________________
તે પછી ગુરુની પાસે અત્યંત આનંદ સહિત જઈ મહોત્સવપૂર્વક નંદીની સન્મુખ બત્રીશ વર્ષની વયે તે બન્નેએ ચોથું વ્રત અંગીકાર કર્યું. મોટા પુરુષરૂપી વૃક્ષોને પાડી નાખનાર યૌવનરૂપી પાણીના પૂરમાં આ દંપતી સામે પૂરે તરવાથી કૃષ્ણચિત્રલતા જેવા બન્યા. તે વ્રત ઉચ્ચારના ઉત્સવને અંગે મંત્રીએ પાંચ પાંચ રેશમી વસ્ત્રો સાથે ચૌદસો મડીઓ દેશાવરોમાં સાધર્મિકોને મોકલી તેમની પૂજા કરી. તે સાથે શ્રી ભીમશેઠને પણ સામી મડી મોકલી અને પ્રથમ તે ભીમની જે મડી પોતાને આવી હતી તેને પોતાના ચિત્તરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્રિકા સમાન માની આદરથી પોતે પહેરવા માંડી.
ત્યાર પછી સત્ય વાણીવાળા તે મંત્રીએ જે દિવસે બ્રહ્મચર્ય-વ્રત ગ્રહણ કર્યું, તે દિવસથી આરંભીને બ્રહ્મચર્યને વિરુદ્ધ એવું તાંબૂલ ખાવાનું બંધ કર્યું. કહ્યું છે કે
“તાંબૂલ, ઝીણાં વસ્ત્ર, સ્ત્રીની અથવા સ્ત્રી સાથે કથા, ઇંદ્રિયોનું પોષણ, દિવસે નિદ્રા અને સદા ક્રોધ–આ છ બ્રહ્મવ્રતધારીને ભ્રષ્ટ કરનાર છે.'' (૫૮)
‘‘જો મુખમાં મધુર વાણી હોય તો તાંબૂલ ખાવાથી શું વધારે છે ? અને જો પુરુષોને તે સત્ય વાણી ન હોય તો તાંબૂલ ખાવાથી શું ફળ છે ?’’
‘“તાંબૂલના ડીંટ વગેરેમાં જુદા જુદા જીવ રહેલા છે, તેની વેલડીને ઘણા જીવોએ સ્પર્શ કરેલી છે, તથા તે લીલું હોવાથી
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૦૪
www.jainelibrary.org