________________
તે મંત્રીએ કારીગરોને માટે બત્રીશ ઊંટડી (સાંઢો) ભરીને સુવર્ણ મોકલ્યું. તે ચૈત્યને માટે દશ હજાર ઈટોના નિભાડા રોકવામાં આવ્યા. તે દરેક નિભાડામાં દશ દશ હજાર ઈટો પકવવામાં આવતી હતી. ક્ષીરસાગરમાં પડેલ વિષનું બિંદુ જેમ કાંઈ પણ દોષ કરી શકતું નથી, તેમ ચૈત્ય કરાવવાથી ઉત્પન્ન થતા પુણ્યમાં તેના આરંભથી ઉત્પન્ન થયેલું પાપ કાંઈ પણ દોષને કરી શકતું નથી. ત્રણ વાંસ ઊંડા ખોદેલા પાયામાં પૂરેલા પથરાઓની સાંધોમાં અનુક્રમે પાંચ શેર, દશ શેર અને પંદર શેર સીસાનો રસ પૂર્યો હતો. તે ચૈત્યમાં કેટલીક એકવીશ ગજની લાંબી ચૌદસો ને ચાળીશ પથ્થરની પાટો ગોઠવવામાં આવી હતી. એક વેળા ઈડું ચડાવવાની પાટને અંદરના કિલ્લાથી વિદન આવે છે, એવું સાંભળી દેદપુત્રે (પેથડે) એકદમ ત્યાં આવી એક રાતમાં જ તેટલા વિભાગમાં રહેલા કિલ્લાને પાડી નંખાવ્યો. પછી બન્ને બાજુ પગથિયાંની શ્રેણી જોડી દઈ અખંડ ભાગ્યના સ્થાનરૂપ અને સાહસને ધારણ કરનાર તે પેથડે ઈડું ચડાવી કિલ્લાને ફરીથી તૈયાર કર્યો. સાહસિક પુરુષને કાર્યની સિદ્ધિ થાય છે, કાયર પુરુષને થતી નથી. નેત્ર ભીરુ હોય છે તેથી તે કાજળને પામે છે અને કર્ણ ધીર છે તેથી તે સુવર્ણ (કુંડળ)ને પામે છે. કહ્યું છે કે –
“(મહાદુર્ગમ એવી) લંકા નગરી જીતવી છે, સમુદ્રને ચરણથી તરવો છે, રાવણ જેવો શત્રુ છે, અને રણસંગ્રામમાં વાંદરાઓ જ સહાયભૂત છે, તોપણ રામે યુદ્ધમાં સમગ્ર રાક્ષસકુળનો નાશ કર્યો. તેથી જણાય છે કે મહાપુરુષોના સત્ત્વમાં જ ક્રિયાની સિદ્ધિ રહી
દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org