________________
લીલફૂલ અને કુંથવાથી વ્યાપ્ત હોય છે, તેથી નાગલતાનું પાન તજવા લાયક છે.''
‘‘મુખમાં અત્યંત રંગના હેતુરૂપ આ અહિલતા (નાગલતા) પોતાનો આસ્વાદ કરનારને નીચી ગતિમાં લઈ જવા માટે અધોલોકથી આવેલી છે એમ માનીને તેનો ત્યાગ કરવો ઉચિત છે.''
મંત્રીનું હૃદયરૂપી કમળ રાગરૂપી પરાગથી રહિત હતું, તેથી તે. મોટી વયવાળી સ્ત્રીઓને માતા સમાન, સરખી વયવાળીને બહેન સમાન અને નાની વયવાળીને પુત્રી સમાન માનતો હતો. સૂર્યની સામે માંડેલી દૃષ્ટિને જેમ પાછી ખેંચી લેવી પડે છે તેમ તે મંત્રી પરસ્ત્રી પર ગયેલી દૃષ્ટિને પાછી ખેંચી લેતો હતો, તથા જેમ ખરાબ પુષ્પાદિકનો ત્યાગ કરવામાં આવે છે તેમ માર્ગમાં અનુકૂળ અંગવાળી સ્ત્રીઓનો તે ત્યાગ કરતો હતો. મનની મલિનતાને ત્યાગ કરનાર, વાણીના વિકારને વનાર અને કાયાની કુચેષ્ટાનો નાશ કરનાર તે મંત્રી ચોથા વ્રતને ત્રણ શુદ્ધિએ પાળતો હતો. કહ્યું છે કે—
‘‘સર્વ ખાણોમાં વજ્રરત્નની ખાણ પરમ સીમા છે (શ્રેષ્ઠમાં શ્રેઠ છે), વૈઘોમાં ધન્વન્તરિ વૈદ્ય, દાતારોમાં કર્ણ, દેવીઓમાં લક્ષ્મી, પર્વોમાં દિવાળી, સર્વ અક્ષરોમાં ઓંકાર, મોટા પદાર્થોમાં આકાશ, સ્થિર પદાર્થોમાં પૃથ્વી અને નીતિવાળાઓને વિષે શ્રીરામ પરમ સીમા છે, તેમ સર્વ વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત પરમ સીમા છે.'' (૫૯)
૧૦૫
Jain Education International
મંત્રીનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org