________________
નામ જે પૃથ્વીધર છે તે સત્ય છે.” આ પ્રમાણે નવી કવિતાના નિધાનરૂપ આ માધવે હર્ષથી વ્યાખ્યાન કર્યું ત્યારે મંત્રીએ લજ્જાના ભારથી પોતાનું મસ્તક નીચું નમાવ્યું. કહ્યું છે કે
લજ્જા કુળનો ઉદ્યોત કરનારી છે, લજજા સૌભાગ્યને કરનારી છે, લજજા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે અને લજા પાપ કરવામાં અજ્ઞાની (અજાણ) છે.” (૫૫)
“સ્તુતિ (પ્રશંસા) રૂપી કન્યાને દુર્જનો પસંદ પડતા નથી, અને સજનોને તે કન્યા રુચતી નથી, તેથી, હજી સુધી વરની પ્રાપ્તિ નહીં થવાથી, તે (સ્તુતિ) કુમારી જ રહી છે.”
તે વખતે બાકીના સર્વ શેઠિયાઓ તે કવિતા સાંભળીને ચમત્કાર પામી કવિતાના ગુણની પ્રશંસા કરતા મસ્તક ધુણાવવા લાગ્યા. તે પછી મંત્રીએ સર્વ ગાંધર્વ, કવિ, ચારણ અને બંદીજનોને કહ્યું : “હું તમારી પાસે એક માનને માગું છું, અને તે એ છે : મારાં માતા-પિતાએ મારું એવું તેવું પણ નામ પાડ્યું હોય, તે જ નામ કહેવું, પણ જેમ તેમ બીજા નામની કલ્પના કરવી નહીં. કેમ કે કહ્યું છે કે—
આકાશનું નામ અંબર (વસ્ત્ર) છે, દેડકાનું નામ હરિ એવું પ્રસિદ્ધ છે, કાગડાનું નામ દ્વિજ છે, વક્ર ગતિ કરનાર વિષમ સર્પનું નામ ભોગી છે, નાના પથ્થરના કાંકરાનું શર્કરા (સાકર) નામ છે તથા હાથીના મદજળનું નામ દાન કહેવાય છે, પણ તે સર્વ અર્થથી • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય
• • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org