________________
શૂન્ય છે. કેટલાક બુદ્ધિમાનો આડંબરભર્યા આવાં વ્યર્થ નામ પાડે છે.’’
‘‘અસત્ય વચનની જેવાં કલ્પિત બિરુદો કહેવાથી હું એક કોડી પણ દાન આપીશ નહીં, પરંતુ ઊલટું મારા મનમાં દુ:ખ થશે.'' આ પ્રમાણે કહીને તે મંત્રીશ્વરે તે બંદીને કાંઈ પણ દાન આપ્યું નહીં, ત્યારે બીજા શેઠિયાઓએ તેને આનંદપૂર્વક જિંદગીપર્યંત ચાલી શકે તેટલું પુષ્કળ દાન આપ્યું. અલ્પ પુણ્યકાર્યથી ઉત્પન્ન થયેલી કીર્તિ કોને હાસ્યકારક નથી થતી ! પરંતુ જે કીર્તિ મોટા પુણ્યકાર્યથી ઉત્પન્ન થઈ હોય તે જ બધાને પ્રીતિકારક થાય છે.
તે પ્રાસાદમાં પ્રતિષ્ઠા વખતે સુવર્ણના કળશને હાથમાં ધારણ કરી, સુવર્ણના તિલકને કપાળમાં ધારણ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે એકસો ને આઠ બ્રહ્મચારી શ્રાવકો પ્રભુનું સ્નાત્ર કરતા હતા. મંત્રીએ તે બધાની વચનથી કહી ન શકાય તેવી ઉત્તમ ભક્તિ કરી. અન્યથા પણ બ્રહ્મચારી સર્વથા પૂજ્ય છે, પછી આવા પ્રકારનું કાર્ય કરનારા પૂજ્ય હોય તેમાં શું આશ્ચર્ય ? તેમ જ બધા લોકો મસ્તકને ધુણાવે એવું શ્રેષ્ઠ સાધર્મિક વાત્સલ્ય કર્યું, તથા મનને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવાં વસ્ત્રો વડે સર્વ ગચ્છની પૂજા કરી, સર્વ શ્રાવકોને પહેરામણી પહેરાવી અને ચોરાશી હજાર દેદીપ્યમાન સુવર્ણના વેઢ આપ્યા. વિસ્તાર પામેલી કીર્તિવાળા તે મંત્રીએ દારિદ્રયરૂપી શિલાને છેદવાનાં જાણે ટાંકણાં હોય એવા પાંચ લાખ ટંક(રૂપિયા)નો ખર્ચ કરીને હૃદયને
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૯૮
www.jainelibrary.org