________________
આ તળાવના બહાનાથી મોટી દાનશાળા જ છે, તેમાં હંમેશાં માછલાં વગેરે રૂપ રસોઈ તૈયાર જ રહે છે, તેને ખાનારાં પાત્રો બગલાં, સારસ અને ચક્રવાક પક્ષીઓ છે, તેમાં કેટલું પુણ્ય થાય તે અમે જાણતા નથી.’’
આ પ્રમાણે વાયુની જેવા બ્રાહ્મણો અને તેનાં વચનોથી ફળને આપનાર (વૃક્ષ)રૂપ રાજાનું ચિત્તરૂપી પાંદડું ડોલાયમાન થયું; કેમ કે રાજાઓ કાનના કાચા હોય છે. કહ્યું છે કે
“પરિપૂર્ણ, વિદગ્ધ અને રાગવાળો પણ રાજા જો કાનનો કાચો હોય તો તેને ગ્રહણ કરવા (પોતાનો કરવા) કોણ શક્તિમાન થાય ? જેમ કે પકાવેલો, રંગાવેલો અને પરિપૂર્ણ એવો પણ માટીનો ઘડો જો કાંઠા વિનાનો હોય તો તેને કોણ ગ્રહણ કરી શકે ?’૧
‘પ્રાતઃકાળે હું જાતે ત્યાં આવી તે પાણી પીને તેનુ સ્વાદિષ્ટપણું જાણી મોટી વાવ કરાવીશ.'' એમ કહી રાજાએ તે બ્રાહ્મણોને રજા આપી. તે નગરનો નિવાસી રાજાનો જ એક હજામ હંમેશાં પેથડને ઉતારે તેનુ માથું ગૂંથવા માટે આવતો હતો, તેને પેથડે પૈસા આપીને પ્રસન્ન કર્યો હતો. તેણે બ્રાહ્મણોનો આ વૃત્તાંત સાંભળ્યો હતો, તેથી તેણે આવીને દેદપુત્ર પેથડને તે હકીકત કહી. ‘હલકા માણસને પણ ખુશી કર્યો હોય તો તે અવસરે અનુકૂળ થાય છે અને
૧. અહીં પાર્થિવ એટલે રાજા અને માટી સંબંધી તથા કર્ણ એટલે કામ અને કાંઠો વગેરે અર્થ જાણવા.
પંથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૯૨
www.jainelibrary.org