________________
મૂળ (ઔષધ) વિનાનું વશીકરણ છે, અને જળ વિના જ અગ્નિ વગેરેને શીતળ કરવાનું કારણ છે. તે વખતે બુદ્ધિમાન પેથડે રાજાની આદરવાળી દૃષ્ટિ વગેરેની ચેષ્ટા જોઈ. તેથી રાજાનું મન ગ્રહણ કરવાનું છે એમ, અયકાંત મણિ (લોહચુંબક) જેમ લોઢાને ગ્રહણ કરે છે તેમ, તેણે રાજાનું મન જાણ્યું. કહ્યું છે કે
“કહેલો અર્થ પશુ પણ ગ્રહણ કરે છે, પ્રેરણા કરવાથી ઘોડાઓ અને હાથીઓ પણ વહન કરે છે, પરંતુ જે પંડિતજન હોય તે કહ્યા વિના જ તર્કથી જાણી લે છે, કેમ કે બીજાની ચેષ્ટા જાણવી એ જ બુદ્ધિનું ફળ છે.” (૪૮).
તે પછી “આને આપના ખજાનામાં સ્થાપન કરો.” એમ કહીને તેણે તે કૃષ્ણચિત્રક લતા રાજાને આપી. મોટાઓને માગ્યા પછી આપવું તે કરતાં માગ્યા વિના પહેલેથી જ આપી દેવું સારું છે. “જો અરિહંતનો ધર્મ મારી પાસે છે, તો આવી ચીજનું મારે શું કામ છે ?'—એ પ્રમાણે પારમાર્થિક બુદ્ધિવાળો પેથડ તે વસ્તુ ગયા છતાં લેશમાત્ર પણ ખેદ પામ્યો નહીં. પછી રાજાએ તેને પાંચે અંગનાં દિવ્ય વસ્ત્રો અને દશ અમૂલ્ય મુદ્રિકાઓ પહેરામણીમાં આપી, તેનો અત્યંત સત્કાર કર્યો એટલે તે પોતાને ઘેર ગયો.
એકદા રાજા લતાના વિસ્તારના સમૂહમાં કૃષ્ણચિત્રક
૧. ઈઢોણીમાં ઘણી જાતની લતાના તાંતણા હતા. તેથી આમાં ચિત્રવેલી કઈ હશે ? તેની ખાતરી નદીમાં મૂકવાથી થાય છે, એટલે કે તે ચિત્રવેલી હોય તો તે સામે પ્રવાહે ચાલે છે, તે તેની પરીક્ષા છે. ૬ ૫
પેથડના સમકિત મોદકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org