________________
એમ વિચારી અવસરની રાહ જોતાં તેણે તેટલા દિવસ તે મડીની
પૂજા કરી.
મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર આ અવસરે મંત્રીનું (હું તો બ્રહ્મચર્યના વ્રતવાળો નથી તેથી મડી પહેરતો નથી એવું) વચન સાંભળી ઉત્તમ પત્નીએ પતિને કહ્યું : “હે સ્વામી ! વ્રત ગ્રહણ કરીને પણ આ મડી તમે પહેરો.” તે સાંભળી મંત્રીએ તેણીને પૂછયું : “હે પ્રિયા ! આ વાત તને રુચે છે ?” ત્યારે તેણીએ હર્ષથી હા પાડી. તે સાંભળી મંત્રી અત્યંત આનંદથી પ્રફુલ્લિત બન્યો. તે નારી આર્યજનોના આશ્ચર્યને માટે થઈ, કે જેનું ચિત્ત, ઘણું યૌવન (ભરજુ વાની), ઘણું ધન અને પતિનું માન વગેરે સર્વે અનુકૂળ સંયોગ છતાં પણ, વિષયની ઇચ્છામાં લપેટાયું નહીં. પતિના વચનને અંગીકાર કરનારી, બાલ્યાવસ્થાથી પણ કુળના ક્રમનો લોપ નહીં કરનારી તથા યુવાવસ્થામાં પણ ભોગની ઇચ્છાનો નાશ કરનારી તે સ્ત્રી સર્વ સતીઓમાં ગુણોથી અધિક ગણાઈ. સતી છતાં કુંતીએ કુમારી અવસ્થામાં કર્ણને જન્મ આપ્યો હતો; સીતાએ પણ એક વખત પતિના વચનનો લોપ કર્યો હતો; અને દ્રોપદી વિષયની તૃષ્ણાથી વ્યાપ્ત હતી, તો આ સતીની તુલ્ય કઈ સતી હતી ?
૧૦૩
મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org