________________
ખુશી કર્યો ન હોય તો તે અવસરે અશુભ કરનાર થાય છે. કેમ કે વિકટ સંકટમાં પડેલા એક હાથીને એક ઉંદરે શુ નહોતો છોડાવ્યો ? અને શ્રીકૃષ્ણે કર્ણ રાજાને યમરાજાના મંદિરમાં નહોતો મોકલ્યો ?’ આ વૃત્તાંત જાણી દેદપુત્ર પેથડે વિચાર કરી તે જ રાતે દ્વારપાળને પોતાનો લવણનો પરવાનો આપી નગરમાં લવણની પોઠ મંગાવી, તે લવણ જળમાં નંખાવી તેને હલાવી પાણી ખારું કરી પોતાને ઉતારે આવી તે અવન્તીનો પ્રધાન પેથડ સુખે સૂઈ ગયો.
પ્રાતઃકાળે રાજા ત્યાં આવ્યો, અને માણસો પાસે તે પાણી મંગાવી પોતે તેનો આસ્વાદ કર્યો. તે વખતે તે ખારું લાગવાથી રાજાએ થૂ થૂ કર્યું, અને ‘બ્રાહ્મણોએ ઈર્ષ્યાથી અસત્ય વાત કરી છે’-એમ વિચારી બ્રાહ્મણોને ઠપકો આપી પૃથ્વીધરનું સન્માન કરી રાજા પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે બ્રાહ્મણોના બધા અશુભ વિચારો ક્ષય પામ્યા. જો કદાચ દુર્જનોનું વાંછિત સિદ્ધ થતું હોય તો સજ્જનો જીવી પણ ન શકે. કહ્યું છે કે—
ઘાસથી આજીવિકા કરનારા મૃગના શિકારીઓ આ જગતમાં કારણ વિનાના વેરી છે; જળથી આજીવિકા કરનાર મત્સ્યોના મચ્છીમાર કારણ વિનાના શત્રુ છે અને સંતોષથી આજીવિકા કરનાર સજ્જનોના ચાડિયા પુરુષો કારણ વિનાના શત્રુ છે. છે.’’ (૫૪)
૯૩
Jain Education International
For Private & Personal Use Only
ઘોડાની ખરીદી
www.jainelibrary.org