચલે બંધાવેલાં ચૈત્યો ઉપર જ્યારે તુષ્કો-મુસ્લિમો દ્વારા આક્રમણ આવ્યું, ત્યારે બાદશાહનાં ફરમાનો બતાવીને તે આક્રમણનું નિવારણ કર્યું હતું.)” આ ઉપરથી એવું તારણ નીકળે છે કે (૧) દેવગિરિમાં (દોલતાબાદમાં) શ્રી પેથડશાહે જિનાલય બંધાવ્યા પછી એ નગરમાં જિનાલય બંધાવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો હતો, અને તેથી શ્રી સહજા શાહ કે જેઓ શ્રી શત્રુંજય મહાતીર્થનો પંદરમો ઉદ્ધાર કરાવનાર સમરાશાહ ઓશવાળના ભાઈ થાય, તેમણે પેથડકુમાર ચરિત્ર ૨૨૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ તથા શ્રી અચલ ઠક્કરે પણ ત્યાં જિનમંદિરો બંધાવ્યાં હતાં. (૨) શ્રી પેથડશાહના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૩૫માં થઈ હતી અને “વિવિધ તીર્થકલ્પ''ની રચના વિ. સં. ૧૩૮૯માં પૂરી થઈ હતી, એટલે વિ. સં. ૧૩૩પ અને વિ. સં. ૧૩૮૯ની વચ્ચેના કોઈ સમયમાં દોલતાબાદનાં જિનાલયો ઉપર આક્રમણ કરવાનો વિચાર મુસલમાનોએ કર્યો હોવો જોઈએ, જે, સદ્ભાગ્યે, શાસનપ્રભાવક આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીના પ્રયત્નથી અમલી બની શક્યો ન હતો અને એ જિનમંદિરો ખંડિત થતાં બચી ગયાં હતાં. (૩) શ્રી જિનપ્રભસૂરિજી ખરતરગચ્છના આચાર્ય છે; જે ‘વિવિધ તીર્થકલ્પ''ના કર્તા છે. તેઓએ જ આ આક્રમણને રોક્યું હતું. વિ. સં. ૧૩૭૧માં શ્રી શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર કરનાર સમરાશાહ ઓશવાળે બાદશાહ પાસેથી ફરમાન કઢાવીને શ્રી જિનપ્રભસૂરિજી સાથે અનેક તીર્થની યાત્રા કરી હતી. તે ફરમાનના બળે જ તેઓએ દોલતાબાદના મંદિરોનું રક્ષણ કર્યું હોવું જોઈએ. (જુઓ, જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૨૭). (૪) શ્રી બિહારીલાલભાઈ ટાંકે પોતાના ઉપર નોંધેલ લેખમાં શ્રી મહમ્મદ બિન તઘલખે (મહમ્મદ ગાંડાએ) સને ૧૩૩૯માં પોતાની રાજધાની દિલ્લીમાંથી દેવગિરિમાં બદલી હતી અને એને દોલતાબાદ નામ આપ્યું હતું એમ લખ્યું છે. આ રીતે ઈ. સ. ૧૩૩૯ એટલે રર૧ પુરવણી-૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૩૯૫માં દેવગિરિનું દૌલતાબાદ નામ થયાનું શ્રી ટાંકે લખ્યું છે; જ્યારે શ્રી જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૮૯માં પોતાનો “વિવિધ તીર્થકલ્પ' ગ્રંથ પૂરો કર્યો તેમાં પણ દૌલતાબાદનું નામ નોંધાયેલું છે. આનો અર્થ એ થયો કે દેવગિરિનું નામ દૌલતાબાદ ઈ. સ. ૧૩૩૯ (વિ. સં. ૧૩૯૫) પહેલાં પડયું હતું. શ્રી બિહારીલાલભાઈના લેખ તથા એમના પત્રો દ્વારા જૈન સંઘના એક સમયના જાજરમાન જિનપ્રાસાદના સ્થાનનો નિર્ણય થઈ શક્યો, એનો મને આનંદ છે. ઓપેરા સોસાયટી જેન ઉપાશ્રય -મુનિ પ્રદ્યુમ્નવિજય ગણિ સંપાદક અમદાવાદ-૭; તા. ૮-૩-૧૯૮૦ પેથડકુમાર ચરિત્ર Page #252 -------------------------------------------------------------------------- ________________ R5 )/ ગ ) B અંતરની આરસી જેમ ચોખ્ખી નજરવાળો માનવી પણ બીજાનું જ મો, બીજાની જ આંખો અને બીજાનો જ વાંસો જોઈ શકે છે, પણ પોતાનું માં, પોતાની આંખો અને પોતાનો વાંસો જોઈ શકતો નથી, એ જ વાત પોતાના | અવગુણ-દર્શનને લાગુ પડે છે. બહુ ઓછી વ્યક્તિઓ જ પોતાના દોષોનું દર્શન કરી શકે છે. અને જેઓ પોતાના દોષોને જોઈ શકે છે. 'તેઓ પોતાના જીવનને કૃતાર્થ કરે છે. ) BE D'S ) SS SDD DD D પણ આપમેળે પોતાની ખામીઓને શોધવાની સબુદ્ધિ જેઓના અંતરમાં જાગે, એવી વ્યક્તિઓ તો વિરલમાં પણ અતિ વિરલ સમજવી. આમ છતાં બીજા ગુણીજનોનું દર્શન કરીને જેઓને પોતાની ભૂલોને જાણવા-સમજવાની ભાવના થઈ આવે તેનો પુણ્યોદય પણ કંઈ ઓછો ન ગણાય. આવી ભાવનાનું બીજ જ : છેવટે, જીવનસુધારણાના પુષ્પને ખીલવવાનું નિમિત્ત બને છે. ) AND H D 'આ નિમિત્ત એટલે તપ-ત્યાગ-વૈરાગ્ય-સંયમ-તિતિક્ષાની કે દાન-શીલ-તપ-ભાવનાની સાધનાને સમર્પિત થયેલ ધર્મશ્ર અને કર્મચૂર ધર્માત્મા વ્યક્તિઓની જીવનકથાઓ. આવાં જીવનચરિત્રો આપણા આંતરિક દોષોનું દર્શન કરાવવામાં અંતરની સ્વચ્છ આરસીની 'ગરજ સારે છે. આ આરસીનો અને આવા નિર્મળ જીવનનો જેટલો ઉપકાર માનીએ અને જેટલો ફેલાવો કરીએ તેટલો ઓછો છે. , )/ પી. )/ પા) D' વાર ) સ ) . દિલ દિલિદ 9. બળદ ernational ગિરીશ આર્ટ પ્રિન્ટરી સૂકાવાઇphક્રોઇડર, 54 254 મો. : ૯B%eતહિાંધકog