SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પણ બાહ્ય સહાય વગેરે ઉપકરણમાં કાર્યની સિદ્ધિ રહેતી નથી.” તે ચૈત્યમાં સ્થાપન કરવા માટે મંત્રીએ ચંદ્ર જેવી કાંતિવાળા આરસના પથ્થરની યાશી આંગળની શ્રી વીર પ્રભુની પ્રતિમા કરાવી. તે ચૈત્યમાં રહેલી પૂતળીઓને જોઈને ઘણા લોકો એમ માનવા લાગ્યા : “અમે પરલોકમાં આવી સ્ત્રીઓની પ્રાપ્તિના કારણભૂત એવું તપ કરીએ.” નિપુણતાભરી કોતરણી કારીગરી) વડે સંપૂર્ણ વસ્તુઓના આકાર તે પ્રાસાદમાં રહેલા હતા, તેથી તે પ્રાસાદ પણ જગતની સૃષ્ટિ કરવામાં વિધાતાને બિંબના ખજાનારૂપ થયો હતો. હું ધારું છું કે તે પ્રાસાદ રમણીય છતાં પણ વિરામ પામીને પૃથ્વીથી આકાશમાં જતો નથી, તેનું કારણ ગાઢ જળે તેના પાયા પકડયા છે એ જ છે. સર્વ સુવર્ણનો ખર્ચ થાય એવા મોટા ઉત્સવપૂર્વ મંત્રીએ પ્રાસાદ, પ્રતિમા, સુવર્ણકળશ, સુવર્ણદંડ અને ધ્વજા એ સર્વની એકી સાથે પ્રતિષ્ઠા કરી. એ વખતે પ્રતિષ્ઠા થતી હતી તે વખતે લાખો શેઠિયાઓની સભા વચ્ચે માધવ નામના બંદીએ એક ઉત્તમ શ્લોક આવા અર્થવાળો કહ્યો : “હે મંત્રીશ્વર ! નાગકુમારીઓએ સંગીતમાં ગાયેલો તમારા પુણ્યનો સમૂહ સાંભળીને શેષનાગ જો હમણાં પોતાનું મસ્તક ધુણાવે તો આ પૃથ્વી અવશ્ય પડી જાય; પરંતુ તમે કરાવેલા પર્વતથી પણ મોટા આ જિનચૈત્યના સમૂહનો નવો ભાર આવવાથી તે પોતાનું મસ્તક કંપાવવા શક્તિમાન થતો નથી, તેથી તમારું બીજુ ૧. જડ પુરુષ જેમ કોઈના પગ પકડી રાખે તેમ એવો અર્થ પણ થાય છે. પેથડકુમાર ચરિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy