________________
પાંચમો તરંગ
બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર અને રાણી લીલાવતીનો
નવકારજાપ
૧
તામ્રાવતી નામની નગરીમાં ભીમ નામે સુવર્ણનો મોટો વેપારી રહેતો હતો. તે શ્રી દેવ-ગુરુની ભક્તિવાળો અને ધન વડે કુબેર જેવો હતો. શ્રી દેવેદ્ર નામના ગુરુ સ્વર્ગે ગયા પછી શોકને લીધે તે પુણ્યશાળી બાર વર્ષ સુધી અન્ન વિના જ રહ્યો હતો. (અન્ન સિવાય બીજી વસ્તુ ખાઈને રહ્યો હતો.)
પેથડકુમાર ચરિત્ર
ભીમ શ્રેષ્ઠીએ મોકલેલી મડી
બ્રહ્મચર્યને ધારણ કરનાર તે ભીમે ભક્તિને માટે સાધર્મિક (બ્રહ્મચર્યધારી) ભાઈઓને પાંચ પાંચ વસ્ત્ર સહિત એક એક મડી મોકલી હતી. તેવી કુલ સાતસો મડીઓ વહેંચાણી હતી. તેમાં એક મડી પેથડ મંત્રીને પણ મોકલી હતી. તે મડી પોતાને ઘેર આવી તોપણ મંત્રીએ તેને તે જ વખતે નગરની બહાર મોકલી, અને પછી મોટા
Jain Education International
૨
૧. ઊંચી જાતનું પીતાંબર જેવું વસ્ત્ર.
For Private & Personal Use Only
૧૦૦
www.jainelibrary.org