________________
‘પ્રથમ તો મણિ સ્વચ્છ જ હોય છે, છતાં કોઈ કારણથી અસ્વચ્છ થયો હોય. તો તે રંગી શકાય જ છે તથા અસ્વચ્છ વસ્ત્ર પણ ઉપાયથી રંગી શકાય છે; પરંતુ અંગારાની જેવા દુર્વિઘ્ધ આ પુરુષને સો વર્ષે પણ રંજન કરવા કોણ સમર્થ છે ?'' (૫૬)
‘કેટલાક મનુષ્યો વિષયરૂપી જળમાં માટી જેવા હોય છે (વિશીર્ણ થઈ જાય છે); કેટલાક પથ્થર જેવા હોય છે (ડૂબેલા જ રહે છે): કેટલાક કાષ્ઠની જેમ તેને તરી જાય છે; અને કેટલાક ઉત્તમ પુરુષો જળકાંત ર્માણની જેમ વિષયરૂપી જળનો સ્પર્શ પણ કરતા નથી. ’
‘‘મૃગલાઓને વાગુરા (પાશ) બંધનરૂપ છે, પરંતુ હાથીઓને ભાર પ્રમાણ સાંકળ બંધનરૂપ છે, તેમ જ મૂઢ જનોને આશા પણ બંધનરૂપ છે, પરંતુ સત્ય પુરુષોને તો વિદ્યમાન ભોગો પણ બંધનરૂપ થતા નથી.’’ (૫૭)
શાલિભદ્ર માત્ર પોતાને માથે શ્રેણિક રાજા સ્વામી છે, એટલુ જ વચન સાંભળીને વૈરાગ્ય પામ્યા હતા; સ્થૂલભદ્ર પિતાના મરણના સમાચાર સાંભળી વૈરાગ્ય પામ્યા હતા; કાર્તિક શેઠ દુ:ખથી વૈરાગ્ય પામ્યા હતા; અને મેતાર્થ વોણું-તિરસ્કાર પામવાથી વૈરાગ્ય પામ્યા હતા, તે જ પ્રમાણે આ મંત્રી માત્ર મડી મળી કે તરત જ વૈરાગ્ય પામ્યા હતા; પરંતુ ‘પ્રિયાની અનુમતિથી હું ચોથું વ્રત ગ્રહણ કરીશ’
૧. ખરાબ પંડિત.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૯૨
www.jainelibrary.org