________________
દેવગિરિના જિનપ્રાસાદનું શિલ્પ-સ્થાપત્ય
ચૈત્ય કરાવવાની ભૂમિ મળ્યા પછી તે મંત્રીને જે એક બુદ્ધિમાન સૂત્રધાર મળ્યો, તેનો સંબંધ હવે કહે છે : પહેલાં સિદ્ધરાજે રુદ્રમહાલય (રુદ્રમાળ) કરાવીને પછી “આવું કામ આ બીજે ઠેકાણે ન કરે તેવી ઇચ્છાથી તે સૂત્રધારને બંધ કર્યો ત્યારે તે સૂત્રધારે તેથી પણ અધિક સુંદર રીતે જેને પ્રાસાદ કરવાની ઇચ્છાપૂર્વક પ્રતિજ્ઞા કરી, પરંતુ તે વખતે જેને પ્રાસાદ કરાવનાર કોઈ મહાપુરુષ મળ્યો નહીં. છેવટે પોતાના અંત સમયે તેણે પોતાની પ્રતિજ્ઞા તેના પુત્રને કરાવી અને તે મર્મસ્થાનને પીડા કરનાર શલ્યને દૂર કરી સુખ-સમાધિએ મરણ પામ્યો. તે પછી બીજી ત્રણ પેઢી સુધી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી એમની એમ ચાલી આવી. પછી પાંચમી પેઢીએ કળાના સમુદ્રરૂપ રત્નાકર નામે સૂત્રધાર થયો. તે ઘણો કાળ ગયા છતાં પણ, જાણે વેર તાજું હોય તેમ, તે પ્રતિજ્ઞાને ધારણ કરતો હતો, કેમ કે દ્વેષ પ્રેમ અને દેવું (દેણું) એ સમુદ્રની જેમ ક્ષીણ થતાં નથી. તેથી તે ઉત્તમ ચૈત્ય કરવાની ઇચ્છાથી બધે ફરતો હતો. તેવું ચેત્ય કરાવવાની ઇચ્છાવાળા પેથડ મંત્રીને સાંભળી તેને તે મળ્યો, તેની સાથે સર્વ વાતચીત કરી. સરળ હૃદયવાળા પેથડે રત્નાકર પાસે તેનો આરંભ કરાવી બીજા કારીગરો તેને સોંપી તથા પોતાના વાણોતરોને ત્યાં રાખી પોતે અવન્તીમાં ગયો. પછી કીર્તિ વડે દિશાઓને સુગંધી કરનાર
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org