________________
ત્યાર પછી આર્યજનોને આશ્ચર્ય કરનાર બ્રહ્મચર્યના પ્રભાવથી કાંતિવાળા તેના દેહનો પણ અનહદ મહિમા થયો. તે આ પ્રમાણે
જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાસી જાય છે, તેમ તે મંત્રીની દૃષ્ટિથી ભૂત, પ્રેત, ખોટું દિવ્ય અને કોઈ મનુષ્યને શાકિનીનું વળગવું ઇત્યાદિ સર્વ નાશ પામે છે. કાલવાણીની જેમ તે મંત્રીના પગ ધોયાનું પાણી પીવાથી કવર, ઉદરપીડા, મસ્તકનું શુળ અને પ્રસૂતિની પીડા વગેરે રોગો નાશ પામે છે. જેમ દિવ્ય શસ્ત્રથી શત્રુઓનો નાશ થાય છે, તેમ તે મંત્રીનું પહેરેલું વસ્ત્ર પહેરવાથી પણ નવરાદિક દુષ્ટ રોગો અને દુ:ખે કરીને નિવારી શકાય તેવા વ્યંતરાદિક પણ તત્કાળ નાશ પામતા હતા.
એકદા કોઈ શેઠિયાએ સવા લાખ રૂપિયાના મૂલ્યવાળું દક્ષિણ દેશમાં બનેલું દુકૂળ રાજાને ભેટ ધર્યું. રાજાએ, પ્રીતિના વશથી, તે દુકૂળ, ચંદ્રિકા જેવાં કોમળ બીજાં ચાર વસ્ત્રો સાથે, મંત્રીને પહેરાવ્યું. “આ વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોવાથી દેવપૂજા સિવાય બીજા સમયે પહેરવાને લાયક નથી”—એમ વિચારી મંત્રીએ પોતાને ઘેર આવી પોતાની પત્નીને તે દુકૂળ આપ્યું. તેણીએ તે દુકૂળ સારે સ્થાને સાચવીને મૂક્યું.
૧. કાલ એટલે ઈશ્વર. તેના સ્નાત્રાદિકનું જળ પીવાથી રોગો નાશ પામે છે. અથવા કાલ નામની દિવ્ય ઔષધિ જાણવી. ૨. રેશમી વસ્ત્ર.
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
પેથડકુમાર ચરિત્ર
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org