________________
ચોરનારો (મનને હરણ કરનારો) મહોત્સવ કર્યો. જે શ્રાવકે આકાશનો સ્પર્શ કરતા એવા તે ચૈત્યના શિખર પર આરૂઢ થઈ નિર્ભયપણે કળશ, દંડ અને ધ્વજા એ ત્રણની પ્રતિષ્ઠા કરી, તેને તે મંત્રીએ પાંચ અંગનાં વસ્ત્રો, હાથમાં બે સુવર્ણની સાંકળી અને ઘણું દાન આપ્યું. તથા બીજા શેઠિયાઓએ તેને વીંટી વગેરે આપ્યું. રાજાના તે અશ્વપાળે વસ્ત્રો વગેરે વડે સવા લાખ રૂપિયા પામીને શ્રી વીર ભગવાનની હંમેશાં પૂજા કરવાનું વ્રત ગ્રહણ કર્યું જો ભાવ વિના પણ જિનેશ્વરની ભક્તિ આવા ફળને આપનારી હોય તો ભાવથી પૂજા કરનારને અનંત ફળ પ્રાપ્ત થાય તેમાં શું કહેવું ?
આ પ્રમાણે પૃથ્વીરૂપી સ્ત્રીના અલંકારમાં શેખરરૂપ અને ધનના દાન વડે સમગ્ર મંત્રીઓમાં ચક્રવર્તી એવા તે પેથડ મંત્રીશ્વરે જેમ વસંત ઋતુ લતાને પુષ્પોના ગુચ્છા વડે કૃતાર્થ કરે તેમ અત્યંત શ્વેત લક્ષ્મીરૂપી લતાને ચૈત્યરૂપી પુષ્પના ગુચ્છા વડે કૃતાર્થ કરી.
米米米米米米米米米米米米米米米米米米米
- પેથડે કરાવેલા ચોરાશી ચૈત્યોના સ્થાનાદિકના જ વર્ણનવાળો આ ચોથો તરંગ સમાપ્ત થયો.
દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org