________________
પ્રવેશોત્સવપૂર્વક તેને ઘરે આણી. દશ હજાર રૂપિયાનો ખર્ચ કરી ઉત્સવ સહિત આણેલી તે મડીને પહેર્યા વિના જ દેવગૃહમાં તેણે રાખી તેની દેવની જેમ કેટલાક દિવસો સુધી પૂજા કરી. મંત્રીને દર વરસે વિજયાદશમી (દશેરાને) દિવસે રાજાઓ તરફથી પચાસ ઉત્તમ પહેરામણીઓ મળતી હતી. મંત્રીએ જયારથી રાજવ્યાપાર કરવા માંડ્યો ત્યારથી સીમાલ રાજાઓની આવેલી શ્રેષ્ઠ પહેરામણીઓને, રાજનો પ્રતિગ્રહ હોવાથી, તે મંત્રી પોતાના શરીર પર ધારણ કરતો નહોતો. તેની જ જેમ આ આવેલી મડીને પણ મંત્રીએ પહેરી નહીં. તે જોઈ તેની પત્ની પ્રથમિણીને શંકા થઈ : “સાધર્મિકની મોકલેલી વસ્તુની અવજ્ઞા કરવાનું પાપ મારા પતિને ન લાગો.' એવી વિચારવાળી તેણીએ દેવપૂજાને સમયે મંત્રીને કહ્યું : “હે સ્વામી! આ મડી એમની એમ જ (પહેર્યા વિના) કેમ મૂકી રાખી છે ? શરીર પર કેમ ધારણ કરતા નથી ?'' ત્યારે મંત્રીએ કહ્યું : “હે પ્રિયા ! બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા તે ભીમે મને સાધર્મિક તરીકે આ મડી મોકલી છે, પરંતુ હું તેવો બ્રહ્મચર્યવ્રતવાળો નથી, તેથી તેને પહેરતો નથી."
ભીમે આવી સાતસો પડીઓ સાધર્મિકની બુદ્ધિથી મોકલી હતી, પરંતુ આ મંત્રીને તે માટે જે બુદ્ધિ ઉત્પન્ન થઈ તેવી બુદ્ધિ બીજા કોઈ પુરુષને ઉત્પન્ન થઈ નહીં.
જ્યારે પૃથ્વીધરને આ મડી આપવામાં આવી હતી, તે જ વખતે તેને વિષયો પર વૈરાગ્ય થયો હતો, કેમ કે સજ્જનોને થોડાથી જ બોધ થઈ જાય છે, તે વિષે કહ્યું છે કે૧૦૧
ભીમ શ્રેષ્ઠીએ મોકલેલી મડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org